એક ખેડૂત ની આત્મકથા નિબંધ | farmer essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ખેડૂત એટલે આ૫ણો અન્નદાતા તમે ખેડૂત વિશે તો ઘણું બઘુ જાણતા જ હશો ૫રંતુ આજે આ૫ણે અહીં એક ખેડૂત ની આત્મકથા નિબંધ (farmer essay in gujarati) વિશે જાણવાના છીએ.

એક ખેડૂત ની આત્મકથા નિબંધ ( farmer essay in gujarati)

 નિબંધના મુદ્દા :- ૧.પ્રસ્તાવના, ૨.આઝાદી પહેલા ખેડૂતોની સ્થિતિ, ૩. ટેકનોલોજી દ્વારા ખેતીમાં આવેલી ક્રાંતિ, ૪. અત્યારના ખેડૂતની પરિસ્થિતિ, ૫. ઉપસંહાર

ખપાટની ખપારી ને હાથ જેવડા હાથા !
દીપડા સિંહ વચ્ચે રોજ રાતે પાણી પાતા !
સવારનો રોટલો બપોરે ને બપોરનો સાંજે ખાતા !
શરીરને નીચોવી ને પરસેવાથી ના’તા !
વિચારજો મિત્રો ! ખેડૂત કેમ કરી ખેતરે જાતા !!!

આવી હતી અમારી પરિસ્થિતિ આઝાદી પહેલા. હું એટલે એક ખેડૂત, ધરતી પુત્ર, જગતનો તાત…ખાલી કહેવા ખાતર. બાકી અમારાથી ખરાબ પરિસ્થિતિ કોની હોઈ શકે ? અત્યારે તો આપણી એવી પરિસ્થિતિ છે પણ નહીં, કે આપણને જોવા પણ નથી મળતી એવી પરિસ્થિતિ અમે ત્યારે જીવતા હતા. તે પરિસ્થિતિ, જે અમારા વડવાઓ જીવી ગયા તે આજના સમયમાં યાદ કરીએ તો પણ એમ થાય કે શું આવી પરિસ્થિતિમાં આપણે જીવી શકીએ ? તેના વિચાર માત્રથી શરીરમાં ધ્રુજારી આવી જાય છે. 

Must Read : આત્મનિર્ભર ભારત નિબંધ

આજે તો અમારી પાસે પોતાના ગાય ભેંસ, બળદ તેમજ તેનાથી વિશેષ વાત કરીએ તો ખેતી માટેના આધુનિક ઓજારો પણ આવી ગયા છે. જેના કારણે ખેતી કરવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. પરંતુ તે સમયમાં ખેતી કરવી આટલી સહેલી નહોતી. અમારી પરિસ્થિતિની વાત કરીએ તો, અમે જાણે અમારા જ ખેતરમાં મજૂર તરીકે કામ કરતા હોય તેવું લાગતું હતું. સવારે વહેલા ઊઠીને ખેતરે જતા રહેવાનું. આખો દિવસ પશુની જેમ ખેતરમાં મજૂરી કરવાની.

ક્યારેક તો ઉનાળાના બળબળતા તાપમાં પણ ખેતરમાં કાળી મજૂરી કરવી પડે.સવારનું બનાવેલું જમવાનું ખેતરે લઈ ગયા હોઈએ, તે બપોરે જમવાનું. અને સાંજે થાક્યા પાક્યા ઘરે આવી, સાંજનું જમવાનું બનાવવાનું. અમારે તે વખતે “લગાન” પણ આપવું પડતું હતું. ત્યારે પાણીના આટલા સારા સ્ત્રોત નહોતા, જેના કારણે અમારા બધા જ પાકનો આધાર વરસાદ પર રહેતો હતો. જો વરસાદ સારો થયો તે વરસે ઘરમાં સારું જમવાનું બનતું, બાકી તો એક સાંધો ત્યાં તેર તુટે તેવી પરિસ્થિતિમાં આખું વર્ષ પસાર કરવું પડતું હતું.

જો કોઈ વખતે અનાવૃષ્ટિ થાય તો તો અમારું આવી જ બન્યું. “છપ્પનિયા દુકાળ” જેવી પરિસ્થિતિમાં અમે કેમના દિવસો કાઢ્યા હશે, તે કલ્પના માત્ર રૂંવાટા ઊભા કરી દે છે. પરંતુ અમે રહ્યા ખેડૂત ! શું કરીએ ? એવી પરિસ્થિતિમાં પણ અમે ટકી રહ્યા અને દેશ માટે ધાન પકવતા રહ્યા. પરંતુ અમારી સામે, અમારા પરિવારની પરિસ્થિતિ સામે જોવાનો ક્યાં કોઈ પાસે સમય જ હતો. સરકાર પાસે કોઈ યોજનાઓ નહોતી, અથવા હતી તો તેની જાણ મારા જેવા સામાન્ય ખેડૂતને નહોતી. પાક નિષ્ફળ જાય તો પણ કર તો ચૂકવવાનો જ. ગુલામીમાં ખરેખર અમારી પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ હતી. અમે જાણે મારવાના વાંકે જીવી રહ્યા હોય તેવું હતું.

          ” ખેડૂતે ઉગાડેલા ધાનના ભાવ આસમાને પહોંચી ગયા, પરંતુ ખેડૂત આજે પણ ગરીબ જ છે…..”

Must Read : નારી સશક્તિકરણ નિબંધ

               એક ખેડૂત ની આત્મકથા નિબંધ

આઝાદી મળ્યા પછી અમારી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો. અમને અમારા ખેતરો પરત મળ્યા, અમારી મરજી મુજબ ખેતી કરવાની સ્વતંત્રતા મળી અને અમારું જીવન ધોરણ મહદ અંશે સુધર્યું હોય તેવું લાગ્યું. અમને અમારી જરૂરિયાત મુજબ ઢોર ઢાંખર રાખવા દેવાની છૂટ મળી, જેના કારણે અમારી મજૂરી ઘણીખરી ઓછી થઈ ગઈ. આપનો દેશ આગળ વધતો ગયો તેમ તેમ ટેકનોલોજીમાં પણ સુધાર થતો ગયો અને ખેતીના નવા નવા સાધનોનો વિકાસ થતો ગયો. જેના કારણે ખેતી કરવી વધુ સરળ બની.

ટ્રેકટર, પ્લાઉ, ઓરણી જેવા અનેક નવા સાધનોની શોધ થઈ જેના કારણે સમયની બચત થવા લાગી. જેથી કરીને અમે વર્ષે બે જ ઉપજ લઈ શકતા હતા તેના કારણે હવે ત્રણ ઉપજ લેતા થયા. તેની સાથે સાથે સરકારે સબસિડી ની યોજના લાવી અને ખેતીના ઓજારો તેમજ મશીનરી ખરીદવા માટે અમને પ્રોત્સાહિત કર્યા. સરકારના અથાગ પ્રયત્નો થકી અમને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવાના નવા સ્ત્રોત મળ્યા. આજે અમે એક ફોન કરીને અમારી જમીનની ફળદ્રુપતા તપાસી શકીએ છીએ.

વિજ્ઞાનની નવી શોધના કારણે અત્યારે બજારમાં એવા બિયારણ આવી ગયા છે કે જેના કારણે ઓછી જમીનમાં પણ ખૂબ ઉત્પાદન મેળવી શકાય છે. જ્યાં પાણી માટે વરસાદ પર આધાર રાખવો પડતો હતો ત્યાં હવે નર્મદાના નીર આવી ગયા છે, અને ખેડૂત ઇચ્છે તો પોતાના જ ખેતરમાં પાણીનો બોર કરી શકે છે. આમ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ખેતીની પદ્ધતિ પણ બદલાતી ગઈ અને અમારું જીવન સ્તર પણ ઊંચું આવતું ગયું. અત્યારે અમે ગર્વથી કહી શકીએ કે અમે ખેડૂત છીએ.

          “દુનિયામાં જો કોઈને છાતી ઠોકીને ચાલવાનો હક હોય તો તે ફક્ત ખેડૂતને છે…..”

Must Read :બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

સરકાર દ્વારા વખતોવખત મૂકવામાં આવતી સ્કીમનો પણ હવે લાભ મળે છે. જનધન ખાતા દ્વારા અમને બેંક સાથે જોડી, ખરીદીની બધી જ આવક સીધા અમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. નવા નવા કૃષિ બજારોને માન્યતા આપી અને અમારો સમય તેમજ મુસાફરી ખર્ચમાં પણ ઘણો ઘટાડો કરી દીધો છે. ત્યારબાદ ટપક તેમજ ફુવારા પદ્ધતિ પર મળતી સબસિડી દ્વારા અમે ઓછા પાણીએ પણ વધુ ખેતી કરી શકીએ છીએ. ક્યારેક કોઈ વાર એવું પણ બને કે અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિ ના કારણે અમારો પાક નિષ્ફળ જાય, તો અમને સરકાર તરફથી વીમા સહાય પણ મળી રહે છે. બેંકમાં અમને વગર વ્યાજની લોન સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. 

આમ કુલ મળીને એવું કહી શકીએ કે, કૃષિ પ્રધાન દેશમાં હવે જગતના તાતની સ્થિતિ ખરેખર સુધરી છે. પરંતુ આપણે હજુ પણ ઇઝરાયેલ જેવા દેશની સરખામણીએ ખેતીમાં અનેક સુધારા કરવાની જરૂર છે. Hydroponics ટેકનિક દ્વારા જ્યાં જમીન નથી તેવી જગ્યાએ પણ ખેતી શક્ય બની છે, તેમજ ઢોળાવ વાળી જમીન પર પણ લોકો વાતાવરણ મુજબ ખેતી કરતા થયા છે.

Must Read :મારી શાળા નિબંધ

આમ દિવસે ને દિવસે બદલાતી ખેતીની પદ્ધતિ દ્વારા ખેડૂત વધુ જાગૃત બનતો ગયો છે અને ઉપજમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. હજુ પણ આવનારા ભવિષ્યમાં નવી ટેકનોલોજીનો વિકાસ થાય અને આવનારા સમયમાં વૈજ્ઞાનિકો નવી નવી પદ્ધતિની શોધ કરે, જેના થકી આપણો દેશ કૃષિ ક્ષેત્રે નવા મુકામ હાંસલ કરી શકે. તેની સાથે સાથે આજની યુવા પેઢી કે જેણે જમીન વેચી વેચીને શહેર તરફ આંધળી દોટ મૂકી છે, તે ફરીથી પોતાના વતન પાછા ફરે અને ખેતીની આધુનિક પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવે તેવી ઈશ્વરને પ્રાર્થના…..

લેખક :-  “નિષ્પક્ષ”  (પુષ્પક ગોસ્વામી), ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

હું આશા રાખું છું કે તમને અમારો એક ખેડૂત ની આત્મકથા નિબંધ (farmer essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

એક ખેડૂત ની આત્મકથા નિબંધx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment