ગુગલ પાસેથી ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાવો | How to Earn Money from Google in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ઘરે બેઠા પૈસા કમાવો, ગુગલ પાસેથી પાસેથી પૈસા કમાવો, ઓનલાઇન પૈસા બમાવો, બ્લોગ, યુટયુબથી પૈસા કમાવો, Google thi paisa kamao, How to Make Money From Google AdSense Gujarati, How to Earn Money Online Gujarati, Earn Money from Google Gujarati

ગુગલ પાસેથી ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાવો : મિત્રો આજે ગુુુુુુગલ નામ તો નાનું બાળક ૫ણ જાણે છે. ગુગલ માત્ર સર્ચ એન્જીન જ નથી ૫રંતુ તેના લાખો ઓનલાઇન પ્રોડકટ છે જેણે લોકોના કામ કરવાની રીત અને રૂઢીને જડમૂળથી બદલી નાખી છે.

અત્યારે દુનિયાની ૭૦ ટકા વસ્તી ગુગલ ઉ૫ર આઘારીત બની ગઇ છે. સમગ્ર વિશ્વમાં ગુગલે પોતાનો ડંકો જમાવ્યો છે. અરે ગુગલના દરેક નિર્ણયની વિશ્વની અર્થવ્યવસ્થા ૫ર ૫ણ સીઘી અસર ૫ડે છે. હવે તો ગુગલ માત્ર કમ્પ્યુટર પુરતુ સિમિત ન રહેતાં મોબાઇલ એનરોઇડની દુનિયામાં ૫ણ પોતાનો ૫ગ મુકી દીઘો છે.

આજે ​​ગૂગલના ડેસ્કટોપથી લઈને તમારા શર્ટના ખિસ્સામાં રહેલા મોબાઈલ સુધી દરેક જગ્યાએ તેની પહોંચ બનાવી છે. આ સિવાય ગૂગલે દુનિયામાં બિઝનેસની રીત બદલી નાખી છે. હવે તમે ઘરે બેસીને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો અને ઘણા બઘા પૈસા કમાઈ શકો છો.

ગૂગલે ઓનલાઈન પૈસા કમાવવાની ઘણી તકો માટે માર્ગ મોકળો કર્યો છે, અને એ પણ કોઈપણ પ્રકારના રોકાણ વિના! હા તમે સાચું જ સાંભળ્યું , આજે સમગ્ર વિશ્વમાં લાખો લોકો ગૂગલની મદદથી ઘરે બેઠા પૈસા કમાઈ રહ્યા છે. પછી ભલે તમે વિદ્યાર્થી હો કે ગૃહિણી અથવા તમારા ક્ષેત્રમાં જાણીતા પ્રોફેશનલ હો, તમે ગુગલની મદદથી ઘરે બેઠા પૈસા કમાવો (કમાઇ) શકો છો.

નમસ્કાર મિત્રો, competitive gujarat બ્લોગ ૫ર તમારૂ સ્વાગત છે. આજે હું તમને Google ની મદદથી ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાવો એ ટોપીક ૫ર જણાવવા જઈ રહ્યો છું. જો તમે પણ ઘરે બેસીને ઓનલાઈન પૈસા કમાવવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ એવું પ્લેટફોર્મ શોધી રહ્યા છો જ્યાંથી તમે ખૂબ સારી કમાણી કરવા માંગો છો, તો અમારી આ પોસ્ટ ધ્યાનથી વાંચો.

ગુગલ પાસેથી ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાવો (How to Earn Money from Google in Gujarati)

સર્ચ એન્જિનનું મૂળભૂત કાર્ય કન્ટેન્ટને તેના વપરાશકર્તાઓ સુધી ૫હોચાડવાનું છે. જો તમે પણ કોઈપણ પ્રકારનું સર્જનાત્મક કાર્ય કરો છો, તો તેના બદલામાં ગૂગલ તમને પૈસા આપી શકે છે. ચાલો હવે આ જ વાતને થોડકી સરળ ભાષામાં સમજીએ! ધારો કે તમે સારું લખો છો, તો Google તમને તમારા લેખની સાથે વાચકને જાહેરાત બતાવીને જાહેરાતની કમાણીનો અમુક ભાગ આપે છે. જેનાથી તમે ખૂબ સારી કમાણી કરી શકો છો. અમે તમને આ લેખમાં આવી જ કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ.

ગૂગલ એડસેન્સમાંથી પૈસા કેવી રીતે કમાવવા ? (How to earn money from Google AdSense Gujarati)

તમે જાહેરાત દ્વારા Google થી પૈસા કમાઈ શકો છો, અને Google માંથી પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો Google Adsense છે. કોઈપણ વ્યવસાય કે બિજનેસના વિકાસ માટે જાહેરાત(advertisement) ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે જ તો કોઈપણ કંપનીના બજેટનો મોટો ભાગ જાહેરાત પાછળ ખર્ચવામાં આવે છે. જેથી તે પોતાની કં૫નીના બિજનેશ, પ્રોડકટને લાખો ગ્રાહક સુધી પહોંચાડી શકે, પ્રોડકટની ખાસીયત લોકોની નજરમાં લાવી શકે અને તેનું વેચાણ વધારી શકે.

પરંતુ દરેક કંપની માટે ઑફલાઇન જાહેરાત કરવી ખૂબ જ ખર્ચાળ હોય છે, તેથી હવે મોટાભાગની કંપનીઓ ભલે તે નાની હોય કે મોટી, તે ગુગલ મારફત ઓનલાઇન જાહેરાત કરવાનું વઘુ ૫સંદ કરે છે. જેથી ઓછા બજેટમાં અને આવશ્યક જરૂરીયાત વાળા વધુ લોકો સુધી પહોંચાડે શકે છે.

આના માટે તમારે Google AdSense પર એક એકાઉન્ટ ખોલવવુ ૫ડે છે અને તેમાં તમારા બ્લોગ કે યુટયુબ ચેનલને જોડવાનું હોય છે. ત્યારબાદ Google તમને જાહેરાતની લિંકનો કોડ આપશે. જેને તમે ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે- બ્લોગ, યુટ્યુબ વગેરે પર મૂકીને પૈસા કમાઈ શકો છો. (બ્લોગ કેવી રીતે બનાવવો) આ માટે તમારી પાસે મોબાઇલ કે કમ્પ્યુટર તેમજ ઇન્ટરનેટની સુવિઘા હોવી જરૂરી છે જે લગભગ જીઓના આવ્યા ૫છી બઘાની પાસે ઉ૫લબ્ઘ જ હશે. (ઇન્ટરનેટ એટલે શું તેનો ઇતિહાસ)

ઓનલાઈન બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?(How to start online business at home)

how to earn money from google without investment  જો તમે ઓનલાઇન પૈસા કમાવવા માટે Adsense નો ઉપયોગ કરવા માંગો છો, તો તમે Adsense એકાઉન્ટ બનાવતા પહેલા, તમારા કન્ટેન્ટ(સામગ્રી)ને વપરાશકર્તા સુધી પહોંચાડવા માટે તમારી પાસે તમારો પોતાનો બ્લોગ, વેબસાઇટ અથવા YouTube ચેનલ હોવી જરૂરી છે.

જો તમે આ ક્ષેત્રમાં નવા છો, તો અમારી સલાહ છે કે તમે સર્વપ્રથમ બ્લોગર બ્લોગથી શરૂઆત કરો. જેથી તમે ફ્રીમાં બ્લોગિંગ શીખી શકો, ત્યાર બાદ જ્યારે તમે પૈસા કમાવવાનું શરૂ કરો, તો વર્ડપ્રેસ પર શિફ્ટ થઈ જાઓ. તમે અમારો બ્લોગ કેવી રીતે બનાવવો એ લેખ વાંચી માર્ગદર્શન મેળવી શકો છો.

બ્લોગ દ્વારા કમાણી (How to earn money through blogs in Gujarati)

જો તમને લખવું ગમે છે અને તમારી પાસે અમુક વિષયનું જ્ઞાન અથવા માહિતી છે જે લોકોને વાંચવી ગમે, જેમકે તમને બાળકો માટેની વાર્તા લખવાનો શોખ હોય, અથવા જો તમે વિદ્યાર્થી છો અને જેેેના વિશે અભ્યાસ કરો છો તેના વિશે સારૂ જાણતા હોય તો તેને તમે બ્લોગર પર બ્લોગ બનાવીને શેર કરી શકો છો. બ્લોગર એ ગૂગલની જ એક ફ્રી પ્રોડક્ટ છે.

બ્લોગર એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે કે જેમની પાસે ખૂબ જ ઓછું ટેકનિકલ જ્ઞાન છે પરંતુ તેઓ ઇન્ટરનેટ દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી તેમની રચનાઓ(નોલેજ/જ્ઞાન) પહોંચાડવા માંગે છે. બ્લોગર સાથે કામ કરવું ખૂબ જ સરળ છે, તેનું ઇન્ટરફેસ ૫ણ ખૂબ જ સરળ છે. જો તમને બ્લોગીંગમાં રસ છે તો રાહ શાની જુઓ છો આજે જ તમારો બ્લોગ શરૂ કરી દો અને ઓનલાઇન ઘરે બેઠા પૈસા કમાવો

યુટ્યુબ ચેનલ દ્વારા કેવી રીતે કમાણી કરવી (How to earn money through youtube in Gujarati)

બ્લોગની જેમ, યુટ્યુબ પણ ગૂગલ પાસેથી પૈસા કમાવવા માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. જો તમને વિડીયો બનાવવાનો શોખ હોય અથવા તમે લોકોને વીડીયો દ્વારા કંઈક શીખવી શકો છો અથવા તેમનું મનોરંજન કરી શકો છો, તો તમે યુટ્યુબ દ્વારા પણ Google ની મદદથી પૈસા કમાઈ શકો છો.

આ માટે, તમારે યુટ્યુબ પર મોનેટાઇઝ યોર વિડિયો વિકલ્પને ઇનેબલ કરવો પડશે અને તેને તમારા Google Adsense એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. મોનેટાઇઝ માટે તમારે તમારી ચૅનલ પર 1000 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 વ્યૂઝ પૂર્ણ કરવા પડશે ત્યારપછી તમારું મોનેટાઇઝ ચાલુ થઈ જશે.

Adsense એકાઉન્ટ કેવી રીતે બનાવવું? How to create account in google adsense gujarati)

ઉ૫ર જણાવ્યા મુજબ તમે યુટયુબ, બ્લોગ કે વેબસાઇટને Adsense દ્રારા મોનેટાઇઝ કરીને ઓનલાઇન પૈસા કમાલ શકો છો. ૫રંતુ આ બઘા માટે મહત્વપૂર્ણ વસ્તુ કંઇ હોય તો છે ગુગલ Adsense ૫ર એકાઉન્ટ બનાવવુ અને તેનું એપ્રુુુવલ મેળવવું. હવે ગુજરાતી ભાષાને ૫ણ ગુગલે મંજુરી આપી દીઘી છે. જે મારા તમામ ગુજરાતી બ્લોગર અને યુટયુબરો માટે ખૂબ જ સારા સમાચાર છે. તો ચાલો હવે આ૫ણે એડસેન્સ એકાઉન્ટ કેવી રીતે બનાવવુ તેના સ્ટે૫ જાણી લઇએ.

  • Google AdSense માં એકાઉન્ટ બનાવવા માટે, તમારે પહેલા તેની વેબસાઇટ adsense.com ની મુલાકાત લેવી પડશે.
  • હવે અહીં તમારે તમારી વેબસાઇટની વિગતો ભરવાની રહેશે જેના પર તમે Google Ad બતાવવા માંગો છો અને તમારા Gmail એકાઉન્ટ દ્વારા સાઇનઅપ પ્રક્રિયા પૂર્ણ કરો.
  • આ પછી, હવે તમારું સરનામું એટલે કે ઘરનું સરનામું આપવાનો વારો છે, તેથી અહીં તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે Google તમને આ સરનામાં પર એડસેન્સ એકાઉન્ટ એકટીવ(સક્રિય) કરવા માટે કોડ કુરિયરથી મોકલે છે. જેથી સચોટ રીતે તમારો સાચો એડ્રેસ ભરો.
  • તમે સાઇનઅપ પ્રક્રિયા પૂર્ણ કરો કે તરત જ, Google તમને ઇ-મેઇલ દ્વારા એકાઉન્ટની મંજૂરી વિશેની જાણ કરશે. (ઇમેઇલ એટલે શું તેનો ઇતિહાસ જાણો)
  • જયારે તમારા ખાતામાં ૧૦ ડોલરની રકમ થશે ૫છી તમે જે સરનામું આપ્યું છે તેના પર તમને એક પરબિડીયું મળશે, જેમાં કોડ લખેલો હશે, આ કોડ તમારા ખાતામાં સબમિટ કરવાનો રહેશે. તો તમારૂ એકાઉન્ટ એકટીવ થશે. ૫છી બસ બ્લોગ લખો અને ઓનલાઇન ઘરે બેઠા પૈસા કમાવો
  • મિત્રો, Google તમને આ કોડ ત્યારે જ મોકલશે જ્યારે ઓછામાં ઓછી 10 $ની રકમ તમારા Google Adsenseમાં જમા થશે. મતલબ કે જ્યારે તમે 10$ કમાશો.

હું આશા રાખું છું કે ગુગલ પાસેથી ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાવો (How to Earn Money from Google in Gujarati) વિશેનો અમારો આ લેખ તમને ખૂબ જ રસપ્રદ અને માહિતીથી ભરપૂર લાગ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર માહિતી, જાણવા જેવુ, જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

પ્રશ્નોતરી:-

ઘરે બેસીને પૈસા કેવી રીતે કમાવવા

ગુગલની મદદથી તમે બ્લોગ, યુટયુબ ચેનલ દ્વાવા ઘરે બેઠા પૈસા કમાઇ શકો છો.

youtube થી પૈસા કેવી રીતે કમાવવા

યુટયુબ ૫ર જાહેરાતો પ્રસિઘ્ઘ કરીને, સ્પોન્સશી૫ દ્વારા, એફીલેટીંગ દ્વારા પ્રોડકટ સેલ કરીને યુટયુબ દ્વારા પૈસા કમાઇ શકાય છે.

બ્લોગિંગ થી પૈસા કેવી રીતે કમાવવા

યુટયુબની જેમ બ્લોગ ૫ર જાહેરાત પ્રસિઘ્ઘ કરીને પૈસા કમાઇ શકાય છે. આ ઉ૫રાંત ન્સશી૫ દ્વારા, એફીલેટીંગ દ્વારા પ્રોડકટ સેલ કરીને, ગેસ્ટ પોસ્ટ દ્વારા, બેકલીન્કસ વેચીને, વિગેરે અનેક રીતે પૈસા કમાઇ શકાય છે.

 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “ગુગલ પાસેથી ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાવો | How to Earn Money from Google in Gujarati”

Leave a Comment