પ્રાર્થનાનું મહત્વ નિબંધ | Prathna nu Mahatva Nibandh Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

“પ્રાર્થના એ આત્માનો ખોરાક છે” આ વાકય જ આપણને પ્રાર્થનાનું મહત્વ નિબંધનું આખુ હાર્દ સમજાવી જાય છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે. તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.

પ્રાર્થના આપણામાં ઇશ્વરીય શિકતનો અનુભવ કરાવે છે. પ્રાર્થના કર્યા પછી આપણને આપણી તમામ જવાબદારીઓ, સમસ્યાઓ જાણે ઇશ્વરને સોંંપી દીધી હોય તેવો અહેસાસ થાય છે. દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મના રીત રીવાજો પ્રમાણે પ્રાર્થના કરે છે, સામાન્ય રીતે સવાના સમયે પ્રાર્થના કરવી વધુ ફળદાયી માનવામાં આવે છે.

પ્રાર્થનાનું મહત્વ નિબંધ |(Prathna nu Mahatva Nibandh Gujarati)

પ્રાર્થના એક એવી ધાર્મિક ક્રિયા છે કે મનુષ્યને બ્રમાંંડની કોઇ મહાન શકિત સાથે જોડે છે. પ્રાર્થના વ્યકિતગત અથવા સામુહિક રીતે પણ કરી શકાય છે. તેમાં મંત્ર, ગીતો, ભજનો વિગેેેેેરેનો પણ ઉપયોગ થઇ શકે છે અથવા તો મૌન રહીને પણ પ્રાર્થના કરી શકાય છે.

માનવી એ સમગ્ર પ્રાણીસૃૃૃૃૃૃૃષ્ટિનું સૌથી બુધ્ધિશાળી પ્રાણી ગણાય છે. જયારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે. તેના માટે પણ ઇશ્વરનો આભાર માનવો જરૂરી છે. વળી ઇશ્વરે આપણને હવા, પાણી, સુર્યપ્રકાશ આપ્યા છે, જેના વડે આપણે આ પૃથ્વી પર સરળતાથી જીવન જીવી રહયા છે તો એ માટે પણ પ્રાર્થના કરવી જરૂરી છે.

પ્રાર્થના એ એક રીતે, હૃદયનું સ્થાન છે. તો બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે. પ્રાર્થનાના વાતાવરણમાં જો તમે તલ્લીન થઈ જાઓ તો હ્રદયમાં ભેગા તયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે. અને શુભ સંકલ્પો મજબૂત અને વિકસિત થાય છે.

Must Read : જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

પ્રાર્થનામાં ભલે આપણે કશું માગીએ કે ન માગીએ, ભગવાનની સંનિધિમાં આપણે ઊભા રહીએ એટલે આખુ વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે. સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનારાં લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મા પરાયણતા પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્નભિન થયેલો હોય તો પણ એમાં નવું ચૈતન્ય પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે.

પ્રાર્થના એ માણસ જાતની છેલ્લી મૂડી છે. બાકી કશું ન રહ્યું ન રહ્યું હોય તોય પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશા આપી શકે છે. પ્રાર્થનાની ટેવ હોય તો કઠણ પ્રસંગે અચૂક એનું જ શરણ લેવાનું સુઝે છે અને જે રીતે સમુદ્રમાં ડૂબનાર માણસ માટે રબરનાં કડાં કે પછી કોર્કબૂચનાં જેકેટ કામ આવે છે તેવી જ રીતે પ્રાર્થના કામ આવે છે.

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ. પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દુર કરે છેે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાણ, પરોપકારી અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દુર કરે છે અને કોઇ પણ વિષમ પરિસ્થિતિનો સમાનો કરવાની શકિત કરે છે. પ્રાર્થના કરવાથી અહમ, ઇગો દુર થાય છે જેથી આપણે પોતાની ભુલો શોધી શકીએ છીએ.

પ્રાર્થનાનું મહત્વ નિબંધ

ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરુ મહત્વ છે. બાળકોમાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન થાય તે માટે શાળા, કોલેજની શરૂઆત પણ પ્રાર્થનાથી જ થાય છે. પ્રાર્થનાથી ઘર, ઓફિસ કે શાળાનું વાતાવરણ સ્વર્ગીય આનંદ આપતું બની જાય છે.આપણા સૌના પ્રિય મહાત્મા ગાંધીજી પણ દરરોજ પ્રાર્થના કરતા હતા. તેઓ કહેતા કે ભગવાને મારી પ્રાર્થના નો જવાબ ન આપ્યો હોય એવુ કયારેય બન્યુ નથી.ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’ પ્રાર્થના ગાઇને કે મનોમન પણ કરી શકાય છે. ભજન, કીર્તન, ગરબા, સાખી, આરતી વિગેરે બધા પ્રાર્થનાના જ સ્વરૂપો છે.

Must Read : જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

જો આપણે ખરા હદયથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. દ્રૌપદીએ ખરા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી અને તો ભગવાને એમના ચીર પૂર્યા. હરીણાકંશને મારી પ્રહલાદને ઉગાર્યો, સતી સાવિત્રીની પ્રાર્થનાથી એના પતિ સત્યવાનને પુનર્જીવન પ્રાપ્ત થયું. નરસિંહ મહેતાને ભગવાને અનેકવાર સંકટમાંથી ઉગાર્યા હતાં. સુદામાના દુઃખ દુર કર્યા. શબરીની પ્રાર્થના સાંભળી ભગવાન રામે સ્વયં આવવુ પડયુ અને એઠા બોર ખાધા. આવા તો અનેક ઉદાહરણો ઇતિહાસમાં મળશે જેમાં ભગવાને પ્રાર્થનાને સાંભળી હોય અને મદદે આવ્યા હોય.

પ્રાર્થનાથી આપણી આસપાસના વાતાવરણમાં નવિનતા પ્રસરે છે. આપણું તન અને મન પ્રફુલ્લિત બને છે. કંઇક નવું-નવું જોવા, જાણવા, માણવા, ભણવાની ઉત્કંઠા જાગે છે. પ્રાર્થનાથી મનના અશુભ વિચારોનું ખંડન થાય છે. જીવનમાં નવીન તાજગી અનુભવાય છે અને દેહ અને દિલની શુદ્ધિ થાય છે.

પ્રાર્થના માટે એકાંત, નિરવ શાંતિ હોય વાળુ સ્થળ હોય એ મહત્વનું છે. જેથી સાધનું ધ્યાન ભટકે નહી. સારી પ્રાર્થના માટે એકાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક ધર્મોના રીવાજ મુજબ પ્રાર્થના માટેના ધર્મસ્થાનો અલગ-અલગ હોય છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા, અગીયારી વગેરે પ્રાર્થના કે પુજાના સ્થળો ગણવામાં આવે છે. આ ઉપરાંત કોઇ પ્રાર્થના માટેનું યોગ્ય અને ઉચિત સ્થાન હોય તો તે જ પ્રકૃતિમય શાંત વાતાવરણ. આપણા સાધુસંતો ઋષિમુનિઓ મોટેભાગે જંગલ કે પહાડ વિસ્તારમાં નિવાસ કરતા હતા. એનું મુખ્ય કારણ પ્રકૃતિનું સાનિધ્ય છે. મનની શાંતિ અને એકાગ્રતા સારું વાતાવરણ જરૂરી છે.

સારી પ્રાર્થના માટે એકાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં સાધકનું ધ્યાન ભટકવું ન જોઈએ અને બહુ ઘોંઘાટ ન હોવો જોઈએ. બધા ધર્મોના પોતપોતાના ધર્મસ્થાનો છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, ચર્ચ વગેરે પૂજા સ્થળ તરીકે ગણવામાં આવે છે. પ્રકૃતિના વાતાવરણમાં પણ મનની શાંતિ અને એકાગ્રતા સાથે પ્રાર્થના કરવા માટેનું સારું વાતાવરણ છે.

આપણે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. આમ તો આપણે ઘણા બધા લોકો જોડે appointment ગોઠવીએ છીએ તો પછી ભગવાન સાથે કેમ નહિ ? અંગ્રેજીમાં કોઇએ ખૂબ સરસ કહ્યું છે કે, “ Prayer is an appointment with GOD ”. એટલે કે પ્રાર્થના એ ભગવાન સાથેની appointment છે જે ક્યારેય માંગવાની જરૂર નથી પડતી. કારણે કે પ્રાર્થના તો આપણે કોઈપણ સમયે કરી શકીએ.

Must Read : શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ

શ્રી અરવિંદ ઘોષે કહયુ છે ક., – “પ્રાર્થના એક એવી મહાન ક્રિયા છે જે માણસને શક્તિના સ્ત્રોત, પેરાચેતના સાથે જોડે છે અને તેના આધારે જીવનના સુમેળ, સફળતા અને શ્રેષ્ઠતા વર્ણન કરે છે તેને અલૌકિક અને દિવ્ય કહી શકાય.”

મહાત્મા ગાંધી જીવનચરિત્રમાં કહયુ છે કે, “મેં અનુભવ્યું છે કે જ્યારે આપણે બધી આશા છોડીને બેસીએ છીએ, જ્યારે આપણા બંને હાથ સ્થિર થઇ જાય છે, ત્યારે ક્યાંકથી મદદ આવી પહેચે છે. સ્તુતિ, પૂજા, પ્રાર્થના એ કોઈ ભ્રમણા નથી, પણ આપણા ખાવા-પીવા, ચાલવા-બેસવા કરતાં પણ વધુ સત્ય છે. આ સત્ય છે અને બાકીનું બધું અસત્ય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આવી ઉપાસના, આવી પ્રાર્થના એ કેવળ વાણી વિલાસ નથી, તેનું મૂળ અવાજ નહી પણ હૃદય છે. “

દરરોજ ધ્યાન કરવાથી વિચારો શુદ્ધ બને છે. શરીરમાં હકારાત્મક ઉર્જા -શક્તિનો સંચાર થાય છે તથા ખરાબ અને મલિન વિચારો દૂર થાય છે. પ્રાર્થના મનુષ્યને વિનમ્ર અને વિનયી બનાવે છે. આશા રાખુ છું કે પ્રાર્થનાનું મહત્વ નિબંધ વાંંચીને તમને પણ રોજ પ્રાર્થના કરવાનું મન થઇ ગયુ હશે, તો ચાલો આજથી તમે પણ નકકી કરીલો કે હું દરરોજ ઇશ્વનો આભાર માનવા માટે થોડોક સમય પ્રાર્થનામાં જરૂર ગાળીશ.

૫ણ વાંચો:-

  1. પ્રાર્થનાનું મહત્વ નિબંધ
  2. વાંચન નું મહત્વ નિબંધ 
  3. પ્રવાસનું મહત્વ નિબંધ
  4. સમયનું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો પ્રાર્થનાનું મહત્વ નિબંધ (Prathna nu Mahatva Nibandh Gujarati ) લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ તમને પ્રાર્થના જીવનનું બળ નિબંધ વિષય ૫ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

પ્રાર્થનાનું મહત્વ નિબંધ x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment