151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, Quotes | Mother quotes in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજના આર્ટીકલ્સમાં આ૫ણે મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર શાયરી, Mother Quotes in Gujarati, Maa Vise Suvichar in Gujarati, kahevat on mother in gujarati  વિશે માહિતી મેળવીશુ.  

મા તુલના કોઇ ૫ણ વ્યકિત સાથે કરવી મુશ્કેલ છે એટલે જ ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રચલીત કહેવત છે કે, ‘માં તે માં બીજા બધા વગડાના વા’. આમ આ દુનિયામાં ‘મા’નો જોટો જડવો મુશ્કેલ છે. આ૫ણે માતાનું ઋણ કયારેય ચુકવી શકીએ તેમ નથી. તો ચાલો હવે થોડીક મા વિશે કહેવતો (kahevat on mother in gujarati)  જોઇએ.

મા વિશે કહેવતો (kahevat on mother in gujarati)

  • માં તે માં બીજા બધા વગડાના વા
  • એક મા સો શિક્ષકની ગરજ સારે છે
  • મા તે મા
  • માની ગરજ કોઈથી ના સરે
  • મા કહેતા મોઢું ભરાય
  • ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
  • જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે
  • જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે
  • આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે
  • માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ
  • ‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી
  • વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી
  • જના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં
  • માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.
  • માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.
  • ‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી
  • ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ
  • મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.
  • મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો

Must Read : માતૃપ્રેમ નિબંધ

મા વિશે કહેવતો સુવાકયો

મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત

———🌻***🌷***🌻———

મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે

———🌻***🌷***🌻———

મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’

———🌻***🌷***🌻———

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.

———🌻***🌷***🌻———

સદા આપે હુફને સાતા એનુ નામ જ જન્મદાતા

———🌻***🌷***🌻———

જેની ગોદમાં દિકરાને શાંતિ મળે એ ‘મા’ ,

જેના મિલનથી ‘મા’ની અશાંતિ ટળે એ દિકરો

———🌻***🌷***🌻———

અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે

અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.

———🌻***🌷***🌻———

ભગવાનને જયારે માનવીના ઘરમાં આવવાનું મન થયુ ત્યારે ‘મા’ બનીને આવ્યા

———🌻***🌷***🌻———

માતાના હૈયા આર્શીવાદ એ જ સંતાનની સાચી મુડી છે. 

———🌻***🌷***🌻———
મા વિના સૂનો સંસાર, નમાયા નો શો અવતાર

———🌻***🌷***🌻———

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ

———🌻***🌷***🌻———

Must Read : મા તે મા બીજા બધા વગડાના વા નિબંધ

મા પર કહેવામાં આવેલા મહાનુભાવનું વાક્યો

દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’ નો અર્થ ‘મા’ જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર

—-🌻***🌷***🌻—-

હું આજે જે કંઇ પણ છું  અથવા બનવાની આશા રાખું છું તેનો તમામ શ્રેય મારી માતાને જાય છે. –  અબ્રાહમ લિંકન

—-🌻***🌷***🌻—-

બાળક જોઈ જેને રીઝે 

રીઝે બાળક જોઈ જેને

વત્સલ મુરત સ્નેહલ સુરત 

હૃદય હૃદય ના વંદન તને. – ઉમાશંકર જોશી

—-🌻***🌷***🌻—-

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે ?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. – સુરેશ ઠાકર

—-🌻***🌷***🌻—-

મુખ થી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભરે

પછી મોટપણ ની મજા બધી કડવી લાગે કાગડા- દુલા ભાયા કાગ

—-🌻***🌷***🌻—-

હતો હુ સુતો પારણે પુત્ર નાનો, રડુ છેક તો રાખતુ કોણ છાનો

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતુ, મહા હેતવાળી દયાળી જ ‘મા’ તું – કવિ દલ૫ણરામ

—-🌻***🌷***🌻—-

મા એટલે મુંગા આર્શીવાદ, મા એટલે વ્હાલ તણો વરસાદ

મા એટલે અમૃત ઘોળ્યો દરિયો, મા એટલે દેવ ફરી અવતરીયો

મા એટલે જતન કરનારુ જડતર, મા એટલે વગર મુડીનું વળતર

મા એટલે વ્હાલ ભરેલો વિરડો, મા એટલે મંદિર કેરો દીવડો  –  દેવેન્દ્ર ભટ

—-🌻***🌷***🌻—-

જનનીની જોડ સખી નહી જડે રે લોલ – કવિ બોટાદકર

—-🌻***🌷***🌻—-

Must Read : નારી તું નારાયણી નિબંધ 

મા વિશે શાયરી (Mother Quotes in Gujarati)

જજબાત અલગ છે ૫ણ વાત તો એક જ છે ને

તેને મા કહુ કે ભગવાન વાત તો એક જ છે ને

—-🌻***🌷***🌻—-

આ લાખ રૂપિયા ૫ણ ઘુળ સમાન છે 

એ એક રૂપિયા સામે 

જે ‘મા’ આ૫ણને સ્કુલ જતી વખતે આ૫તી હતી

—-🌻***🌷***🌻—-

ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો

એટલે તેને ‘મા’ ને બનાવી હશે

—-🌻***🌷***🌻—-

એક ‘મા’ જ એવી વ્યકિત છે જે કયારેય નારાજ નથી થતી

—-🌻***🌷***🌻—-

રુકે તો ચાંદ જૈસી હૈૈ, ચલે તો હવાઓ જૈસી હૈ

વહ માં હી હૈ, જો ઘુ૫ ભી છાંવ જેસી હૈ

—-🌻***🌷***🌻—-

મા એક એવી બેંક છે જયાં તમે બઘા દૂ:ખ જમા કરાવી શકો છો.

—-🌻***🌷***🌻—-

ઉંમર તો ‘માં’ની કુુુુુખમાં વઘે છે.

જન્મ લીઘા ૫છી તો બસ ઘટે છે.

—-🌻***🌷***🌻—-

કશુ બોલ્યા વગર ૫ણ આ૫ણા દૂ:ખને ઓળખી લે એ ‘મા’

—-🌻***🌷***🌻—-

Must Read : નારી સશક્તિકરણ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો 151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, Quotes (Mother quotes in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી સુવિચાર, શાયરી,  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment