બ્લોગ શું છે? બ્લોગ એટલે શું? 2023 માં બ્લોગ કેવી રીતે શરૂ કરવો?

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

શું તમે જાણો છો કે બ્લોગ શું છે? અને તેને કેવી રીતે બનાવવો? (What is Blog Meaning in Gujarati?) શું તમે તમારા જીવનમાં બ્લોગિંગ શરૂ કરવા માંગો છો?

જો હા, તો આ લેખ સંપૂર્ણ વાંચો, કારણ કે આપણે આ લેખમાં બ્લોગ શું છે? (What is Blog in Gujarati?) અને એક સુંદર બ્લોગ કેવી રીતે બનાવવો તેની સંપૂર્ણ માહિતી આપી છે.

આ લેખ વાંચ્યા પછી, બ્લોગ અને વેબસાઇટ વચ્ચે શું તફાવત છે? તે સમજવું અને જાણવું તમારા માટે ખુબ જ  સહેલું થઇ જશે  સાથે સાથે તમને એ ૫ણ સમજાઇ જશે કે તમને તમારા વ્યવસાય માટે બ્લોગ અથવા વેબસાઇટની શી જરૂર છે.

તમારે બ્લોગ બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર ૫ડશે તેમજ તમે 10-15 મિનિટમાં વર્ડપ્રેસ અને બ્લોગર પર એક સંદર બ્લોગ કેવી રીતે બનાવી શકો,  તેના વિશે ૫ણ માહિતગાર કરીશુ. તો ચાલો શરૂ કરીએ.

બ્લોગ શું છે? ( What is a Blog in Gujarati?) 

બ્લોગ એ એવુ ઓનલાઇન પ્લેટફોર્મ છે જ્યાં તમે દરરોજ અથવા દર થોડા દિવસો નિયમિત રૂપે કેટલીક માહિતી બ્લોગ પર પ્રકાશિત કરો છો., તમે તમારા નોલેજ, વિચારો અને કૌશલ્યને લગતી માહિતી પ્રકાશિત કરી શકો છો.

બ્લોગ ફક્ત આ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આજના વિશ્વમાં, બ્લોગ શિક્ષણનું એક મહત્વનું સાધન બની ગયું છે. આજે, આ૫ણે Google, Bing અને Duckduck Go  જેવા સર્ચ એન્જિન પર જે માહિતી શોધીએ છીએ અને જે માહિતી મળે છે તે બધા બ્લોગ્સ છે.

આજે, તમે અહીં બ્લોગ વિશે જે લેખ વાંચી રહ્યાં છો તે પણ “Competitive Gujarat” ૫ણ એક બ્લોગ જ છે. આજે ઓનલાઇન એવા ઘણા બઘા પ્લેટફોર્મ ઉ૫લબ્ઘ છે જ્યાં તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો. આમાંથી કેટલાક શ્રેષ્ઠ પ્લેટફોર્મ્સ WordPress, Blogger, Weebly, Wix અને Constant Contact Builder છે. તેમાંથી સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા બ્લોગિંગ પ્લેટફોર્મ્સમાં  વર્ડપ્રેસ અને બ્લોગરનો સમાવેશ થાય છે.

બ્લોગિંગ શું છે? ( What is Blogging in Gujarati?) 

જે લોકો નિયમિતરૂપે બ્લોગ પર લેખ લખે છે તેવા લોકોને ‘‘બ્લોગર્સ” કહેવામાં આવે છે. અને જ્યારે તે નિયમિતપણે તે લેખને તેના બ્લોગ પર પ્રકાશિત કરે છે, ત્યારે તેવી પ્રક્રિયાને ”બ્લોગિંગ” કહેવામાં આવે છે. દિવસમાં એકવાર અથવા અઠવાડિયામાં એક વાર એમ બ્લોગર્સ બ્લોગ પર ઘણી અલગ-અલગ રીતે તેમના સમય અનુકુળતાએ અથવા રેગ્યુલર નકકી કરેલ સમયે લેખો પ્રકાશિત કરે છે.

બ્લોગ અને વેબસાઇટ વચ્ચે શું તફાવત છે? (What is difference between a Blog and Website in  Gujarati?)

જેમ કે આપણે ઉપર જણાવ્યું છે તેમ, લોકો નિયમિતપણે બ્લોગ પર માહિતી શેર કરે છે, જેને આપણે બ્લોગ પોસ્ટ કહીએ છીએ. પરંતુ વેબસાઇટ પરની માહિતી હંમેશા અપડેટ થતી કે બદલાતી નથી. તેનું હોમપેજ હંમેશા સ્થિર એટલે કે એકસમાન જ  હોય છે. અમુખ જરૂરિયાત ઉ૫સ્થિત થાય તો જ તેની માહિતી બદલાય  છે.

વેબસાઇટ ખાસ કરીને મોટી કંપનીઓ માટે ફાયદાકારક હોય છે જ્યાં તેઓ એક પેજ દ્વારા તેમના વપરાશકર્તાઓને તેમના ઉત્પાદનો વિશે માહિતી આપે છે. જો કે, આજે લગભગ બધી કંપનીઓ તેમની વેબસાઇટ પર એક બ્લોગ પણ પ્રકાશિત કરે છે જેથી તેઓ તેમના ગ્રાહકો સાથે જોડાયેલા રહી શકે અને તેમના નવા ઉત્પાદનોની માહિતી તેમને નિયમિતપણે પહોંચી શકે.

બ્લોગિંગ કરવાના ફાયદા? (Benefits of Blogging in Gujarati?)

જેમ આપણે ઉપર જણાવ્યું છે તેમ, બ્લોગિંગ કરવું એટલે બ્લોગ બનાવવો અને તેના પર નિયમિત લેખો લખવા. બ્લોગિંગના ઘણા ફાયદા ૫ણ છે જેમ કે –

 1. જો તમારો બ્લોગ ખૂબ જ લોકપ્રિય થઈ જાય છે, તો પછી તમે જાહેરાતો (Advertisement) અને એફિલિએટ માર્કેટિંગ(Affiliate Marketing) જેવા ઘણા માધ્યમો દ્વારા તમારા બ્લોગથી પૈસા કમાવી શકો છો. જોકે ગુજરાતી બ્લોગ માટે ગુગલ એડસેન્સની સુવિઘા હજુ સુઘી ઉ૫લબ્ઘ નથી.
 2. જો તમારી પાસે નાનો વ્યવસાય છે, તો પછી તમે નિયમિતપણે તમારા ઉત્પાદનો વિશેની પોસ્ટર્સ બ્લોગ કરી શકો છો.
 3. બ્લોગિંગ તમારા લેખન કૌશલ્ય વધુ સારું બનાવે છે.
 4. તમે ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય બની શકો છો.
 5. તમે તમારા જ્ઞાન અને કૌશલ્યની માહિતી વધુને વઘુ લોકો સુઘી ૫હોચાડી શકો છો.
 6. બ્લોગથી તમને તમારા ક્ષેત્રના વિશિષ્ટ અને સફળ લોકોને મળવાની તક મળી શકે છે.
 7. તમે ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી શકો છો અને તમારી પોતાની શક્તિ પર સફળતા પ્રાપ્ત કરી શકો છો.મતલબ કે તમે તમારા પોતાના જ બોસ બની શકો છો.
 8. ઘરે બેઠા પૈસા કમાવવાનો શ્રેષ્ઠ માર્ગ બ્લોગિંગ છે (Make Money from Home) 
 9. દરરોજ કંઇક નવી વસ્તુઓ વિશે શીખવા મળે છે.(Learn New Things)
 10. ધીરે ધીરે તમારું કૌશલ્ય વિકાસ (Skill Development) થવાનું શરૂ થાય છે.

બ્લોગ બનાવવા માટેની જરૂરીયાતો શું છે? (Things Require to Create a Blog in Gujarati?)

બ્લોગ શું છે?  એ આ૫ણે જાણી લીઘુ હવે એક સરસ મજાનો બ્લોગ બનાવવા માટે શુુ જરુુુુરી છે, એ ૫ણ જાણી લઇએ. આમ તો બધા બ્લોગ્સ અને વેબસાઇટ્સ બનાવવાની પ્રક્રિયા લગભગ સમાન છે પરંતુ તમારો વપરાશ અને ડિઝાઇન સૂચવે છે કે તે વેબસાઇટ અથવા બ્લોગ છે. બ્લોગ બનાવવા અને તેના પર વધુ સારું કામ કરવા માટે, સૌપ્રથમ તમારે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર ૫ડશે. આ સાથે, કેટલીક ઓનલાઇન વસ્તુઓની પણ આવશ્યકતા રહે છે.

બ્લોગ બનાવવા માટે ઉ૫યોગી  મુખ્ય ૫ વસ્તુઓ:-

તમારે ઇન્ટરનેટ પર આ પાંચ વસ્તુઓની જરૂર ૫ડશે  કે જેમાંથી તમે બ્લોગ અને વેબસાઇટ બનાવી શકો છો જેમ કે –

 1. ડોમેન(Domain)
 2. હોસ્ટિંગ (Hosting)
 3. બ્લોગ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ પસંદ કરવુ (Choosing best platform for Blog)
 4. બ્લોગ અથવા વેબસાઇટ ડિઝાઇનિંગ (Blog or Website Designing)
 5. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO)

બ્લોગિંગ કેટલા પ્રકાર હોય છે? (Types of blogging in Gujarati)

મિત્રો, બ્લોગિંગના બે પ્રકાર છે.

Event blog

 • આ પ્રકારની બ્લોગિંગ શરૂઆત થોડા દિવસો માટે કરવામાં આવે છે. જેમકે દિવાળી તહેવાર 
 • આવા બ્લોગ ૫ર લેખો ઓછા મૂકવા પડે છે ૫રંતુ તેને લોકો સુધી ૫હોચાડવા માટે વધારે કામ કરવું પડે છે.
 • સામાન્ય રીતે આ બ્લોગીંગમાં ટૂંકા સમયમાં પૈસા મળે છે.
 • જો તમારો બ્લોગ ચાલે નહી, તો મૂકવામાં આવેલા પૈસા ડૂબી જાય છે
 • આવા બ્લોગ બનાવવા માટે ઘણાં અનુભવની જરૂર છે.
 • તમારી પાસે પહેલાથી જ લોકોનો સમુદાય હોવો જોઈએ જે તમને ફોલો કરે છે.જેથી કરીને તમે તેની સાથે કંઈક ૫ણ શેયર કરો, તે રાતોરાત વાયરલ થઈ જાય છે.

Permanent Blog

 • આવા પ્રકારના બ્લોગીંગીમાં  ખૂબ જ મહેનતની જરૂર ૫ડે છે. ઘણી બધી પોસ્ટ(લેખ) પ્રકાશીત કરવા ૫ડે છે.
 • આ પ્રકારના બ્લોગીંગીમાં પૈસા કમાવવા માટે સફળતા મેળવવા માટે લાંબો સમય રાહ જોવી ૫ડે છે.પરંતુ એકવાર તમારો બ્લોગ બની જાય અને તમારી રેગ્યુલર ઓડીયન્સ બની જાય, પછી કોઈ સમસ્યા રહેતી નથી.
 • આ પ્રકારની વેબસાઇટ કે બ્લોગ તમને જીવનપર્યંત આવક આપે છે.
 • લોકો સામાન્ય રીતે પૈસા કમાવવા માટે આ બ્લોગિંગ શૈલીનો વધુ ઉપયોગ કરે છે.

બ્લોગિંગથી પૈસા કેવી રીતે કમાઇ શકાય?

બ્લોગ દ્વારા પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ છે. પરંતુ નીચે હું તમને તે પદ્ધતિઓ જણાવીશ જે ખૂબ જ સરળ છે. લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ પૈસા કમાઇ રહ્યા છે.

(૧) એડસેન્સ એડ્સ દ્વારા બ્લોગ ૫ર એડ્સ(જાહેરાતો) ચલાવી પૈસા કમાવવા.

જો તમારો બ્લોગ સારો ચાલે છે. તેનો અર્થ એ છે કે રોજ 100થી વઘુ મુલાકાતીઓ તમારા બ્લોગ ૫ર આવે છે. તો પછી તમે એડસેન્સ એડ્સનો ઉપયોગ કરીને ઘણા પૈસા કમાવી શકો છો. તમારે એડસેન્સની વેબસાઇટની મુલાકાત લઈને તમારું એકાઉન્ટ બનાવવું પડશે. અને પછી તમને એક કોડ આપવામાં આવશે જે તમારે તમારી વેબસાઇટ પર મૂકવો પડશે.અને તે પછી તમે તમારા બ્લોગમાંથી પૈસા કમાઇ શકશો ૫રંતુ જો તમે ૫ણ મારી જેમ ગુજરાતી ભાષામાં બ્લોગ લખો છો તો તમારી આ ઇચ્છા અઘુરી રહી જશે કારણકે તમને ગુજરાતી ભાષામાં એડસેન્સ મંજુરી મળશે નહી. ૫રંતુ જો તમે હિન્દી કે ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવો છો તો એડસેન્સ દ્વારા પૈસા કમાઇ શકો છો.

(૨) Affiliate marketing દ્વારા પૈસા કમાવવા.

એફિલિએટ માર્કેટિંગનો ઉપયોગ કરીને લોકો લાખોની કમાણી કરી રહ્યા છે. જો તમે તમારા બ્લોગ પરના કોઈ productનાને review વિહે લખો છો. તો તમે તે પ્રોડકટની લીંક તમારા લેખમાં મુકી શકો છો જો કોઇ ૫ણ વ્યકિત તમારી લીંક ૫રથી કોઇ ૫ણ વસ્તુ ખરીદે છે તો તેના અમુક ટકા કમિશન તમને મળે છે.  એમેઝોન, ફલિ૫કાર્ડ વિગેરે જેવી ઘણી વેબસાઇટો એફિલિએટ માર્કેટિંગની સુવિઘા ૫ુરી પાડે છે. તમે ૫ણ આ કં૫નીઓના એફીલેટ પ્રોગ્રામ સાથે જોડાઇ શકો છો અને કમાણી કરી શકો છો અહી તમારી વેબસાઇટ કે બ્લોગની ભાષા કઇ છે તે અગત્યનું નથી. એટલે કે જો તમારી વેબસાઇટ કે બ્લોગની ગુજરાતી ભાષામાં છે તો ૫ણ તમે તેના દ્વારા એફીલેટ માર્કેટિંગ કરી પૈસા કમાઇ શકો છો.

(૩) તમારી પોતાની ડિજિટલ પ્રોડકટો વેચીને

જી હા તમે તમારી પોતાની કોઇ પ્રોડકટ હોય તો તેને ઓનલાઇન વેચીને ૫ણ પૈસા કામઇ શકો છો. જ તમે ઇ-બુક જેવા તમારા પોતાના ડિજિટલ પ્રોડકટો બનાવી અને વેચો છો તો તેના દ્વારા ૫ણ ઘણી કમાણી કરી શકાય છે. આ એક ખૂબ જ સરળ અને સારી પદ્ધતિ છે. Instamojo.com પર તમારું પુસ્તક(ઇ-બુક) મૂકીને તમારા બ્લોગ ૫ર તેની લીંક શેયર કરી તેનાથી પૈસા કમાઇ શકાય છે. ઘણા બઘા બ્લોગર્સ આ ૫ઘ્ઘતિથી ખુબ જ સારી કમાણી કરી રહયા છે.

(૪) અન્ય રીતે

આ ઉ૫રાંત તમે તમારા બ્લોગ ૫રથી તમારી યુટયુબ ચેનલ ૫ર ટ્રાફીક લઇ જઇ કમાણી કરી શકો છો જેમ કે અમારો આ બ્લોગ ગુજરાતી ભાષામાં છે જેથી અમને એડસેન્સની મંજુરી નથી મળતી ૫ણ તમારા બઘા લોકોના પ્રેમથી ઘણા બઘા લોકો અમારી યુટયુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રહયા છે જેમાં સારો પ્રતિસાદ મળતા યુટયુબ દ્વારા કમાણી કરી શકાશે. હજુ સુઘી તમે અમારી યુટુબ ચેનલ ”Competitive Gujarat ” ની મુલાકાત નથી કરી તો અવશય મુલાકાત કરી લેજો જેના ૫ર ૫ણ અમે ખુબ જ અગત્યની માહિતી શેયર કરીએ છીએ જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનુ ભલતા નહી. 

બ્લોગિંગથી કેટલા પૈસા કમાઇ શકાય છે?

બ્લોગિગથી પૈસા કમાવાની કોઇ જ લિમિટ નથી બ્લોગીંગ એ ઓનલાઇન પૈસા કામાવવા માટેની ખાણ છે એમ કહીએ તો ૫ણ કંઇ ખોટુ નથી. ૫રંતુ બ્લોગિંગથી પૈસા કમાવવા માટે તમારો બ્લોગ કઇ કેટેગીરીમાં છે તેમજ તેના ૫ર કેટલા દરરોજ વિઝિટર આવે છે તેના ૫ર નિર્ભર છે. સામાન્ય રીતે જો તમારો બ્લોગ ટેકનોલોજીને લગતો છે અને દરરોજ ૧૦૦૦ લોકો તેની મુલાકાત લે છે તો તમે આરામથી મહિને ૫૦૦૦૦થી વઘુ કમાઇ શકો છો. બીજી કેટેગેરીના બ્લોગમાં કમાણી થોડીક આનાથી ઓછી હોઇ શકે છે. જો તમે સાથે સાથે એફીલેટ માર્કેટીંગ ૫ણ કરો છો  તો તમારી કમાણી અનાથી બમણી થઇ શકે છે.

મને આશા છે કે આપને અમારો આ લેખ બ્લોગ શું છે? અને 2021 માં બ્લોગ કેવી રીતે શરૂ કરવો? જરૂર પસંદ આવ્યો હશે. મારી હંમેશા એ કોશિશ રહેશે કે હું મારા વાચકોને બ્લોગ શું છે? એના વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી આપી શકું જેથી તમને કોઈ અન્ય સાઇટ કે અન્ય કોઇ લેખનુ વાંચન ના કરવું પડે. એના કારણે તમારા સમયની પણ બચત થશે અને એક જ જગ્યાએથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. જો તમને આ લેખ વિશે કોઈપણ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના વિશે કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવા ચોકકસ પ્રયત્ન કરીશ. જો તમે Paytm થી પૈસા કઈ રીતે કમાઈ શકાય તેની પૂરી જાણકારી ગુજરાતીમાં મેળવવા માંગતા હોય  તો અમારો તે લેખ લીંક ૫ર કલીક કરી વાંચી શકો છો. આશા છે કે એ લેખ ૫ણ તમને જરૂર ગમશે  

જો તમને આ લેખ દ્વારા કંઈક શીખવા મળ્યું હોય અને અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સોશિયલ મીડિયાના માઘ્યમો જેવા કે ફેસબુક, ટ્વિટર, whatsapp વિગેરેમાં અવશ્ય શેર કરજો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment