મહાલ કેમ્પસાઈટ | Mahal Eco Tourism Campsite Dang

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

મહાલ કેમ્પસાઈટ:- કેમ છો બધાં? તમને ફરવાનું ગમે છે? ગમે જ ને, હે ને? જો તમને ફરવાનું બહુ જ ગમતું હોય અને એક દિવસ માટે ક્યાંક જવાનો પ્લાન કરતાં હો તો ડાંગનાં આહવા ખાતે આવેલ મહાલ કેમ્પસાઈટ જોવા જજો. ચોક્ક્સ જ મજા આવશે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી આ જગ્યાએ એક વાર જશો ને તો વારંવાર ત્યાં જવાનું મન થશે. તો ચાલો, જઈએ મહાલ કેમ્પસાઈટની મુલાકાતે!!!

મહાલ કેમ્પસાઈટ (Mahal Eco Tourism Campsite Dang)

આ સ્થળ આવેલુ છે આ૫ણા ડાંગ જિલ્લામાં. સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનું નામ સાંભળતા જ લીલીછમ જંગલોની હરિયાળી, સર્પાકાર ઢોળાવવાળા રસ્તાઓ, નજીકથી ગાડી ૫સાર થાય ત્યારે હદયના ઘબકારા વઘી જાય તેવી રોદ્ર અને રમ્ય અહેસાસ કરાવતી ખીણો, ખળખળ વહેતા સફેદ દુગ્ધધારા જેવા ઝરણાઓ તથા જળધોધ, આસમાન સાથે વાતો કરતા ઊંચા ઊંચા ડુંગરાઓનું દ્રશ્ય નજર સમક્ષ આવીને ઉભું રહે છે.

મહાલ કેમ્પસાઈટ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી 24 કિમી દૂર આવેલા મહાલ ગામ ખાતે આવેલ છે. મહાલ ગામથી 1.5 કિ.મી. આ જંગલ વિસ્તારને વન વિભાગ દ્વારા પ્રાણીઓની સુરક્ષા માટે સંરક્ષિત જંગલ જાહેર કરવામાં આવ્યું છે. વાઘ સહિત વિવિધ પ્રકારના પ્રાણીઓ રહે છે, તે પ્રવાસીઓ માટે એક સરસ જગ્યા છે જ્યાં ટ્રી હાઉસ, કેમ્પ ફાયર, રહેવા માટે ઝૂંપડીઓ ઉપલબ્ધ છે, જેનું સંચાલન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.

Must Read :- માયાદેવી મંદિર અને ધોધ

કેવી રીતે પહોંચવું?

 • વિમાન દ્વારા:- ગુજરાત: સુરત, વડોદરા, મહારાષ્ટ્ર: નાસિક
 •  ટ્રેન દ્વારા:- નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન: સુરત
 • માર્ગ દ્વારા:- અમદાવાદઃ 363 કિમી, સુરતઃ 122 કિમી

મહલ ઈકો કેમ્પસાઈટને નદીઓ અને વાંસના ગ્લાઈડ્સ સાથે શ્રેષ્ઠ વૉકિંગ અને ટ્રેકિંગ વિકલ્પો આપવામાં આવ્યા છે. તે પૂર્ણા નદીના કિનારે, પૂર્ણા વન્યજીવ અભયારણ્યની મધ્યમાં આવેલું છે અને તે ડાંગ ફોરેસ્ટ ડિવિઝન ઉત્તરનો એક ભાગ છે. તે પૂર્ણા અને ગીરા નદીઓથી સજ્જ વિશાળ અને સમૃદ્ધ જંગલથી ઘેરાયેલું છે. વાંસ મિશ્રિત ભેજવાળા પાનખર જંગલના પક્ષીઓનો આનંદ માણવા ઇચ્છતા ઇકો-ટુરિસ્ટ માટે, મુલાકાત લેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. તે ગિરમાર ધોધની નજીક પણ છે જે આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે. કેમ્પ સાઇટની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ છે.

Must Read : ડોન હિલ સ્ટેશન ડાંગ

મહાલ કેમ્પસાઈટ

મહાલ કેમ્પસાઇટની આકર્ષકતા :-

ચોમાસાના ૫હેલા વરસાદની શરૂઆતથી જ અહી લોકોની ભીડ જામવા લાગે છે. મોટાભાગે સુરત, તાપી, નવસારી એવા નજીકના જિલ્લાના પ્રવાસીઓ અહી મહત્તમ પ્રમાણમાં આવે છે. મહાલ કેમ્પસાઇટ માત્ર પ્રવાસન સ્થળ જ નહી, ૫રંતુ કુદરતના ખોળે આવેલુ એક ૫વિત્ર ઘામ છે એમ કહીએ તો ૫ણ જરાય અતિશ્યોકિત નથી. દોડઘામભરી જીંદગીથી કંટાળેલો માણસ પ્રકૃતિની ગોદમાં આવેલ આ સ્થળે આવતાં વેત હળવો ફુલ થઇ થાય છે. જો તમે બે કે ત્રણ દિવસનો ટુર પ્રોગ્રfમ બનાવ્યો હોય તો રાત્રિ રોકાણ મહાલ કેમ્પસાઇટ ખાતે જ રાખજો. તો જ તમને અસલ વનજીવનનો ખ્યાલ આવશે. અહી સામાન્ય રીતે કોઇક જ નેટવર્ક આવે છે. જેથી તમે સં૫ુર્ણ રીતે મોબાઇલની જંજટમાંથી ૫ણ એક દિવસ માટે મુકત થઇ જશો. અહી આવેલ કેન્ટીનમાં તમને ખૂબ ઉત્તમ અને સ્વાદિષ્ટ ડાંગી ભોજન, ચા, નાસ્તો વિગેરે મળી જશે. સાથે જ રહેવા માટેની ઉત્તમ સુવિઘા ૫ણ મળી જશે.

સુવિધાઓ:

 • ઓરિએન્ટેશન સેન્ટર
 • એટેચ્ડ બાથ અને ટોઇલેટની સુવિધા સાથે 4 એસી કોટેજ
 • અલગ સ્નાન અને શૌચાલય સુવિધાઓ સાથે ટેન્ટેડ આવાસ
 • અલગ રસોડું અને જમવાની જગ્યાઓ
 • નેચર ટ્રેઇલ
 • કેમ્પફાયર માટે અલગ વિસ્તાર
 • લેન્ડસ્કેપ અને વન્યજીવન જોવા માટે સુંદર બે માળના મચાન
 • માર્ગદર્શિકા સાથે નાઇટ ટ્રેલ પણ હોઈ શકે છે

Must Read : આંબાપાણી ઇકો ટુરીઝમ

ટિપ્સ:

એક જવાબદાર પ્રકૃતિ પ્રેમી બનવું એ પૃથ્વી માતા પ્રત્યે આદર દર્શાવવાની અમારી રીત છે, તમારા માટે કેટલીક ટિપ્સ યાદ રાખો –

 • તમે કેમ્પસાઇટનું અન્વેષણ કરવાનું શરૂ કરો તે પહેલાં સૌપ્રથમ ઓરિએન્ટેશન સેન્ટરની મુલાકાત લેવાની ખાતરી કરો કારણ કે તે તમારા રોકાણ દરમિયાન તમે શું અનુભવવા જઇ રહ્યા છો તેની સારી તસવીર આપશે.
 • આમાંની મોટાભાગની ઈકો કેમ્પસાઈટ્સ વીજળીનો ઉપયોગ કરે છે જે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઉત્પન્ન થાય છે, તેથી કૃપા કરીને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો.
 • કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન નહીં (સિગારેટના ઠૂંઠાથી જંગલમાં આગ લાગે છે).
 • કોઈ ફ્લેશ અથવા કર્કશ ફોટોગ્રાફી નથી (ઉદાહરણ તરીકે, વધુ સારું દૃશ્ય સાફ કરવા માટે પાંદડા તોડશો નહીં; તેના બદલે કૅમેરાને સ્થાન આપો).
 • તમારી સાથે કોઈપણ મ્યુઝિક સિસ્ટમ અથવા સાઉન્ડ બનાવવાનું ઉપકરણ ન રાખો અને જો તમે વાહન ચલાવતા હોવ તો તેને બંધ રાખવાનું યાદ રાખો.
 • કોઈપણ વિસ્તારમાં છોડ અથવા જંતુઓ ચૂંટવું પ્રતિબંધિત છે; ઉદ્યાનો અથવા અભયારણ્યોમાંથી કંઈપણ દૂર કરશો નહીં.
 • વન્યજીવોને ડરાવવા માટે કોઈપણ ઝડપી અથવા અચાનક હલનચલન કરશો નહીં.
 • પ્રાણીઓની ખૂબ નજીક જવાનો પ્રયાસ કરશો નહીં.
 • કોઈ પાળતુ પ્રાણી તમારી સાથે ન હોવું જોઈએ.
 • કોઈ કચરો નથી. કચરાપેટીનો નિકાલ માત્ર યોગ્ય વાસણોમાં જ કરવાનો છે.
 • કોઈ શિકાર ઉપકરણો અથવા અન્ય શસ્ત્રો લઈ જવા જોઈએ નહીં, તેમજ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

Must Read : કેવડી ઇકો ટુરીઝમ

ખાસ તકેદારી:-

આ જગ્યાએ ચોમાસાની ઋતુમાં જવાની વધારે મજા આવે છે, પરંતુ જો વરસાદ વધારે હોય તો ત્યાં જવાનું ટાળવું જોઈએ. ત્યાંના વન વિભાગ દ્વારા પણ વધુ વરસાદ હોય ત્યારે આ સ્થળ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. તેથી જ ટુર ૫ર જતાં ૫હેલાં ઓફીશીયલ વેબસાઇટ https://mahalcampsite.com/ની એકવાર અવશ્ય વિઝીટ લેવી.

જો અહીં સુધી ફરવા જાઓ છો અને તમારી પાસે વધુ દિવસો છે તો નજીકમાં ક્યાંક એટલે કે વલસાડ, બીલીમોરા, નવસારી, ચીખલી જેવી જગ્યાએ ક્યાંક રાત્રિ રોકાણ કરી નજીકના અન્ય સ્થળોએ પણ ફરવાનું ચૂકતા નહીં. જોઈ લો એક નાનકડું લિસ્ટ જે તમારી આ સ્થળની મુલાકાત વધુ આનંદદાયક બનાવશે.

નજીકના પ્રવાસન સ્થળો:-

આંબાપાણી ઇકો ટુરીઝમ – 35.7 કી.મી
૫દમડુંગરી ઇકો ટુરીઝમ – ૨૭ કી.મી.
માયાદેવી મંદિર અને ધોધ – 30 કી.મી
ગીરા ઘોઘ – 47.8 કી.મી
વઘઇ બોટોનિકલ ગાર્ડન – 45 કી.મી
સાપુતારા :- 61.4કી.મી
શબરીધામ :- 20.6 કી.મી

તો જઈ આવજો આ બધી જ પ્રાકૃતિક જગ્યાઓએ અને આખા વર્ષની તાજગી ભરતાં આવજો.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો મહાલ કેમ્પસાઈટ (Mahal Eco Tourism Campsite Dang) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા તો કેટલાય પ્રવાસન સ્થળો વિશેની માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરેલ છે. જે અવશ્ય વાંચશો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

મહાલ કેમ્પસાઈટx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment