ભાઈ બીજ નું મહત્વ | ભાઈ બીજ 2023

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

હિન્દુઓના સૌથા મોટા ૫ર્વ દિવાળીમાં બેસતા વર્ષ ૫છીનો દિવસ ભાઈ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિના એટલે કે કારતક મહીનાનો બીજો દિવસ ભાઈ બીજ છે, આ દિવસે બહેનો પોતાના ભાઇના લાંબા અને સુખદાયી આયુષ્યની કામના કરે છે પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધન પછી, ભાઈ બીજ એ ભાઈ અને બહેનના પ્રેમને સમર્પિત બીજો તહેવાર છે.

ભાઈ બીજ કઇ રીતે મનાવવામાં આવે છે.

ભાઈ બીજનો તહેવાર દીવાળીના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે પરિણીત બહેનો પોતાના ભાઈને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કરે છે આ દિવસે બેન કંકુ અને અક્ષત(ચોખા)થી તેમના ભાઈને ચાંદલો કરી તેમના ઉજ્જવલ ભવિષ્યની કામના કરે છે. જેના બદલે ભાઈ તેની બેનને ભેંટ આપે છે ભાઈ, ભાઇ બીજ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

ભાઈ બીજની કથા:- 

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સૂર્ય ભગવાનની પત્નીનું નામ છાયા છે. ભગવાન સૂર્ય અને માતા છાયાને બે સંતાનો હતા. પુત્ર યમરાજ (લોકોના પ્રાણનો વધ કરનાર) અને પુત્રી યમુના છે. યમુના માતા પોતાના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરે છે. યમુના માતા વારંવાર તેમના ભાઈ યમરાજને તેમના પ્રિય મિત્રો સાથે ઘરે આવવા અને ભોજન કરવા વિનંતી કરતી હતી. પણ યમરાજ પોતાના કામમાં વ્યસ્ત હોવાથી યમુના માતાની વાત ટાળતા હતા. પછી ફરી એક વાર કારતક મહિનો આવ્યો અને યમુના માતાએ ફરી એકવાર પોતાના ભાઈ યમરાજને ભોજન માટે આમંત્રિત કર્યા. આ વખતે યમુના માતાએ યમરાજ પાસેથી તેમના ઘરે આવવાનું વચન મેળવી લીધું.

આ પછી યમરાજે વિચાર્યું કે હું દરેકના જીવનનો નાશ કરુ છું, તેથી જ કોઈ મને તેમના ઘરે આમંત્રણ આપતું નથી. તેમ છતાં, જો મારી બહેન મને પ્રેમથી બોલાવે છે, તો મારે જવું પડશે અને મારા વચનનું પાલન કરવું પડશે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે જવા નીકળ્યા અને યમલોકમાંથી બહાર નીકળતા જ ત્યાં દુઃખી જીવોને મુક્ત કર્યા. ભાઈ યમરાજને ઘરમાં જોઈને યમુના માતાની ખુશીનો પાર ન રહ્યો. પછી તેણે સ્નાન-ઘ્યાન તિલક કરી યમરાજનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી તેમને ખૂબ પ્રેમથી ખવડાવ્યુ. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે યમુના માતાને વરદાન માંગવાનું કહ્યું.

યમુના માતાએ યમરાજને કહ્યું કે ભાઈ તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે ૫ઘારો. મારી જેમ, જે કોઈ બહેન કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે તેના ભાઈને આમંત્રણ આપી તિલક કરે છે, તેને તમારો(મોતનો) ભય ન રહેવો જોઈએ. આ પછી, યમરાજ ‘તથાસ્તુ’ કહીને અને યમુના માતાને ઘન-ઘાન્ય આપી યમલોક ગયા. આ જ દિવસથી ભાઈ બીજ તહેવા ઉજવવાનું શરૂ થયું. એવું માનવામાં આવે છે. અને જે ભાઈ તેની બહેનનું આમંત્રણ સ્વીકારે છે અને ભાઈ દૂજના દિવસે તેની બહેન પાસે તિલક કરાવે છે, તેને યમરાજનો ભય નથી રહેતો.

આ ૫ણ વાંચો:- 

  1. કાળી ચૌદસની પૂજા
  2. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  3. ધનતેરસનું મહત્વ
  4. નવરાત્રી નું મહત્વ
  5. વસંત પંચમી નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો ભાઈ બીજ નું મહત્વ  (bhai bij essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment