Advertisements

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય | Rabindranath Tagore Biography in Gujarati

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય(જીવનચરિત્ર) (માતા , પિતા, ૫ત્ની, ઉંંમર, જાતી, વ્યવસાય, ઘર્મ, જન્મસ્થળ, શિક્ષણ, તેમની રચનાઓ, પુરુસ્કાર, ઉપાઘિ, મૃત્યુ) (Rabindranath Tagore Biography in Gujarati (family, age, cast, nationality, religion, awards, death date, career, education, wife, poem, books)

રવીન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. રવીન્દ્રનાથ ટાગોર વિશે કંઈપણ લખવા કે કહેવા માટે શબ્દો ઓછા પડશે. તેઓ એવી અદ્ભુત પ્રતિભાથી સમૃદ્ધ હતા, જેમના સમગ્ર જીવનમાંથી કોઈ પ્રેરણા કે બોધપાઠ લઈ શકાય. તેઓ એવા દુર્લભ લેખકોમાંના એક છે જે સરળતાથી મળતા નથી. આવા મહાપુરુષો ઘણા યુગો પછી આ પૃથ્વી પર જન્મે છે અને પૃથ્વીને ઘન્યશાળી બનાવે છે. તેઓ એક એવુ વ્યકિતત્વ છે કે, જેમના જીવનની ભારતવર્ષ ૫ર ખૂબ પ્રભાવશાળી અસર ૫ડી હતી. તેમના જીવનની દરેક ક્ષણ લોકો જીવન૫ર અમીટ છા૫ છોડી ગઇ જેમાંથી આજે ૫ણ આ૫ણે બોઘપાઠ લઇએ છીએ.

રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય | Rabindranath Tagore Biography in Gujarati

જન્મ 7 મે 1861
પિતાનું નામ શ્રી દેવેન્દ્રનાથ ટાગોર
માતાનું નામ શ્રીમતી શારદા દેવી
જન્મસ્થળ કોલકાતાના જોડોસાંકોની હવેલીમાં
ધર્મ હિંદુ
રાષ્ટ્રીયતા ભારતીય
ભાષા બંગાળી, અંગ્રેજી
ઉપાઘિ લેખક અને ચિત્રકાર
મુખ્ય રચના ગીતાંજલિ
પુરસ્કાર નોબેલ પુરસ્કાર
મૃત્યુ 7 ઓગસ્ટ 1941

જન્મઃ

રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ, જન્મ કોલકાતાના જોડોસાંકોની હવેલીમાં થયો હતો. પિતા દેવેન્દ્ર નાથ ટાગોર અને માતા શારદા દેવીએ તેમને ખૂબ જ લાડ પ્રેમથી ઉછેર્યા હતા. તેઓ 13 ભાઈ-બહેન હતા જેમાં તેઓ તેમના માતાપિતાના 13 મું સંતાન હતા. રવિન્દ્રનાથ ટાગોરના માર્થા ૫રથી માનો છાયો બાળ૫ણથી જ જતો રહયો તેઓ નાના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયુ જેથી તેમના પિતાએ એકલા હાથે તેમને અને તેમના ભાઈ-બહેનોને ઉછેર્યા હતા.

Must Read : ચાણક્યનું જીવનચરિત્ર

શિક્ષણઃ

રવિન્દ્ર નાથ ટાગોરે તેમનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કોલકતાથી શરૂ કર્યું હતું. પિતા દેવેન્દ્રનાથ ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી જ તેમણે રવિન્દ્રનાથ ટાગોર ને 1878 માં યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રવેશ અપાવ્યો. અહીં થોડો સમય કાયદાનો અભયાસ કર્યા પછી, રવીન્દ્રનાથ ટાગોરે તેમનો અભ્યાસ છોડી દેવાનો નિર્ણય કર્યો અને બંગાળ પાછા ફર્યા. ખરેખર રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય લેખનમાં પ્રથમથી જ ઘણી રુચિ હતી અને તેઓ સાહિત્યના ક્ષેત્રમાં જ પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. 1880 માં બંગાળ આવ્યા પછી, તેમણે ઘણી કવિતાઓ, વાર્તાઓ અને નવલકથા પ્રકાશિત કરી અને તે બંગાળમાં પ્રખ્યાત થયા.

લગ્નઃ

રવીન્દ્રનાથ ટાગોરે 1883 માં મૃણાલિની દેવી સાથે લગ્ન કર્યા. જયારે તેમણે લગ્ન કર્યા તે સમયે મૃણાલિની દેવીની ઉંમર માત્ર 10 વર્ષની હતી. આ લગ્નથી તેમને કુલ પાંચ બાળકો થયા, જેમાંથી બે બાળકોનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. તેમજ સ.ન. 1902 માં, તેમની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું. ત્યારબાદ 19 જાન્યુઆરી 1905ના રોજ તેમના પિતાનું ૫ણ અવસાન થયું હતું. એક૫છી એક ૫રીવારના સભ્યોના અકાળે મૃત્યુથી તેમના ૫ર દુ:ખોનો ૫હાડ તુટી ૫ડયો.

Must Read : ગાંધીજીના જીવન પ્રસંગો

મુખ્ય રચનાઓઃ

રવીન્દ્રનાથ ટાગોર એક કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા તેમણે પોતાના જીવનકાળમાં ઘણા પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ તેમજ રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધ ૫ણ લખ્યા છે. તેમણે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. ૧૬ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો (“સુર્ય સિંહ”)ના નામે લખી હતી. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોરની સૌથી પ્રસિદ્ધ રચના ‘ગીતાંજલિ‘ હતી જેના તેમને સ.ન. 1913માં નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ટાગોરજીની આ રચના લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને ગીતાંજલિનો અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ, જાપાનીઝ અને રશિયન જેવી વિશ્વની તમામ મુખ્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.

રવીન્દ્રનાથ ટાગોરનું સામાજિક જીવન :-

16 ઓક્ટોબર 1905ના રોજ રક્ષાબંધનના શુભ અવસર પર તેમણે બંગ નામની ચળવળ શરૂ કરી હતી.એવું માનવામાં આવે છે કે આ ચળવળને કારણે ભારતમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ હતી.

રવીન્દ્રનાથ ટાગોરની બહુમુખી પ્રતિભા જોઈને અંગ્રેજોએ તેમને ‘નાઈટહૂડ’નું બિરુદ આપ્યું હતું. જોકે જલિયા વાલા બાગ હત્યાકાંડ બાદ તેમણે બ્રિટિશરો દ્વારા તેમને આપવામાં આવેલ નાઈટહૂડનો ખિતાબ પરત કર્યો.

રવીન્દ્રનાથ ટાગોરની સિદ્ધિઓ :-

 • રવીન્દ્રનાથ ટાગોરને તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ તેમજ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સૌથી અગ્રણી હતી “ગીતાંજલિ”. 1913 માં, રવીન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ માટે “નોબેલ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો હતો.
 • રવીન્દ્રનાથ ટાગોરે એક માત્ર એવા વ્યકિત છે કે જેમણે બે દેશોના રાષ્ટ્રગીતની રચના કરી હતી. તેમનું ભારત રાષ્ટ્રગીત “જન-ગણ-મન હૈ” અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર સોનાર બાંગ્લા”ની રચના કરી હતી.
 • એટલું જ નહીં, રવીન્દ્રનાથ ટાગોર તેમના જીવનમાં ત્રણ વખત આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકને મળ્યા હતા જેઓ રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.
 • ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ મહાત્મા તરીકે બોલાવ્યા હતા. ત્યારપછી જ ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યું.
 • રવિન્દ્ર નાથ ટાગોરે વર્ષ 1919 માં ‘કલા ભવન’ ની સ્થાપના કરી જે 1921 માં સ્થપાયેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની હતી.
 • રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક કવિ જ નહીં પણ પ્રખર સમાજ સુધારક પણ રહ્યાં હતા. તેમણે સમાજજીવનના અનેક મહાન કાર્યો કર્યાં હતાં.
 • 25 માર્ચ, 2004ના રોજ, ટાગોરનો નોબેલ મેડલ અને નોબેલ પ્રશસ્તિપત્ર, કવિના અન્ય અંગત સામાન સાથે, વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના મ્યુઝિયમની સુરક્ષા તિજોરીમાંથી ચોરાઈ ગયા હતા. ૫છી ડિસેમ્બર 2004માં, સ્વીડિશ સરકારે વિશ્વભારતી યુનિવર્સિટીને ટાગોરના નોબેલ પુરસ્કારની એક સોનાની અને બીજી કાંસ્યની એમ બે પ્રતિકૃતિઓ આપી હતી.

રવિનદ્રનાથ ટાગોરના અનમોલ વચનો:-

 • માત્ર ઊભા રહીને પાણીને જોઈને નદી પાર કરી શકાતી નથી.
 • પ્રેમ અઘિકારનો દાવો કરતો નથી પરંતુ તે સ્વતંત્રતા આપે છે.
 • સંગીત બે આત્માઓ વચ્ચેની અનંતતાને ભરી દે છે.
 • આપણે વિશ્વમાં ત્યાં સુઘી જીવીએ છીએ જયાં સુઘી આપણે આ વિશ્વને પ્રેમ કરીએ છીએ.
 • ફૂલની પાંખડીઓ તોડીને તમે તેની સુંદરતા ભેગી કરી શકતા નથી.
 • જ્યારે આપણે નમ્ર હોઈએ છીએ, ત્યારે આપણે મહાનતાની સૌથી નજીક હોઈએ છીએ.
 • વિશ્વાસ એ પક્ષી છે જે અંધારું હોવા છતાં પણ આપણને પ્રકાશ અનુભવે છે.
 • દરેક બાળક એ સંદેશ સાથે આવે છે કે ભગવાન હજુ પણ મનુષ્યોથી નિરાશ નથી.

અવસાનઃ

રવીન્દ્રનાથ ટાગોરજી તેમના અંતિમ સમયમાં ઘણા રોગોથી પીડાતા હતા. જીવનના છેલ્લા ચાર વર્ષ તેમણે યાતનામાં વિતાવ્યા. આખરે 7 ઓગસ્ટ 1941 ના રોજ 80 વર્ષની જૈફ વયે કોલકાતા ખાતે તેમનું અવસાન થયું.

રવિન્દ્રનાથ ટાગોર કોણ હતા

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861ના રોજ કોલકાતામાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર કવિ, નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને ફિલોસોફર હતા. રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. તે તેમના માતાપિતાના તેરમા સંતાન હતા.

રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર ક્યારે મળ્યો?

રવીન્દ્રનાથ ટાગોરને 1913માં સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

રવીન્દ્રનાથ ટાગોરને ભારત રત્ન ક્યારે મળ્યો?

રવીન્દ્રનાથ ટાગોરને વર્ષ 1954માં ભારત રત્ન મળ્યો હતો.

 

2 thoughts on “રવિન્દ્રનાથ ટાગોર નો પરિચય | Rabindranath Tagore Biography in Gujarati”

Leave a Comment