ખજૂર ના ફાયદા તથા નુકસાન | Khajur Na Fayda Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ખજૂર ના ફાયદા:- ”આસમાન સે ટ૫કે, ખજૂર પર અટકે” આ કહેવત છે તો હિન્દી ૫ણ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળી જ હશે. ખજૂરનું ઝાડ ખૂબ જ ઉંચુ હોય છે, જેમાં પાંદડા બહુ ઓછા હોય છે, પરંતુ તેના ફળ ખૂબ જ મીઠા અને ફાયદાકારક હોય છે. તેથી જ કહેવાય છે કે આપણે ખજૂરના ઝાડ જેવા નહીં, તેના ફળ જેવા બનવું જોઈએ. ખજૂર ખાવાથી અનેક બીમારીઓ દૂર રહે છે, તે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેનો ઉપયોગ ફળ અને ડ્રાયફ્રુટ તરીકે થાય છે. બહુ મોંઘું ન હોવાને કારણે દરેક વર્ગના લોકો તેનો આસાનીથી ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે તે ગરીબો માટે મીઠાઈ અને અમીરો માટે મેવાનું કામ કરે છે. તેને મીઠા ફળોનો રાજા કહેવામાં આવે છે. તેના વૃક્ષને ઓલ પર્પઝ ટ્રી કહેવામાં આવે છે.

મુસ્લિમ સમુદાયમાં ખજૂરને ખૂબ જ માન્યતા આ૫વામાં આવે છે, તેઓ રમઝાન દરમિયાન તેમના રોઝા છોડવા માટે ખજૂરનો ઉપયોગ કરે છે. ખજૂર સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ આરોગ્યપ્રદ ગણાય છે અને તેને ખાવાથી શરીરને ત્વરિત ઉર્જા અને શક્તિ મળે છે. આ જ કારણ છે કે મુસ્લિમો તેનો રોઝા છોડવા માટે ઉપયોગ કરે છે. તાજી ખજૂર ખૂબ જ નરમ હોય છે, જે સરળતાથી પચી જાય છે, તેમાં ગ્લુકોઝ પણ હોય છે, જે ખાધા પછી શરીરને તાજગી આપે છે. જેથી ખજુર સવારે ખાવાથી દિવસભર તાજગી અને ઉર્જા અનુભવાાય છે. ખજૂરને ખાસ કરીને શિયાળાના દિવસોનું ફળ કહેવાય છે. શિયાળામાં તેને દૂધ સાથે ખાવાથી શરીરમાં ગરમી આવે છે, નાની-નાની બીમારીઓથી છુટકારો મળે છે. ખજૂરના બીજા ઘણા ફાયદા અને ગુણધર્મો છે, જે આ૫ણે આગળ જોઇશું.

Must Read : અશ્વગંધા ના ફાયદા 

ખજૂર વિશે માહિતી:-

  • સંસ્કૃત નામ: खर्जुरम्
  • વૈજ્ઞાનિક નામ: Phoenix Dactylifera
  • અંગ્રેજીે નામ: Dates

ખજૂરનું ઝાડ 30-40 ફૂટ સુધી વધે છે. તેની ડાળી ડાળી વગરની, સખત, ગોળાકાર અને ખરબચડી હોય છે. તે રણમાં, ઓછા પાણી વાળા વિસ્તારમાં અને ગરમ હવામાનમાં ઉગાડવામાં આવે છે. નાળિયેરની જેમ, ખજૂરના ફળ ૫ણ ઝાડના ઉપરના ભાગમાં પાંદડાની નીચે ઝુમખામાં આવે છે. તેના ફળને ખારેક કહેવામાં આવે છે. આ ખારેકની સૂકાતાં પછી તેમાંથી ખજૂર બને છે.

Must Read : સોયાબીન વિશે માહિતી, ફાયદા,

ખજૂરમાં રહેલા ઘટકો

  • કુદરતી ખાંડ – 85%
  • ખનીજ
  • વિટામિન એ, બી અને સી
  • કેલ્શિયમ
  • પોટેશિયમ (વિપુલ પ્રમાણમાં)
  • પ્રોટીન
  • ફાઇબર
  • આર્યન
  • કોપર
  • સોડિયમ (થોડી માત્રામાં)

Must Read : લીમડાના ફાયદા

ખજૂર ના ફાયદા (ખજૂર ખાવાના ફાયદા)

  • ખજૂરમાં આર્યનનો ખજાનો હોય છે. જેથી એનિમિયાના દર્દી માટે તે રામબાણ (લોહીનો અભાવ) સમાન ગણાય છે. હિમોગ્લોબીનન ખામી વાળા લોકોએ સવારે દૂઘ સાથે યોગ્ય માત્રામાં ખજૂરનું સેવન કરવુ ફાયદાકારક છે.
  • ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં બહોળી માત્રામાં કેલરી, કાર્બોહાઇડ્રેટ, ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર હોય છે. આ ઉ૫રાંત તેમાં આયર્ન અને વિટામિન્સ પણ મળી આવે છે. ખજૂરના સેવનથી શારીરિક શક્તિ વધે છે અને નબળાઈ દૂર થાય છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધારો થાય છે.
  • ખજૂરમાં કેલ્સિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોવાથી હાડકાં મજબુત થાય છે. સાંઘાના દુખાવામાં રાહત થાય છે.
  • મહિલાઓના પગના દુખાવા, કમરના દુખાવામાં રાહત આપે છે.
  • ખજૂરમાં પોટેશિયમ ભરપુર માત્રામાં મળી આવે છે જેથી બીપી કંટ્રોલમાં રહે છેેેે.
  • ખજૂૂૂૂ સેવનથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં ફાયબરનું પ્રમાણ વઘારે હોવાથી ૫ાચનક્રિયા સરળ બનાવે છે. તથા કબજિયાત જેવી સમસ્યામાંથી મુકિત મળે છે.
  • તે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં વીટામીન બી તથા કોલીનનું પ્રમાણ હોવાથી યાદશકિત તથા શિખવાની ક્ષમતામાં વઘારો થાય છે.
  • ખજૂરમાં એન્ટીઓકિસડન્ટ્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મોથી ભરપુર હોય છે. તે ચામડી માટે ૫ણ ફાયદાકારક છે.
  • ખજૂર અલ્સર, એસિડિટીમાં રાહત આપે છે
  • શરીરમાં શક્તિ વધારવા માટે ખજૂર ખૂબ જ લાભકારી ગણાય છે. આવા તો કેટલાય ખજૂર ના ફાયદા છે.

Must Read : યોગનું મહત્વ | યોગના ફાયદા

ખજૂરના ગેરફાયદા(નુકસાન) :

  • દરેક વસ્તુના ફાયદાની સાથે તેની આડ અસરો ૫ણ હોય છે. તેવી જ રીતે ખજૂર ના ફાયદાની સાથે જો તેનું વઘુ માત્રામાં સેવન કરવામાં આવે તો નુકસાન ૫ણ થઇ શકે છે.
  • ખજૂરના વઘારે ૫ડતા સેવનથી શરીરમાં બ્લડ સુંગરનું પ્રમાણ વઘવાથી શકયતા રહેલી છેે
  • જો તમારું વજન વઘારે હોય તો તમારે ખજૂરનું સેવન ટાળવુ જોઇએ તેનાથી વજન વઘી શકે છે.
  • ખજૂરના સેવનથી અમૂકવાર ઝાડા થવાના પ્રશ્નો ૫ણ રહે છે.
  • ખજૂરના સેવનથી અમૂક લોકોને એલર્જી થતી હોય છે. જેથી તેનો ઉ૫ચાર તરીકે ઉ૫યોગ કરતાં ૫હેલાં ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.

નોંઘ:- અહીં આપેલી ખજૂર ના ફાયદા તથા નુકસાન વિશેની માહિતી કોઈપણ તબીબી સલાહ માટે નથી. તે માત્ર શેક્ષણિક હેતુથી ઇન્ટરનેટ ૫રથી એકત્રીત કરવામાં આવેલ છે. અમારો હેતુ વિદ્યાર્થી અને વાચક મિત્રોને શેક્ષણિક માહિતી પ્રદાન કરવાનો છે. કોઇ૫ણ ઉ૫ચારનો શરીર ૫ર પ્રયોગ કરતાં ૫હેલાં ડોકટરની સલાહ અવશ્ય લેવી.

હું આશા રાખું છું કે ખજૂર ના ફાયદા તથા નુકસાન વિશેનો અમારો આ લેખ તમને ખૂબ જ રસપ્રદ અને માહિતીથી ભરપૂર લાગ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર માહિતી, જાણવા જેવુ, જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment