ધરતીનો છેડો ઘર નિબંધ | Dharti no Chhedo Ghar Nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

 સૌથી પહેલા તો ધરતીનો છેડો ઘર નિબંધમાં આ  શીર્ષક વાંચીને જ પ્રશ્ન થાય કે, ધરતીનો કોઈ છેડો હોય ખરો? કારણ કે બાળપણથી જ આપણે સૌ શીખ્યા છીએ કે, ‘પૃથ્વી ગોળ છે’તો પછી એનો છેડો કેવી રીતે હોય? એ ક્યાં હોય? તો ચાલો આપણે આ ધરતી  છેડા વિશે જાણીએ ધરતીનો છેડો ઘર નિબંધ દ્વારા..

ધરતીનો છેડો ઘર નિબંધ (Dharti no Chhedo Ghar Nibandh in Gujarati)

 હા, તો આ ગોળ ગોળ પૃથ્વી પર આવેલા સાત ખંડો, પાંચ મહાસાગરો, ૧૯૫ દેશો, આ બધું ફરી લીધા પછી પણ તમને જ્યાં જવાનું ગમે છે, જ્યાં તમારી કોઈ રાહ જુએ છે, જ્યાં પહોંચતા જ જીવને ‘હાશ’  થાય છે બસ, એ જ તો છે પૃથ્વીનો છેડો-એટલે કે આપણું પોતાનું ‘ઘર’. ધરતી પર વસતા પ્રત્યેક જીવને સુરક્ષા હેતુથી એક ચોક્કસ  આશ્રય સ્થાન હોય છે. જેને આપણે ‘ઘર’ કહીએ છીએ, આમ તો ઘરની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ એવું કહી શકાય કે,…

સંપ માટીએ કર્યો અને ઈટ બની
સંપ ઇટોએ કર્યો અને દિવાલ બની
સંપ દીવાલોએ કર્યો અને ઘર બન્યું પરંતુ
એ મકાનમાં રહેતા માનવીના હૃદયે સંપ કર્યો
પછી જ એ ‘ઘર’ બન્યું

પોતાનું ‘ઘર’ હોવું એ પ્રત્યેક મનુષ્ય માટે ગર્વની જ નહિ પણ આવશ્યક જરૂરિયાતની વાત છે. જેમ પક્ષીઓ સાંજે પોતાના માળામાં પાછા ફરે છે, જંગલી પશુઓ ગુફામાં અને જંતુઓ દર માં ભરાઈ  જાય છે; તેમ કામ ધંધાર્થ ગયેલો માણસ પોતાના ઘરમાં સાંજે પાછો આવે છે. ઘર એટલે એવી જગ્યા કે 

 • જ્યાં પહોંચતા જ જીવને એક શુકુન અનુભવાય છે.
 • જ્યાં પહોંચતા જ આખા દિવસનો થાક ઉતરી જાય છે.
 • જ્યાં આપણે સોફેસ્ટીકેટેડ રીતે નહીં પણ પગ લંબાવીને કે પછી સોફા પર પલાંઠી વાળીને બેસવું પસંદ કરીએ છીએ.
 • જ્યાં આપણે મુક્ત મને પોતાની લાગણીની રજૂઆત કરીએ છીએ.
 • જ્યાં ખુશીની વાત જાણીને હાસ્ય કરીએ છીએ  તો દુઃખ ના પ્રસંગે ડુસકાભેર રડી શકીએ છીએ.
 • જ્યાં આપણે મનપસંદ ભોજન બનાવીએ અને ખાઈએ છીએ.
 • જ્યાં આપણે કલાકો સુધી ટીવી સીરીયલ કે ન્યુઝ જોઈએ છીએ.
 • જ્યાં આપણે કોઈપણ પ્રકારની નાનમ રાખ્યા વગર કે શરમ અનુભવ વગર નાના-મોટા બધા કામ કરીએ છીએ.
 • જ્યાં આપણે પહેલો અને અંતિમ શ્વાસ લઈએ છીએ.

ઘર એટલે જ્યાં આપણો આખો પરિવાર હોય છે. દાદા-દાદી, ભાઈ-ભાભી, કાકા-કાકી પતિ- પત્નીના ઝઘડા, ચર્ચા, નોક-ઝોક, ક્યારેક રિસામણા મનામણાના કેન્દ્રબિંદુ. ઘર એટલે માનવીએ સજાવેલો  એનો પોતાનો ‘રંગ મહેલ’ કે ‘સ્વપ્ન મહેલ’. હા, દરેક વ્યક્તિ માટે એનું ઘર એટલે જ તો એના માટેનો સ્વપ્ન  ‘સ્વપ્ન મહેલ’ પછી ભલે ને તે નાનું ઝૂંપડું હોય, નાની ઓરડી, હોય લક્ઝુરીયસ ફ્લેટ હોય, ડુપ્લેક્સ કે પછી પેન્ટહાઉસ હોય ! ક્યાંક તો માત્ર વાંસ કે કંતાનની આડાશ જ ઊભી કરાયેલી હોય છે. અને છતાં એ એના ધણી માટે તો મહેલ સમાન જ છે. ઘર નાનું હોય કે મોટું એનાંથી કોઈ ફરક નથી પડતો! બસ, એ ઘરમાં વસનારા લોકોના મન મોટા હોવા જોઈએ.

 આજના આધુનિક યુગમાં લોકો ઘરને સજાવવા માટે, મોર્ડન એસેસરીઝ, ઇન્ટિરિયર ડેકોરેશનની મદદ લે છે અને ઘરને સુંદર રીતે સજાવે છે. માનવી પોતાના ઘરને પોતાના બાળકની જેમ જ ચાહે છે. તમે પણ જોયું હશે કે, નાના બાળકો પણ ‘ઘર-ઘર’ કે ‘ઘર ગયા’ ની રમત રમતા હોય છે. અને એ જ બાળક શાળાએ જતુ થાય પછી શાળાએથી છૂટે એટલે દોટ મૂકે છે… વહેલા ઘરે પહોંચવા  માટે. એ બાળક યુવાન બને અને નોકરી ધંધો માટે બહાર જાય પણ સાંજ પડે ત્યારે ઘર તરફની દોટ એવી જ હોય છે. કોઈપણ વ્યક્તિ વિદેશ યાત્રાએ જાય કે ક્યાંક ફરવા જાય ત્યાં ફાઇવ સ્ટાર હોટલમાં રોકાય તો પણ ઘર જેવી ઊંઘ અને શાંતિ નથી મળતી!

ધરતીનો છેડો ઘર નિબંધ

કોઈ મોટી હોટલમાં જઈએ વિવિધ પ્રકારના ભોજન હોય કે કોન્ટીનેંન્ટલ કુક હોય કે ઘર માં ખાધેલા રોટલા જેવી મીઠાશ તો નથી જ હોતી! કોઈ બીમાર થાય અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે ત્યાં નર્સ ખડે પગે સેવા ચાકરી કરે તો પણ તે ઘર જેવી હુંફ તો નથી જ અનુભવાતી, નવી પરણેલી વહુ ઘરના દ્વારે જ કંકુ થાપા મારીને ગૃહ પ્રવેશ કરે છે…. તેને બાળક જન્મે ત્યારે ઘરના ઉમરે પગલી પાડે ને ઘરમાં કદમ માંડે છે….

આખુ જીવન ઘર સાથે ઘડાય છે, અને અંતે જ્યારે શ્વાસ છોડે છે ત્યારે અંતિમ દર્શન પણ ઘરે જ થાય છે અને અંતિમ ક્રિયાઓ(અંત્યુષ્ઠી) પણ ઘરમાં જ થાય છે. આમ માનવનું બાળપણ, સમજણ, સગપણ, ઘડપણ, બધું જ ઘર સાથે જાણે અજાણે ગૂંથાયેલું  હોય છે આવા ઘર માટે એવું કહી શકાય કે……

મનુષ્ય જીવનનો સાર હોય છે ઘર,
સુખ દુઃખના ક્ષણોનો રાઝદાર હોય છે ઘર,
સંસ્કાર, સુગંધ, કોલાહલથી ઓળખાતું હોય છે ઘર,
સ્વજનોની અવરજવર તો,
મિત્રો નો અડ્ડો હોય છે ઘર
મીઠા ઝઘડા અને સ્વજનોની હૂંફથી સિંચાતું ઘર,
તો ક્યારેક કોઈના જવાથી હિજરાતું હોય છે ઘર,
જેનું સરનામું દેવું આપણને ગમે છે…. અને કોઈ
શોધતું આવે તો ગર્વભેર કહેવાય જાય છે….
“ઓહ! આ તો મારું ‘ઘર’ ! “

     હવે સમજાઈ ગયું ને! ધરતીનોય છેડો હોય છે અને એ છેડો એટલે ‘ઘર’, આપણું ‘ઘર’

લેખકઃ પંડ્યા અમિષા આર., ફતેપુરા ચોકારી પ્રાથમિક શાળા, તા.પાદરા જિલ્લો – વડોદરા

ણ વાંચો:-

 1. પ્રાર્થનાનું મહત્વ નિબંધ
 2. વાંચન નું મહત્વ નિબંધ 
 3. પ્રવાસનું મહત્વ નિબંધ
 4. સમયનું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ધરતીનો છેડો ઘર નિબંધ (Dharti no Chhedo Ghar Nibandh in Gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ તમને પ્રાર્થના જીવનનું બળ નિબંધ વિષય ૫ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

ધરતીનો છેડો ઘર નિબંધx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment