કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર નો ઇતિહાસ, ફાયદા, માહિતી, નિબંધ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો યુગ એ Information Technology નો યુગ છે. કોમ્પ્યુટર એ માનવી ની મૂળભૂત જરૂરિયાત બનતું જાય છે. ત્યારે એમ કહી શકાય કે આવતી કાલે કોમ્પ્યુટર ઉપયોગ ન જાણનાર વ્યક્તિ અભણ કહેવાશે. ટાઈમ,સ્પેસ ની બચત તથા ચોકસાઇના જમાના માં,કંટાળ્યા થાક્યા વગર સતત કામ કરનાર તથા બધી જ બાબતો યાદ રાખનાર સાધન વગર નવી સદીમાં ચાલે તેમ નથી. તો ચાલ આજના આ લેખમાં આ૫ણે કમ્પ્યુટર શું છે?  કમ્પ્યુટરની વિશેષતાઓ અને ફાયદા-ગેરફાયદા શું છે? કમ્પ્યુટર વિશે નિબંધ, કમ્પ્યુટર નો ઇતિહાસ વિશે કેટલીક અગત્યની માહિતી મેળવિએ.

કમ્પ્યુટર શું છે?  કમ્પ્યુટરની વિશેષતાઓ અને ફાયદા-ગેરફાયદા શું છે?

આ આર્ટિકલમાં આપણે  કમ્પ્યુટર વિશે વાત કરવાના છીએ સરળ ભાષામાં કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે આ જવાબ સાંભળીને તમને કદાચ એમ થશે કે આ તો અમને ખબર છે એમાં નવું શું છે પરંતુ થોડુક‌ ધૈર્ય રાખો . આજના અમારા આ આર્ટીકલમાં અમે તમને કમ્પ્યુટર વિશે કંઈક નવું શીખવવા માગીએ છીએ. આજના આર્ટીકલ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે હું તમને કમ્પ્યુટર વિશે સંપૂર્ણ માહિતી આપી શકુ નહી કે અધકચરી માહિતી. મને ખ્યાલ છે કે કમ્પ્યુટર વિશે તમને બેઝિક નોલેજ છે પરંતુ શું તમને એ ખ્યાલ છે કે કમ્પ્યુટર ક્યારે બનાવવામાં આવ્યું ? એ બનાવવા પાછળ કેટલો સમય લાગ્યો ? કમ્પ્યુટર બનાવવા પાછળનો ઉદ્દેશ શું હતો ? અત્યાર સુધી એના કેટલા વર્ઝન આવ્યા ? અત્યાર સુધી એની વિશેષતાઓમાં શું પરિવર્તન આવ્યા? નથી ખ્યાલને તો ચાલો આપણે કમ્પ્યુટર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

કમ્પ્યુટર શું છે ? ( What is computer in Gujarati?)

કમ્પ્યુટર એક મશીન છે જે આપેલ નિર્દેશો અનુસાર કામ કરે છે એક એવું ઇલેક્ટ્રોનિક નિયંત્રણ કે જે જાણકારી સાથે કામ કરવા માટે ઉપયોગી બને. કમ્પ્યુટર શબ્દ એ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો લેટિન ભાષાનો મૂળ શબ્દ છે computare જેનો અર્થ થાય છે કેલ્ક્યુલેટ કરવું અથવા તો ગણતરી કરવી.

કમ્પ્યુટર શું છે ?

કમ્પ્યુટરના મુખ્યત્વે ત્રણ કામો હોય છે (૧) પહેલું ડેટાને ઇનપુટ કરવું (૨) બીજુ ડેટાને પ્રોસેસિંગ કરવું અને (૩) ત્રીજું અને અગત્યનું કામ પ્રોસેસિંગ થયેલ ડેટાને બતાવવો જેને આપણે આઉટપુટ કહીએ છીએ.

કમ્પ્યુટર ની શોધ કોણે કરી હતી ?

કમ્પ્યુટરનો જનક ચાર્લ્સ બેબેજ ને કહેવામાં આવે છે કેમ કે સૌપ્રથમ કમ્પ્યુટરની શોધ તેમણે જ કરી હતી તેમણે સૌપ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર ડિઝાઈન કર્યું હતું જેને એનાલિટિક્લ એન્જિન ના નામથી પણ ઓળખવામાં આવતું હતું જેમાં punch card ની મદદથી ડેટાને ઇન્સર્ટ કરવામાં આવતો હતો. ચાલ્સ બેબેજ દ્વારા ૧૯૩૭માં આ કમ્પ્યુટર ની શોધ કરવામાં આવી હતી.

Must Read : કોમ્પ્યુટર કીબોર્ડ વિશે માહિતી

તેમના આ કમ્પ્યુટરમાં ALU, Basic Flow Control અને Integrated Memory નો કોન્સેપ્ટ લાગુ કરવામાં આવ્યો હતો. આજ મોડેલના બેઝ પર આજકાલના કમ્પ્યુટરને ડિઝાઇન કરવામાં આવેલ છે. એટલે જ કમ્પ્યુટર ક્ષેત્રમાં ચાલ્સ બેબેજ નું અમૂલ્ય યોગદાન હોવાથી તમને કમ્પ્યુટર ના જનક કહેવામાં આવે છે.

કમ્પ્યુટર નો ઇતિહાસ:-

હજુ સુધી ચોક્કસ એ નથી નક્કી કરી શકાયુ કે કમ્પ્યુટર ડેવલોપમેન્ટ નું કાર્ય ખરેખર ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સમયગાળાના આધારે કમ્પ્યુટરને પાંચ પેઢી માં વર્ગીકૃત કરવામાં આવેલ છે.

કમ્પ્યુટર ની પહેલી પેઢી ૧૯૪૦ થી ૧૯૫૬  Vacuum tubes

પહેલી પેઢીના કમ્પ્યુટર માં Vacuum tubes, Circuitry અનૈ Magnetic Drumનો મેમોરી માટે ઉપયોગ થતો હતો જેથી આવા કમ્પ્યુટરની સાઇઝ ખૂબ જ મોટી રહેતી હતી. હાલના એક રૂમ ની સાઈઝ જેટલી કમ્પ્યુટરની સાઇઝ હતીએમ કહીએ તો પણ ખોટું નથી. મોટી સાઇઝના કારણે આવા કોમ્પ્યુટરો ગરમ પણ વધુ થઈ જતા હતા જેથી સતત લાંબા ગાળા સુધી આવું કમ્પ્યુટર કાર્ય કરી શકતું ન હતું એને થોડો સમય બાદ બંધ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થતી હતી.

કમ્પ્યુટર ની બીજી પેઢી ૧૯૫૬થી ૧૯૬૩ Transistors

બીજી પેઢીના કમ્પ્યુટર માં Vacuum tubes ની જગ્યા Transistorsએ લઈ લીધી જેનાથી ઓછી જગ્યા રોકાતી હતી સ્પીડમાં વધારો થયો અને પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતા આ કમ્પ્યુટર ગરમી પણ ઓછી ઉત્પન્ન કરતા હતા તેમ છતાં ગરમ થવાનું પ્રશ્ન હજુ સુધી સંપૂર્ણપણે હાલ થયો ન હતો

આ કમ્પ્યુટરમાં હાઈલેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ COBOL અને FORTRANનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Must Read : ઈમેલ એટલે શું ? ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી ?

કમ્પ્યુટર ની ત્રીજી પેઢી ૧૯૬૪થી ૧૯૭૧ integrated circuit

કમ્પ્યુટર ની ત્રીજી પેઢીમાં પહેલીવાર integrated circuit નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં Transistors ને નાના ભાગોમાં વહેંચીને silicon ship મા નાખવામાં આવ્યું જેને સેમિ કન્ડક્ટર કહેવામાં આવે છે તેનાથી ફાયદો એ થયો કે કમ્પ્યુટર ની પ્રોસેસિંગ સ્પીડ અનેક ગણી વધી ગઈ.

પહેલીવાર ત્રીજી પેઢીના કમ્પ્યુટર માં જ કમ્પ્યુટરને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે મોનિટર કીબોર્ડ અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો અને કમ્પ્યુટરને પહેલીવાર માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું.

કમ્પ્યુટર ની ચોથી પેઢી- ૧૯૭૧ થી ૧૯૮૫ “Microprocessors”

ચોથી પેઢીના કમ્પ્યુટર ની મુખ્ય ખાસિયત એ હતી કે તેમાં Microprocessor નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી હજારો ઇન્ટીગ્રેટેડ સર્કિટ ને એક જ સિલિકોન ચિપ માં એમ્બેડ કરવામાં આવી હતી આનાથી મશીન નો આકાર પણ નાનો કરવામાં ખુબ જ સરળતા થઈ શકી.

માઇક્રોપ્રોસેસર નો ઉપયોગ કરવાથી કમ્પ્યુટરની efficiency ખૂબ જ વધી ગઈ આ પેઢીના કમ્પ્યુટર દ્વારા ખૂબ જ ઓછા સમયમાં મોટા મોટા કેલ્ક્યુલેશન થઈ શકતા હતા

Must Read : સુ૫ર કમ્પ્યુટર વિશે માહિતી

કમ્પ્યુટર ની પાંચમી પેઢી ૧૯૮૫થી અત્યાર સુધી “Artificial Intelligence”

કમ્પ્યુટર ની પાંચમી પેઢી એટલે કે હાલના કમ્પ્યુટરમાં Artificial Intelligence નો દબદબો કાયમ કરી લીધો છે. હવે નવી નવી ટેકનોલોજી જેવી કે speech recognition, parallel processing, quantum calculation જેવા કેટલાય એડવાન્સ ફીચર્સ આવી ગયા છે.

કમ્પ્યુટર નો ઇતિહાસ

આ એક એવું જનરેશન છે કે જ્યાં કમ્પ્યુટરની Artificial Intelligence હોવાના કારણે તેની સ્વયં નિર્ણય લેવાની ક્ષમતા અનેક ગણી વધી ગઈ છે ધીરે-ધીરે કમ્પ્યુટર દ્વારા તમામ કામો ઓટોમેટેડ થઈ જશે.

કમ્પ્યુટર ની પરિભાષા:-

કોઈ પણ મોર્ડન ડિજિટલ કમ્પ્યુટરના ઘણા components છે પરંતુ એમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે જેવા કે input device, output device, CPU(central processing unit), mass storage device અને memory.

કમ્પ્યુટર કઈ રીતે કાર્ય કરે છે ?

Input (Data): input બેસ્ટ છે કે જેમાં રો ઇન્ફોર્મેશન ઇનપુટ ડિવાઇસ દ્વારા કમ્પ્યુટરમાં નાખવામાં આવે છે જેમાં કોઇ લેટર, પિક્ચર કે કોઈ અન્ય પ્રકારની ફાઈલ પણ હોઈ શકે છે.

Process: process માં ઇનપુટ કરેલા ડેટાને instruction અનુસાર કરવામાં આવે છે આ એક ઇન્ટર્નલ પ્રોસેસ છે.

Output: output માં જે ડેટાને પહેલાથી પ્રોસેસ કરવામાં આવેલો છે તેને રીઝલ્ટ સ્વરૂપે દર્શાવવામાં આવે છે જો તમે ઈચ્છો તો આર રીઝલ્ટ ને સેવ કરીને મેમરીમાં સ્ટોર કરી શકો છો જેનાથી તેનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે.

Must Read : માઈક્રોસોફટ એકસેલ શુ છે? અને માઇક્રસોફટ એકસેલ ફ્રી માં કઇ રીતે શીખવુ

કમ્પ્યુટર પરિચય (કમ્પ્યુટર ના મુખ્ય ભાગો):-

જો તમે કોઈ કમ્પ્યુટરને ખોલીને અંદરના ભાગોને જોયા હશે તો તમને કેટલાય નાના components જોવા મળશે જે તમને કદાચ ખૂબ જ કોમ્પ્લિકેટેડ દેખાતા હશે પરંતુ હકીકતમાં આ જેટલા દેખાય છે કેટલા કોમ્પ્લિકેટેડ હોતા નથી હવે હું તમને કેટલાક કમ્પ્યુટરના ભાગો (components) વિશે જાણકારી આપવા માંગુ છું.

Motherboard

કોઈપણ કમ્પ્યુટર ના મુખ્ય સર્કિટ બોર્ડને મધરબોર્ડ કહેવામાં આવે છે આ એક પતલી પ્લેટની જેવું દેખાય છે પરંતુ તેમાં કમ્પ્યુટર ના ઘણા બધા ભાગો નું જોડાણ થયેલું હોય છે જેવી કે CPU, Memory Connectors Hard drive અને Optical Drive માટે,  expansion card video અને audio ને કન્ટ્રોલ કરવા માટે, મધરબોર્ડ સાથે કમ્પ્યુટર ના બધા જ ભાગોને કનેક્ટ કરવામાં આવે છે મધરબોર્ડ કમ્પ્યુટરના દરેક ભાગો સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જોડાયેલું હોય છે.

CPU/ Processor

શું તમે જાણો છો CPU કોને કહેવાય ? સીપીયુ નું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ. CPU ને કમ્પ્યુટર નું મગજ પણ કહેવામાં આવે છે. CPU કોમ્પ્યુટર માં થયેલી તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખે છે તે કમ્પ્યુટરમાં ડેટાને પ્રોસેસ કરવાનું કામ કરે છે. જેટલી વધારે તમારા કમ્પ્યુટરમાં પ્રોસેસરની સ્પીડ હશે એટલું જ ડેટા ને વધુ જલ્દી પ્રોસેસ કરી શકશે.

RAM

રેમ(RAM) નું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમોરી. આ કમ્પ્યુટર સિસ્ટમ ની short term મેમોરી છે. જ્યારે આપણે કોમ્પ્યુટરમાં કોઇપણ કેસ કેલ્ક્યુલેશન કે અન્ય કોઈ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તે રીઝલ્ટ રેમમાં સેવ થઈ જાય છે. પરંતુ જ્યારે કમ્પ્યુટર બંધ કરીએ છીએ ત્યારે આ ડેટા ક્લિયર થઈ જાય છે આના માટે જ્યારે આપણે કોમ્પ્યુટરમાં કોઇપણ કામ કરતા હોય તો એ ડેટા કે ડોક્યુમેંટ ને સેવ કરવું ખૂબ જ જરૂરી બને છે. સેવ કરવાથી ડેટા હાર્ડ ડ્રાઈવમાં સેવ થઈ જાય છે જેના દ્વારા તેનો પાછળથી પણ વપરાશ કરી શકાય છે.

રેમ(RAM)ને megabytes (MB) or gigabytes (GB) માપવામાં આવે છે. જેટલી વધારે તમારા કમ્પ્યુટરની RAM હશે એટલી જ તમારા કમ્પ્યુટરની સ્પીડ પણ વધી જશે.

Must Read : મોબાઇલ ફોન વિશે માહિતી

Hard Drive

Hard drive કોમ્પ્યુટરનો એવો component છે કે જેમાં software, documents અને બીજી ફાઈલો ને શેર કરવામાં આવે છે હાર્ડ ડ્રાઇવમા ડેટાને ઘણા જ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

Power supply unit (PSU)

power supply unit (PSU)નું કામ છે મેન પાવર સપ્લાય થી પાવર લઈને જરૂરિયાત અનુસાર બીજા component માં પાવર સપ્લાય કરવો. કેટલાક પાવર સપ્લાયમાં ઇનપુટ વોલ્ટેજ પસંદ કરવા માટે મેન્યુઅલ સ્વીચ હોય છે, જ્યારે અન્ય આપમેળે મેઇન વોલ્ટેજને સ્વીકારે છે.

Expansion card

બધા જ કમ્પ્યુટર્સમાં expansion slots હોય છે જેના દ્વારા આપણે ભવિષ્યમાં કોઈ expansion કાર્ડ ને એડ કરવું હોય તો કરી શકાય તેને PCI (peripheral components interconnect) Card પણ કહેવામાં આવે છે. આજકાલના મધરબોર્ડમાં કેટલાક શોર્ટ પહેલાથી જ inbuilt હોય છે. કેટલાક expansion કાર્ડ ના નામો જે આપણે જુના કમ્પ્યુટરને અપડેટ કરવા માટે વાપરીએ છીએ.

  • Video card
  • Sound card
  • Network card
  • Bluetooth card (adaptor)

કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર :-

કોમ્પ્યુટર હાર્ડવેર એટલે કે કમ્પ્યુટરનો એવો કોઈ પણ ફિઝિકલ ડિવાઇસ જેને આપણે વાપરીએ છીએ સાદી ભાષામાં કહીએ તો કમ્પ્યુટરના એવા ભાગો જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ તેને કમ્પ્યૂટર હાર્ડવેર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મોનિટર, માઉસ, પ્રિન્ટર, કીબોર્ડ વગેરે

કોમ્પ્યુટરના એવા ભાગો કે જેને આપણે જોઈ કે સ્પર્શ કરી શકતા નથી પરંતુ તેના દ્વારા કોમ્પ્યુટર કામ કરે છે એટલે કે કોમ્પ્યુટરનું પ્રોસેસિંગ થાય છે એવા તમામ ભાગો, કોડ વગેરે ને સોફ્ટવેર કહેવામાં આવે છે

Must Read : ઇન્ટરનેટ એટલે શું ? ઇન્ટરનેટ વિશે માહિતી

ઉદાહરણ તરીકે ઇન્ટરનેટ બ્રાઉઝર જેના દ્વારા આપણે વેબસાઈટ રીઝલ્ટ કરીએ છીએ. ઓપરેટિંગ સિસ્ટમ જેના દ્વારા ઇન્ટરનેટ બ્રાઉઝર રન થાય છે.

આપણે કહી શકીએ છીએ કે એક કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર નું મિશ્રણ છે આ બંને કમ્પ્યુટર માટે સમાન ભૂમિકા અદા કરે છે બંનેના એકસાથે ઉપયોગ દ્વારા જ કમ્પ્યુટર કામ કરી શકે છે.

કોમ્પ્યુટર ના પ્રકાર (Types of Computers in  Gujarati):-

કમ્પ્યુટર શું છે? એ જાણી લીઘુ હવે કોમ્પ્યુટરના પ્રકાર વિશે થોડીક માહિતી મેળવી લઇએ.જ્યારે પણ આપણે કમ્પ્યૂટર શબ્દ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં પર્સનલ કમ્પ્યુટર નું જ ચિત્ર આવે છે પરંતુ હું તમને જણાવી દઉં કે કમ્પ્યુટર અનેક પ્રકારના હોય છે. વિવિધ Shapes અને સાઇઝ ના હોય છે. જરૂરિયાત અનુસાર આપણે તેનો ઉપયોગ કરીએ છીએ જેમકે ATMનો ઉપયોગ આપણે પૈસા કાઢવા માટે કરીએ છીએ, સ્કેનર કોઈપણ બાર કોડને સ્કેન કરવા માટે વાપરીએ છીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કોઈપણ ગાણિતિક પ્રક્રિયા એટલે કે કેલ્ક્યુલેશન કરવા માટે કરીએ છીએ. આ બધા જ વિવિધ પ્રકારના computer છે.

  • Desktop:-

મોટાભાગના લોકો best of કમ્પ્યુટરનો ઉપયોગ પોતાનું ઘર ઓફિસ સ્કૂલ અને પોતાના પર્સનલ કામ કરવા માટે કરે છે આ કમ્પ્યુટર ની ડિઝાઇન કંઈક એવા પ્રકારની હોય છે કે જેને તમે ટેબલ પર રાખી શકો છો તેના અલગ અલગ Parts હોય છે જેમકે મોનિટર,Keyboard, Mouse, CPU વિગેરે.

કમ્પ્યુટર વિશે નિબંધ
  • Laptop:-

લેપટોપ વિશે તો તમે જાણો જ છો. લેપટોપ બેટરી સંચાલિત હોય છે જેને તમે કોઈપણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો.

  •  Tablet 

તમને એમ થશે કે ટેબ્લેટ એ કંઇ કમ્પ્યુટર થોડું છે તો જી હા ટેબલેટ પણ એક પ્રકારનું કમ્પ્યુટર જ છે જે આપણે સરળતાથી હાથમાં પકડીને ઉપયોગ કરી શકીએ છીએ જેથી તેને હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર પણ કહે છે. તેમાં કીબોર્ડ અને માઉસ નથી હોતા. ટેબલેટ માં ટચ સ્ક્રીન હોય છે જેનો ઉપયોગ ટાઈપિંગ અને નેવિગેશન માટે થાય છે.

  • Servers

સર્વેર એવું કમ્પ્યુટર છે કે જેનો ઉપયોગ માહિતીના આદાન-પ્રદાન માટે થાય છે ઉદાહરણ તરીકે આપણે જ્યારે કોઈપણ બાબત ઇન્ટરનેટ પર સર્ચ કરીએ છીએ તે તમામ બાબતો સર્વરમાં સ્ટોર કરેલી હોય છે.

Must Read : ગૂૂગલ ડ્રાઇવ શુ છે ? ગૂૂગલ ડ્રાઇવનો ઉ૫યોગો

અન્ય પ્રકારના કમ્પ્યુટર:-

ચાલો હવે જાણીએ કેટલાક અન્ય પ્રકારના કમ્પ્યુટર વિશે.

સ્માર્ટફોન (smartphone): 

જ્યારે એક નોર્મલ સેલફોનમાં ઇન્ટરનેટ ચાલુ હોય છે ત્યારે તેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા કામો કરી શકીયે છીએ આવા સેલફોનને સ્માર્ટફોન કહેવામાં આવે છે. આ સ્માર્ટફોન પણ એક પ્રકારનું computer જ છે.

પહેરી શકાય તેવા કમ્પ્યુટર (wearable):

આ શબ્દ સાંભળીને તમને કદાચ હાસ્યાસ્પદ લાગશે કે કમ્પ્યુટર પણ પહેરી શકાય? તો એનો જવાબ છે હા આવા કમ્પ્યુટરમાં ફિટનેસ ટ્રેકર્સ અને સ્માર્ટ વોચ સામેલ છે આવા કમ્પ્યુટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે કે જેને તમે આખો દિવસ પહેરી શકો છો એટલે જ તો આવા કમ્પ્યુટરને વેરેબલ કોમ્પ્યુટર કહે છે.

ગેમ કન્ટ્રોલ (game control) : 

કેમ કન્ટ્રોલ પણ એક વિશેષ પ્રકારના કમ્પ્યુટર છે જેનો ઉપયોગ ટીવી પર વિડીયો ગેમ રમવા માટે થાય છે.

ટીવી (TV): 

અત્યારના આધુનિક યુગમાં ઉપયોગમાં લેવાતા ટીવી પણ એક કમ્પ્યુટર જ છે જેમાં ઘણી બધી એપ્સ સામેલ હોય છે ચેન્નઈ સ્માર્ટ ટીવી પણ કહેવામાં આવે છે હાલના ટીવી માં તમે સીધા જ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અને વિડિયો stream પણ કરી શકો છો.

કમ્પ્યુટર ના ઉપયોગો (computer no upyog in gujarati):-

કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે? આમ જોવા જઈએ તો હાલના ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર એ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે મેં નીચે કમ્પ્યુટરના કેટલાક ઉપયોગો ની જાણકારી આપી છે.

શિક્ષણમાં કમ્પ્યુટરનો ઉપયોગ: 

શિક્ષણમાં કમ્પ્યુટરનો ખૂબ જ મોટો સહયોગ છે. જો કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ બાબતે જાણકારી પ્રાપ્ત કરવી છે તો ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા સેકન્ડોમાં તે માહિતી પ્રાપ્ત કરી શકે છે. તાજેતરમાં થયેલ રિસર્ચ દ્વારા જાણવા મળેલ છે તે કમ્પ્યુટરની મદદથી વિદ્યાર્થીઓના લર્નિંગ પરફોર્મન્સમાં વધારો થયેલો છે હાલના ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ક્લાસ દ્વારા ઘરે બેઠા છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે ‌. એમાં પણ કોરોના ( covid-19) ના સમયગાળામાં જ્યારે તમામ શાળાઓ બંધ છે ત્યારે કમ્પ્યુટર ના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ આશીર્વાદરૂપ સાબિત થયું છે.

Must Read : ઓનલાઇન શિક્ષણ એટલે શૂં ? ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા

આરોગ્ય અને દવાઓ (health and medicine): 

આરોગ્ય ક્ષેત્રમાં કમ્પ્યુટર એ વરદાન સમાન છે તાજેતરમાં તેના ઉપયોગ દ્વારા દર્દીઓની સારવાર ખૂબ જ ઝડપી અને સરળતાથી કરી શકાય છે. ખુબ જ સરળતાથી રોગની જાણકારી મળી શકે છે તેમજ તેનો ઇલાજ કરી શકાય છે. કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ઓપરેશન ખૂબ જ સરળ બન્યા છે.

વિજ્ઞાન જગતમાં કમ્પ્યુટરનો ઉપયોગ:

કમ્પ્યુટર એ સાયન્સની તો દેન છે. તેના દ્વારા રિસર્ચમાં ખૂબ સરળતા રહે છે તાજેતરમાં વિજ્ઞાન ક્ષેત્રે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને collaboratory કહેવામાં આવે છે. જેમાં દુનિયાના અલગ-અલગ ખૂણે વસેલા વૈજ્ઞાનિકો એક સાથે મળીને કામ કરી શકે છે.

ઉધોગ: 

ઉદ્યોગ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ખૂબ જ મોટો હાથ છે તેનો ઉપયોગ મુખ્યત્વે માર્કેટિંગ, retailing, બેન્કિંગ, ટ્રેડિંગમાં થાય છે અહીં બધી જ વસ્તુઓ ડિજિટલ હોવાના કારણે તેની પ્રોસેસિંગ ખૂબ જ ઝડપી થઈ ગઈ છે આજના યુગમાં કેસલેસ ટ્રાન્જેક્શન ને સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે એ પણ એક કમ્પ્યુટરની જ દેન છે.

મનોરંજન: 

અત્યારે કમ્પ્યુટર એ મનોરંજન માટેનું એક ખૂબ જ મહત્વનું સાધન બની ગયું છે. મુવી sports યા રેસ્ટોરન્ટ દરેક માં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તાજેતરમાં સ્માર્ટફોન જ મનોરંજન મુખ્ય સાધન બની ગયું છે ‌

Must Read : ફેસબુક એટલે શું ? ફેસબુક ની શોધ કોણે કરી ?

સરકારી ક્ષેત્ર: 

તાજેતરમાં સરકાર પણ કમ્પ્યુટરના ઉપયોગ પર વધુ ભાર આપી રહી છે જો આપણે વાત કરીએ ટ્રાફિક ટુરીઝમ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ શિક્ષણ aviation દરેક જગ્યાએ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા કામ ખૂબ જ સરળ બની ગયું છે. તાજુતરમાં ગુજરાત સરકાર દ્વારા ખનિજ ચોરી ૫ર નિયંત્રણ માટે, કોરોના ગાઇડલાઇન ઉલ્લ્ઘન કરતા લોકો ૫ર નજર રાખવા ડ્રોનનો ઉ૫યોગ કરવાનો નિર્ણય કરવામાં આવેલ જેમાં મહદ અંશે સફળતા ૫ણ મળેલ છે.

Defence (ડિફેન્સ): 

તાજેતરમાં ટેકનોલોજીના યુગમાં સેનામાં પણ કમ્પ્યુટર ના સાધનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . મિસાઇલ, ઉ૫ગ્રહોનુ લોન્ચિંગ ૫ણ એક પ્રકારના કમ્પ્યુટરને જ આભારી છે. સેનાના ઘણા બધા સાધનો કમ્પ્યુટરની મદદથી કંટ્રોલ થઈ શકે છે.

કોમ્પ્યુટર ના ફાયદા:-

કમ્પ્યુટર શું છે? તથા તેેેેના ઉ૫યોગ વિેશની માહિતી આ૫ણે મેળવી લીઘી  હવે કોમ્પ્યુટરના ફાયદા અને ગેરફાયદા વિશે થોડીક માહિતી મેળવી લઇએ. કોઈપણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા રહેલા હોય છે ચાલો સૌ પ્રથમ કોમ્પ્યુટર ના ફાયદા વિશે જાણીએ.

કમ્પ્યુટરની incredible સ્પીડ અને સ્ટોરેજની મદદથી મનુષ્ય જીવનને ખૂબ જ સરળ બનાવી દીધું છે માણસ જ્યારે પણ ઇચ્છે ત્યારે કોઈ પણ વસ્તુને સેવ કરી શકે છે સેવ કરેલી વસ્તુ ને ઈચ્છા અનુસાર વાપરી શકે છે. કમ્પ્યુટર એક ખૂબ જ versatile મશીન છે કારણ કે તે ખૂબ જ ફ્લેક્સિબલ છે job માટે. તો ચાલો જાણીએ કમ્પ્યુટરના કેટલાક ફાયદા અને ગેરફાયદા.

Multitasking (બહુવિધ કામગીરી):-

મલ્ટી ટાસ્કીંગ (બહુવિધ કામગીરી) એ કમ્પ્યુટરની ખૂબ જ મહત્વનો ફાયદો છે. જેમાં કોઈ પણ માણસ multiple task, multiple operation, numerical problemને કેલ્ક્યુલેટ કરી શકે છે એ પણ ખૂબ જ ઓછા સમયમાં. કમ્પ્યુટર સરળતાથી trillions of instruction per second calculate કરી શકે છે.

Speed (કમ્પ્યુટરની ઝડ૫):-

હવે કમ્પ્યૂટર માત્ર એક કેલ્ક્યુલેટર ડીવાઈઝ નથી રહ્યુ‌ હવે તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ચૂક્યો છે. તેની સૌથી મોટી એડવાન્ટેજ છે તેની હાઇ સ્પીડ, જે કોઈ પણ કામને ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેના દ્વારા કોઈપણ કામ તાત્કાલિક કરી શકે છે જે કામ manually રીતે કરવા માટે ખૂબ જ સમય લાગી શકે.

Cost/ Stores huge amount of data (ખર્ચ / વિશાળ પ્રમાણમાં ડેટા સંગ્રહ:-

આ એક  low cost solution છે. ખુબ જ ખોછા ખર્ચે વિશાળ પ્રમાણમાં ડેટાને એક જ જગ્યાએ સંગ્રહિત કરી શકાય છે.જે એક ખુબ જ મોટો ફાયદો છે.

Accuracy (ચોકસાઇ):- 

કમ્પ્યુટરનો મૂળ ફાયદો એ છે કે તે માત્ર ગણતરીઓ જ નહીં પણ તમામ કાર્યો ખુબ જ ચોકસાઈથી કરી શકે છે. તેમાં ભુલ થવાની શકયતા લગભગ ”ના” બરાબર હોય છે.

Data Security (ડેટાની સુરક્ષા):-

ડિજિટલ ડેટાને સુરક્ષિત રાખવો એટલે Data Security. કમ્પ્યુટર વિનાશક દળોથી અને સાયબર એટેક અથવા access attack(એકસેસ એટેક) જેવા અનધિકૃત વપરાશકર્તાઓની અનિચ્છનીય ક્રિયાથી સુરક્ષા પ્રદાન કરે છે.

કોમ્પ્યુટર ના ગેરફાયદા:-

આપણે જાણીએ છીએ કે ફાયદા ગેરલાભ સાથે આવે છે. તો ચાલો કમ્પ્યુટરના કેટલાક ગેરફાયદા ૫ણ જાણી લઇએ.

Virus and hacking attacks:- 

વાયરસ એક worm (કીડો) છે અને હેકિંગ એ કેટલાક ગેરકાયદેસર હેતુઓ માટે કમ્પ્યુટર પર ફક્ત અનધિકૃત access  છે. જેમાં યુઝરને તેની ખબર હોતી નથી.

Must Read : કમ્પ્યુટર વાયરસનો ઇતિહાસ અને તેનાની બચવાના ઉ૫ાયો 

આ વાયરસને સરળતાથી ઇમેઇલ એટેચમેન્ટ, infected website ૫ર એડર્વટાઇઝ જોવાથી, USB etc ડિવાઇઝના ઉ૫યોગ દ્વારા તમારા કમ્પ્યુટરમાં પ્રવેસી શકે છે.

જો એક વખત વાયરસ તમારા કમ્પ્યુટરમાં આવી ગયો તો તે તમારા કમ્પ્યુટર ની તમામ ફાઇલોને બર્બાદ કરી નાખે છે. 

Online Cyber Crimes:-

ઓનલાઇન સાયબર-ક્રાઇમ એટલે કમ્પ્યુટર અને નેટવર્કનો ઉપયોગ ગુના કરવા માટે કરવો. હાલના ડીજીટલ યુગમાં કમ્પ્યુટર અને અને ઇન્ટરનેટના ઉ૫યોગ દ્વારા આવા સાઇબર ક્રાઇમના ગુનાઓની સંખ્યા મોટા પ્રમાણમાં વઘી ગઇ છે જેમાં ઓનલાઇન છેતરપીંડીથી પૈસા ઉ૫ાડી લેવા, અંગત માહિતી તેમજ ડોકયુમેન્ટનો દુર ઉ૫યોગ વિગેરેનો સમાવેશ થાય છે..

Reduction in employment opportunity(રોજગારીની તકોમાં ઘટાડો):

મુખ્યત્વે પાછલી  generation માં કમ્પ્યુટરનો ઉપયોગ થતો ન હતો અથવા જ્યારે નવા નવા કમ્પ્યુટર આવ્યા ત્યારે તેમને કમ્પ્યુટરનું જ્ઞાન જ ન હતું. જેમ કે આપણે બેન્કિંગ ક્ષેત્રે જોયું છે કે જ્યારે કમ્પ્યુટર બેન્કિંગ ક્ષેત્રેની વાત આવે છે ત્યારે વરિષ્ઠ બેંક કર્મચારીઓએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તદઉ૫રાંત એક કમ્પ્યુટર એન માણસોનુ કામ સરળતાથી, ચોકકસાઇ થી અને અતિ ઝડ૫થી કરી શકે છેે આનાથી ૫ણ રોજગારીની તકોમાં ઘટાડો થયો છે.

મને આશા છે કે આપને અમારો આ લેખ કમ્પ્યુટર શું છે?  કમ્પ્યુટરની વિશેષતાઓ અને ફાયદા-ગેરફાયદા શું છે? જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને કમ્પ્યુટર શું છે? એના વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે.

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment