ગોપાલ કૃષ્ણ ગોખલે પુણ્યતિથિ | Gopal Krishna Gokhale in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા.

આપણો દેશ ભારત લગભગ 200 વર્ષ સુધી ગુલામીની ઝઝીરોમાં જકડાયેલો હતો. અસંખ્ય વિર શહીદોના બલિદાન પછી આપણા દેશને આઝાદી મળી છે. આ સ્વતંત્રતા મેળવવામાં ઘણા બધા લોકો સામેલ છે, જેમને આપણે ઓળખતા પણ નથી અથવા તો માત્ર તેમના નામ જ જાણીએ છીએ.

દેશની આઝાદી માટે એ લોકોએ કેટલુ યોગદાન આપ્યું છે એના વિશે કાં તો આપણને ખબર નથી, અને જો છે તો તે આધી-અધૂરા છે. આવા જ એક સ્વાતંત્ર્ય સેનાની હતા – “ગોપાલ કૃષ્ણ ગોખલે”. ચાલો આજે તેમના જીવનચરિત્ર વિશે (Gopal Krishna Gokhale in Gujarati)ની કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ.

ગોપાલ કૃષ્ણ ગોખલેનું જીવનચરિત્રઃ

નામઃગોપાલ કૃષ્ણ ગોખલે
જન્મ તારીખઃ9 મે, 1866
જન્મ સ્થળઃકોથલુક, રત્નાગીરી, બોમ્બે પ્રેસિડેન્સી (હાલ મહારાષ્ટ્ર)
પિતાનું નામઃકૃષ્ણરાવ ગોખલે
માતાનું નામઃવાલુબાઈ
પત્નીનું નામઃસાવિત્રીબાઈ
બાળકોઃકાશીબાઈ અને ગોદુબાઈ
શિક્ષણઃરાજારામ હાઈસ્કૂલ, કોલ્હાપુર; એલ્ફિન્સ્ટન કોલેજ, બોમ્બે
મૃત્યુઃ19 ફેબ્રુઆરી, 1915
વિશેષ યોગદાનભારતીય સેવક સમાજ (Servants of India Society)ની સ્થાપના, ભારતીય શિક્ષણ પ્રણાલી સુધારણામાં મહત્વપુર્ણ યોગદાન

ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સામાજિક અને રાજકીય નેતા પણ હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પક્ષના વરિષ્ઠ નેતા હતા. તેમણે સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીની પણ સ્થાપના કરી હતી.

ગોપાલ કૃષ્ણ ગોખલેનું પ્રારંભિક જીવનઃ

ભારતના બહાદુર પુત્ર ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ 9 મે 1866ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના કોથલક ગામમાં ચિતપાવન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગોખલેનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, પરંતુ તેમણે ક્યારેય દુનિયાને આ વાતનો અહેસાસ થવા દીધો ન હતો અને તેમના જીવનમાં ઘણા એવા કાર્યો જેના માટે તેમને આઝાદીના આટલા વર્ષો પછી પણ યાદ કરવામાં આવે છે.

તેમના પિતાનું નામ કૃષ્ણા રાવ હતું, જેઓ એક ખેડૂત હતા અને ખેતી કરીને તેમના પરિવારનો ગુજારો કરતા હતા પરંતુ વિસ્તારની માટી ખેતી માટે યોગ્ય ન હતી. જેના કારણે તેઓ આ ધંધામાંથી વધુ કમાણી કરી શક્તા ન હતા. આથી તેમને મજબૂરીમાં કારકુન તરીકે કામ કરવું પડ્તુ હતુ.

ગોપાલ કૃષ્ણ ગોખલેની માતાનું નામ વાલુબાઈ હતું, જેઓ એક સરળ ગૃહસ્થ મહિલા હતાં અને હંમેશા પોતાના બાળકોને આગળ વધવા માટે પ્રેરિત કરતા હતા.

ગોપાલ કૃષ્ણને બાળપણથી જ ઘણા દુ:ખનો સામનો કરવો પડ્યો હતો. નાનપણમાં જ તેમના પિતાનું અવસાન થયું, જેના કારણે તેઓ બાળપણથી જ સહનશીલ, મહેનતુ અને કઠોર બની ગયા. ગોપાલકૃષ્ણ ગોખલેને શરૂઆતથી જ દેશભક્તિની લાગણી હતી,

દેશની પરાધીનતા તેમને બાળપણથી જ પરેશાન કરતી હતી અને તેમના હૃદયમાં દેશભક્તિનો પ્રવાહ હંમેશા વહેતો હતો.તેથી જ તેમણે પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું.

ગોપાલ કૃષ્ણ ગોખલેનું શિક્ષણ:-

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના મોટા ભાઈની મદદથી રાજારામ હાઈસ્કૂલમાં મેળવ્યું. ત્યારબાદ તેઓ મુંબઈ ગયા અને 1884માં 18 વર્ષની ઉંમરે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે સમયે ગોપાલ કૃષ્ણ ગોખલે ગ્રેજ્યુએશન (BA)ની ડિગ્રી મેળવવા માટે કોલેજમાં ભણતા હતા. તે સમયે, એવા થોડાક જ ભારતી લોકો હતા જેમણે કૉલેજ શિક્ષણ મેળવ્યું હતું. તેમાં ગોપાલ કૃષ્ણ ગોખલેજીનો સમાવેશ થાય છે. આ માટે ઉભરતા ભારતીય બૌદ્ધિક સમુદાય અને સમગ્ર ભારતમાં પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1884 માં, તેમણે ફર્ગ્યુસન કૉલેજ, પૂનામાં ઇતિહાસ અને રાજકીય અર્થતંત્ર શીખવવાનું શરૂ કર્યું અને વર્ષ 1902 માં તેઓ ત્યાંંના પ્રિન્સિપાલ બન્યા. આ રીતે તેમણે એક સારા શિક્ષક તરીકે પણ કામ કર્યું.

જો કે બી.એ.નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ તેઓ એન્જીનીયરીંગ કોલેજમાં પણ જોડાયા હતા. પરંતુ કદાચ તેમના હદયમાં દેશ સેવા કરવા માટેનો જુસ્સો હોવાના કારણે તે ગમ્યું નહી અને પછી તેમણે આઈએએસમાં જોડાવાનું વિચાર્યું, પરંતુ પછી તેમના રસ મુજબ કાયદાનો અભ્યાસક્રમ શરૂ કર્યો.

ઈતિહાસના જ્ઞાન અને સમજણથી તેમને સ્વતંત્રતા, લોકશાહી અને સંસદીય વ્યવસ્થાના મહત્વને સમજવામાં મદદ મળી. તે સમયે, ગોપાલ કૃષ્ણ ગોખલેની શિક્ષક તરીકેની સફળતા જોઈને, બાળ ગંગાધર તિલક અને પ્રોફેસર ગોપાલ ગણેશ અગરકરનું ધ્યાન તેમના તરફ ગયું અને તેમણે ગોપાલ કૃષ્ણ ગોખલેને મુંબઈની ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું.

ત્યારબાદ તેઓ 1886માં આ સોસાયટીના કાયમી સભ્ય બન્યા અને તે જ વર્ષે ગોપાલ કૃષ્ણ ગોખલેને પણ નવી અંગ્રેજી શાળામાં શિક્ષક બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. જ્યાં તેની માસિક આવક માત્ર રૂ.35 અને વાર્ષિક બોનસ રૂ.120 હતું.

આ ઉપરાંત ગોપાલ કૃષ્ણ ગોખલે પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાના ક્લાસમાં માત્ર 40 રૂપિયાના માસિક પગાર પર ભણાવતા હતા. ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમના જીવનના લગભગ બે દાયકા ફર્ગ્યુસન કોલેજને આપ્યા હતા.

ગોખલેના ગુુુરૂ એમ.જી. રાનડે –

તેમના અધ્યાપક તરીકેના કાર્યકાળ સમયે તેઓ શ્રી એમ.જી.રાનડેને મળ્યા અને તેમનાથી અત્યંત પ્રભાવિત થઇ ગયા. મહાદેવ ગોવિંદ રાનડે એક ન્યાયાધીશ, વિદ્વાન અને સમાજ સુધારક હતા, જેમને ગોખલેજીએ પોતાના માર્ગદર્શક બનાવ્યા હતા. ગોખલેજીએ પૂના સાર્વજનિક સભામાં એમ.જી.રાનડે સાથે કામ કર્યું અને તેના સચિવ બન્યા.

ગોપાલ કૃષ્ણ ગોખલેના લગ્ન –

ગોપાલ કૃષ્ણ ગોખલેજીએ બે વાર લગ્ન કર્યા હતા. ગોખલેજીના પ્રથમ લગ્ન સાવિત્રીબાઈ સાથે વર્ષ 1880માં થયા હતા, ત્યારે સાવિત્રીબાઈની ઉંમર ખૂબ નાની હતી, તેમજ તે શારીરિક રીતે પણ ખૂબ જ નબળી હતી. સાવિત્રીબાઈ કોઈ જન્મજાત અસાધ્ય બીમારીથી પીડાાા હતા જેથી ટૂંક સમયના લગ્નનજીવનનવ બાદ જ તેમનું અવસાન થઇ ગયું.

ત્યારબાદ, વર્ષ 1887 માં, ગોપાલ કૃષ્ણ ગોખલેજીએ બીજા લગ્ન કર્યા. જેનાથી તેમને બે દીકરીઓ થઈ પરંતુ કોણ જાણે કેમ ઇશ્વરે ગોપાલ કૃષ્ણ ગોખલેજીના જીવનમાં દામ્પત્ય જીવનનું સુખ નહી લખ્યુ હોય તેમ બીજી પત્નીનું પણ વર્ષ 1900માં અવસાન થયું. બીજી પત્નીનું પણ અવસાન થતાં ગોખલેજી સંપૂર્ણપણે ભાંગી પડ્યા અને ફરીથી લગ્ન કરવાનો વિચાર પણ ન કર્યા. તેમની બે પુત્રીઓમાં એક દીકરીનું નામ કાશી (આનંદીબાઈ) અને બીજી દીકરીનું નામ ગોદુબાઈ હતું, તેમનો ઉછેર તેમના સંબંધીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

ગોપાલ કૃષ્ણ ગોખલેજી અને બાલ ગંગાધર તિલક વચ્ચે મતભેદઃ

ગોખલે 1889 માં,ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા. તેઓ હંમેશા સામાન્ય જનતાની સમસ્યાઓ માટે કામ કરતા હતા. થોડા સમય પછી, તેઓ બાલ ગંગાધર તિલક સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંયુક્ત સચિવ બન્યા.ગોખલે અને તિલક બંને વચ્ચે ઘણી સામ્યતાઓ હતી, જેમ કે:

 • બંને ચિત્પાવન બ્રાહ્મણ પરિવારના હતા.
 • બંનેએ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું.
 • બંને ગણિતના પ્રોફેસર હતા,
 • બંને ડેક્કન એજ્યુકેશન સોસાયટીના અગ્રણી સભ્યો હતા.

જ્યારે આ બંને કોંગ્રેસમાં સાથે આવ્યા ત્યારે બંનેનો ઉદ્દેશ્ય ભારતને આઝાદી અપાવવાની સાથે સામાન્ય ભારતીયને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનો હતો. તે સમય દરમિયાન, બ્રિટિશ સરકાર દ્વારા ‘બાળ લગ્ન’ અંગે પસાર કરાયેલા કાયદા વિશે ગોખલે અને તિલકનો એકસરખો અભિપ્રાય ન હતો અને અહીંથી બંને વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા હતા. 1905 માં, ગોખલેજી કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ત્યારબાદ કોંગ્રેસ જહાલવાદ અને મવાઇવાદ એમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી.

એક તરફ તિલક ક્રાંતિકારી કાર્યોથી બ્રિટિશ સરકારને ભગાડવા માંગતા હતા, તો બીજી તરફ ગોખલે શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા આઝાદી મેળવવા માંગતા હતા. 1916 માં, ગોખલેજીના મૃત્યુ પછી ફરી આ બંને જૂથો એક થઈ ગયા અને કોંગ્રેસ એક મજબૂત પક્ષ બન્યો. બાળ ગંગાધર તિલકના જીવન વિશે જાણવા અહીં કલીક કરો.

સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીની સ્થાપના -:

1905માં જ્યારે ગોખલેજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે તેઓ રાજકીય સત્તાના ટોચ શિખર પર હતા. તે જ સમયે તેમણે સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી. આ સંસ્થાની સ્થાપના પાછળ તેમનો ઉદૃેે ભારતીયોને શિક્ષિત બનાવવાનો હતો.

ગોખલેજીના મતે, “જ્યારે ભારતીયો શિક્ષિત હશે, ત્યારે તેઓ તેમના દેશ અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીને સમજશે અને તેને સારી રીતે નિભાવશે.” તેમના મતે, તત્કાલીન શિક્ષણ પ્રણાલી અને ભારતીય નાગરિક સેવાઓ ભારતીયોના વિકાસ માટે પૂરતી ન હતી. આ હેતુને પરિપૂર્ણ કરવા માટે, તેમણે સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી જેથી ભારતીયોનો સંપૂર્ણ વિકાસ થાય અને તેઓ રાજકીય શિક્ષણ લઈને આ ક્ષેત્રમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે, જેથી ભારતને આઝાદી અપાવી શકાય.

આ સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીએ ઘણી શાળાઓ, કોલેજોની સ્થાપના કરી, જેના દ્વારા રાત્રી વર્ગો યોજવામાં આવતા, જેથી કામ કરતા લોકો પણ સુવિધા સાથે શિક્ષણ મેળવી શકે. જો કે આ મંડળીઓ આજે પણ કાર્યરત છે, પરંતુ હવે તેના સભ્યોની સંખ્યા ઘણી ઓછી થઇ ગઇ છે.

મહાત્મા ગાંધી અને ઝીણા બંનેના ગૂરૂ તથા માર્ગદર્શકઃ

મહાત્મા ગાંધીજીએ શરૂઆતના વર્ષોમાં ગોખલેજીને તેમના સલાહકાર તરીકે સ્વીકાર્યા હતા. 1912 માં, ગાંધીજીના આમંત્રણ પર, ગોખલેજી દક્ષિણ આફ્રિકા ગયા. તે સમયે ગાંધીજી નવા બેરિસ્ટર બન્યા હતા

દક્ષિણ આફ્રિકામાં તેમના આંદોલન પછી સને.૧૯૧૫માં ગાંધીજી જયારે ભારત પાછા ફર્યા ત્યારે તેમણે ભારત વિશે અને ભારતીયોના વિચારોને સમજવા માટે ગોખલેજીનું માર્ગદર્શન મેળવ્યુ અને તેમની સલાહ મુજબ કામ પણ કર્યું. 1920 માં, ગાંધીજી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા બન્યા. ગાંધીજીએ તેમની આત્મકથામાં ગોખલેજીને તેમના ગૂરૂ અને માર્ગદર્શક તરીકે સંબોધ્યા છે.

મહાત્મા ગાંધીજીના મતે, ગોખલેજી તેમના પ્રિય નેતા અને એક કુશળ રાજકારણી પણ હતા. તેઓ સ્ફટિક જેવા શુદ્ધ, સંસ્કારી, સિંહ જેવા બહાદુર અને રાજકીય ક્ષેત્રે સર્વોચ્ચ નેતા હતા. ગોખલેજી માટે આટલું માન હોવા છતાં, ગાંધીજી તેમની પશ્ચિમી સંસ્થાના વિચાર સાથે સહમત ન હતા અને તેથી જ તેમણે ગોખલેજીની સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બનવાનો ઇનકાર કર્યો હતો. મહાત્મા ગાંધીજી જીવનચરિત્ર અહીં વાંચો.

ગોખલેજી પાકિસ્તાનના સ્થાપક ‘મોહમ્મદ અલી ઝીણા‘ના પણ માર્ગદર્શકઅને રોલ મોડેલ હતા. તેથી જ જીન્નાહને એક રીતે ‘મુસ્લિમ ગોખલે’ પણ કહેવામાં આવતા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગના લખનૌ કરાર પછી સરોજિની નાયડુ દ્વારા ઝીણાને ‘હિન્દુ-મુસ્લિમ એકતા’ના બ્રાન્ડ એમ્બેસેડર કહેવામાં આવ્યા હતા. સરોજિની નાયડુનું જીવનચરિત્ર અહીં વાંચો.

ભારતીય રાષ્ટ્રવાદી ચળવળ પર ગોખલેનો પ્રભાવઃ

ગોખલેજીની ભારતીય રાષ્ટ્રવાદી ચળવળ પર ઊંડી અસર પડી હતી. તેઓ એક સમન્વવાદી નેતા હોવાને કારણે બ્રિટિશ સામ્રાજ્ય સાથે સુમેળભર્યું વર્તન ધરાવતા હતા, જેની અસર પણ પડી હતી. પરંતુ સૌથી વધુ ઊંડી અસર તેમના શિક્ષણ તરફના ઝુકાવને કારણે થઈ. ગોખલેજી માનતા હતા કે જ્યારે ભારતીયો શિક્ષિત હશે ત્યારે જ તેઓ વિકાસ કરી શકશે અને સાથે સાથે તેઓ પશ્ચિમી શિક્ષણ પ્રણાલીથી પણ ખૂબ પ્રભાવિત હતા. જો કે ગાંધીજી આ પશ્ચિમી શિક્ષણ પ્રણાલી અંગેના તેમના વિચાર સાથે સહમત ન હતા અને તેમણે તેને નકારી કાઢી હતી, પરંતુ આઝાદી પછી 1950માં આ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આમ ગોખલેની આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને ભારતીય રાષ્ટ્રવાદી ચળવળ પર ભારે અસર પડી હતી.

ગોપાલ કૃષ્ણ ગોખલેના મુખ્ય 6 અર્થશાસ્ત્રના વિચારોઃ

મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સારા રાજનેતા હોવા ઉપરાંત, ગોપાલ કૃષ્ણ ગોખલે ગણિતના શ્રેષ્ઠ પ્રોફેસરોમાંના એક હતા. તેમણે દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા. આ ઉપરાંત, તેમણે કેટલાક ક્ષેત્રોમાં તેના વિકાસ માટે તેમના વિચારો આપ્યા હતા, જે નીચે મુજબ છે –

 • ભારતીય નાણા
 • સત્તાનું વિકેન્દ્રીકરણ
 • જમીન મહેસૂલ
 • જાહેર ખર્ચ
 • શિક્ષણ
 • વેપાર

ગોપાલ કૃષ્ણ ગોખલેનું અવસાનઃ

ગોખલેજી તેમના જીવનના અંતિમ વર્ષોમાં પણ રાજકીય રીતે સક્રિય રહ્યા હતા. જેમાં તેમની વિદેશ યાત્રાઓ અને વિદેશમાં સુધારા કાર્યક્રમોમાં યોગદાનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ પોતાના દ્વારા સ્થાપિત સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીના કાર્યમાં અને શિક્ષણ વ્યવસ્થાના વિકાસ અને ઉત્થાન માટે પણ જોડાયેલા હતા. 19 ફેબ્રુઆરી, 1915 ના રોજ તેમનું અવસાન થયું, તે સમયે તેઓ માત્ર 49 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર સમયે, તેમના આજીવન પ્રતિસ્પર્ધી બાલ ગંગાધર ટિળકે કહ્યું હતું – “ભારતનો હીરા, મહારાષ્ટ્રનું રત્ન, શ્રમિકોનો રાજકુમાર… આ સ્થાન પર સ્વર્ગીય આરામ કરી રહ્યો છે. તેમની તરફ જુઓ અને તેમના જેવું વર્તન કરવાનો પ્રયાસ કરો.”

આ પણ વાંચો:-

 1. રવિશંકર મહારાજનો જીવનપરિચય
 2. સંત કબીર સાહેબનો પરિચય
 3. સંત તુકારામનું જીવનચરિત્ર
 4. નરસિંહ મહેતા વિશે માહિતી
 5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

આવા હતા આાપણા સૌના માનીતા ગોપાલ કૃૃૃષ્ણ ગોખલેજી. આવા વીર મહાપુરૂષને કોટી કોટી નમન. આશા રાખુ છું કે આપને ગોપાલ કૃષ્ણ ગોખલેનું જીવનચરિત્ર (Gopal Krishna Gokhale in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment