જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ | Jivan ma Shist nu Mahatva Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

શિસ્ત શબ્દ વિદ્યાર્થી કાળથી વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે. ‘શિસ્ત’  શબ્દનો અર્થ  નિયમબદ્ધ રીતે વર્તણૂક કરવું એવો થાય છે. નાનપણથી શાળાઓમાં શીખવવામાં આવે છે કે શિસ્તનું પાલન કરવું જોઈએ જેમાં અલગ અલગ ઘણી વસ્તુઓ શીખવા મળે છે. જેમ કે શાળાઓમાં શિસ્તનું પાલન કઈ રીતે કરવું તેમાં શીખવાડવામાં આવે છે કે, શિક્ષકોને માન આપવું, હંમેશા સત્ય બોલવું, કોઈને પોતાનાથી તકલીફ નાં થાય એનું ધ્યાન રાખવું, બધાં મિત્રો સાથે વિનય અને વિવેકથી વાત કરવી વગેરે …. તો ચાલો આજે આ૫ણે જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ (jivan ma shist nu mahatva essay in gujarati) વિષય ૫ર નિબંધ લેખન કરીએ.

જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ | jivan ma shist nu mahatva essay in gujarati

પહેલાંના સમયમાં વિધાર્થી જીવનમાં શિસ્તનું મહત્વ અનેરૂ હતુ. શિસ્તુનું સંપૂણપણે પાલન કરવામાં આવતું! ગુરુકુળમાં રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં જ્યાં માત્ર અભ્યાસ જ નહીં પરંતુ અન્ય બધું શીખવાડવામાં આવતું. પણ આજની  આ ખર્ચાળ શાળાઓમાં જાણે શિસ્તનું મહત્વ જ ઓછું થઈ ગયું છે. વિદ્યાર્થીઓને પરિશ્રમ અને મહેનતનું મહત્વ સમજાવ્યા વગર વાલીઓ તેમને શાળાઓમાં ‍અભ્યાસ કરાવે છે. એટલે દિવસે ને દિવસે બાળકોમાં શિસ્તનું મહત્વ ઓછું થતું જોવા મળે છે. પહેલા ભણતરની સાથે સાથે વિનય અને વિવેકથી વર્તન કંઈ રીતે થાય તે પણ શીખવવામાં આવતું તેના બદલે હવે  ભણેલાં વ્યક્તિઓ તોછડાઈ તેમજ અભિમાન ભર્યું વર્તન કરતાં જોવા મળે છે.  

જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

 શિસ્ત એટલે સ્વ-શાસન. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સમજણથી નિયંત્રિત કરવી! પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણશક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું જોઈએ. 

Must Read : જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ

શિસ્તના બે પ્રકાર જોવા મળે છે.  ૧.આંતરિક શિસ્ત અને ૨. બાહ્ય શિસ્ત . આંતરિક શિસ્ત એટલે  સ્વ-નિયંત્રણ. પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણ શક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું એટલે આંતરિક શિસ્ત.  જ્યારે બાહ્ય શિસ્ત એટલે કોઈના કહેવા પ્રમાણે અથવા કોઈ નિયમને અનુસરીને કરવામાં આવતું વર્તન. વ્યક્તિ ગમે તેટલું ભણેલું હોય,ગમે તેવી નોકરી કરતો હોય પણ જ્યાં સુધી તે વ્યક્તિના જીવનમાં શિસ્તનું અનુસરણ ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ સિદ્ધિ કામની હોતી નથી. 

જીવનમાં શિસ્તનું ખુબ જ મહત્વ હોય છે. આજકાલ શાળાઓમાં શિસ્તનું પ્રમાણ ખૂબ ઓછું થતું જોવા મળે છે. શિસ્તનું મહત્વ શું છે કે શિસ્ત જીવનમાં કેટલી જરૂરી છે તે શાળાઓ દ્વારા બાળકોને શીખવાડવામાં આવે છે. 

મનુષ્યની એક આદત હોય છે, જે ન કરવાનું હોય તે પહેલાં કરે છે. આ બાબત પરથી આપણે શિસ્તનો અભાવ જોઈ શકીએ છીએ. શિસ્ત જીવનને નિયમબદ્ધ રીતે જીવતા શીખવાડે છે. શિસ્ત જીવનમાં  અનુશાસન લાવે છે.જો દરેક વ્યક્તિ જીવનમાં શિસ્તને અપનાવે અને શિસ્ત અને નિયમબદ્ધ રીતે જીવે તો જીવન ખૂબ જ સહેલું બની જાય.  જેમ કે એક રસ્તો આડોઅવળો હોય તેના પર ચાલવું તેના કરતાં સીધા અને વ્યવસ્થિત રસ્તા પર ચાલીએ તો મંઝિલ સુધી પહોંચવું સહેલું થઈ જાય. અને મંઝિલ સુધી પહોંચવાનો સમય પણ  ઓછો થઈ જાય.

Must Read : વિજ્ઞાનનું મહત્વ નિબંધ

જીવનમાં શિસ્તનું મહત્વ કેટલું છે એ જાણવું હોય તો જીવનને બારીકાઈથી જોવાનું ચાલુ કરવું પડશે. એક જ વસ્તુ હોય જે બે વેપારી વહેંચતા હોય પણ કે વેપારીનું વર્તન સારું હશે તેના ગ્રાહક વધારે હશે. એટલે શિસ્ત હસે ત્યાં જીવન સહેલું બની જશે!  પૃથ્વી પર ઋતુચક્ર , તહેવાર, દિવસ-રાત  બધું જ નિયમ પ્રમાણે ચાલે છે. પ્રકૃતિના આ નિયમો શિસ્ત છે. પણ માનવો પોતાની પ્રકૃતિના કારણે શિસ્તનું મહત્વ ભૂલી રહ્યો છે. શિસ્ત જો જીવનને સહેલું બનાવતી હોય તો એનો જીવનમાં સ્વીકાર કરી લેવો જોઈએ.  

 જીવન અને વ્યવહાર બંનેમાં શિસ્ત હોવી જરૂરી છે કારણ કે જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે, વર્તનમાં શિસ્ત લાવે છે , નિયમબદ્ધ રીતે જીવે છે તે જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. જેમ એક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ હોય છે તેટલું જ મહત્વ શિસ્તનું પણ છે. શિક્ષણ અને શિસ્ત બંને એકબીજાના પૂરક છે. જીવનમાં શિસ્ત શિક્ષણથી આવે છે અને શિક્ષણનું મહત્વ શિસ્તથી જ સમજી શકાય છે. શિસ્ત બાળકમાં રહેલા  ગુણોને નિખારે છે. બાળકમાં રહેલી ક્ષમતાઓ શિસ્તથી આગળ આવે છે. નિયમબદ્ધ રીતે જીવવું એ શિસ્તનો ભાગ છે. જે બાળક નાનપણથી નિયમબદ્ધ રીતે જીવતા શીખી જાય એ બાળક મોટો થઈને સફળ વ્યક્તિ બને છે.

 શિસ્તનું મહત્વ
જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

શિસ્તથી વ્યક્તિના ચરિત્ર ઘડાય છે. અને સારા ચરિત્ર ધરાવનાર વ્યક્તિ દેશની સફળતામાં અમૂલ્ય એવો ભાગ આપે છે. શિસ્ત સફળતા અને શરૂઆત વચ્ચેનો પુલ છે. બીજા શબ્દોમાં કહીએ તો નદીનો એક કિનારો છે જ્યાં વ્યક્તિ નદી પાર કરવાની શરૂઆત  કરે છે. અને નદીનો બીજો કિનારો જે સફળતા છે. શિસ્ત એ હોડી છે જેમાં બેસીને વ્યક્તિ શરૂઆતથી સફળતા સુધી પહોંચી શકે છે.

Must Read : પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ

જીવનમાં જેટલી શિસ્ત હશે અને જીવન જેટલું નિયમબદ્ધ રીતે જીવવામાં આવતું હોય એટલું જીવન વ્યક્તિ માટે સરળ બને છે. શિસ્ત એ સફળતાનો પાથ સરળ બનાવે છે. વ્યક્તિની સફળતાનું ધોરણ તેની શિસ્તના આધારે નક્કી કરવામાં આવે છે. વ્યક્તિ સફળ થઈ જાય પણ જો વ્યક્તિના વર્તનમાં શિસ્ત ના હોય તો સફળતાની કોઈ કિંમત રહેતી નથી.

શિસ્તની મર્યાદા ભૂલેલા વિદ્યાર્થીઓના જીવનમાંથી શિસ્તની બાદબાકી થઈ ગઈ છે. આ બધા પાછળ કેટલાય કારણો જવાબદાર છે. ટી.વી., મોબાઇલ, ફિલ્મ, જાહેરખબર તેમજ આધુનિકતાના નામે વધી ગયેલી અસભ્યતાની પણ શિસ્ત પર માઠી અસર પડી છે..

ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, વિગેેરે જેવા મહાનુભાવો પણ શિસ્તને આગવું મહત્વ આપતા હતા. શિસ્ત વિદ્યાર્થીને આજીવન ઉપયોગી નીવડે છે.

સફળતાનો બીજો અર્થ જ શિસ્ત છે. જે વ્યક્તિ નિયમબદ્ધ રીતે જીવે એજ સફળતા પામી શકે છે.  શિસ્ત વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. જે વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત હોય તે વ્યક્તિ કઈ પણ પ્રાપ્ત કરી શકે છે. શિસ્ત વ્યક્તિની ક્ષમતામાં વધારો કરે છે. ‘ Discipline is learnt in the school of adversity’  જીવનની ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ શિસ્ત ને અનુસરીને જીવતો વ્યક્તિ જીવનમાં સફળતા ને પામે છે. 

Must Read : પ્રવાસનું મહત્વ નિબંધ

 સફળતાનો પર્યાય શિસ્ત છે. એટલે જીવનમાં સફળ થવા માંગતા દરેક વ્યક્તિએ શિસ્ત ને જીવનમાં સ્થાન આપવું જરૂરી છે. વર્તનમાં વિનય અને વિવેક લાવવો, નિયમબદ્ધ રીતે જીવવું, પ્રકૃતિ દ્વારા બનેલા નિયમોનું પાલન કરવું અને સત્ય તેમજ અહિંસાનું પાલન કરવું એ બધું શિસ્તનો જ ભાગ છે. 

જો બાળકને સફળ વ્યક્તિ બનવું હોય તો શિસ્તના પાઠ ભણવા જરૂરી છે. શિક્ષણની સાથે સાથે શિસ્તને જીવનમાં ઉતારવી જરૂરી છે. શિસ્ત વગરનું શિક્ષણ પણ કંઈ કામનું રહેતું નથી.  અંગ્રેજીમાં કહેવાયું છે કે ‘motivation gets you going, but discipline keeps you growing’ જીવનમાં પ્રગતિ કરવા માટે માત્ર પ્રોત્સાહનની જરુર નથી હોતી પરંતુ પ્રગતિ કરવા માટે શિસ્ત જરૂરી છે. આશા રાખુ આ૫ ૫ણ હવે જીવનમાં શિસ્તનું મહત્વ સમજી તેનું પાલન કરવાની આદત ૫ાડશો.

આ ૫ણ વાંચો:-

  1. વાંચન નું મહત્વ નિબંધ
  2. સમયનું મહત્વ નિબંધ 
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. શ્રમનું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ (jivan ma shist nu mahatva essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી અને શિસ્ત પાલન વિશે નિબંધ લેખન માટે ૫ણ  ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment