કોરોના મહામારી નિબંધ ગુજરાતી | Corona Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજે આખુ વિશ્વ કોવીડ-૧૯ નામની વેશ્વિક મહામારી સામે ઝઝુમી રહયુ છે. ડિસેમ્બર-૨૦૧૯માં ચીનના વુહાન શહેરમાં કોવીડ-૧૯નો પ્રથમ કેસ જોવા મળ્યો અને ત્યારબાદ ખુબ ઝડપથી આખા વિશ્વમાં ફેલાયો અને અત્યારે પણ તેની ભયાનકતાનો આપણે સર્વ સામનો કરી રહયા છીએ આ રોગ સંપર્કથી ફેલાતો હોવાને કારણે લોકડાઉન જેવા પગલા અનેક દેશો દ્વારા ભરવામાં આવ્યા અને તેને કારણે આખા વિશ્વને આર્થિક નુકસાનનો સામનો કરવો પડયો જેમાં વિકસિત દેશોની કમર તુટી ગઇ તો વિકાસશીલ દેશોની તો વાત જ શી કરવી.

કોરોના મહામારી નિબંધ ગુજરાતી (Corona Essay in Gujarati)

આજે ઘણો મજૂરવર્ગ રોજ કમાઇને ખાનારો બેકાર થઈ બેઠો છે. અત્યારના સમયે લોકો એક ટંકના ભોજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે તેઓના વિકાસની વાત કરવી પણ હાલ અસ્થાને છે. લોકો ધંધા રોજગાર મુકીને ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે મને-કમને ધંધા રોજગાર છોડવા પડ્યા છે. ત્યારે આ મહામારી સામે માણસ પાંગળો પુરવાર થઇ રહ્યો છે. ચંદ્ર અને મંગળ ઉપર જીવન શોધવાવાળો માણસ ધરતી ઉપર જીવન ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો છે.

આ રોગ સામેની લડાઇમાં આપણી હાઇટેક ટેકનોલોજીઓ અને સંસાધનો સાથે તબીબોના અથાગ પ્રયત્નો હોવા છતાં પણ આજે તમામ લોકોને તબીબી સારવાર આપી શકાતી નથી. આજે એક-એક વ્યક્તિનું જીવન બચાવવાના આપણા પ્રયત્નો આ મહામારી સામે અપૂરતા પુરવાર થઇ રહ્યા છે. ઓક્સિજનના એક-એક શ્વાસ માટે મનુષ્ય તરફડી રહ્યો છે અને સ્મશાનમાં અને કબ્રસ્તાનમાં સ્વજનો પોતાના પ્રિયજનોના મૃતદેહોના  અંતિમ ક્રિયા માટે કલાકો સુધી રાહ જોઈ રહયા છે જે આ મહામારી ની ભયાનકતા દર્શાવે છે. આવી લાચારી આપણા પૂર્વજોએ પણ કદાચ નહી અનુભવી હોય આવી ભયાનક મહામારીથી બચવા નો એકમાત્ર ઉપાય છે રસીકરણ અને ફક્ત રસીકરણ…………

રસી (VACCINE)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કોવીડ-૧૯ને માર્ચ-૨૦૨૦ માં વૈશ્વિક મહામારી એટલે કે પેન્ડેમીક જાહેર કરેલ છે. માત્ર બે થી ત્રણ માસના ટૂંકા સમયગાળામાં જ આ મહામારી દુનિયાના તમામ દેશોમાં પ્રસરી ગઇ અને કોવીડ-૧૯થી સંક્રમિત લોકોની સંખ્યા માં પુષ્કળ વધારો થવા સાથે મૃત્યુના પ્રમાણમાં પણ વધારો થયો. આ આવી પડેલ મહામારીને નાથવા માટે વિશ્વના તમામ દેશો વચ્ચે અમોઘ શસ્ત્ર રૂપી કોરોનાની રસીના સંશોધનની હોડ લાગી અને આંગળીના વેઢે ગણાય એટલા દેશો દ્વારા તેમાં સફળતા પણ મેળવી.

કોરોના વિશે નિબંધ

આપણો ભારત દેશ પણ આ બાબતે પાછળ ન રહેતા તેના  દ્વારા પણ બે રસીઓનો આવિષ્કાર કરી સમગ્ર દુનિયાને આત્મનિર્ભર ભારત નો પરચો દેખાડ્યો છે. જે રસીઓને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપાતકાલિન ઉપયોગ માટે માન્યતા આપવામાં આવી તેવી રસીઓની સારાંશ સ્વરૂપ માહિતી નીચે પ્રમાણે છે. જે પૈકી ભારત દેશમાં આપાતકાલિન ઉપયોગ માટે મંજુર થયેલ ત્રણ રસીઓની માહિતી આપણે વિસ્તૃત સ્વરૂપે મેળવીશું. 

(૧) ભારત બાયોટેક ઇન્ડીયાની કોવેક્સિન 

આ રસી ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત બાયોટેક દ્વારા સહ-નિર્માણ કરે છે. તે પરંપરાગત રસી-નિર્માણના સૌથી જૂના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. નિષ્ક્રિય થયેલ એટલે કે મૃત વાયરસ શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે અને તે જ એન્ટીબોડી શરીરમાં પ્રવેસેલા વાયરસને મારી નાખવામાં મદદરૂપ થાય છે. આ રસી લીધા પછી લોકોને ચેપ લાગવાની શક્યતા ખૂબ જ નહિવત થઈ જાય છે. કારણ કે રસી બનાવવું ખૂબ જ સંતુલન વાળુ કાર્ય છે જેથી મૃત વાયરસ શરીરમાં સક્રિય ન થાય.

આ રસી શરીરમાં દાખલ થતા વાસ્તવિક વાયરસને ઓળખવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ તૈયાર કરે છે અને જ્યારે ચેપ લાગે છે ત્યારે લડત આપી વાયરસને નાબૂદ કરવાનો પ્રયાસ કરે છે. ખરેખર આ રસીથી મનુષ્યના નહીં પણ કોરોના વાયરસના અસ્તિત્વને ખતરો છે.

કોવેક્સિન ની અસરકારકતા 78% છે. એક રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ રસી જીવલેણ ચેપ અને મૃત્યુદરના જોખમને 100 ટકા ઘટાડી શકે છે. તાજેતરના સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સિન કોરોના ના રૂપ બદલતા તમામ પ્રકારના પરિવર્તિત વાઇરસો સામે અસરકારક છે.

(૨) કોવિશિલ્ડ  

કોવિશિલ્ડનું ઉત્પાદન ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું ઉત્પાદન પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે એક પ્રકારની સમજૂતી કરવામાં આવી છે જેમાં રસી દીઠ અડધી કિંમત ઓક્સફોર્ડને જાય છે. કોવિશિલ્ડ એ વિશ્વના સૌથી લોકપ્રિય રસીઓમાંની એક છે કારણ કે ઘણા દેશો તેનો ઉપયોગ કરે છે કોવિશિલ્ડ મ્યુટન્ટ સ્ટ્રેન્સ (એટલે કે પરિવર્તિત વાયરસ) સામે સૌથી અસરકારક છે. કોવિશિલ્ડ એ વાયરલ વેક્ટર પ્રકારની રસી છે. જેના ૨ ડોઝ લેવાના હોય છે. આ રસી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

કોવિશિલ્ડ વેક્સિનને એક માત્ર સિંગલ વાયરસ દ્વારા બનાવવામાં આવેલ છે આ એડિનો વાયરસ ચિમ્પાન્ઝીના મળ માં જોવા મળતો હોય છે. જે ચિમ્પાન્ઝીમાં શરદીનું કારણ બને છે, આ વાયરસની આનુવંશિક રચના કોવિડ વાયરસ જેવી હોવાના કારણે એડિનો-વાયરસનો ઉપયોગ શરીરમાં એન્ટિબોડીઝ પેદા કરવા માટેની શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને પ્રેરીત કરવા માટે થાય છે. આ રસીની અસરકારકતા દર 70 ટકા છે. આ રસીના બન્ને ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડિયાના નિયત અંતરે લેવાથી તેની અસરકારકતા ૯૦% સુધી વધી જાય છે.કોરોના વિશે નિબંધ

આ રસી કોરોનાના ગંભીર લક્ષણોને અટકાવે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે, તે વ્યક્તિને વેન્ટિલેટર પર જતા અટકાવે છે. રસીની જાળવણી ખૂબ જ સરળ છે કારણ કે તે લગભગ 2 ° થી 8 ° સેલ્સિયસ સુધી ગમે ત્યાં વહન કરી શકાય છે અને બાકીની રસીની શીશીઓ તેના ઉપયોગ પછી રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે.

(૨)ધ ગેમેલીયા નેશનલ સેન્ટર રશીયાની સ્પુતનિક-V

રશિયાના મોસ્કોની ધ ગેમેલીયા સંશોધન સંસ્થા દ્વારા આ રસી બનાવવામાં આવી છે. જે ભારતમાં ડૉ. રેડ્ડી’ઝ લેબ દ્વારા બનાવી લોકોને પુરી પાડવામાં આવશે. તે 2-8 ° સેલ્સિયસમાં સંગ્રહિત કરી શકાય છે. સ્પુટનિક-વી એ એક વાયરલ વેક્ટર રસી પણ છે, પરંતુ તેની વચ્ચે અને બાકીની રસી વચ્ચેનો એક મોટો તફાવત એ છે કે બાકીની રસી એક વાયરસથી બનાવવામાં આવે છે, જ્યારે આ રસી બનાવવામાં બે વાયરસનો ઉપયોગ કરવામાં આવેલ છે. સ્પુટનિક-વી ને માત્ર ભારતમાં જ નહીં પણ દરેક જગ્યાએ સૌથી અસરકારક રસી માનવામાં આવે છે. સ્પુટનિક-વી ની અસરકારકતા 91.6% છે.

આ રસીમાં જુદા-જુદા પ્રકારના વાયરસ એટલે કે એડેનોવાયરસ-26 (એડ 26) અને એડેનોવાયરસ-5 (એડ 5) પર આધારિત છે જે શરદી અને શ્વસન સંબંધી રોગોનું કારણ બને છે. તે કોરોના વાયરસ માં જોવા મળતા કાંટાદાર (સ્પાઈક) પ્રોટીન ની નકલ કરે છે. વાયરસ માં રહેલ આ કાંટાદાર પ્રોટીન જે શરીરના કોષોમાં પ્રવેશ કરવામાં મદદ કરે છે અને શરીર પર પહેલા હુમલો કરે છે. રસી શરીરમાં પહોંચતાની સાથે જ રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય છે. અને શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. અને આ એન્ટિબોડીઝ શરીરને કોરોના વાયરસથી સુરક્ષિત કરે છે. આ રસી ની બે માત્રા(ડોઝ) વચ્ચે ત્રણ અઠવાડિયાનો સમય રાખવાનો હોય છે.

હવે આપણે સ્પુટનિકની એક માત્રા(ડોઝ)ની રસી એટલે કે સ્પુટનિક લાઈટ વિશે વાત કરીએ,

સ્પુટનિક રસીના બંને ડોઝ બે જુદા જુદા વાયરસનો ઉપયોગ કરે છે, તેથી સ્પુતનિક લાઇટ રસી ખરેખર સ્પુતનિક-વી રસીનો પ્રથમ ડોઝ છે. ધ્યાનમાં રાખો કે સ્પુટનિક-વીમાં ત્રણ અઠવાડિયાના અંત પછી બે અલગ અલગ રસી આપવામાં આવે છે. હવે ઉત્પાદકે દાવો કર્યો છે કે સ્પુટનિક-વીની પ્રથમ માત્રા પણ કોરોના ચેપ સામે રક્ષણ આપવા માટે અસરકારક છે અને તે સ્પુટનિક-લાઇટ તરીકે શરૂ કરવામાં આવી છે જે ૭૯.૪૦% અસરકારકતા છે જે અન્ય રસીઓના બે ડોઝ કરતા વધારે છે. આ રસીને ભારતમાં માન્યતા પ્રાપ્ત થઇ ગયેલ હોય ટૂંક સમયમાં આ રસી ભારતીય નાગરિકોને ઝડપથી મળી શકશે. જેના આધારે આપણા દેશને કોરોના જેવી મહામારી સામે લડવામાં વધુ મદદરૂપ બનશે.

ઉક્ત ત્રણેય રસીઓને ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ છે. જેનો ભારતના તમામ નાગરિકો લાભ મેળવી શકે છે. તે ઉપરાંત દુનિયાના અન્ય દેશો દ્વારા વિકસાવેલી રસીઓની વિગતો નીચે અનુસાર છે.  

(૪)ફાઇઝર-બાયો એન ટેક 

અમેરીકાની ફાઇઝર અને જર્મનીની બાયો એન ટેક કંપનીઓ દ્વારા મળીને BNT162b2/COMIRNATY Tozinameran (INN) નામની રસી બનાવી છે. જેના ૨ ડોઝ લેવાના હોય છે. આ વેક્સિનની કોલ્ડચેન -૭૦ થી -૭૫ ડિગ્રી તાપમાને જાળવવાની હોય છે. આ રસી બનાવવામાં ન્યુક્લિઓ સાઇડ મોડીફાઇડ mRNA નો ઉપયોગ કરવામાં આવેલ છે.

(૫) એસ્ટ્રાઝેનેકા-ઓકસફોર્ડ

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા મળીને AZD1222 નામની રસી વિકસાવવામાં આવેલ છે. આ રસીને યુરોપિયન મેડીસીન્સ એજન્સી અને મીનીસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી કોરીઆ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ રસી Recombinant ChAdOx1 adenoviral vector encoding the spike protein antigen of the SARS-CoV-2 પ્રકારની રસી છે. 

 (૬) જોનસન એન્ડ જોનસન-જેનસેન

અમેરીકાની જોનસન એન્ડ જોનસન અને બેલ્જીયમની જેનસેન કંપનીઓ દ્વારા મળીને Ad26.COV2.S નામની રસી બનાવી છે. જેનો માત્ર ૧ ડોઝ જ લેવાના હોય છે. આ રસી બનાવવામાં Recombinant, replication- incompetent adenovirus type 26 (Ad26) vectored vaccine encoding the (SARS-COV-2) Spike (s) Protein નો ઉપયોગ કરવામાં આવેલ છે. આ રસીની અસરકારકતા દર 70.85 ટકા છે.

(૭) મોડર્ના

અમેરીકાની મોડર્ના કંપની દ્વારા mRNA-1273 નામની રસી બનાવી છે. જેના ૨ ડોઝ લેવાના હોય છે. આ રસી બનાવવામાં mRNA based vaccine encapsulated in lipid nanoparticle (LNP) નો ઉપયોગ કરવામાં આવેલ છે. આ રસીની અસરકારકતા દર 90.94 ટકા છે. આ રસી ખૂબ જ ટૂંકા સમયગાળામાં ખૂબ લોકપ્રિય થઇને વિશ્વના ઘણા-બધા દેશોમાં માન્યતા પ્રાપ્ત કરી ચુકી છે. 

(૮) સીનોવેક અને સાઇનોફાર્મ/ Beijing Institute of Biological Product Co-Ltd

ચાઇનાની સીનોવેક અને સાઇનોફાર્મ કંપનીઓ દ્વારા SARS-CoV-2 Vaccine (Vero Cell), inactivated (inCoV) બનાવેલ છે. આ રસીઓ નેશનલ મેડિકલ પ્રોડક્ટ એડમીનીસ્ટ્રેશન ચાઇના દ્વારા પ્રમાણિત છે. આ રસીઓ બનાવવામાં inactivated produced in Vero cells નો ઉપયોગ કરવામાં આવેલ છે. આ રસીની અસરકારકતા દર 67 – 75 ટકા છે. જેના ૨ ડોઝ લેવાના હોય છે.

આ ઉપરાંત અન્ય રસીઓનું પણ વૈજ્ઞાનિક પરીક્ષણ ચાલી રહેલ છે જે થોડા ઘણા સમયમાં પૂર્ણ થયેથી લોકો માટે ઝડપથી ઉપલબ્ધ થવાની વિશ્વને ઉમ્મીદ છે. તો ચાલો નીચે દર્શાવેલ પરીક્ષણ હેઠળ રહેલ એવી રસીઓ પર પણ એક નજર નાખીએ.

 • ક્લોવર બાયોફાર્માસ્યુટીકલ્સની SCB-2019
 • બાયો ક્યુબા ફાર્માની સોબેરાના-૧, સોબેરાના-૨ અને સોબેરાના-પ્લસ વેક્સિન 
 • કેનસીનોબાયોની Ad5-nCov 
 • ક્યોરવેક 
 • વેક્ટર સ્ટેટ રીસર્ચ સેન્ટર ઓફ વાઇરોલોજી એન્ડ બાયોટેકનોલોજી રશીયાની EpiVacCorona
 • જીફેઇ લોંગકોમ ચાઇનાની Recombinant Novel Coronavirus Vaccine (CHO Cell) 
 • સાઇનોફાર્મ/Wuhan Institute of Biological Product Co-Ltd ની Inactivated SARS-CoV-2 Vaccine (Vero Cell)
 • IMBCAMS, Chinaની SARS-CoV-2 Vaccine (Vero Cell)
 • નોવાવેક્સની NVX-CoV2373/Covovax

 આ તુલનાત્મક અધ્યયન ફક્ત આપણી જાણકારી માટે છે કારણ કે ભારતમાં મંજુર કરાયેલ ફક્ત ત્રણ રસી (કોવિશિલ્ડ, કોવાક્સિન અને સ્પુતનિક-V) કોવિડને ગંભીર બનતા અને મનુષ્યને ઓક્સિજનની કમીથી વેન્ટિલેટર પર જતા અટકાવે છે જેથી એક સારા નાગરિક બની આપણી સૌની આ ફરજ છે કે આપણે બધાએ સરકારશ્રી દ્વારા નિયત કરેલ પ્રક્રિયા અનુસાર તરત જ રસી મેળવીને પોતાના શરીરમાં કોરોના વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવી અને આપણી આજુ-બાજુ રહેતા તમામ લોકોને રસી મેળવવા જાગૃત કરવા. જેટલુ રસીકરણ વધુ પ્રમાણમાં થશે એટલી ઝડપથી આપણે સૌ કોરોના નામની મહામારીથી મુક્ત થઈ શકીશું. 

આવી મહામારીના ક૫રા કાળમાં કોરોના વોરીયસની ભુમિકા અદા કરતા ડોકટર્સ, નર્સ અને પેરામેડીકલ સ્ટાફનું આ૫ણે સન્માન કરીએ તેમને પ્રોત્સાહન આપીએ એ ખૂબ જ જરૂરી છે. એક સ્વસ્થ નાગરિક બનીને સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશનું નિર્માણ કરવું એ આપણી બધાની એક નૈતિક ફરજ છે.

આ ૫ણ વાંચો:-

 1. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
 2. સમયનું મહત્વ નિબંધ 
 3. માતૃભાષા નું મહત્વ નિબંધ
 4. શ્રમનું મહત્વ નિબંધ
 5. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો કોરોના મહામારી નિબંધ ગુજરાતી(Essay on coronavirus in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ આ૫ને કોરોના વિશે નિબંધ ગુજરાતી, કોરોના એક વૈશ્વિક મહામારી નિબંધ ગુજરાતી, હાય રે કોરોના મહામારી નિબંધ વિગેરે નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment