મહારાણા પ્રતાપ ઇતિહાસ, જીવનચરિત્ર, જન્મજયંતી, ઇતિહાસ | Maharana Pratap History, Story in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા મહારાણા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ. આજે આ આર્ટીકલ્સમાં આ૫ણે મહારાણા પ્રતાપ નો જન્મ, જન્મજયંતિ, મહારાણા પ્રતાપ નો ઈતિહાસ (maharana pratap history in gujarati) વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

મહારાણા પ્રતાપ ની તલવાર, પત્ની, ઘોડો, કિલ્લો, વંશજો, શાયરી, ઇતિહાસ, મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ, maharana pratap history in gujarati, maharana pratap story in gujarati

મહારાણા પ્રતાપ નું જીવન(Maharana Pratap Information in Gujarati)

નામમહારાણા પ્રતાપ
બાળ૫ણનું નામકીકા
જન્મ તારીખ 9 મે 1540
જન્મ સ્થળકુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)
માતાનું નામમહારાણી જીવંતાબાઈ
પિતાનું નામમહારાણા ઉદયસિંહ
૫ત્નીનું નામઅજબદે પવાર
ઘર્મસનાતન
જાતિસિસોદિયા રજવંશ
રાજયાભિષેકગોગુંડામાં
પુત્રોના નામઅમરસિંહ, જગમાલ, શકિતસિંહ, સાગરસિંહ
મહારાણા પ્રતાપ નું વજન110 કિલો
 ઉંચાઇ7 ફૂટ 5 ઇંચ
ભાલા નું વજન81 કિલો
બખ્તરનું વજન72 કિલો
ઘોડાનું નામચેતક
મૃત્યુ તારીખ/ સ્થળતા. 19 જાન્યુઆરી 1597 રાજધાની ચાવંડમાં

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું.  તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17  સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.

તેમણે પોતાના શરૂઆતનાં દિવસો ભીલ લોકો સાથે ગાળ્યા હતાં. ભીલ બોલીમાં ‘કીકા’નો અર્થ પુત્ર થાય છે અને તેથી જ મહારાણા પ્રતાપને તેઓ કીકા કહીને બોલાવતા. મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110 કિલો હતું. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.

Must Read : શિવાજી મહારાજ નો ઇતિહાસ

ઈ. સ. 1572માં મહારાણા બન્યા પછી તેમણે ક્યારેય ચિત્તોડની ફરી મુલાકાત નહીં લીધી, એમ કહો કે લેવા જ ન પામ્યા. હિંદુસ્તાન પર રાજ કરવાની ઈચ્છા રાખનાર બાદશાહ અકબર કેટલીય વાર મહારાણા પ્રતાપ પાસે સંધિ પ્રસ્તાવ લઈને પોતાનાં દૂત મોકલી ચૂક્યા હતા, પરંતુ ‘મેવાડના રાજા તો પ્રતાપ પોતે જ રહેશે’ એ સિવાયની તમામ શાંતિ સંધિની શરતો તેઓ સ્વીકારવા તૈયાર હતા.

પ્રતાપે મુઘલો સામે ઘણાં યુદ્ધો કર્યા હતા, પરંતુ પ્રખ્યાત તો હલ્દીઘાટીનું યુદ્ધ જ હતું. ઈ. સ. 1576માં થયેલાં આ યુદ્ધમાં વીસ હજાર સૈનિકો સાથે પ્રતાપે એંસી હજાર સૈનિકોવાળી મુઘલ સેનાનો સામનો કર્યો હતો.  આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. મોટા ભાગના રાજપૂત રાજાઓ  મુઘલોની શરણાગતિ સ્વીકારી ચુક્યા હતા, પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી.

હલ્દીઘાટી યુદ્ધ દરમિયાન પ્રતાપને તે સમયનાં વેપારી વીર ભામાશાએ 25000 રાજપૂતોને 12વર્ષ સુધી ચાલે એટલું અનુદાન આપ્યું હતું.

તેમનાં ભાલાનું વજન 81કિલો અને બખ્તરનું વજન 72 કિલો હતું.  ભાલો,  બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન 208 કિલો હતું. આટલું વજન લઈને પણ તેઓ દુશ્મનો સામે સ્ફૂર્તિથી લડી શકતા હતા.,પહાડ પરથી કૂદકો મારી શકતા હતા કે પછી ઘોડો કુદાવી શકતા હતા.

Must Read : પૃથ્વીરાજ ચૌહાણ નો ઇતિહાસ

તેઓ હંમેશા એક કરતાં વધારે તલવાર સાથે લઈને ફરતા હતા. જો ક્યારેક કોઈ દુશ્મન હથિયાર વગરનો થઈ જાય તો તેઓ પોતાની તલવાર આપી દેતા, પરંતુ  નિઃશસ્ત્ર દુશ્મન પર ક્યારેય હુમલો ન કરતા.

હલ્દીઘાટીમાં મુઘલ સેનાપતિ  બહલોલ ખાનને તેમણે તલવારના એક જ ઝાટકે એનાં ઘોડા સહિત ચીરી નાંખ્યો હતો, જે ઈતિહાસની સૌથી ચર્ચિત ઘટના છે.

અકબરે ક્યારેય પણ મહારાણા પ્રતાપ સાથે પ્રત્યક્ષ યુદ્ધ કર્યું ન હતું. તેમણે હલ્દીઘાટીમાં પણ  જહાંગીર અને પોતાના નવરત્નોમાના એક માનસિંહને મોકલ્યા હતા. યુદ્ધ દરમિયાન જ્યારે જહાંગીરનો હાથી તેમની એકદમ નજીક આવી ગયેલો ત્યારે તેમનાં ઘોડા ચેતકે હાથી પર પોતાનાં બે પગ ટેકવી દીધેલ અને પ્રતાપે પોતાનો 108 કિલોનો ભાલો જહાંગીર પર છુટ્ટો ફેંક્યો હતો. નજીવા અંતરથી જહાંગીર આ ભાલાનાં ઘાથી બચી ગયો. જહાંગીરનાં બચી જવાથી જ ભારતમાં અંગ્રેજો પગપેસારો કરી શક્યા, કારણ કે આગળ જતાં જહાંગીર બાદશાહ બન્યો અને એણે જ અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની મંજુરી આપી હતી.

મહારાણા પ્રતાપ જેટલો જ બહાદુર એમનો ઘોડો ‘ચેતક’ હતો. કાઠીયાવાડી કુળનો આ ઘોડો એક સમયે જ્યારે મુઘલો સામેના યુદ્ધમાં  મુઘલ સેના એકલા પ્રતાપની પાછળ પડી હતી ત્યારે ચેતક 22ફૂટનું નાળુ એક જ છલાંગમાં કુદાવી ગયો હતો.  110કિલોનાં પ્રતાપ, 208કિલોનો તેમનો સામાન લઈને 22ફૂટનું નાળુ કૂદવું કોઈ સામાન્ય બાબત નથી. પ્રતાપને સહી સલામત સ્થળે પહોંચાડી તો દીધા, પરંતુ ચેતક બચી ન શક્યો. તે ત્યાં જ મૃત્યુ પામ્યો.

Must Read : ચાણક્યનો જીવન ૫રિચય

મહારાણા પ્રતાપના ઘોડા ચેતક્નું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા ગામ ગણાય છે, જે આજે પણ ઊંચી જાતનાં ઘોડા માટે વખણાય છે. એવું કહેવાય છે કે હળવદ પાસેનાં ખોડ ગામનાં દંતિ શાખાના એક ચારણે ચેતક અને નેતક નામનાં બે ઘોડા ભીમોરાથી લઈ મારવાડ પહોંચાડ્યા હતાં. મહારાણા પ્રતાપે આ બંને ઘોડાની પરીક્ષા લીધી હતી, જેમાં નેતક મૃત્યુ પામ્યો હતો અને ચેતક મહારાણાને પસંદ પડી ગયો હતો.

વર્ષ 1582માં તેમણે  દિવારનાં યુદ્ધમાં ફરીથી પોતાનાં પ્રદેશનો કબ્જો મેળવ્યો. કર્નલ જેમ્સ તાવે  પ્રતાપના મુઘલો સામેના યુદ્ધને યુદ્ધ મેરેથોન ગણાવી હતી. આખરે ઈ. સ.1585માં તેઓ મેવાડને અંગ્રેજોના કબ્જામાંથી સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં સફળ રહ્યા.

ઈ. સ. 1596માં શિકાર કરતી વખતે પ્રતાપને ઈજા થઈ હતી, જેમાંથી એ ક્યારેય બહાર આવી શકયા ન હતા. તેમની નવી રાજધાની ચાવંડમાં જ તેમનુ 19 જાન્યુઆરી 1597નાં રોજ માત્ર 57 વર્ષની વયે અવસાન થયું. તેમની બહાદુરી હિંમતની સામે અકબરે તેમની સ્વતંત્રતા સ્વીકારી લીધી અને પોતાની રાજધાની લાહોર ખસેડી લીધી હતી. મહારાણા પ્રતાપના મૃત્યુ પછી ફરીથી તેણે આગ્રાને પોતાની રાજધાની બનાવી દીધી હતી.

સ્વતંત્રતાનું જીવન જીવતાં શીખવનાર મહારાણા પ્રતાપને ભારત ક્યારેય ભૂલી નહીં શકે.

લેખક:- શ્રીમતી સ્નેહલ  જાની શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4

અગત્યના પ્રશ્નોઃ

Q-1. મહારાણા પ્રતાપ શા માટે પ્રખ્યાત છે?
જવાબઃ ભારતના ઈતિહાસમાં મહારાણા પ્રતાપનું નામ તેમની બહાદુરીના કારણે અમર છે. તેઓ એકમાત્ર એવા રાજપૂત રાજા હતા જેમણે મુઘલ સમ્રાટ અકબરની સત્તા(અઘિનતા) સ્વીકારી ન હતી. તેમનો જન્મ 9 મે, 1540 ના રોજ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં થયો હતો.

Q-2. મહારાણા પ્રતાપ અને ચેતક વચ્ચે શું સંબંધ હતો?
જવાબઃકહેવાય છે કે મહારાણા પ્રતાપ અને ચેતક ઘોડા વચ્ચે ઊંડો ગાઢ સંબંધ હતો. મહારાણા પ્રતાપ પણ ચેતકને ખૂબ પ્રેમ કરતા હતા. ચેતક ઘોડો માત્ર પ્રામાણિક અને હરવાફરવામાં ચપળ કે ચાલાક જ નહીં પણ નીડર અને શક્તિશાળી પણ હતો. તે સમયે ચેતક ઘોડાની તેના માલિક પ્રત્યેની વફાદારી અન્ય કોઈ રાજપૂત શાસક કરતાં વધુ હતી.

Q-3. અકબર મહારાણા પ્રતાપથી કેમ ડરતો હતો?
જવાબઃ12 વર્ષના લાંબા સંઘર્ષ પછી પણ મહારાણા પ્રતાપ અકબરના આઘિન થયા ન હતા. ખાસ કરીને રાણાની લડાયક કુશળતા જોઈને અકબર એટલો ડરી ગયો હતો કે તે સપનામાં પણ રાણાનું નામ સાંભળીને ચોંકી જતો હતો અને પરસેવો છુટી જતો હતો. એટલું જ નહીં, મહારાણા પ્રતા૫ની તલવાર લાંબા સમયથી અકબરના મનમાં ડર બનીને બેસી ગઈ હતી.

આ ૫ણ વાંચો:-

 1. જ્યોતિબા ફૂલે
 2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
 3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
 4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
 5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો મહારાણા પ્રતાપ નું જીવનચરિત્ર (maharana pratap history in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

9 thoughts on “મહારાણા પ્રતાપ ઇતિહાસ, જીવનચરિત્ર, જન્મજયંતી, ઇતિહાસ | Maharana Pratap History, Story in Gujarati”

 1. ખુબ સરસ અમને પણ ઇતિહાસ વિશે કંઇક તો જાણવા મળે છે..👍🏼👍🏼😊😊🤗🤗👌🏼👌🏼

 2. ધન્ય છે આ દેશ નિ ધરતિ જ્યાં મહારાણા પ્રતાપ જેવાં મહાન રાજા મહાન રાજા થઈ ગયા ધન્ય છે આ ધર્તી .🙏👌⚔️

 3. સાહેબ હું પણ ભારત ના મહાન યોદ્ધા વિશે યૂટ્યુબ ના મારફત વિડિયો બનાવું છું. સાહેબ બ્લોગ કેવી રીતે ચાલુ કરો શકાય મને કેશો
  તમે અહીંયા જે જિક્ર કર્યો છે બહાહોલ ને એ દીવાર માં યુદ્ધ માં થયું હતું
  તમે આ બ્લોગ માં રાણા ના જીવન માંથી આપને શું પ્રેરણા શકીએ ચોક્કસ કેવું પડે પણ bolg સારો હતો સાહેબ ખૂબ પ્રગતિ કરો અને મારી ચેનલ ને એકવાર પ્લીઝ ચેક કરો

 4. રાણો રાણાની રીતે એમ
  ક્યાંક સાંભળ્યુ હતુ પણ આજે સાચે જ લેખ વાંચી ખબર પડી કે રાણો તો રાણો જ હતો વાહ આપની બહાદુરી ને
  ધન્ય છે ભારતની ધરાને જેણે આવા વિર પુરુષોને જન્મ આપ્યો

 5. ઇતિહાસ ના પાના એમજ સોનેરી નથી થયા ભાઈ
  મહારાણા પ્રતાપની આવી અપૂર્વ બહાદુરી ના કારણે
  દેશ હજી યાદ કરે છે.

  ધન્ય છે જીવંતાબઇ ની કુખ ને🙏🚩👑

Leave a Comment