વર્ષાઋતુ જીવન પોષક ઋતુ છે. પણ જ્યારે અતિવૃષ્ટિ એટલે મેઘરાજાનું તાંડવ નૃત્ય થાય ત્યારે તે વિનાશક બની રહે છે. અતિવૃષ્ટિ ભયાનક વિનાશ વેરીને કુદરતની વિરાટ શક્તિ અને માનવની પામરતા પુરવાર કરી દે છે. તો ચાલો આજે આ૫ણે અતિવૃષ્ટિ વિશે નિબંધ (ativrushti nibandh in gujarati)લેખન કરીએ.
અતિવૃષ્ટિ નિબંધ ગુજરાતી (Ativrushti Nibandh in Gujarati)
પ્રસ્તાવના:
“अति सर्वत्र वर्जयेत ।” આ પંક્તિ તમામ ચીજવસ્તુઓ અને ઘટનાઓ પર જેટલા અંશે લાગુ પડે છે એટલી જ વરસાદ માટે પણ લાગુ પડે છે. વરસાદ પ્રમાણની દ્રષ્ટીએ જોવા જઈએ તો વરસાદનાં બે સ્વરૂપો જોવા મળે છે : અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ.
અતિવૃષ્ટિ એટલે શું :
અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં ખૂબ જ વધારે વરસાદ. અતિવૃષ્ટિને લીલો દુષ્કાળ પણ કહેવામાં આવે છે. વરસાદ જરૂરિયાત મુજબ પડે તો અમૃત સમાન લાગે છે ,પણ જરૂરિયાતથી વધારે વરસાદ વિનાશ નોતરે છે. માનવ અને પશુ – પંખીઓ માટે જીવનદાતા વરસાદ જ્યારે અતિવૃષ્ટિ બનીને તૂટી પડે છે ત્યારે સર્વનાશ કરી દે છે. એક જ દિવસમાં ઘણો બધો વરસાદ પડે અથવા સતત ત્રણ ચાર દિવસ વરસાદ પડે ત્યારે ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જાય છે. નદી – નાળા , અને ડેમ છલકાઈ જાય છે. ક્યારેક સતત પડતા વરસાદના લીધે આકાશમાં છવાઈ રહેલાં કાળાં ડીબાંગ વાદળો , ભયંકર મેઘગર્જનાઓ અને વીજળીના કડાકા વાતાવરણને વધુ ભયંકર બનાવી દે છે.
જનજીવન પર અસર :
અતિવૃષ્ટિના કારણે માનવી , પશુ – પંખી અને વનસ્પતિસૃષ્ટિની બરબાદી થઈ શકે છે. વધારે પડતા વરસાદથી ખેતરમાં વાવેલો પાક ધોવાઈ જાય છે ,જેનાથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડે છે. નદીકિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તો નદીઓમાં પૂર આવે છે , જેના લીધે કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે અને જાન – માલની હાની થાય છે. વધુ વરસાદના લીધે રસ્તાઓ તૂટી જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. વીજળીના થાંભલાઓ તૂટી પડવાથી ઘણી અગવડ ભોગવવી પડે છે. ઠેર ઠેર પાણીનો ભરાવ થવાથી મચ્છરનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો પણ ફેલાઈ શકે છે. આમ , અતિવૃષ્ટિના લીધે સમગ્ર જનજીવન ખોરવાઇ જાય છે.
અગમચેતી અને ઉપાયો :
પ્રાકૃતિક આગળ માનવી પામર છે . કુદરતી આફતોને ટાળવી શક્ય નથી , પરંતુ યોગ્ય ઉપાયો થકી જનજીવનને થતું નુકશાન ઓછું કરી શકાય છે. ભારે વરસાદની આગાહી હોય ત્યારે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવી દેવું જોઈએ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હોડીઓ અને હેલિકોપ્ટરની મદદથી લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી જોઈએ.
Must Read : કુદરતી આપત્તિ નિબંધ
ઉપસંહાર :
અતિવૃષ્ટિ પશુ , પંખી અને મનુષ્ય માટે ખૂબ જ વિનાશક છે. આધુનિક જીવનશૈલી અને સુવિધાઓ પાછળ મુકેલી દોડના લીધે આપણે પર્યાવરણીય તંત્રને સતત નુકશાન પહોચાડી રહ્યા છીએ. જેના લીધે આવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે. આપણે પર્યાવરણનું જતન કરીશું તો ચોક્કસ આવી કુદરતી આફતોથી બચી શકીશું.
લેખક:- જગદીશ જેપુ, શિક્ષક, ઘનાણા પ્રાથમિક શાળા Instagram ID – jagdish.jepu.33
આ ૫ણ વાંચો:-
- મોસમનો પહેલો વરસાદ
- વસંત નો વૈભવ નિબંધ
- અનાવૃષ્ટિ નિબંધ
- કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
- એક નદીની આત્મકથા નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો અતિવૃષ્ટિ અથવા વર્ષા નું તાંડવ નિબંધ (ativrushti nibandh in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
Nice asey