મલાવ તળાવ, ઇતિહાસ, માહિતી | Malav talav history in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ આ કહેવત તો તમે બધાએ સાંભળી જ હશે. આ મલાવ તળાવનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ કરાવ્યુ હતુ. આ કહેવત જેના પરથી પડી છે તે ધોળકાના મલાવ તળાવના ઇતિહાસ વિશે આજે આપણે આ આર્ટીકલ્સમાં વિગતવાર માહિતી મેળવીશુ.

મલાવ તળાવ વિશે માહિતીઃ-

સ્થળનું નામ – મલાવ તળાવ
ક્યાં આવેલું છે ?અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલુ તળાવ
બાંધકામનું વર્ષ- આશરે ઈ.સ. ૧૦પ૦ માં
કોણે બંંધાવ્યુ?સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવીએ

મલાવ તળાવનો ઇતિહાસ(Malav talav history in Gujarati)

સોલંકી વંશના મહાન પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી લોક સેવા માટે ખૂબ જ કાર્યરત હતા, તેમણે લોકોની સુખાકારી માટે ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં અનેક વાવ, કુવા તેમજ તળાવો બંધાવ્યા હતા. આવુ જ એક તળાવ એટલે ધોળકા શહેરમાં આવેલું મલાવ તળાવ. આ મલાવ તળાવ રાજમાતા મીનળદેવીની દેન છે. જે ન્યાય માટે ખૂબ જ પ્રચલિત છે.

જ્યારે રાજમાતા મિનળદેવી ધોળકામાં આવેલ મલાવ તળાવનું નિર્માણ કરાવતા હતા ત્યારે આ તળાવના કાંઠા ઉપર એક ગરીબ બાઇનું ઝુપડું આવેલુ હતું. જો આ ઝુપડુ ખસેડવામાં ન આવે તો તળાવની ગોળાઇ બરાબર આવતી ન હતી. આટલા મોટા અને ખૂબ મોટા ખર્ચ તૈયાર થતા તળાવના ઘાટમાં ખાંચો પડે એ સારૂ ન લાગે, માટે તે બાઇને ઝુંપડાના બદલામાં માંગે તેટલી કિંમત આપવા કહ્યુ પણ તે બાઇને ઘર સાથે એટલી મમતા બંધાયેલી કે તે કોઇ પણ ભોગે ધર છોડવા તૈયાર જ ન હતી. ખૂબ સમજાવટ બાદ પણ આ બાઇ પોતાનુ ઘર આપવા તૈયાર જ ન થઇ.

જો રાજમાતાએ ધાર્યુ હોત તો પોતાની સત્તાના જોરે ઝુપડુ ખાલી કરાવી શકતા હતા. પરંતુ તેમણે તે ઝુપડુ ત્યાં રહેવા દીધુ જેને કારણે આજે પણ આ તળાવમાં ખાંંચો છે. આવી હતી રાજમાતા મીનળદેવીની ન્યાયપ્રિયતા ! એટલે જ કહેવાતું કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ ! અને કદાચ આ જ ન્યાયપ્રિયતાના કારણે આજે આપણે રાજ માત મિનળ દેવી તથા તેમના દ્વારા બંધાવેલ આ ભવ્ય મલાવ તળાવને યાદ કરીએ છીએ.

મલાવ તળાવનું બાંધકામઃ-

ગુજરાતનાં સુંદર તળાવોમાં મલાવ તળાવની બાંધણી, કલા કોતરણી ટોચસ્થાને છે. આ તળાવ આશરે ઈ.સ. ૧૦પ૦ માં બંધાયું હોવાનું માનવામાં આવે છે. આ તળાવનું ક્ષેત્રફળ ૪૬ એકર છે અને વ્યાસ ૪૦૦ વાર છે. એની બાંધણી પાટણના સહસ્ત્રલિંગ અને વિરમગામના મુનસર તળાવને મળતી આવે છે.

આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથિયાંથી બાંધેલું છે.  આ તળાવને ચાર ઓવારા અને તેના પર દેરીઓ હશે તેમ માનવામાં આવે છે. તળાવની મધ્યમાં એક વિહાર બંંગલી આવેલ છે. જે એક સમયે નાનકડું મંદિર આવેલું હશે એવું હાલના અવશેષો પરથી જણાય છે. આ વિહાર બંગલી સુધી પહોચવા માટે પથ્થરનો પુલ બાંધેલો છે. ઓવારા અથવા ઘાટની બંને બાજુ દીવાલો પર દશાવતાર તથા નવ ગ્રહનાં શિલ્પ કોતરેલાં છે.

તળાવના પાણી આવવાના માર્ગમાં તળાવની નજીક એક રુદ્રકુંડ બાંધવામાં આવ્યો છે. તેનો વ્યાસ આશરે ૮વારનો છે. આ કુંડની ચારે બાજુએ પથ્થરમાંથી કંડારીને ૧૧ રુદ્રને બેસાડવામાં આવ્યા છે. જયારે રુદ્રકુંડ ભરાઈ રુદ્રોના મુખ સુધી પાણી આવે ત્યારે તળાવ સંપૂર્ણ ભરાઈ જાય હોય છે.

તળાવના બાંધકામના અવશેષો પરથી તળાવની મધ્યમાં આવેલ વિહાર બંગલી કોઈ મંદિર હોવાનું સૂચવે છે. આ તળાવના બાંધકામ વખતે એ ચોકસાઈ રખાઈ છે કે તળાવમાં ગમે તેટલું પાણી ભરાય તેમ છતાં તળાવની વચ્ચે આવેલ વિહાર બંગલી (મંદીર) પર જવાનો રસ્તો કોરો રહે. આમ મલાવ તળાવ એ મૂળ હિંદુઓએ બાંધેલું ઉત્તમ જળાશય છે અને તેની ઘણા ખૂણાવાળી રચનામાં કોઈ જાતનો દોષ જણાતો નથી.

તળાવના બાંંધકામ વખતે કોઇ ગરીબ બાઇનું ધર આવેલ હોવાથી તળાવમાં ખાંચો પાડવામાં આવ્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે. પરંતુ હાલ ત્યાં એવુ કોઇ બાંધકામ જણાતુ નથી. પરંતુ ભારતીય પુરાત્તત્વ ખાતા દ્વારા જો અહી ઉત્ખનન કરવામાં આવે તો આ બાબતે ચોકકસ પુરાવાઓ મળી શકે તેમ છે. આ તળાવનો જીર્ણોદ્વાર થયેલો હોવાનું પણ જણાય છે. જીર્ણોદ્વાર વખતે તળાની મુળ રચનામાં થોડઘણા ફેરફારો થયા હશે એવુ માનવામાં આવે છે.

અન્ય જોવાલાય સ્થળો:-

હું આશા રાખું છું કે તમને મલાવ તળાવ, ઇતિહાસ, માહિતી (Malav talav history in Gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા તો કેટલાય પ્રવાસન સ્થળો વિશેની માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરેલ છે. જે અવશ્ય વાંચશો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment