જાહેરાતોનું વિશ્વ નિબંધ | Jaherat nu vishv essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

જાહેરાતોનું વિશ્વ નિબંધ:- “जो दिखता है,वो बिकता है।” આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. કે જે દેખાય છે એજ વહેંચાય છે. આજકાલ માર્કેટિંગનું પ્રમાણ વધી ગયું છે. કેમકે ધંધા રોજગારમાં હરીફાઈ વધી ગઈ છે. જો એક ઉદાહરણ આપું તો સમજો કે “તમારા ગામમાં એક ચાની કીટલી છે વર્ષોથી.. અને એ ભાઈનો ધંધો ખૂબ જોરદાર ચાલી રહ્યો છે પણ ટૂંક જ સમયમાં ગામમાં બીજી પણ ચાની કીટલી શરૂ થઈ, તો હવે જુના જે ભાઈ હતા એમના ધંધા પર પણ થોડી અસર જોવા મળશે, અને આ બન્ને ચા વાળાઓ વચ્ચે કઈક અંશે આડકતરી રીતે હરીફાઈ થતી જોવા મળશે. ” આ રીતે આજે દરેક ધંધામાં હરીફાઈ થઈ રહી છે. અને રોજ નવાને નવા ધંધા માર્કેટમાં આવી રહ્યા છે. એટલે પોતાનો ધંધો વધારવા માટે કંઈક તો કરવું જ રહ્યું, બાકી નફો તો ઠીક,મૂડી પણ ન નીકળે. સાચુંને…

જાહેરાતોનું વિશ્વ નિબંધ

ચાલો હવે આપણે જાહેરાતના વિશ્વ વિશે વાત કરીએ.
જાહેરાત ફક્ત ધંધા પૂરતી જ નથી હોતી પણ પોતાના ધંધા, આવડત, વિચાર, વસ્તુઓ, ખ્યાતિ, કારીગરી, વગેરેને લોકો સુધી પહોંચાડવા માટેનું એક ઉત્તમ માધ્યમ એટલે જાહેરાત. અંગ્રેજીમાં એને આપણે advertisement કહીએ છીએ. પહેલા જાહેરાત એટલે તમારા ઘરે આવતા ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થતી. પછી ધીમે ધીમે ટી.વીના માધ્યમથી જાહેરાતો લોકો સુધી પહોંચાડવામાં આવતી. પછી રોડ-રસ્તા પર મોટા મોટા લાઇટિંગવાળા બોર્ડ, રીક્ષા કે અન્ય વાહનો પર બોર્ડ મારી જાહેરાતો થવા લાગી. મને લાગે જાહેરાતોથી કોઈપણ વ્યક્તિ અજાણ નથી. કેમકે હાલ ટી.વી ચાલુ કરો કે પછી સોશિયલ મીડિયા (youtube, whtsapp, insta, facebook..etc) જ્યાં જુવો ત્યાં કઈકના કઈક જાહેરાતો જોવા મળે છે.ડીઝીટલ દુનિયામાં હવે જાહેરાતો પણ ડીઝીટલ થઈ ગઈ છે.વ્યક્તિઓ જાહેરાતો પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. જેથી કરી એ લોકો દરેક ખૂણે ખૂણે પહોંચી શકે. તમે નવી દુકાન ખોલો અને ફેસબુક પર કે whtsapp પર એનો પ્રચાર કરી જુવો .. તમારી દુકાનમાં રોજ નવા નવા ગ્રાહકો આવ્યા જ કરશે. એને તમે કરેલ જાહેરાત ફક્ત 1 મિનિટમાં હજારો લોકો સુધી પહોંચી જશે. કર્યું છે કદી આવું ?

જાહેરાતો એ પ્રચાર અને પ્રસારનું માધ્યમ છે. એટલે કે એના વડે દેશના ખૂણે ખૂણે આપણે આપણો વિચાર, વસ્તુ, આવડત, ધંધો પહોંચાડી શકીએ છીએ. અને સફળ થઈ શકીએ છીએ.

જાહેરાત કેવી હોવી જોઈએ ?

જો તમે કોઈપણ બાબતને લોકો સુધી પહોચાડવા માગતા હો તો તમે જે જાહેરાત કરો એ તમામ લોકોને સમજમાં આવે એવી હોવી જોઈએ. સાથે સાથે આકર્ષક અને વ્યક્તિઓને આ જાહેરાતથી તમારી વસ્તુ, વિચાર કે કોઈપણ બાબતે શું નફો થશે એ સરળતાથી સમજી શકે એ રીતે હોવી જોઈએ. અન્ય લોકો કરતા તમે કેટલા અલગ છો એ પણ જાહેરાતના માધ્યમથી લોક માનસ સુધી પહોંચવુ જોઈએ.

ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન સાહેબ એક જાહેરાતમાં ફક્ત એટલું જ બોલ્યા છે “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં ” આ સ્લોગનથી લોકો પર એટલી અસર થઈ કે કચ્છમાં દર વર્ષે સફેદ રણમાં રોજના હજારો લોકો આવે છે. આ જાહેરાત આવી ન હતી એ પહેલા સફેદ રણ કચ્છ તથા આસપાસના લોકો સુધી સીમિત હતું. આજે વિદેશીઓ પણ અહીંયા ફરવા આવે છે. છે ને જાહેરાતની અસર…..

આ રીતે મોટા મોટા અભિનેતા- અભિનેત્રીઓ દ્વારા ટી.વીના માધ્યમથી જાહેરાતો આવે છે ત્યારે વિશ્વફલક સુધી એ વાત પહોંચી જાય છે અને લોકો એના પ્રત્યે આકર્ષિત થાય છે. એમાં પણ તમારા ગમતા હીરો-હિરોઇન દ્વારા જો કોઈ વસ્તુની જાહેરાત કરવામાં આવે છે તો તમે એ વસ્તુના પણ આશિક થઈ જાઓ છો. જેમકે સલમાન ખાન thums upની જાહેરાત કરે છે તો સલમાનના ચાહકો પણ thums up પીવાનું શરૂ કરે છે. એમ શાહરુખ ખાનના ચાહકો pepsiના આશિક થઈ જાય છે. આ અસર છે જાહેરાતોની.

નાના-બાળકો જાહેરાતોથી આકર્ષિત થઈને જ વસ્તુઓ ખરીદતા હોય છે. જો તમારા ઘરે નાનું બાળક હશે અને બેટની જીદ કરશે તો એ સચિનના જેવું જ MRF બેટ માગશે કેમેક એને સચિનના બેટ પર MRF લખેલ જોયેલ છે. એની અસર એની માંગણી પર જોવા મળે છે. ચાલો આ તો વાત થઈ ડીઝીટલ માર્કેટીંગની…

હવે વાત કરું તો વેપારીઓ પોતાના દુકાનો આગળ પણ મોટા બોર્ડ લગાવતા હોય છે.” સેલ…સેલ..સેલ..”, 1 ખરીદો 1 ફ્રી.” આવી જાહેરાત જોઈને પણ કોઈપણ ત્યાં પહોંચી જાય છે. અને વેપારીની દુકાને સહજ ભીડ થઈ જાય છે. મોટા મોટા શોપિંગ મોલમાં તમે જોજો “આકર્ષિત કપડાં સાથે પૂતળા ઉભા હશે જ. ” આ જોતા જ તમને એ ડ્રેશ પ્રત્યે આકર્ષણ પેદા થઈ જ જશે. આને કહેવાય માર્કેટીંગ સ્કિલ… હમેશા ગ્રાહકોને આકર્ષણ માટે વેપારીઓ કઇકના કઈક જાહેરાતો, ઑફોરો મુક્તા જ હોય છે. આ તો ધંધા માટેની વાત છે.

અમુક જાહેરાતો લોક સંદેશ માટે પણ મુકાતી હોય છે જેવી કે “કોરનાથી બચવા શુ કરવું ? શું ન કરવું ? પોલિયોની રસી માટે, શૌચાલયના ઉપયોગ માટે, રોગોથી બચવા માટે…વગેરે વગેરે સંદેશાવાળી જાહેરાતો આવે છે જે જન જાગૃતિ માટે યોગ્ય છે.

અમુક જાહેરાતો કોઈ માણસ, વસ્તુઓ કે કંઈક ખોવાઈ જાય તો એને પાછી મેળવા પણ આવે છે અને એમાં એ મળી પણ જાય છે. રેલવે, બસ સ્ટોપ પર આપણે આવી જાહેરાતો જોઈ જ હશે.

જાહેરાતોના પ્રકારો પણ ઘણા છે.
ડીઝીટલ જાહેરાતો જે ટી.વી પર જોવા મળે છે. મુદ્રીત જાહેરાતો જે મેસેજ, કાગળ કે ન્યૂઝ પેપર પર જોવા મળે છે. બેનર, બોર્ડ, પોસ્ટર પણ આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય માણસો પોતે જાહેરાતો કરતા હોય છે જેમકે રેલવે સ્ટેશન પર તમે સાંભળી જ હશે. આ સિવાય કેટલાક લોકો રીક્ષા અને લાઉડસ્પીકર લઈને ફરતા પણ તમે જોયા જ હશે. આમ અનેક પ્રકારે લોકો લોકો સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે.કેમકે હરિફાઈના જમાનામાં જાહેરાત વગર મેળ આવે એમ નથી હોતો.

છેતરામણી/લોભામણી જાહેરાતો-

આપ પણ અમુક જાહેરાતો દ્વારા ઘણીવાર છેતરાઈ ગયા હશો. જેમકે જાહેરાતમાં બતાવતું હોય કે “આ તેલ વાપરવાથી મારા વાળ લાંબા અને કાળા થઈ ગયા.” અને આ જોતા જ તમે એ તેલ લઈ આવો છો અને સામે પરિણામ મળતું નથી.બને છે ને આવી ઘટનાઓ…

શોપિંગ મોલમાં હમેશા બાળકો ખાઈ-પી શકે એવી વસ્તુઓ નીચે અને દરવાજે જ મુકેલ હોય છે જેથી કરીને બાળક એ વસ્તુઓ ખરીદવા જીદ કર્યા કરે. અને તમારે જીદ પુરી કરવી જ રહી. કેમકે એ શોપિંગ મોલનો માલિક હ્યુમન સાયકોલોજી જાણે જ છે એટલે જ એ આ વસ્તુઓને હમેશા જાહેર કરતો રહે છે.

જાહેરાતોનું વિશ્વ નિબંધ

અમુક જાહેરાતોમાં “ફ્રી..ફ્રી.” લખેલ હોય છે અને તમે આકર્ષાઈને ત્યાં જાઓ ત્યારે ખબર પડે કે આ ફ્રી લખેલ છે એના નીચે અંગ્રેજીમાં નાના અક્ષરે T&c લખેલ હોય છે એનો મતલબ એજ કે “term and condition apply” ગુજરાતીમાં કહું તો શરતોને આધીન… કોઈ બેંક લોન માટે જાહેરાત આપે ત્યારે ગ્રાહકોને લોભાવા માટે 3 હપ્તા ફ્રી, 10.25% વ્યાજદર આવું જાહેર કરે છે પણ જ્યારે તમે આનાથી આકર્ષિત થઈને બેંકે પહોંચો છો અને જણાવો છો કે આ ટી.વી પર તો જાહેરાતમાં આ રીતે બતાવે છે ત્યારે એ લોકો T&c બતાવે છે. થયું છે તમારે ક્યારેય આવું ?બીજી વાત આ જાહેરાતો પાછળ આ લોકો કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને એ પણ પછી તમારી પાસે જ વસુલાત કરવામાં આવે છે. એટલે જાહેરાતોથી પણ હમેશા સાવધાન રહો.

જાહેરાતો એ વિશ્વફલક પર પહોંચી શકવાનો ઉત્તમ રસ્તો છે. જો તમે બિઝનેસમેન છો તો તમે હમેશા ગ્રાહકો સુધી સરળતાથી પહોંચવા માટે આકર્ષક જાહેરાતો કરો. અને તમે જો તમે ગ્રાહક છો તો કોઈપણ જાહેરાતથી છેતરાશો નહીં.

મિત્રો એક સવાલ…મારુતિ, હોન્ડા જેવી ગાડીઓની જાહેરાતો તમે જોઈ જ હશે.. ક્યારેય તમે BMW, મરસિડિઝ જેવી ગાડીઓની જાહેરાત જોઈ છે? છે ને વિચારવા જેવું હાર્ડલી ડેવેડસન બાઇકની શરૂઆતની કિંમત જ 5 લાખ ઉપર છે છતાં તમે જુવો ક્યારેય એ બાઇકને તમેં ટી.વી પર કે કોઈ જાહેર જગ્યા પર બોર્ડ જોયુ ? …આ લોકો કેમ જાહેરાત નથી કરતા ?

મજા આવી ગઈને જાહેરાતોનું વિશ્વ નિબંધ જાણવાની…?

હસતા રહો..વાંચતા રહો..તમને ગમે તો આ નિબંધ લોકો સુધી પહોંચાડતા રહો…જુવો આ પણ એક જાહેરાતનું મેં ઉત્તમ ઉદાહરણ આપ્યું કે આ લિંક તમે થોડા જ સમયમાં હજારો વિધાર્થીઓ સુધી પહોંચાડી દો.

ફરી મળીશું..કોઈક નવા વિષય સાથે…ત્યાં સુધી સૌને મહાદેવ હર…

લેખક:- “Veer Raval લંકેશ.” એક શિક્ષક.

Must Read :

હું આશા રાખું છું કે તમને અમારો જાહેરાતોનું વિશ્વ નિબંધ (Jaherat nu vishv essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

જાહેરાતોનું વિશ્વ નિબંધx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment