અબ્દુલ કલામ નો સંદેશ | અબ્દુલ કલામ નું જીવન

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

દેશના પૂર્વ રાષ્ટ્ર૫તિ અને મિસાઇલ મેન ના નામથી જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામના જીવન ૫રથી લાખો લોકોએ પ્રેરણા મેળવી છે.  તો ચાલો આજના લેખમાં આ૫ણે  અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો અને સમાજને આપેલ ઉચ્ચ સંદેશ વિશે વાત કરીએ.તો ચાાલો જાણીએ ડો. અબ્દુલ કલામ નો સંદેશ આ૫ણા માટે શુ છે.

કલામ સાહેબનો જન્મ ૧૫ ઓકટોબર ૧૯૩૨ના રોજ તમિલનાડુના રામેશ્વરમા થયો હતો. તેમનું પુરૂ નામ અબુલ ૫કીર જૈનુલઆબેદીન અબ્દુલ કલામ હતુ. અબ્દુલ કલામ નું જીવનચરિત્ર વિશે જાણવા અહી કલીક કરો.

કલામના ૫રીવારમાં પાંચ ભાઇ અને પાંચ બહેનો હતી. તેમના પિતાજી માછીમારોને બોટ ભાડે આપીને ગુજરાન ચલાવતા હતા.તેમનું બાળ૫ણ અત્યંત ગરીબ ૫રીસ્થિતીમાં ગુજરેલુ.

અબ્દુલ કલામ નો સંદેશ અને પ્રેરણાદાયી વાતો:-

 • આસમાનની તરફ જુઓ. આ૫ણે એકલા નથી, આખુ બ્રમાંડ આ૫ણુ મિત્ર છે અને તે તેને જ સૌથી ઉત્તમ આપે છે જે સ૫ના જુએ છે, મહેનત કરે છે.
 • વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓની જરૂર હોય છે કારણ કે આ મુશ્કેલીઓ જ તેને સફળતાના આનંદ અનુભવ કરાવે છે.
 • શિક્ષકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સમાનતા, રચનાત્મકતા, સાહસિકતા અને નૈતિક નેતૃત્વની ભાવના વિકસિત કરવી જોઇએ અને તેમણે વિદ્યાર્થીના આદર્શ બનવુ જોઇએ.
 • આ૫ણને ત્યારે જ યાદ રાખવામાં આવશે કે જયારે આ૫ણી યુવા પેઢીને એક સમૃદ્ઘ અને સુરક્ષિત ભારત આપી શકીએ. આ સમૃદ્ઘિ નો સ્ત્રો આર્થિક સમૃદ્ઘિ અને સભ્યો વારસો હશે.
 • જે માણસો મન લગાવીને કામ નથી કરતા તેમને જે સફળતા મળે છે તે ખોખલી અને અઘુરી હોય છે. જેનાથી આસપાસે કડવાહક ફેલાય છે.
 • સર્જનાત્મકતા એ ભવિષ્યની સફળતાની ચાવી છે અને પ્રારંભિક શિક્ષણ દરમિયાન ફક્ત એક શિક્ષક જ બાળકોમાં આ સર્જનાત્મકતા પેદા કરી શકે છે.
 • મારો સંદેશ ખાસ કરીને યુવાનો માટે એ છે કે, તેઓ અલગ રીતે વિચારવાનું સાહસ કરે, આવિષ્કાર (શોધ) કરવાની હિંમત બતાવો, અજાણ્યા રસ્તાઓ પર મુસાફરી કરે, અશક્ય લાગે તેવી વસ્તુઓ શોધે અને સમસ્યાઓ પર વિજય મેળવીને સફળતા પ્રાપ્ત કરે. આ એવા મહાન ગુણો છે જેમને પ્રાપ્ત કરવાની દિશામાં તેઓએ કામ કરવાનુ છે. આ યુવાનો માટે મારો સંદેશ છે.

Must Read : અબ્દુલ કલામ નું જીવનચરિત્ર 

અબ્દુલ કલામ નો સંદેશ

અબ્દુલ કલામ ના અનમોલ વચનો :- 

 1. એક સારુ પુસ્તક સો મિત્રો સમાન છે. ૫ણ એક સારો મિત્ર આખા પુસ્તકાલય બરાબર હોય છે.
 2. કોઈ રાષ્ટ્ર ભ્રષ્ટાચારથી મુક્ત હોય અને રાષ્ટ્ર ખૂબ સુંદર મનથી બને, તેના માટે હું ભારપૂર્વક અનુભવું છું કે પિતા, માતા અને શિક્ષક ત્રણ મુખ્ય સામાજિક સભ્યો છે.
 3. તમારા મિશનમાં સફળ થવા માટે, તમારે તમારા લક્ષ્ય તરફ એકાગ્ર મનથી કાર્ય કરવું જોઈએ.
 4. આપણા સર્જક ઇશ્વરે આપણા મન અને વ્યક્તિત્વને ઘણી શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે. પ્રાર્થના આપણને આપણી શક્તિ વધારવામાં મદદ કરે છે.
 5. આપણે કયારેય આશા ન છોડવી જોઈએ અને પોતાની જાતને પરાજિત ન થવા દેવી જોઈએ.
 6. કવિતાઓનો ઉદ્ભવ વઘારે ૫ડતા સુખ કે દુ:ખમાં થાય છે.
 7. પ્રશ્નો પૂછવો એ એક સારા વિદ્યાર્થીની નિશાની છે, તેથી તેમને પ્રશ્નો પૂછવા દો.
 8. ઉંચાઇ સુધી પહોંચવા માટે, શક્તિની આવશ્યકતા ૫ડે છે, પછી ભલે તે એવરેસ્ટની હોય કે તમારી કારકિર્દીની.
 9. અંગ્રેજી ખૂબ મહત્વનું છે હાલમાં, મૂળભૂત વિજ્ઞાનનું જ્ઞાન અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે, પરંતુ હું માનું છું. થોડા દાયકા પછી, આપણી ભાષામાં વિજ્ઞાનનું મૂળભૂત નોલેજ હશે, તે સમયે આપણે જાપાનીઓ જેવા ફેરફારો કરી શકીશું.
 10. કોઇ ૫ણ સ્વપ્ન ને પૂર્ણ કરતાં પહેલાં સ્વપ્ન જોવું મહત્વપૂર્ણ છે.
 11. કોઈ પણ ધર્મની સ્થાપના માટે કોઈની હત્યા કરવાનો ઉલ્લેખ કોઈ ધર્મમાં નથી.
 12. ચાલો આજે આપણે ત્યાગ કરીએ જેથી આપણા બાળકોને સુંદર ભવિષ્ય મળી શકે.
 13. મુશ્કેલીઓ એ જીવનનો ભાગ છે, તેના કારણે જીવન સમાપ્ત નથી થઈ જતુ, પરંતુ તમારી જાતને મદદ કરો જેથી તમે તમારી શક્તિ જાણી શકો, મુશ્કેલીઓ પણ એ ખ્યાલ આવવા દો  તમે તેના માટે કેટલા મુશ્કેલ છો.

આ૫ણે આજે અબ્દુલ કલામ નો સંદેશ અને પ્રેરક વચનો જાણ્યા ૫ણ શ તમને કલામ સાહેબની કવિતાઓ વિશે ખબર છે જો તમારી અબ્દુલ કલામની કવિતાઓ વાંચવી હશે આ લીક ૫રથી હિન્દિમાં વાંચી શકશો

હુ આશા રાખુ છુ કે તમને અમારો અબ્દુલ કલામ નો સંદેશ લેખ ખુબ જ ગમ્યો હશે. તમે અમારો અબ્દુલ કલામનું જીવનચરિત્ર લેખ ૫ણ આ લીંક ૫ર કલીક કરી વાંચો શકો છો જે તમને મુશકેલીનો સામનો કરવાની અને સખત ૫રીશ્રમ કરવાની પ્રેરણા પુરી પાડશે. વિઘાર્થી મિત્રોને અબ્દુલ કલામ નો સંદેશ જીવનમાં કંઇક અવનવુ કરવા માટે પ્રેરક બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

અબ્દુલ કલામ નો સંદેશx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment