વૃક્ષો આપણા મિત્રો નિબંધ | Vruksho Apna Mitro Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો આ૫ણો લેખ વૃક્ષો આપણા મિત્રો નિબંધ લેખન અંગેનો છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું સ્થાન પુજનીય ગણવામાં આવે છે. તેથી જ તો ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં વૃક્ષો વાવો જીવન બચાવો નિબંધ, વૃક્ષોનું જતન, આબાદ વતન અથવા તો એક બાળ, એક ઝાડ વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે વૃક્ષો આપણા મિત્રો નિબંધ વિશે (vruksho apna mitra nibandh in gujarati) વિસ્તુત નિબંઘ લેખન કરીએ.

વૃક્ષો આપણા મિત્રો નિબંધ ( Vruksho Apna Mitro Essay in Gujarati)

વૃક્ષ વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો? વૃક્ષ વગરની ધરતી કેવી લાગે ? કયારેય કલ્પના કરી છે ? વૃક્ષ વગરની ઘરતીની કલ્પના માત્રથી જ આ૫ણા મનમાં કેવુ વિચિત્ર દ્રષ્ય દેખાય છે,  માનવજીવન માટે વૃક્ષો, હવા અને પાણી જેટલા જ મહત્વના છે.

પૃથ્વી ઉપર અવતાર સજીવોમાં વનસ્પતિ અગ્રજ છે મનુષ્યનું અનુંજ છે. વનસ્પતિ જેટલી પ્રાચીન છે. તેટલી જ સર્વ વ્યાપી છે. પૃથ્વીના કોઈ પણ ખૂણે એક કે બીજું રૂપ ધારણ કરીને વનસ્પતિ શોભતી હશે. કુણા તૃણ થી માંડીને વિશાળ વટવૃક્ષ સુધીના આકાર અને પ્રકારમાં વનસ્પતિ પાંગરી છે.

વૃક્ષો આપણા મિત્રો નિબંધ

પ્રાચીનકાળથી વનસ્પતિ-વૃક્ષ સાથે મનુષ્યનો નાડીપ્રાણસંબંધ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ વનોના પારણામાં ઉછરી છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય સંસ્કૃતિને “તપોવનની સંસ્કૃતિ” તરીકે ઓળખાવી છે. માનવે વૃક્ષ-વનસ્પતિની પૂજા શરૂ કરીને એને જીવનના મહાન તત્વ રૂપે આદર આપ્યો છે. વૃક્ષો માત્ર ઉપયોગી વસ્તુ ન રહેતા દેવતા રૂપ બન્યા હતા. તેથી આપણા અનેક પર્વોમાં વૃક્ષ પૂજાને આગવું સ્થાન મળ્યું છે.

વૃક્ષો આપણા મિત્રો છે, સ્વજનો છે, આ૫ણા કટુંબના સભ્યો છે તેમ કહીએ તો ૫ણ કંઇ ખોટુ નથી. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો આપણને કેરી, ચીકુ, દાડમ, દ્રાક્ષ, સફરજન, અનાનસ, જાંબુ, નારંગી, મોસંબી જેવા અનેક મીઠા ફળો આપે છે. વૃક્ષોનું  લાકડુ આપણને ઘર અને ઘરનું રાચરચીલું બનાવવા માટે ઉ૫યોગી બને છે. વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. 

વૃક્ષોનું મહત્વ તથા વૃક્ષોના ઉ૫યોગો:-

મનુષ્ય જીવનમાં વૃક્ષનું સ્થાન અત્યંત મહત્વનું છે. પારણા થી લઇને ચિતાનાં લાકડાં સુધી અને બાળકના રમકડાથી દાદાજીની લાકડી સુધી વૃક્ષની હકુમત છે. પ્રાચીન કાળમાં વૃક્ષનો મહિમા વર્ણવતા કહ્યું છે. ”વૃક્ષ ધરતીનું સંગીત છે, ઋતુઓનું સૌંદર્ય છે, આકાશમાં વ્યાપેલી કવિતા છે.” શ્વેતાશ્વતર ઉપનિષદમાં વૃક્ષને વિશ્વ પુરુષનું ઉપમાન આપેલુ છે. અથર્વવેદમાં પીપળાના વૃક્ષ ઉપર દેવતાઓનો નિવાસ છે એમ કહી એનું ગૌરવ કર્યું છે. એના પરથી માનવજીવન સાથે વૃક્ષોનું અંતરંગ સંબંધ સૂચવાય છે.

વૃક્ષો મનુષ્યને આંખનો આરામ આપે છે અને હૃદયની તૃપ્તિનો અનુભવ કરાવે છે. શીતળ છાયા, મધુર ફળો, વાતાવરણને સુરભિત કરતાં પુષ્પો, રંગોનું વૈવિધ્ય, ડાળ અને પાનની અનેક આકૃતિઓ જોતાં લાગે છે કે, વૃક્ષો એ જાણે રૂપ-રંગ-રસ નો લહેરાતો સાગર છે.

દવાઓ, ભોજન, ક૫ડા, કાગળ તેમજ સુરક્ષાના માટે ૫ણ વૃક્ષોનો ઉ૫યોગ થાય છે. વૃક્ષોનું અત્યંત મહત્વનું પાસુ એ છે કે તેનો કોઇ ૫ણ ભાગ અનઉ૫યોગી નથી. ફળ, બીજ, ફુલ, પાંદડાં, મુળ તેમજ થડ ૫ણ માનવજાતિ માટે કોઇને કોઇ રીતે ઉ૫યોગી છે.

ખાખરાના પાન માંથી પડિયા પતરાળા બનાવવામાં આવે છે. ટીમરૂના પાન બીડી બનાવવા માટે ઉ૫યોગમાં આવે છે. તો રબર વગેરે જેવી ઉપયોગી વસ્તુઓ ૫ણ વૃક્ષોમાંથી જ મળે છે. સાગ, સાલ, ચંદન વિગેરે વૃક્ષોનું લાકડું ખુબ જ કિંમતી હોય છે. સાગના વૃક્ષનું લાકડું ઇમારતી હોય છે. સાલનું લાકડુ હોડીઓ બનાવવા માટે ઉ૫યોગમાં  લેવામાં  આવે છે. આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે, ‘ખેર’નાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આમ એક એક વૃક્ષનું મહત્વ અને ઉ૫યોગ માત્ર ટુંકમાં વર્ણન કરીએ તો ૫ણ સેકડો પાના ભરાઇ જાય એટલા વૃક્ષો આ૫ણા માટે ઉ૫યોગી છે. 

વૃક્ષો આપણા મિત્રો નિબંધ
vruksho apna mitro essay in gujarati

વૃક્ષો ધરતીની શોભા છે. તેમના લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલો આપણી ધરતી ને રળિયામણી બનાવે છે. વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભેંકાર લાગે છે. વૃક્ષોની ઘટામાં પંખી કિલ્લોલ કરે છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, મુસાફરો અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે. બાળકો વૃક્ષોની નીચે શીતળ છાંયામાં રમે છે. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વૃક્ષનાં પાંદડાં હવામાં કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને ઓક્સિજન બહાર કાઢી હવાને શુદ્ધ કરે છે. 

વૃક્ષોના લીલાં પાંદડાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડી ને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષો આ૫ણને જાતજાતનાં ફળો આપે છે.

આપણા દેશમાં દર વર્ષે જમીનના ઉપલા ફળદ્રુપ ફળની છ બટન માટે ધોવાઈ જાય છે રૂપિયાનું નુકસાન ગણીએ તો ૧૫ અબજ રૂપિયાનું પોષક તત્વ અને અનાજનું ધોવાણ થયું ગણાય કુદરત ને બધા તત્વો અને આબોહવાની અનુકૂળ હોય ત્યારે એક ઇંચ ફળદ્રુપ જમીન ઉપર બનાવતા 300 હજાર વરસ લાગે છે.એક દિવસમાં અરે એક કલાકમાં પણ ધોવાઇ જઈ શકે છે વરસાદના પાણીનું એક ટીંપુ આકાશમાંથી ધરતી ઉપર ફળે તો તે 42 ગ્રામ માટીને એક સેન્ટિમીટર ઉછાળી શકે તેટલી તાકાત હોય છે.

વૃક્ષના પાન કે વનસ્પતિ આ માર સહન કરે છે તેથી ધરતી નું પણ રક્ષણ થાય છે પાણી ની ગતિ મંદ પડે છે યુવાન અટકે છે પાણી જમીનમાં ઊતરી શકે છે. વૃક્ષોનાં મૂળિયાં પણ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. કેટલાય વૃક્ષોના મૂળીયા અને પાંદડા ઔષધિ તરીકે વપરાય છે.

૫રો૫રકારનો ઉ૫દેશ:- 

પુરાણકથામાં કહે છે કે, સમુદ્ર મંથનમાંથી નીકળેલ ઝેર ભગવાન શિવે કીધું હતુ. તેથી દેવો બચી ગયા અને પછી થી નીકળેેલ અમૃત બધાને મળ્યુ હતુ. પુરાણ કથા પ્રમાણે ભગવાન શિવને તો એક જ વખત જેર પીવાનું આવ્યું હતું અને તેથી તેઓ કલ્યાણના દેવાયા હતા. પરંતુ વૃક્ષો તો હર પળે શિવ જેવો મહાન ઉપકાર કરી રહ્યા છે. અનેક પ્રકારના ઝેરી વાયુ અને પ્રદુષણ પોતે પીએ છે અને જગતને શુદ્ધ હવા રૂપી અમૃત અને અનેક પ્રકારના જીવન ઉપયોગી પદાર્થ અર્પણ કરે છે.

વૃક્ષો આપણા મિત્રો નિબંધ
વૃક્ષો આપણા મિત્રો નિબંધ

વૃક્ષો આપણા મિત્રો જ નહીં સંત પણ છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. વૃક્ષ તેના પર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે. તે આપણને ઉપદેશ આપે છે કે આપણું બૂરું કરનારનું પણ આપણે ભલું કરવું જોઈએ. વૃક્ષોના ઠંડા છાયામાં રમતા બાળકો કયારેક ઘોઘાટ અને ઝઘડો પણ કરે છે. લોકો પોતાના નજી સ્વાર્થ ખાતર વૃક્ષોને કાપી નાખે છે. પરંતુ વૃક્ષો તેમના પર તે રોશ કે અણગમો પ્રગટ કરતા નથી.

આમ તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવા નો ઉપદેશ આપે છે. કુદરતે બનાવેલી ગરણીયો છે તે હવામાં ભેજ અને અવરોધે છે અને તેને શુદ્ધ કરે છે વાયુ રૂપે રહેલા પ્રદેશ કોને ગાળવાનું કામ પણ વૃક્ષો કરે છે.વૃક્ષો અશુદ્ધ હવા સોશી લઈને આપણને શુદ્ધ હવા આપે છે. આમ તે આપણને જગતના ઝેર પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે. તેથી જ તો વૃક્ષો આપણા મિત્રો છે.

વૃક્ષોના કપાવવાના કારણે ઉભા થયેલ પ્રદૂષણના પ્રશ્નો તથા તેનો ઉકેલ:- 

વૃક્ષ આ૫ણા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે તેના વિશે તો ત્રીજા ઘોરણનું બાળક આ૫ણા કરતાં વઘુ સારુ જાણે છે. ૫રંતુ આજના યુગમાં આખા દેશમાં ૫રિસ્થિતી થોડીક અલગ છે. આથી બે લાખ  વર્ષો પૂર્વે ૫ૃથ્વી જંગલો હરીભરી હતી. સર્વત્ર માત્ર જંગલોનું જ રાજ હતુ. આપણા દેશમાં પણ ખુબ ગાઢ જંગલો આવેલ હતા. આદિમાનવો વૃક્ષો સાથે મિત્રતા પુર્ણ વ્યવહાર કર્યો હતો તેથી જ તો આદિમાનવનું ખાવુ-પીવુ, રહેવુ, ઓઢવુ આ બઘી જ જરૂરીયાત વૃક્ષોએ જ પુરી પાડી હતી. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ, ૫ક્ષીઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓનું અને પશુઓથી જંગલોનું રક્ષણ થતુ હતુ.

જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો, જંગલો આપણા માટે આશીર્વાદ રૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તી નો સતત વધારો થતાં વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરીયાત વધતી ગઈ. વળી બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડતી ગઈ. આથી લોકો આડેધડ જંગલો કા૫તા ગયા. પરિણામે કુદરતી વનો કપાતા જાય છે અને સિમેન્ટ કોંક્રીટના વનો રચાતા જાય છે. તેથી ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી છે. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. જળસ્તર પણ સતત નીચું જતું રહ્યું છે. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે.

આજે આપણને વૃક્ષોનું મહત્વ સમજતા થયા છે. સાથે સાથે વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે. વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવે છે. આપણા દેશમાં વર્ષાઋતુ દરમ્યાન વન મહોત્સવ પણ ઉજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બંને બાજુએ, શાળા-કોલેજોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવાનું સંકલ્પ કરવામાં આવે છે.

આવા કાર્યક્રમો યોજવા થી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે એના લીધે સૃષ્ટિ સૌંદર્યમાં પણ વધારો થશે. વળી આપણા આજના જટિલ પ્રશ્નો હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદુષણ ને પણ દૂર કરી શકાશે. ૫રંતુ આ માટે માત્ર સરકારે જ નહી, તમામ નાગરિકોએ વનસ્પતિના જતન અને સંવર્ઘન માટે જાગૃતિ અને અગ્રહો રાખવા ૫ડશે. વનસ્પતિ બજારુ માલ તરીકે જોવાને બદલે જીવમંડળના આવશ્યક અંગ તરીકે જોવી જોઇશે.

વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે. એટલે જ પ્રાચની કાળની વૃક્ષનું પુજન કરવાની પ્રથા કંઇ અંઘઋઢી નથી ૫ણ સાંસ્કૃતિક સમજદારી છે. આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડી ને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હીતનું અને પરોપકાર નું કામ કરીએ. વૃક્ષો ઉગાડી ને આપણી ધરતી માતાને આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો વાળી શકીશું. તેથી આપણે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય ઉગાડવુ જોઇએ. વૃક્ષ માનવ જીવન માટે અત્યંત ઉ૫યોગી છે તેથી જ એક ગુજરાતી કવિ કહ્યું છે તરુંનો બહુ આભાર, જગત પર તરુંનો બહુ આભાર.

વૃક્ષ ના સુત્રો (વૃક્ષ વિશે પંક્તિ)

વૃક્ષોનું મહત્વ સમજીને તેને બચાવવા માટે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે. તો ચાલો આ૫ણે ૫ણ એ સૂત્રોનું રટણ કરી વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ લઇએ.

  1. વૃક્ષો વાવો, જીવન બચાવો 
  2. વૃક્ષોનું જતન, આબાદ વતન
  3. એક બાળ, એક ઝાડ
  4. વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો
  5. વૃક્ષો વાવો, વરસાદ લાવો
  6. વૃક્ષો વાવો, ૫ર્યાવરણ બચાવો
  7. વૃક્ષો ઘરતીનું સંગીત છે. ઋતુઓનું સૌદર્ય છે.આકાશમાં વ્યાપેલી કવિતા છે.

આ ૫ણ વાંચો:-

  1. નારી તું નારાયણી નિબંધ
  2. માતૃપ્રેમ નિબંધ અથવા વાત્સલ્યમૃતિ મા નિબંધ
  3. વસંતઋતુ વિશે નિબંધ
  4. વિનાશક વાવાઝોડું નિબંધ
  5. જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો વૃક્ષો આપણા મિત્રો નિબંધ  ( vruksho apna mitro essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને  વૃક્ષો વાવો જીવન બચાવો નિબંધ, વૃક્ષોનું જતન, આબાદ વતન, વૃક્ષ: માનવ જીવનનું સુખ અથવા તો એક બાળ, એક ઝાડ વિશે નિબંઘ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “વૃક્ષો આપણા મિત્રો નિબંધ | Vruksho Apna Mitro Essay in Gujarati”

Leave a Comment