જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ | Essay on Simple life in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

“સાદું જીવન ઉચ્ચ વિચાર” આ એક કહેવત માત્રથી જીવનમાં સાદગીનું મહત્વ કેટલુ છે તે સમજાઇ જાય છે. સાદુ જીવન એટલે જરૂરીયાત મુજબની વસ્તુઓનો ઉપયોગ અને ઉચ્ચ વિચાર એટલે ઉત્તમ વ્યવહાર. તો ચાલો આજે આપણે જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ (Essay on Simple life in Gujarati) દ્વારા સમજીએ.

જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ (Essay on Simple life in Gujarati)

“જેની જિંદગી સાદી એનાથી દૂર રહે બરબાદી.”

‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર ‘ આવી કહેવતો આજના  સમયમાં માત્ર નામની જ રહી છે. દેખાદેખી અને સ્પર્ધાના યુગમાં સાદગીભર્યું જીવન માત્ર કલ્પના કે વિચારોમાં જ રહી ગયું છે. ‘બધા કરે છે તો હું કેમ નહિ ‘ એવા વિચારમાં લોકો પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરતાં પણ ખવકાતા નથી. સાદું જીવન , સાદું ભોજન , સાદો પોષક આજે કોઈને ગમતો નથી. વ્યસન અને ફેશનએ  મોટાભાગના લોકોના જીવનમાં ઘર કરી ગયાં છે. સાદું જીવન જીવવાના વિચારો કોઈને મોજ શોખ કરતા જોઈને જ ક્ષણભરમાં ગયાબ થઈ જાય છે. દેખાદેખી ખાતર આવક કરતા વધુ ખર્ચ વ્યક્તિની બરબાદીનું  કારણ બની જાય છે.

સાદગી અને આધુનિક જીવનશૈલી :

‘પરિવર્તન જગતનો નિયમ છે ‘ એ ન્યાય જગતની દરેક ઘટના માટે લાગુ પડે છે. લોકોના મોજ – શોખ અને વ્યવહાર તેમજ ખાણી – અને રહેણીકરણીમાં સમયે સમયે પરિવર્તન આવતું રહે છે. એના માટે વ્યક્તિ જ જવાબદાર છે એવુંના કહી શકાય પણ સમયે સમયે પરિવર્તન પણ જરૂરી હોય છે. જેમ મોબાઈલની શોધ થતાં ટપાલ અને ટેલિફોન ગાયબ થઈ ગયા , યાતાયતનાં સાધનોની શોધ થતાં બળદગાડું અને ઘોડાગાડી ગાયબ થઈ ગયા , મોબાઈલમાં નવી સિસ્ટમ આવતા જૂનું સોફ્ટવેર તરત બદલાઈ જાય છે એમ જ જીવનમાં પણ પરિવર્તન આવતું રહે છે. 

કોઈપણ માણસને  જીવનમાં ક્યારેય સંતોષ થતો નથી. ઝુંપડીમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેવાનાં સપનાં સેવતો હોય છે, પણ પાકું મકાન મળી જતાં જ બહુમાળી ભવ્ય મકાનમાં રહેવાનાં સપનાં સેવતો થઈ જાય છે.બધું મળી ગયા પછી પણ એનાથી વિશેષ મેળવવાની લાલસા હોય છે. 

આજના સમયમાં દેખાદેખી ખાતર લોકો આવક કરતાં વધુ ખર્ચ કરતા ખચકાતા નથી. વિદ્યાર્થી જીવનથી જ આ આદત પડી જાય છે. કોઈના સારા કપડાં જોઇને એના કરતાં પણ વધુ સારા કપડાં ખરીદવાની જીદ આજ કાલ સામાન્ય બનતી જાય છે. પોતાને શું જરૂરિયાત છે એના કરતા પડોસી પાસે આપણા કરતા શું વિશેષ છે એ વસ્તુની ખરીદીને પ્રાધાન્ય અપાય છે. ઓછી આવક હોવા છતાંપણ લોન ઉપર મોંઘી ગાડીઓને મકાનો ખરીદી લેતા હોય છે. અને હપ્તાઓ ના ભરાતાં તણાવયુક્ત જીવન જીવતા હોય છે. સાદગીથી જીવનારને કંજૂસ , લોભી , બિચારો , ગરીબ , લાચાર માનવામાં આવે છે અને એમને ઉપેક્ષાની નજરે જોવાય છે.

આજના સમયમાં જીવનલક્ષી મૂલ્યશિક્ષણના પાઠ ભણાવતી સરકારી શાળાની હરીફાઈના નામે ખાનગી શાળાઓ આવું જ કરતી નજરે પડે છે. બાળકોને શૂટ – બુટમાં સજ્જ કરીને ખાનગી વાહનમાં લઈ જઈ , અદ્યતન સુવિધાઓથી સજજ મકાનોવાળી ખોખલું શિક્ષણ આપવામાં આવે છે. વાલીઓ આ બહ્ય  દેખાદેખીથી  આકર્ષાઈને પોતાની આવક કરતાં પણ વધુ ખર્ચ કરીને પોતાનાં બાળકોને આવી શાળાઓમાં ભણાવવા મોકલતા હોય છે.

સામાજિક પ્રસંગો અને વ્યવહારોમાં પણ આજ કાલ સમાજનાં નામ બનાવવું ચલણ વધતું જાય છે. લગ્ન પ્રસંગમાં  દેખાવ ખાતર પોતાની પહોંચ કરતા વધુ  ખર્ચ કરતા હોય છે અને પછી દેવાંમાં ડૂબી જતા હોય છે. બે દિવસ લોકોની વાહવાહી સાંભળવા ખાતર પોતાના જીવનની આખી કમાણી દાવ પર લગાવી દેતા હોય છે. મૃત્યુ જેવા દુઃખદ  પ્રસંગોએ પણ સમાજમાં પ્રતિષ્ઠા મેલાવવા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે.

જન્મદિવસ અને બીજી નાની મોટી ખુશીઓ ખુશીઓ ના રહેતાં માત્ર દેખાવની સપર્ધાઓ બની ગઈ છે.કોણ કેટલી આત્મીયતાથી કે સ્નેહથી ખુશીઓમાં સામેલ થયું એના કરતાં કોણ કેટલી મોંઘી ભેટ લાવ્યું એના આધારે માણસની કદર કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર માત્ર લોકનું ધ્યાન આકર્ષવા જ મોંઘી હોટેલનાં બિલ ભરાય છે. ભોજનના સ્વાદ કરતાં ફોટોમાંની  કૉમેન્ટ અને લાઈકમાં  વધુ ધ્યાન હોય છે

યુવાનો કોલેજકાળમાં શિક્ષણ કરતાં મોજશોખ ઉપર વધુ ધ્યાન આપતા હોય છે. ફિલ્મો , પાર્ટીઓ અને જલસા પાછળ સમય અને નાણાંનો વ્યય કરતા નજરે પડે છે. ફિલ્મ અભિનેતાઓના વ્યસની અને ઉડાઉ ચરિત્રો નિહાળીને વ્યસનના રવાડે ચડતા હોય છે. દારૂની મહેફિલ અને સિગારેટના ધુમાડાના ગોટા ઉડાડવા એજ હીરોગીરી છે એમ સમજીને વ્યસનના દુષણનો ભોગ બનતા હોય છે.ઘડીભરના મનોરંજનને વાસ્તવિક જીવન સમજી ખોટી પ્રશંસા મેળવવા માટે યુવાનો આમ અનુકરણ કરતા હોય છે. 

જલસાથી જીવતા લોકો ખોટી સદગીનો દેખાવ કરતા પણ નજરે પડતા હોય છે. બે ટાઇમ માંડ ખાવાનું મળે છે , અમે તો સાદગીથી જીવવાવાળા , અમે તો ભાઈ ગરીબ માણસ આવું કહીને પોતાની વાસ્તવિકતા છુપાવતા હોય છે. વાસ્તવિક મોજ શોખવાળી જિંદગી જીવતા લોકો પોતાના તરફ લોકોને આકર્ષવાની લાલચમાં જાત સાથે છેતરપિંડી કરતા હોય છે. જેમ જરૂરિયાત કરતા વધારે ખર્ચ એ સાદગી નથી તેમ જરૂરિયાત કરતાં ઓછો ખર્ચ પણ સાદગી નથી. બે જોડી કપડાં એ માણસની સામાન્ય જરૂરિયાત છે , પણ એકજ કપડામાં સતત નજરે પડતો માણસ સાદગીથી જીવે છે એમ ના કહી શકાય.  

જીવનમાં સાદગીનું મહત્વ : 

સાદગી જ જીવનને નિખારે છે. માણસ પોતાના કપડાથી નહિ પણ વિચારોથી જ મહાન બને છે. મોંઘા કપડાં કે મોંઘી ગાડીઓ થોડા સમય માટે જ વાહવાહી કરાવશે , પણ સાદગી જ હમેશા માટે યાદગાર બની જતી હોય છે. જરૂરિયાત અને આવક પ્રમાણે ખર્ચ કરવો એજ સાચી સાદગી છે.જરૂરી હોય એટલો જ ખર્ચ કરવાથી જીવન તણાવમુક્ત બને છે. બીજાને ગમશે કે નહિ ગમે એ પરવાહના કરતાં પોટનાથી શક્ય છે એટલું જ કરવાની આદત માણસને મહાન બનાવે છે. સાદગીથી સંતોષ અને સંતોષથી માનસિક શાંતિ મળે છે.બીજાને દેખાડવા માટે કંઈ કરવા માટે પોતાના માટે કંઈ કરવાથી પોતાની જાતને ખુશ રાખી શકાય છે. 

મહા પુરુષોની મહાનતાનું કારણ પણ સાદગી અને ઉચ્ચ વિચારો જ છે. આપણે ખૂબ જ વૈભવી જીવન જીવનાર ઉધોગપતિઓને નહિ પણ સાદગીથી જીવીને જીવનના આદર્શો શીખવી જનાર મહાપુરુષોને જ હમેશા યાદ કરીએ છીએ. રવિશંકર મહારાજ , વિનોબા ભાવે , મહાત્મા ગાંધીજી જેવા દેશસેવકોને આજે પણ એમના વિચારો અને મહાન કાર્યો માટે જ યાદ કરવામાં આવે છે.

ઉપસંહાર :

ખરેખર જીવનમાં સાદગી ખૂબ જ જરૂરી છે. આપણી જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણેનું  જીવન એ જ સાચી સાદગી છે. વધુ પડતી દેખાદેખી અને મોજ શોખ આપણને ક્યાંય ઊંડી ખાઈમાં ના ધકેલી દે એ ધ્યાન રાખીને જીવનમાં મોજ શોખ કરી લેવા જોઈએ . બીજાને દેખાડવા માટે નહિ પણ નિજાનંદ માટે જીવી લેવું એનું નામ જ જિંદગી છે.         

લેખક : જગદીશ જેપુ , શિક્ષક , ધનાણા પ્રાથમિક શાળા , Instagram Id : jagdish.jepu.33 , Pratilipi ID : જગદીશ જેપુ “જીવન”

આ ૫ણ વાંચો:-

  1. જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ 
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. શ્રમનું મહત્વ નિબંધ
  5. સમયનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ (essay on simple life in gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment