મારો યાદગાર પ્રવાસ નિબંધ | Maro Yadgar Pravas Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

પ્રવાસ એ આપણા જીવનનો અનુભવ છે જે આપણને નવી સંસ્કૃતિઓ, અદ્ભુત દૃશ્યો અને અમૂલ્ય યાદોને ઉજાગર કરે છે. મારો એક યાદગાર પ્રવાસ જેણે મારા મન અને આત્માને મનમોહક દ્રશ્યોથી મંત્રમુગ્ધ કરી દીધા. ભારતીય સંસ્કૃતિના અમુલ્ય વારસાની અને સાંસ્કૃતિક વિરાસતોની ઓળખ મળી. તો ચાલો આજે હું તમને મારા આ યાદગાર પ્રવાસની નિબંધ લેખન વડે ઝાંખી કરાવુ.

મારો યાદગાર પ્રવાસ નિબંધ (Maro Yadgar Pravas Essay in Gujarati)

( મુદ્દાઓ : પ્રસ્તાવના -જીવનમાં પ્રવાસનું મહત્ત્વ – જોયેલા સ્થળનું વર્ણન – અનુભવો – ઉપસંહાર)

“ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
 જંગલની કુંજકુંજ જોવી હતી …”  – ઉમાશંકર જોશી

“પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ.”  – કાકા કાલેલકર

    ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઑક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહીધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટૉર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધાં હતાં.

      અમે સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાંને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાં નાનાં અનેક મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ જય ગિરનારી’નો નાદ ગજવતા ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા.

      ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની { પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો.

      સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયાં. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યાં. મંદિરની પડખે જ એક ખેતર હતું.

     ત્યાં પાણીનો બોર હતો. બે દિવસ હાડમારી વેક્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે રાજી રાજી થઈ ગયાં. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળુ કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો.

     વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું.

     વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું.

     સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. બાપા પ્રેમથી જમજો’ એવું કહી કહીને તેઓ સોને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. “અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે’ એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યાં.

      સાંજે અમે જૂનાગઢ પાછાં આવ્યાં. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યાં. લોકોની ધાર્મિક ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો.

     આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશાં યાદ રહેશે.

આ ૫ણ વાંચો:-

  1. જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ 
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન નિબંધ
  5. પ્રવાસનું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો મારો યાદગાર પ્રવાસ નિબંધ (Maro Yadgar Pravas Essay in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment