Advertisements

પ્રમુખ સ્વામી મહારાજ| Pramukh Swami Maharaj in Gujarati

Advertisements

પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવા મહાન મહાત્મા કે જેમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંંસ્કૃતિને વૈૈૈૈૈશ્વિક ફલક પર પહોચાડવામાં આખુ જીવન ખર્ચી કાઢયુ. બીજાના ભલામાં જ આપણું ભલુ છે- આ તેમનો જીવનમંત્ર હતો. એક શાંત, વિનમ્ર, સરળ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ.

15 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2022 સુધી આ સિધ્ધ પુરૂષ પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માટે લગભગ 600 એકરમાં સ્વામી નગર બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધઘાટન અને નગરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.  ચાલો આજના આર્ટીકલ્સમાં આપણે આવા મહાન સંતના જીવનચરિત્ર વિશે માહિતી મેળવીએ.

પ્રમુખ સ્વામી મહારાજનું જીવચરિત્ર (Pramukh Swami Maharaj in Gujarati)

મુળ નામઃશાંતિલાલ પટેલ
પ્રસિધ્ધ નામઃપ્રમુખ સ્વામી મહારાજ
જન્મઃ7 ડીસેમ્બર 1921, ચાણસદ, બરોડા સ્ટેટ (ગુજરાત)
પિતાનું નામમોતીભાઇ પટેલ
માતાનું નામદિવાળીબેન પટેલ
ગુુુુુુરૂનું નામઃ શાસ્ત્રીજી મહારાજ
અનુંગામી શિષ્યોઃમહંત સ્વામી મહારાજ
સ્વર્ગવાસઃ13 ઓગષ્ટ 2016 (ઉંમર 94), સારંગપુર, બોટાદ, ગુજરાત

જન્મઃ

પ્રમુખ સ્વામી મહારાજનું મુળ નામ શાંતિલાલ હતુ. શાંતતિલાલનો જન્મ ૭ ડિસેમ્બર ૧૯૨૧ ના રોજ ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના પિતા મોતીભાઇ અને માતા દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા. એમ કહેવાય છે કે, શાસ્ત્રીજી મહારાજે જન્મ સમયે શાંતિલાલને આશીર્વાદ આપ્યા હતા, અને તેમના પિતાને કહ્યું હતું કે, “આ બાળક અમારું છે; જ્યારે યોગ્ય સમય આવે ત્યારે અમને આપી દેજો, તે હજારો લોકોને ભગવાનની ભક્તિ તરફ દોરી જશે. તેના દ્વારા, હજારો લોકો મુક્તિ પ્રાપ્ત કરશે.”

પ્રારંભિક જીવનઃ-

પ્રમુખસ્વામી મહારાજને બાળપણથી જ ધર્મ પ્રત્યે દ્રઢ વિસ્વાસ અને સાચી શ્રધ્ધા હતી. તેઓ નાનપણ દરરોજ શાળાનું કાર્ય પુર્ણ કરી ગામમાં આવેલ હનુમાન મંદીરે દોડી જતા હતા. તેઓ તેેેેમના બાળપણના મિત્રો સાથે હરિદાસ નામના હિંદુ “પવિત્ર પુરુષ” ના પ્રવચન અને ઉપદેશો ઉત્સુકતાથી સાંભળતા.

જયારે શાસ્ત્રીજી મહારાજ તેમના શિષ્યો સાથે ગામની મુલાકાતે પધાર્યા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તેમની સાથે સમય વિતાવ્યો હતો. જયારે તેઓ 17 વર્ષની ઉંમરના હતા, ત્યારે તેમના ગુરુ, શાસ્ત્રીજી મહારાજે તેમને સ્વામીનારાયણ ભગવાનના સાધુના રૂપમાં દીક્ષા લેવા માટે પત્ર લખ્યો. તેમણે માતા-પિતાની અનુમતિ અને આશીર્વાદ મેળવી જરા પણ વિચાર કર્યા વિના એજ દિવસે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાને માથે ચડાવી  ઘર છોડી ગયા

શાસ્ત્રી મહારાજે તેમને નવેમ્બર 1939માં આંબલી વાલી પોળમાં “પાર્ષદ દીક્ષા” (પ્રાથમિક દીક્ષા) આપી. દીક્ષા બાદ તેમણે શાંતિ ભગત નામ ધારણ કર્યું. ત્યારપછીના વર્ષ જાન્યુઆરી-૧૯૪૦માં, તેમનું નામ “સ્વરૂપદાસ પક્ષ” (ભગવાન સ્વરૂપના સેવક) રાખવામાં આવ્યું.

તેમણે સંસ્કૃત અને હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને શાસ્ત્ર તેમજ ફિલસૂફીમાં નિપુણતા મેળવીને ‘શાસ્ત્રી’ નું બિરુદ મેળવ્યું. B.A.P.S.ની વ્યાપક બાબતો અને પ્રવૃત્તિઓ વિશેની તેમની વ્યાપક સમજને કારણે તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે તેમને B.A.P.S. સારંગપુરમાં મંદિરના ‘કોઠારી’ (મુખ્ય) તરીકે નિયુક્ત કર્યા. જયારે તેમને B.A.P.S.ના વહીવટી ‘પ્રમુખ’ નિયુકત કર્યા ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. આ પછી, તેઓ પ્રમુખ સ્વામી તરીકે વ્યાપકપણે જાણીતા થયા.

પ્રમુખ સ્વામી તરીકેનું જીવનઃ-

વર્ષ 1950ની શરૂઆતમાં, શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષીય શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને અનેકવાર પત્રો લખીને તેમને B.A.P.S. સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બે વાર શાસ્ત્રી નારાયણ સ્વરુપદાસે તેમની નાની ઉંમર, બિનઅનુભવ અને આ જવાબદારી માટે વધુ યોગ્ય એવા ઘણા વરિષ્ઠ સ્વામીઓની હાજરીને ટાંકીને શાસ્ત્રીજી મહારાજની આ માંગણીને આદરપૂર્વક નકારી કાઢી. પરંતુ શાસ્ત્રીજી મહારાજે આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું, શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સમજાવવા માટે ઘણા વરિષ્ઠ ભક્તોને મોકલ્યા. તેથી જ તેમના ગુરુની આંતરિક ઈચ્છા માનીને, શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસે આખરે તેમની માંગણીનો સ્વીકાર કર્યો.

21 મે 1950 ના રોજ અમદાવાદમાં આંબલીયાળી પોળ ખાતે, શાસ્ત્રીજી મહારાજે માત્ર 28 વર્ષની વયના શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની BAPSના સંસ્થાના હીવટી પ્રમુખ તરીકે નિમણૂક કરી, “પ્રમુખ સ્વામી.” સમારોહમાં, શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસના ખભા પર પોતાની શાલ મૂકી, અને યોગીજી મહારાજને તેમને આશીર્વાદ આપવા કહ્યું.

ત્યારબાદ શાસ્ત્રી નારાયણસ્વરુપદાસે આ સમારોહમાં સભાને સંબોધતા કરતા કહ્યું કે, “અહીં આટલા ઉમળકાભેર મારા પર જે દયા અને પ્રેમ વરસ્યો છે તેનાથી હું અભિભૂત થયો છું. આ દિવસ હું હંમેશા યાદ રાખીશ કે, સ્વામીનારાયણ સંપ્રદાયના બે સૌથી મહાન આત્માઓ દ્વારા મારી નાની ઉંમર હોવા છતાં મારા પર વિશ્વાસ મુકી મને આ પદ માટે લાયક સમજયો છે.

સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક થયાના કલાકો પહેલાં જ, તેઓ સાંજે, શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ સમારોહમાં આવેલા ભક્તો દ્વારા ઉપયોગમાં લેવાતા રસોઈના વાસણો ધોતા જોવા મળ્યા હતા.આ ઘટના સેવક-નેતૃત્વની નમ્ર શૈલીનું પ્રતિક હતું જે તેના પ્રમુખપદના આગામી છ દાયકાની લાક્ષણિકતા હતી.

પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ B.A.P.S. સંસ્થાનો વ્યાપકપણે વિકાસ થયો. સંસ્થામાં વૈશ્વિક સ્તરે લાખો ભક્તો જોડાયા. તેમણે વિશ્વના 27થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક પ્રવાસો કર્યા. તેમણે હિંદુ પરંપરા, સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર રજુ કરવા માટે મોટા પાયે સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કર્યુ. જેમકે ઇ.સ. 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇન ન્યુ જર્સી યોજવામાં આવ્યો. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત ૧૧૦૦ થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા હતા.

આ ૫ણ વાંચો:-

  1. સંત કબીર સાહેબનો પરિચય
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. નરસિંહ મહેતા વિશે માહિતી
  4. મીરાંબાઈ વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો પ્રમુખ સ્વામી મહારાજ (Pramukh Swami Maharaj in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

Leave a Comment