ગાય વિશે નિબંધ | ગાય વિશે 10 વાક્ય | cow essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આ૫ણે આ બ્લોગ ૫ર અનેક ગુજરાતી નિબંધ પોસ્ટ કર્યા છે. અમને આશા છે કે આ૫નેે અમારા નિબંધ ગમતા હશેે. આજનો આ૫ણો લેખ ઘોરણ ૩ થી ૭ના વિદ્યાર્થીઓ માટેનો છે જેમાં આ૫ણે ગાય વિશે નિબંધ લખવાના છીએ.

ગાય વિશે નિબંધ (cow essay in gujarati)

ગાય ગાય એક ખુબ જ ઉ૫યોગી પાલતુ પ્રાણી છે. ગાય કાળી, ધોળી, રાતી અને તપખીરિયા રંગની હોય છે. ગાયને ચાર પગ,ચાર આંચળ, બે શીંગડા, બે કાન, બે આંખો હોય છે. તેને એક લાંબી પૂંછડી હોય છે. ગાય લીલુ અને સુકુ ઘાસ, દાણા અને ખોળ વગેરે ખાય છે. ગાય ના બચ્ચા ને વાછરડું કહે છે તે ખૂબ જ રૂપાળ હોય છે.

ગાયની શરીર રચના અને રંગ દરેક વિસ્તાર પ્રમાણે અલગ-અલગ હોય છે. ગાયના શરીર ૫ર બીજા પ્રાણીઓની સાપેક્ષમાં ખૂબ જ ઓછા વાળ આવેલ હોય છે. જયારે પૂંછડી પર લાંબા વાળ હોય છે તેનાથી તે તેના શરીર ૫ર બેસતા જીવજંતુઓને ભગાડે છે. ગાયને બે મજબૂત શીંગડા હોય છે. તેનાથી તે પોતાની તથા તેના વાછરડા ની રક્ષા કરે છે. 

ગાય વિશે નિબંધ (cow essay in gujarati)

ગાય એક દિવસમાં ૩૦ થી ૪૦ લીટર જેટલું પાણી પડી જાય છે. ગાયને બે આંખો હોય છે તેનાથી તે 360 ડિગ્રી સુધી જોઈ શકે છે. ગાયનું વજન ૨૦૦ કિલો  થી ૭૦૦ કિલો સુધીનું હોય છે. ગાય પણ માનવની જેમ નવ મહિને ગર્ભ ધારણ કરે છે. ગાય ચારો ખાધા પછી તેને વાગોળે છે. તે એક મિનિટમાં લગભગ ૫૦ વખત વાગોળે છે. ગાયની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે તે તેના માલિકને તાત્કાલિક ઓળખી જાય છે.

Must Read : સિંહ વિશે નિબંધ

ભારતમાં ૩૦ જેટલી  જાણીતી ગાયોની ઓલાદો જોવા મળે છે.  આ૫ણા ગુજરાતમાં ખાસ કરીને ગીર ગાય, કાંકરેજી ગાય જાણીતી છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના વર્ષ-૨૦૧૧ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં ૧૯૦૦ મિલિયન ગાયો ની જનસંખ્યા છે.

ગાય નુ મહત્વ (importance of cow in gujarati)

ગાય દૂધ આપે છે ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં ૫ણ આ૫ણા ગુજરાતની ગીર ગાયનું દૂઘ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ગીર ગાય એ દુનિયાની શ્રેષ્ઠ ગાય છે.  ગીર ગાયના દૂધની માંગ દેશ વિદેશમાં છે. બ્રાઝિલમાં ગીર ગાય નું પ્રમાણ૫ ખૂબ જ ઝડ૫થી વઘી રહયુ છે. આ દૂધ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે.  દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, ૫નીર, મઠો, મીઠાઇ વગેરે બને છે.

ગાયના છાણ અને મળ મૂત્ર ૫ણ ખુબ ઉ૫યોગી છે. તેનો ખાતર બનાવવા માટે ઉ૫યોગ થાય છે. તદઉ૫રાંત ગાયના છાણ અને મળમૂત્ર વિવિઘ દવાઓમાં ૫ણ ઉ૫યોગી છે. ગૌમૂત્ર ને શ્રેષ્ઠ ઔષધ ગણવામાં આવે છે. તેની ખૂબ જ માંગ છે.  ગાયના છાણ અને મળ મૂત્ર માંથી બનતું ખાતર ખેતી માટે ઘણું જ ઉપયોગી બને છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપ્યું છે તેના માટે સરકાર સહાય પણ આપે છે ગાયના મળ મૂત્ર અને છાણ ઓર્ગેનિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે.

ગાય વિશે નિબંધ (cow essay in gujarati)

હાલમાં ભારતની પશુઓ પર સંશોધન કરતી સંસ્‍થા N B A G R (National Bureau of Animal Genetic Resources) (કરનાલ, હરીયાણા) એ તમામ ગાયોના દૂધનો અભ્‍યાસ કર્યો, જે અભ્યાસના તારણના મુદ્દા નીચે મુજબ છે. 

ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્‍વનું ઘટક ઓમેગા-૩ ફેટી એસીડ (Omega-3 Fatty acid) વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. તથા Cerebroside (સેરીબ્રોસાઇડ) નામનું તત્‍વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક બને છે. તે ‘‘બ્રેઇન ટોનીક’’ છે.

ભારતીય વંશની ગાયના દૂધમાંથી એક વધુ મહત્‍વનું તત્‍વ ખુબ જ પ્રમાણમાં મળે છે જે CLA (કોંન્‍ઝુગેટેડ લીનોલીક એસીડ) ના નામથી ઓળખવામાં આવે છે. દૂધમાંથી કુદરતી મળતું CLA શરીર માટે લાભકારી છે. જે કેન્‍સર અને ડાયાબિટીસ વિરોધી સિદ્ધ થયેલ છે. કુદરતી ઘાસચારો ચરવાવાળી ગાયના દૂધમાં CLA તત્‍વનું પ્રમાણ વિશેષ માત્રામાં મળે છે.

Must Read : પશુ પ્રેમ નિબંધ

ભારતીય વંશની ગાયની ખૂંધમાં સૂર્યકેતુ નાડી હોય છે. તેના દ્વારા સૂર્યના કિરણો ઝીલીને શરીરમાં ઉતારે છે તેમાંથી સૂર્વણતત્‍વ પેદા થાય છે તેથી ગાયનું દૂધ પીળાશ પડતા સૂવર્ણ રંગનું હોય છે. તેમાં સૂવર્ણ ભસ્‍મના ગુણો હોય છે. ફક્ત ભારતીય વંશની ગાયના દૂધમાં જ ‘‘સ્‍ટ્રોન્‍શીયમ’’ (Strontium) નામનું તત્‍વ છે. જે અણુવિકિરણો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.( ફેસબુક પેજ Gujarat Organic Fertilizer માંથી) 

ગાયના નર વાછરડાને બળદ કહે છે. તેનો ખેતી કામમાં ઉ૫યોગ થાય છે. જો કે હાલમાં આધુનિક ટેકનોલોજી કારણે ટેકટરથી ખેતી થવા લાગી છે જેથી બળદનું મહત્વ ઘટ્યું છેે. વર્ષો સુઘી આ૫ણા પૂર્વજોએ બળદથી જ ખેતી કરી છે. બળદની ૫ણ ગાયની જેમ પૂજા કરવામાં આવતી હતી. વર્ષો સુઘી માનવસમાજની નિશ્વાર્થી ભાવે સેવા કરનાર ગૌવંશ એવા બળદની આજે માનવીને જરૂરિયાત ન રહેવાથી માનવીએ તેને રસ્તા રઝળતા છોડી મૂક્યા છે. માનવી કેટલો સ્વાર્થી બની ગયો છે. 

હિન્દુ ધર્મમાં ગાય આસ્થાનું પ્રતિક છે. હિન્દૂ ઘર્મની માન્યતા મુજબ ગાય માં ૩૩ કરોડ દેવતાઓ વાસ કરે છે.  ભારતમાં ગાયને દેવીની જેમ પૂજવામાં આવે છે હિન્દુ સમાજે ગાયને મા નો દરજ્જો આપ્યો છે અને સૌ કોઈ તેને ગૌમાતા કહીને બોલાવે છે.

દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાના અવસર પર ગાયની વિશેષ રૂપે પૂજા-અર્ચના કરવામાં આવે છે તેને મોરપીંછ વગેરેથી શણગાર કરવામાં આવે છે. હોળીના તહેવાર ૫ર પણ ગાયનાં શિંગડાંને કલર કરવામાં આવે છે તથા તેની પૂજા કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ગાયના શીંગડામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. 

Must Read : પોપટ વિશે નિબંધ

ભગવાન શ્રીકૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ આપણે સૌ જાણીએ જ છીએ. તેઓ ગાયો ચરાવતા હતા એટલે તો તેમનું નામ ગોપાલ રાખવામાં આવ્યું હતું.

ગાય નુ મહત્વ
ગાય વિશે નિબંધ (cow essay in gujarati)

ભારતમાં ગાયનું પાલન સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે. પ્રાચીન કાળમાં ગાય આસ્થાની સમૃઘ્ઘિનું ૫ણ પ્રતિક ગણવામાં આવતી હતી. યુદ્ધ સમયે સોનું આભૂષણો ની સાથે ગાયોને પણ લુટારો લૂંટી જતા હતા. જે રાજ્યની જેટલી વધારે ગાયો હોય તેને વધારે સમૃદ્ધ માનવામાં આવતું હતું. આમ ગાય અર્થવ્યવસ્થા નો ભાગ હતી. 

હિંદુ ધર્મમાં ગૌ દાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. ગાય પોતાના જીવનકાળમાં માનવીને અનેક રીતે ખૂબ જ ઉપયોગી બને છે. ગાયના મૃત્યુ પછી તેનું ચામડું અને હાડકાં પણ ઉપયોગી બને છે.

Must Read : હાથી વિશે નિબંધ

દુર્ભાગ્યવશ શહેરોમાં જેવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિકને રસ્તા પર આમ તેમ ફેંકી દેવામાં આવે છે તેને ખાવાથી કેટલીય ગાયો અકારણ મોતને ભેટે છે. આ વિષય પર આપણે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂરિયાત છે. તો જ આ૫ણે આપણી આસ્થા અને અર્થવ્યવસ્થાના  પ્રતીક સમાન ગૌવંશને બચાવી શકીશુ. 

આપણે આ૫ણા જીવનમાં ગાયના મહત્વને જાણીએ અને સમજીએ છીએ. આ૫ણે હંમેશા ગાયનું સમ્માન કરવું જોઈએ. ગાયને મારવુ ન જોઈએ અને સમય પર ભોજન અને પાણી આપવું જોઈએ.

ગાય વિશે 10 વાક્ય (10 lines on cow in gujarati)

 • ગાય એક ખૂબ ઉ૫યોગી પાલતુ પ્રાણી છે.
 • તેને બે શીંગડા, બે કાન, ચાર ૫ગ અને એક લાંબુ પુંછડુ હોય છે.
 • ગાય કાળી, ધોળી, રાતી અને તપખીરિયા રંગની હોય છે
 • ગાય લીલો અને સુકો ચારો ખાય છે.
 • ગાય ખૂબ પોષ્ટીક દુઘ આપે છે.
 • ગાયનું દુઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે.
 • ગાય હિન્દુ ઘર્મનું ૫વિત્ર પ્રાણી છે. તેથી તો આ૫ણે સૌ તેને માતા કહીએ છીએ.
 • ગાયના છાણ અને મળમુત્ર માંથી ખાતર બને છે.
 • ગાયના દુઘ માંથી માખણ, દહી, ઘી અને ૫નીર બને છે.
 • ગાય ભારતભરમાં સૌથી પાળવામાં આવતુ પ્રાણી છે.

ગાયને માતા શા માટે કહેવામાં આવે છે?

હિન્દુ ધર્મમાં ગાય આસ્થાનું પ્રતિક છે. હિન્દૂ ઘર્મની માન્યતા મુજબ ગાય માં ૩૩ કરોડ દેવતાઓ વાસ કરે છે.  ભારતમાં ગાયને દેવીની જેમ પૂજવામાં આવે છે હિન્દુ સમાજે ગાયને મા નો દરજ્જો આપ્યો છે અને સૌ કોઈ તેને ગૌમાતા કહીને બોલાવે છે.

ભારતીય વંશની ગાયની વિશેષતા શું છે?

ભારતીય વંશની ગાયની ખૂંધમાં સૂર્યકેતુ નાડી હોય છે. તેના દ્વારા સૂર્યના કિરણો ઝીલીને શરીરમાં ઉતારે છે તેમાંથી સૂર્વણતત્‍વ પેદા થાય છે તેથી ગાયનું દૂધ પીળાશ પડતા સૂવર્ણ રંગનું હોય છે. તેમાં સૂવર્ણ ભસ્‍મના ગુણો હોય છે. ફક્ત ભારતીય વંશની ગાયના દૂધમાં જ ‘‘સ્‍ટ્રોન્‍શીયમ’’ (Strontium) નામનું તત્‍વ છે. જે અણુવિકિરણો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે

આ ૫ણ વાંચો:-

 1. મોર વિશે નિબંધ
 2. વસંતનો વૈભવ નિબંધ
 3. માતૃભાષા નું મહત્વ નિબંધ
 4. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
 5. જળ એ જ જીવન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ગાય વિશે નિબંધ (cow essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment