કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ | kevdi eco tourism in Gujarat

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

કેવડી ઈકો ટુરિઝમ:- વેકેશન એટલે વિવિધ સ્થળોએ ફરવા જવાની ઈચ્છા પૂરી કરવાનું માધ્યમ. પણ હું તો કહું છું કે દૂર દૂર ફરવા જવું હોય તો વેકેશનની રાહ જોવી પડે! દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે એક દિવસીય પ્રયત્ન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. શનિ રવિની રજાઓમાં જો આવા એકાદ સ્થળની મુલાકાત લીધી હોય તો આખા અઠવાડિયાનો થાક ઉતરી નવો ઉત્સાહ મેળવી શકાય છે.

જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપુર હોય તથા ટેકરીઓ, તંબુ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો. તો તેના માટે સુરત વનવિભાગના ‘કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’થી ઉત્તમ સ્થળ સાબિત થઈ શકે. અહીં કુદરતી સૌદર્યનો અદભુત ખજાનો છે. ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે. 

કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ વિશે :-

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે. કેવડી સુરતથી 85 કિમી દુર અને માંડવીથી માત્ર 20 કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે.

સુંદર ટેકરીઓ અને જંગલોની વચ્ચે આવેલું આ પર્યટન સ્થળ જતાંની સાથે જ મન મોહી લે છે. દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. અહીંની પ્રકૃતિ અને શાંતિનો અનુભવ તમને એટલો સારો લાગશે કે તમે બીજી બધી જ ચિંતા કે ટેન્શન ભૂલીને એક અલગ દુનિયાનો અનુભવ કરી રહ્યા હોય  તેવો અહેસાસ થશે.

કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટમાં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.

Must Read : આંબાપાણી ઈકો ટુરીઝમ

કેવડી કેમ્પસાઇટ તમામ દિવસોએ ખુલ્લુ હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે બંધ હતું, જે તા.16મી ઓકટોબર 2021થી ફરી ખૂલી ગયું છે. જેથી પ્રવાસીઓ હવે ફરીથી આ કુદરતી સૌંદર્યનું ધામ ગણાતાં સ્થળની મુલાકાત લઈ રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્રવાસીઓ પોતે જ જરુરી સાવધાની રાખે એ ઈચ્છનીય છે.

કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ સુરતથી માત્ર 85 કિમીના અંતરે આવેલું હોવાથી ત્યાં પોતાની કાર લઈને જઈ શકાય છે. જો આખું ફેમીલી લઈને જવું હોય તો મીની ટ્રાવેલર કરીને પણ સરળતાથી જઈ શકો છો. આ વન ડે પિકનિક તમને રૂટીન લાઈફમાંથી થોડો ચેન્જ આપશે એ નક્કી છે.

Must Read : સુરતના જોવાલાયક સ્થળો

મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. પરંતુ રાત્રિ રોકાણ માટે સંપર્ક નં. મો.82382 60600 ઉપર કોલ કરીને બુકિંગ કરાવવું જરૂરી છે. મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ કોરોના મહામારી સામે સરકારની નિયત માર્ગદર્શિકાને અનુસરવી ફરજિયાત છે.

આ સ્થળે કેવી રીતે પહોંચી શકીએ?:-

 • સૌ પ્રથમ માંડવી ખાતે પહોંચવું. 
 • ત્યાંથી ઝંખવાવ જતો રોડ લેવો.
 • આગળ જતાં વચ્ચે ફેદરિયા ચોકડી આવશે, ત્યાંથી જમણી બાજુ વળીને 8 કિમી સુધી સીધા જવું.
 • આગળ જતાં દઢવાડા આવશે, ત્યાંથી જમણી બાજુએ જતાં રહેવું. થોડી જ વારમાં કેવડી કેમ્પસાઈટ આવી જશે.

વિવિધ સ્થળોએથી અંતર:-

 • સુરતથી 85 કિમી આશરે 2 કલાકનો સમયગાળો
 • વડોદરાથી 180કિમી આશરે 3.5 કલાકનો સમયગાળો
 • વલસાડથી 140કિમી આશરે 2.5 કલાકનો સમયગાળો
 • સાપુતારાથી 150કિમી આશરે 3 કલાકનો સમયગાળો
 • અમદાવાદથી 280કિમી આશરે 5 કલાકનો સમયગાળો

ઉપલબ્ધ જોવાલાયક જગ્યાઓ:-

 • Dome house
 • Tent house
 • Reception center
 • Trekking trails
 • Restaurant
 • Bird watching point
 • Sunset point
 • Traditional and hygienic food
 • Campfire
 • Nature education center

રહેવા તથા જમવાની વ્યવસ્થા:-

 • Tent ₹ 2006 
 • VIP Tent ₹ 7000
 • Dome₹ 10003 
 • Doms AC Room ₹ 15004 
 • Tree House ₹ 20001 

ઉપચેકત તમામ પ્રકારનાં રહેઠાણનું ભાડું એક દિવસનું છે.

તમને આ વાંચીને જ જવાની ઈચ્છા થઈ ગઈ હશે, બરાબર ને? તો રાહ કોની જુઓ છો. ફટાફટ સામાન પેક કરવા માંડો. આવતાં શનિ રવિ ફરવા જઈ આવો.

Must Read :-નડાબેટ સીમા દર્શન

નોંધ:- ખાસ ધ્યાન એ વાતનું રાખજો કે આ એક જ નામનાં ગુજરાતમાં બે સ્થળો છે. આપણે જે ચર્ચા કરી એ દક્ષિણ ગુજરાતમાં આવેલું સ્થળ છે. બીજું કેવડી કેમ્પસાઈટ છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લામાં આવેલું છે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ (kevdi eco tourism in Gujarat) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment