આજના વિદ્યાર્થીની સમસ્યાઓ નિબંધ | ajna vidyarthi ni samasya essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં દરેક વ્યકિતનું જીવન સમસ્યાઓ અને પડકારોથી ભરેલુ છે, જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ પડકારોનો પ્રકાર બદલાતો જાય છે. આ પડકારો અને સમસ્યાઓની શરૂઆત તો વિધાર્થી જીવનથી જ થઇ જાય છે, તો આજનો વિધાર્થી અનેક સમસ્યાઓથી પીડીત છે, તો ચાલો આજે આપણે આજના વિદ્યાર્થીની સમસ્યાઓ નિબંધ(ajna vidyarthi ni samasya essay in gujarati) લેખન સ્વરૂપે જોઇએ.

આજના વિદ્યાર્થીની સમસ્યાઓ નિબંધ (ajna vidyarthi ni samasya essay in gujarati)

આજના તનાવમય યુગ માં બધા એજ કોઈની કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં સૌથી ખરાબ પરિસ્થિતિ આજના વિદ્યાર્થીઓની જ છે વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ખૂબ જ વધારે હોય છે જેથી કરી ને વિદ્યાર્થીઓમા ચિંતા અને ડર ઉભો થઈ શકે છેૅૅ, વિદ્યાર્થીએ શૈક્ષણિકતાની સમસ્યા સાથે સાથે બીજી પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે જેવી કે માનસિક સમસ્યા, સામાજિક સમસ્યા. આ બધી સમસ્યાનું નિરાકરણ ક્યાં?

ઘણીવાર એવું થાય છે કે શિક્ષકોને અમુક વિદ્યાર્થીઓ પર આશા હોય છે કે આ વિદ્યાર્થી સારી ટકાવારી સાથે પાસ થશે. પરંતુ અમુકવાર વિદ્યાર્થીઓ આશા પર ખરા ઉતરી શકતા નથી, આશા રાખવી એ ખરાબ વસ્તુ નથી પરંતુ વિદ્યાર્થીને માનસિક તૈયારી કરાવવાનો પૂરતો સમય નથી મળી રહેતો શિક્ષકો તો ખાલી કહે છે કે આટલા માર્કસ લાવવા પરંતુ માર્કસ વિદ્યાર્થી કેવી રીતે લાવે છે તે તેનું મન જાણો તું હોય છે, આજની નવી શિક્ષણ પદ્ધતિ તો બાળકો માટે ખૂબ મુશ્કેલી થઈ રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે શિક્ષકો માટે પણ મુશ્કેલી થઈ રહ્યું છે તે વિદ્યાર્થીઓ પણ જાણે છે જો એક શિક્ષક બધા વિષય નથી ભણાવી શકતા તો એક વિદ્યાર્થી પાસે આશા રાખે છે કે બધા વિષયોમાં સારા માર્કસ આવે.

આજના વિદ્યાર્થીઓને માનસિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે સોશિયલ મીડિયાનો વધુ પડતા ઉપયોગને કારણે આજે વિદ્યાર્થીઓમાં સહનશક્તિ ખૂબ ઓછી થઈ રહી છે પ્રાચીનકારમાં વિદ્યાર્થીઓનું જીવન આદર્શ હતું. વળી ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ મેળવવાનું હતું જેથી કરીને માનસિક ઘડતર ની સાથે સાથે શારીરિક ઘડતર પણ સારી રીતે જળવાઈ રહે. આજનું વિદ્યાર્થી જીવન તો વૃદ્ધ રીતે ચાલે છે, પહેલાના સમયમાં કોઈપણ વિદ્યાર્થી આત્મહત્યા ન કરતું હતું, પરંતુ આજની પરિસ્થિતી કંઇક અલગ જ છેે, આજે આપણે ઘણીવાર વર્તમાનપત્રમાં વિધાર્થી આત્મહત્યાના બનાવો વાંચીએ છીએ. શિક્ષણ અને પરીક્ષણ બંનેમાં જેમાં ખૂબ ફેર હોય છે આજના નિર્દોષ વિદ્યાર્થીઓ ખૂબ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.

આજના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન,તણાવ, નિરાશા વગેરે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે જેમાંથી અમુક જ વિદ્યાર્થીઓ પસાર થઈને સારી રીતે જિંદગી જીવે છે, જો આ બધી મુશ્કેલીઓમાંથી વિદ્યાર્થી જો હાર માનીને બેસી જાય તો તેનું આખું જીવન વ્યર્થ જાય છે. આ બધી પરિસ્થિતિ ઉભી પણ શિક્ષક જ કરે છે અને તેમાંથી બહાર પણ શિક્ષક જ કાઢે છે, આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં શિક્ષકનું મહત્વ ઘણું અગત્યનું છે પણ જો શિક્ષક સાચું માર્ગદર્શન આપે તો જ નહીં તો શિક્ષકો પણ ગેરમાર્ગે દરી શકે છે આજકાલનું વિદ્યાર્થી જીવન વિચારી પણ ન શકાય તેટલું મુશ્કેલી બની રહ્યું છે.

વિદ્યાર્થી એટલે વિદ્યાર્થીનો અર્થી, એક આદર્શ વિદ્યાર્થી કેવી રીતે બનવું? જીવન જુઓ તો કૃષ્ણ ભગવાન જેવું, પરંતુ વિદ્યાર્થીઓ જીવો તો સ્વામી વિવેકાનંદ જેવું. આપણે સૌએ સ્વામી વિવેકાનંદ નું જીવન ચરિત્ર વાંચ્યુ જ છે . આજના સમયમાં આદર્શ વિદ્યાર્થી શોધવું લગભગ અશક્ય જ છે વિદ્યાર્થીમાં જો 2 ગુણ હોય તો તે આદર્શ વિદ્યાર્થીની નિશાની છે

  1. લગન:-પોતાના લક્ષ પ્રત્યે ગંભીર રહેવુ.
  2. પરિશ્રમી:-પોતાના લક્ષને પામવા માટે પરિશ્રમ કરવો

જો દરેક વિદ્યાર્થી ફોન ની લત છોડી દે ને તો દુનિયાના દરેક-દરેક વિદ્યાર્થીની ગણના આદર્શ વિદ્યાર્થી મા થશે. પરંતુ વિદ્યાર્થીઓને ખબર નથી કે આ બધું મોબાઈલ ફોન ના લીધે થાય છે અમુક મુશ્કેલી શિક્ષકો સર્જે છે તો અમુક મુશ્કેલી ફોન સર્જે છે આ બધી વસ્તુઓમાં એક માસુમ વિદ્યાર્થી કુટેવો માં ફસાય છે. એવું નથી કે બધા જ શિક્ષકો ખરાબ હોય છે અમારી શાળાના શિક્ષકો તો ખૂબ જ સારા છે, પરંતુ અમુક શાળામાં કેળવાયેલા શિક્ષકો નથી હોતા અને વિદ્યાર્થી માટે ઘણી મુશ્કેલી ઉભી થાય છે.

આ બધી મૂંઝવણનું નિરાકરણ ક્યાં? આ બધી પરિસ્થિતિઓ આવવાનું બીજું એક કારણ પુસ્તક વાંચવાનો અભાવ. જો દરેક વિદ્યાર્થી સ્વામીવિવેકાનંદ ના રસ્તા પર ચાલે તો દરેક વિદ્યાર્થીઓ આદર્શ બની વિધાર્થી બની કશે. મારા મત મુજબ આજ એક નિરાકરણ છે, સ્વામીવિવેકાનંદ જ વિદ્યાર્થીઓ માટે આદર્શ છે, તમારી નબળાઈ શોધો અને નબળાઈને તમે દૂર કરો તોજ જીવનમાં સફળ બનશો, તેમનો વિદ્યાર્થીઓ સાથે એક અલગ જ સંબંધ છે

જો કોઈ શિક્ષકને ખોટું લાગ્યું હોય તો દિલથી માફી ચાહું છું.

લેખક- ગીત જે પટેલ એક વિધાર્થી

ખાસ વાંચો:-

  1. મોર વિશે નિબંધ
  2. વસંતનો વૈભવ નિબંધ
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ
  5. જળ એ જ જીવન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને આજના વિદ્યાર્થીની સમસ્યાઓ નિબંધ (ajna vidyarthi ni samasya essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment