જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ- આ વિષય સાંભળતા જ તમારા મનમાં તમારી પ્રિય રમત રમાવા લાગી હશે, ખરૂને. હા તો ચાલો આ રમત-ગમતનું આપણા જીવનમાં કેટલુ મહત્વ છે એ આપણે નિબંધ સ્વરૂપે જાણીશુ.

જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ

રમતો આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જવાબદારી લેવાના ગુણનો વિકાસ થાય છે. જો આપણે નિયમિત રીતે રમતગમતની પ્રેક્ટિસ કરીએ તો આપણે વધુ સક્રિય અને સ્વસ્થ રહી શકીએ છીએ. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તથા તેનો નિયમિત અભ્યાસ કરવાથી આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છે. જે લોકો રમત-ગમત યોગા જેવી પ્રવૃત્તિ સાથે નિયમિત જોડાયેલા રહે છે તેમને સંધિવા, સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ, ડાયાબિટીસ વગેરે રોગો નજીક પણ નથી ફરકતા.

રમતગમત એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે આપણા શારીરિક અને માનસિક વિકાસનો સ્ત્રોત છે. તે આપણા શરીરમાં લોહીના પરિભ્રમણમાં મદદરૂપ થાય છે, તો બીજી તરફ તે આપણા મગજના વિકાસમાં પણ ખૂબ જ ફાયદાકારક બને છે. રમતગમતને કસરતનું શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. રમતગમત આપણા શરીરને ઉત્સાહી, ગતિશીલ અને ઉર્જાવાન બનાવવામાં મદદરૂપ થાય છે.

સફળ વ્યક્તિ માટે માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ હોવું જોઈએ, શાળામાં શિક્ષણના માધ્યમથી માનસિક વિકાસ શરૂ થાય છે, પરંતુ શારીરિક વિકાસ માટે કસરત જરૂરી છે, જે આપણને રમતગમત દ્વારા મળે છે.

હજારો વર્ષોથી રમતો માનવ સમાજનો એક ભાગ રહયો છે. આજના પ્રર્વતમાન યુગમાં પણ રમતગમતનું મહત્વ ઓછું આંકી શકાય નહીં. રમતગમત માત્ર બાળકોની શીખવાની ક્ષમતા જ વિકસાવતી નથી, પરંતુ યુવાનો અને વૃદ્ધો પણ રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સ્વસ્થ અને સુખી જીવન જીવી શકે છે.

Must Read : શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ

રમતગમત દ્વારા વ્યક્તિ માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ રહી શકે છે, એવુ નથી, પરંતુ વ્યકિતના માનસિક તણાવને દૂર કરવા માટે પણ જીવનમાં રમતગમતનું હોવુ જરૂરી છે, નિયમિત રમતોમાં ભાગ લેવાથી મોટાપો ધટાડી શકાય છે, જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેના માટે તો રમત-ગમત જાણે રામબાણ ઇલાજ સમાજ છે. નિયમીતપણે રમગ-ગમતમાં ભાગ લઇ તમામ રોગોથી દૂર રહીને સ્વસ્થ જીવન જીવી શકાાય છે.

જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ

આ સાથે રમતગમત સામાજિક બનવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, રમતગમતથી શિસ્ત, સહનશીલતા અને ધૈર્ય જેવા ગુણોનો વિકાસ થાય છે.

દરેક વ્યક્તિના જીવનમાં રમતગમતનું ખૂબ મહત્વ છે, કારણ કે રમત દ્વારા જ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની રચના થાય છે. જો કોઈ વ્યક્તિ સ્વસ્થ શરીર મેળવવા માટે રમતો રમે છે, તો ઘણા લોકો રમતગમતમાં તેમની રુચિને કારણે આ ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવે છે અને વ્યવસાયિક રીતે રમત રમે છે.

ઘણા લોકો ટેન્શન ફ્રી રહેવા અને મનોરંજન માટે ગેમ્સ રમે છે. હાલમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણા દેશમાં રમતગમતને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આપણા ગુજરાતમાં રાજય સરકાર દ્વારા બાળકોને રમત-ગમતમાં પોતાની આવડતને વિકસાવવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

રમત ગમતના આવા અનેક ફાયદાઓને જોતા આજકાલ શાળાઓમાં અભ્યાસની સાથે સાથે રમત-ગમતને પણ સ્થાન આપવામાં આવી રહયુ છે, મોટાભાગની શાળાઓમાં સ્પોર્ટ્સ પિરિયડ હોય છે, જેથી બાળકો રમત-ગમત પ્રત્યે માહિતગાર થાય અને તેનું મૂલ્ય જાણી શકે.

એટલુ જ હવે મોટાભાગની તમામ સ્કુલ કોલેજોમાં વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી વિધાર્થીઓમાં સ્કીલ ડેવલોપમેન્ટ થાય.

Must Read : જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

રમતો બે પ્રકારની હોય છે – ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ, ઇન્ડોર ગેમ્સ ઘરની અંદર રમી શકાય છે જેમ કે કેરમ, લુડો, સાપસીડી, નંબર ગેમ્સ સુડોકો, ચેસ વગેરે.

આ રમતો વ્યક્તિની માનસિક ક્ષમતા વિકસાવવામાં અને મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે, સાથે સાથે તે ખૂબ જ મનોરંજક પણ હોય છે, તેથી લોકો તેમના ફાજલ સમયમાં તેમના બાળકો, મિત્રો અને પરિવાર સાથે આવી રમતો રમે છે.

જ્યારે આઉટડોર રમતો, ઘરની બહાર રમાય છે, જેમ કે ક્રિકેટ, બેડમિન્ટન, ખો-ખો, કબડ્ડી, બાસ્કેટ બોલ, વોલીબોલ વગેરે. આવી રમતો માણસના શારીરિક વિકાસમાં ઘણી મદદ કરે છે. આ ગેમ્સ માનસિક તણાવ પણ દૂર કરે છે અને મનોરંજન પણ પુરુ પાડે છે.

આજના આધુનિક યુગમાં લોકો પોતાના કામોમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ પોતાના માટે સમય કાઢી શકતા નથી, પરીણામે નાની ઉંમરથી જ વિવિધ રોગોનો ભોગ બની રહયા છે. મોટાપો, ગેસ, એસીડીટ જેવી બિમારીઓ તો સાથે સામાન્ય બની ગઈ છે. આ રોગોથી બચવા માટે રમતગમત એ શારીરિક પ્રવૃત્તિનો સારો વિકલ્પ છે અને તેના ઘણા ફાયદા પણ છે.

Must Read : માતૃભાષા નું મહત્વ નિબંધ

બાળકો માટે રમતગમતનું મહત્વઃ

બાળકોના વિકાસમાં રમતગમત મહત્વનો ભાગ ભજવે છે. બાળકોમાં રમતો દ્વારા શીખવાની અને સમજવાની ક્ષમતાનો વિકાસ થાય છે. રમતગમત બાળકોના શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસમાં ઘણી મદદ કરે છે.

રમતગમતથી બાળકોમાં સામાજિક સંવેદનાનો પણ વિકાસ થાય છે. રમત દરમિયાન બાળક અન્ય બાળકો સાથે મળે છે અને વાતચીત કરે છે. તેથી બાળકોમાં સામાજિક ગુણો વિકસાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ
જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ

રમતગમત બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. રમતગમત દ્વારા જ બાળકોમાં ટીમ વર્કના ગુણોનો વિકાસ થાય છે.

દરેક રમતો નિયમોને ધ્યાનમાં રાખીને રમત રમવામાં આવે છે અને જીતવા માટે યોગ્ય ચાલ અને યોગ્ય પ્રયાસો કરવામાં આવે છે, તેનાથી બાળકો વિજયનું મૂલ્ય સમજે છે, જે તેમને ભવિષ્યમાં સફળ થવામાં મદદ કરશે.

યુવાનો માટે રમતગમતનું મહત્વઃ

યુવાનોએ તેમની શારીરિક પ્રવૃત્તિઓમાં રમતગમતનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે તે તેમને ફિટ અને સ્વસ્થ રાખશે, સાથે સાથે તેમના જીવનના લક્ષ્યોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

આજનું જીવન અનેક પડકારોથી ભરેલુ છે, જેનો સામનો સ્વસ્થ રહીને અને શાંત મનથી જ કરી શકાય છે. તેથી યુવાનોના જીવનમાં પણ જીવનમાં રમત ગમત નું મહત્વ વિશેષ છે. યુવાનો માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ વ્યવસાયિક રીતે રમતગમત ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે પણ રમતો રમવી જરૂરી છે.

વરિષ્ઠ નાગરિકો માટે રમતગમતનું મહત્વઃ

રમતગમત આપણને આપણા શરીરમાં થતા તમામ રોગોથી દૂર રાખે છે, તેથી પુખ્ત વયના લોકોના જીવનમાં સ્વસ્થ રહેવા માટે રમતો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કસરત જેવી કેટલીક રમતો દ્વારા તેઓ પોતાને સ્વસ્થ રાખી શકે છે.

Must Read : જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

આ સાથે તે હાર્ટ એટેક, બ્લડપ્રેશર અને શ્વાસ સંબંધી તમામ રોગો સામે લડવાની ક્ષમતા પણ આપે છે. એક સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે વિડિયો ગેમ્સ રમવાથી ઘણા વડીલોની યાદશક્તિ, તર્ક ક્ષમતા અને જ્ઞાનાત્મક કાર્યોમાં પણ ઘણો સુધારો થયો છે.

રમત ગમતના ફાયદાઃ-

 • રોગોથી બચવા અને ફિટ રહેવામાં મદદ કરે છે.
 • રમતો શારીરિક વિકાસમાં મદદ કરે છે.
 • રમતગમત માનસિક તણાવ દૂર કરે છે.
 • રમતગમતથી આત્મવિશ્વાસ વધે છે.
 • રમતગમત દ્વારા જ મનુષ્યમાં ધીરજ અને સહનશીલતા જેવા ગુણો કેળવાય છે.
 • રમતગમત વ્યક્તિમાં ટીમ સાથે કામ કરવાની ક્ષમતા વિકસાવે છે.
 • રમતો માણસમાં સમયની પાબંદી અને શિસ્તની ભાવના વિકસાવે છે.
 • રમતગમત માણસને ઉત્સાહ અને નવી ઉર્જા પ્રદાન કરે છે.
 • રમતગમત માનવ શરીરમાં ચપળતા લાવે છે.
 • સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં રમતગમત ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

રમતગમતમાં વિશ્વમાં ભારતનું સ્થાનઃ

રમતગમત ક્ષત્રમાં આપણા દેશે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા હાંસલ કરી છે, કુસ્તી, બોક્સિંગ, બેડમિન્ટન, શુટીંગ તમામ કેટેગરીની રમતોમાં ભારતના ખેલાડીઓએ પોતાના કૌશલ્યથી ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

સુશીલ કુમાર “વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ” માં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ કુસ્તીબાજ છે, મહિલા બોક્સર મેરી કોમ એક પ્રખ્યાત બોક્સર છે, જેણે મણિપુર રાજ્યમાંથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેમને સરકાર દ્વારા પદ્મ શ્રી, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી એવોર્ડ જેવા વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

દર ચાર વર્ષે યોજાતી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતે સફળતા હાંસલ કરી છે. વર્ષ 2012માં ભારતના ખેલાડીઓએ 6 મેડલ, 4 બ્રોન્ઝ અને 2 સિલ્વર મેળવીને પોતાનું તથા દેશનું ગૌરવ વધાર્યું છે. કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં પણ રતીય ખેલાડીઓએ વિશ્વ સ્તરે પોતાનું નામ રોશન કર્યું છે. આશા રાખુ છું કે જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ વાંચીને તમે રમત-ગમતમાં ઉત્સાહ પુર્વક ભાગ લેશો અને દેશનું નામ રોશન કરશો.

૫ણ વાંચો:-

 1. પ્રાર્થનાનું મહત્વ નિબંધ
 2. વાંચન નું મહત્વ નિબંધ 
 3. પ્રવાસનું મહત્વ નિબંધ
 4. સમયનું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ (Importance of Sports in our life Essay in Gujarati ) લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ તમને પ્રાર્થના જીવનનું બળ નિબંધ વિષય ૫ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment