મહિલા/નારી સશક્તિકરણ નિબંધ | Mahila Sashaktikaran in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતીય સંસ્કૃતિમાં નારીઓને દેવીનો દરજજો આ૫વામાં આવ્યો છે. તેમ છતાં આજે ૫ણ ભારતના સમગ્ર સમુદાયોમાં મહિલાઓને સંપુર્ણ સંવતંત્રતા આ૫વામાં આવતી નથી. એટલે જ ભારત સરકારે ૫ણ મહિલા સશક્તિકરણ જેવા વિષયો ૫ર વિચારવાની ફરજ ૫ડે છે. તો ચાલો મિત્રો આજે આ૫ણે મહિલા સશક્તિકરણ નિબંધ લેખન સ્વરૂપે જોઇએ.

મહિલા/નારી સશક્તિકરણ નિબંધ (mahila sashaktikaran in gujarati)

સંસાર એક રંગમંચ છે, અને તેના પર અભિનય કરવા વાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે. દેશના નિર્માણમાં પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતીય સમાજમાં નારીઓની પૂજા વિભિન્ન રીતે થતી આવી છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ નારીઓની ગૌરવગાથાથી ભરેલો છે. મનુસ્મૃતિમાં કહેવાયું છે કે — 

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ

અર્થાત જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો નિવાસ કરે છે. ઉપરોક્ત વિધાન જ નારીઓનું મહત્વ દર્શાવે છે. તેમને સન્માન પ્રદાન કરે છે. જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે એટલો જ પ્રગતિશીલ અને વિકસિત હોય છે. પરિવાર અને સમાજના નિર્માણમાં નારીનું સ્થાન મહત્વપૂર્ણ હોય છે. જ્યારે સમાજ સશક્ત અને વિકસિત હોય છે. તો રાષ્ટ્ર પણ મજબૂત બને છે. આ પ્રકારે રાષ્ટ્રનિર્માણમાં પણ નારીઓ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.

Must Read : માતૃપ્રેમ નિબંધ

માતાના રુપમાં નારી પ્રથમ ગુરુ હોય છે. જહોન હર્બર્ટના અનુસાર ”આદર્શ માતા સો શિક્ષકોની ગરજ સારે છે.” માટે જ દરેક પરિસ્થિતિમાં તેનું સન્માન થવું જ જોઈએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે – ”સ્ત્રી પુરુષ કી ગુલામ નહીં સહધર્મિણી, અર્ધાંગિની ઓર મિત્ર હે ” ખરેખર સ્ત્રીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે.

ભારતીય સમાજમાં વૈદિકકાળમાં નારીઓનું સ્થાન ખૂબ જ સન્માનજનક હતુ. પરંતુ સમયાંતરે નારીઓની સ્થિતિ દયનીય થઇ ગઈ. મધ્યકાળમાં તો તેમની સ્થિતિ વધારે દયનીય થઇ ગઈ હતી. બ્રિટિશ શાસન દરમ્યાન પણ કંઈ ખાસ સુધારો થયો નહોતો.

આઝાદી પછી નારી ની સ્થિતિમાં સુધાર લાવવા માટે ઘણા કાનૂની રીતે પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ સામાજિક સ્તર પર જે સુધારો થવો જોઈએ તે થઈ શક્યો નહોતો તેની પાછળનું મુખ્ય કારણ આપણી પુરુષપ્રધાન માનસિકતા જેને આપણે બદલી શકયા નહીં. સમાજનો રવૈયો સ્ત્રી પ્રત્યે ખૂબ જ નીચી કક્ષાનો રહેવા લાગ્યો. જેને કારણે વૈદિક કાળમાં સ્ત્રીઓનું સ્થાન ઉચ્ચ કક્ષાએ હતું અને આજે એમના માટે સશક્તિકરણ ની આવશ્યકતા ઉભી થઇ.

Must Read: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

રાષ્ટ્ર કવિ મૈથીલીશરણ ગુપ્તે નારીની દશા આ પંક્તિઓમાં વર્ણવી છે.

અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની
આંચલ મેં હૈ દૂધ ઔર આંખો મે પાની

આ પુરૂષપ્રધાન સમાજ ને નારીઓની એક જ વિનંતી કે — 

અપમાન મત કરના નારીકા ઇસકે બલ પર જગ ચલતા હૈ
પુરુષ જન્મ લેકર નારી કી ગોોદમેં હી ૫લતા હૈ.

નારી સશક્તિકરણ (મહિલા સશક્તિકરણ) નિબંધ

નારી સશક્તિકરણનો મુદ્દો કેવળ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના બધા દેશોમાં ચિંતનીય મુદ્દો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 8 માર્ચ 1975ના દિવસથી મહિલા દિવસની શરૂઆત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અનેક મહિલા સંમેલનોનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. નારી સશક્તિકરણની દિશામાં વિયતનામમાં માનવ અધિકારોના વિશ્વ સંમેલન ૧૯૯૩માં મહિલા અધિકારોને માનવ અધિકારના રૂપમાં માન્યતા મળી.

Must Read : નારી તું નારાયણી નિબંધ

નારી સશક્તિકરણનો અર્થ સ્ત્રીઓને ઘર-પરિવાર, સમાજમાં અને રાષ્ટ્રમાં પોતાની નૈસર્ગિક ક્ષમતા, સ્વતંત્રતા ઉપરાંત મુક્તિનો બોઘ કરાવી એટલું સશક્ત અને સક્ષમ બનાવવું કે તે પોતાના જીવનમાં વ્યક્તિગત તેમજ સામાજિક નિર્ણય લેવા માટે હકદાર બને. પુરુષોની બરાબર સ્ત્રીઓને વૈધાનિક, રાજનૈતિક, શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક તેમજ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં સ્વાયતતા તેમજ નિર્ણય લેવાનો અધિકાર પ્રદાન કરે છે. સાચા અર્થમાં લોકતંત્ર ત્યારે જ સાર્થક થઇ શકે છે જ્યારે સ્ત્રી અને પુરુષો રાષ્ટ્રીય વિકાસ ના બધા જ ક્ષેત્રોમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય.

આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી નહેરુજીએ કહયુ છે કે —  ”નારીઓની સ્થિતિ જ દેશના વિકાસનો નિર્દેશ કરે છે.” પરંતુ ભારતમાં આજે પણ સ્ત્રીઓ સામાજિક, આર્થિક અને રાજનૈતિક ઉત્થાનની મુખ્યધારા સાથે જોડવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે.

સ્ત્રીઓ માટે ગુણવત્તાયુક્ત, તકનીકી, વ્યવસાયિક તેમજ રોજગારલક્ષી શિક્ષણનો વિકાસ કરી તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી આત્મનિર્ભર બનાવવું જોઈએ. મહિલા વિકાસની સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે બાળવિવાહ, દહેજપ્રથા, યોન શોષણ જેવી અનેકવિધ સમસ્યાઓને દૂર કરવી જોઈએ.

Must Read : દીકરી ઘરનો દીવો નિબંધ

ભારતમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે કોઈ પ્રયત્નો નથી થયા એવું નથી. આપણા દેશમાં નારીશક્તિને બળવંત કરી તેમને પ્રગતિના પંથે આગળ વધારવા માટે અનેકવિધ પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ પુરૂષપ્રધાન સમાજમાં જાતિભેદની પ્રવૃત્તિઓ હંમેશા નારીશક્તિનો વિકાસમાં આડે આવી રહી છે. મહિલાઓને સંરક્ષણ ક્ષેત્રે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સ્થાન પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

પંચાયતીરાજમાં પણ તેમને આરક્ષણ આપવામાં આવી રહ્યુ છે. સ્ત્રીઓને સામાજિક સુરક્ષા આપવા માટે પૈતૃક સંપત્તિમાં પણ પુત્ર કે પુત્રીને સમાન હક મળી રહ્યો છે. ઘરેલુ હિંસાની સામે નારીઓને સુરક્ષિત કરવા સંરક્ષણ અધિનિયમ-૨૦૦૩ લાગુ કરવામાં આવ્યો છે. ૧૩ જાન્યુઆરી ૧૯૯૨ માં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. જેનું કાર્ય નારીઓને સંવેધાનિક તથા કાનૂની સુરક્ષા પ્રદાન કરવાનો છે.

વર્તમાન સમયમાં પણ નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના, સ્કીલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકાપાર્જન યોજના, બાલિકા સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જલા  યોજનાઓ જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અસ્તિત્વમાં છે. આ યોજનાઓ નારીઓની ક્ષમતાઓને ઓળખી તેમને રાષ્ટ્રના વિકાસ અને સ્વાવલંબનનાં માર્ગે આત્મનિર્ભર બનાવવા માટે અનેક માર્ગો મોકળા કરી રહી છે.

Must Read : બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

નારી સશક્તિકરણની દિશામાં દેશમાં ઘણો જ સુધારો થયો છે. છતાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે, હજુ લક્ષ બહુ દૂર છે. દેશના છેવાડાની સ્ત્રીને પણ શિક્ષિત કરી જાગૃતતા પ્રદાન કરીને તેમને આર્થિક, સામાજિક અને રાજનીતિક, સાંસ્કૃતિક દ્રષ્ટિએ સન્માનજનક સ્થિતિ સુધી લાવવા પ્રયત્ન કરી શકાય તેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે.

સ્ત્રીઓને ઘરના ઉંબરેથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે અને તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઇને પોતાની જાતને સશક્ત બનાવવા કમર કસવી પડશે માટે જ કહેવાયું છે કે—

‘બીજલી ચમકતી હૈ તો આકાશ બદલ દેતી હૈ
આંધી ઉઠતી હૈ તો દિન રાત બદલ લેતી હૈ 
જબ ગરજતી હે નારી શક્તિ તો ઇતિહાસ બદલ દેતી હૈ
જગત જનની નારી તેરી જય હો…. જય હો…. જય હો…

લેખક:- નિતાબેન પંચાલ, શિક્ષક, પ્રાથમિક શાળા ઉચામાળા, તા.વ્યારા જિ.તાપી

નારી સશક્તિકરણ વિશે મહાન વ્યકિતઓના કથનો (Nari Sashaktikaran Quotes in Gujarati

  • મહિલાઓ પરિવાર અને સમાજનું કેન્દ્રબિંદુ છે. – સ્વામી વિવેકાનંદ
  • જો તમે એક આદમીને ભણાવશો તો માત્ર એક જ વ્યક્તિ શિક્ષિત થશે. જો તમે એક સ્ત્રીને શિક્ષિત કરશો તો આખું કુટુંબ શિક્ષિત થશે. – મહાત્મા ગાંધી
  • હું કોઈ સમુદાયની પ્રગતિને તે સમુદાયમાં મહિલાઓની સ્થિતી દ્વારા માપું છું. – બાબાસાહેબ આંબેડકર
  • આપણે પ્રાચીન ભારતની સ્ત્રીઓને આદર્શ ગણીને જ મહિલાઓનું ઉત્થાન અને સશક્તિકરણ કરી શકીએ છીએ. – સ્વામી વિવેકાનંદ
  • એક રાણીની જેમ વિચારો, રાણી નિષ્ફળતાથી ડરતી નથી કારણ કે તે સફળતાનું પગથિયું છે. – ઓપ્રાહ વિન્ફ્રે

Must Read:

હુ આશા રાખુ છું કે તમને અમારો મહિલા/નારી સશક્તિકરણ નિબંધ (nari sashaktikaran essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

નારી સશક્તિકરણ x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

3 thoughts on “મહિલા/નારી સશક્તિકરણ નિબંધ | Mahila Sashaktikaran in Gujarati”

  1. Thanks, it will help my daughter perform well in todays’ “Mahila સશક્તિકરણ ” competition.

Leave a Comment