રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ | Rashtriya ekta ane akhanditta gujarati nibandh

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ:- જયારે ૫ણ રાષ્ટ્રની વાત આવે ત્યારે દરેક ભારતીયના મનમાં એકતા, અખંડીતતા, બિનસાંંપ્રદાયીકતા જેવા શબ્દો અવશ્ય આવી જાય છે. આ૫ણો દેશ ભારત સમગ્ર વિશ્વ માટે એકતા અને અખંડિતતાનું ઉદાહરણ ૫ુરુ ૫ાડે છે. ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં ૫ણ રાષ્ટ્રીય એકતા એટલે શું ?, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ વિશે પ્રશ્નો પુછવામાં આવતા હોય છે. તો ચાલો આજે આ૫ણે રાષ્ટ્રીય એકતા વિશે ગુજરાતી નિબંધ લેખન કરીએ.

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ( Rashtriya ekta ane akhanditta gujarati nibandh)

”હર એક હિંદી હિંદ છે હર‌ એક હિંદી હિંદની છે જિંદગી”- ઉમાશંકર જોશી

કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા ઉપર રહેલો છે વિવિધતાથી ભરપૂર એવા આપણા વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે તે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય છે. ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં જ લોકશાહી ન જોવા મળે તો લોકશાહીના પાયા ડગમગવા માંડે. બિનસાંપ્રદાયિકની રાષ્ટ્રીય નીતિને બંધારણ રીતે અપનાવીને આપણે આપણા દેશના દરેક ધર્મને સમાન ભાવનાને દરજ્જો આપેલ છે. ત્યારે ધર્મનિરપેક્ષતાની બહુ મોટી જવાબદારી આપણા દેશના માથે છે. આ જવાબદારી નિભાવવા માટે ”રાષ્ટ્રીય એકતા” એ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ લક્ષણ છે.

ગુજરાતીમાં કહેવત છે કે ”કાગડા બધે જ કાળા” તેમ આપણા દેશની રાષ્ટ્રીય એકતાને પણ ખંડિત કરવા ઘણા પરિબળો માથું ઉચકી રહ્યા છે. કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ….. વગેરે અલગતાવાદી પરીબળોના રાષ્ટ્રીય એકતાને હાનિ પહોંચાડવામાં કોઇ જ કસર રાખતા નથી. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો વિવિધ ધર્મ પાળતા અને પોતપોતાના ધાર્મિક સ્થળો જાળવી રાખતાં અને હજુ વધાર્યે જતા વિવિધ ધર્મીઓને રાષ્ટ્રીય એકતાના તાંતણે બાંધી રાખવા એ ”લોખંડના ચણા ચાવવા” જેવું કામ છે. વાતે વાતે અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે એમ કહીને સરકારને સકંજામાં લેતા ધર્મગુરુઓ અને વિરોધ પક્ષો જોડે જેણે કામ કરવું પડે એને જ ખબર પડે.

Must Read : સમાજનું નવનિર્માણ અને તરુણો નિબંધ

આપણી રાષ્ટ્રીય એકતાનું મૂલ્ય ત્યારે સમજાય કે જ્યારે અન્ય દેશનું આક્રમણ થાય. જ્યારે આક્રમણ થાય ત્યારે ભારતના દરેક નાગરિકનો દેશદાઝ કેવો છે તેની કસોટી થાય છે. ‘ભારત મારો દેશ છે અને અમે સૌ ભારતીય છીએ.’ એવી ભાવના દરેક ભારતવાસીના હૃદયમાં હોય તો જ આપણે રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ પૂરું પાડી શકીએ. ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થયા બાદ ૧૯૬૨માં ચીને આપણા દેશ પર આક્રમણ કર્યું ત્યારે અને 1965માં પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે સમગ્ર ભારતદેશ એક થઈને ઊભો હતો. અને સમગ્ર ભારતમાં રાષ્ટ્રપ્રેમનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું.

Rashtriya ekta ane akhanditta gujarati nibandh

ભારતનો દરેક નાગરિક પોતાની જાત, ધર્મ બધું જ ભૂલીને ‘હું ભારતીય છું’ સૂત્રને અનુસરતો હતો. અને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા જોવા મળી હતી. અને જ્યારે વડાપ્રધાન પદે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા ત્યારે એવા બાહ્ય આક્રમણો અને આંતરિક વિખવાદોનો સામનો કરવામાં રાષ્ટ્રીય એકતા કેટલી અનિવાર્ય છે તે સૌને પ્રતીત થઈ ગયું હતું. અને ઇન્દિરાજી જેવા મહામુત્સદી નારીને ૫ણ દેશની એકતાને જાળવી રાખવામાં મહા મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય એકતા ખંડિત ન થાય તે માટેનું એમનું મક્કમ વલણને લીધે જ એમની નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી. જે વાતથી આખો દેશ વાકેફ છે.

‘રાષ્ટ્રીય એકતા’ એ દેશનું જીવંત ધબકતું હૃદય છે. જેમાં ભાવના અને લાગણીઓના દોર ફેલાયેલા છે. એક જ રાષ્ટ્રધ્વજની છત્રછાયા હેઠળ સુખ-શાંતિનો શ્વાસ લેતી, નાગરિકત્વ ભોગવતી, જુદા જુદા ધર્મ સંપ્રદાયો, જાતિઓ, પેટાજાતિઓ વાળ ૫ચરંગી પ્રજા વચ્ચે જ્યારે ભાઈચારાની ભાવના, એકબીજા વચ્ચે સંપ પ્રવર્તતા હોય ત્યારે એ દેશની રાષ્ટ્રીય એકતાનું સ્તર આકાશની જેમ વિશાળ અને પર્વતોની જેમ ઊંચું બની જાય છે, એમ કહેવાય. એમાંય આપણો દેશ તો લોકશાહીનું ઉદાહરણ પૂરું પાડતો દેશ છે, એમાં જ રાષ્ટ્રીય એકતારૂપી સુકાન ન હોય તો દેશની નાવ ડૂબતા વાર ન લાગે. માટે આપણે રાષ્ટ્રીય એકતા કાયમ જળવાઈ રહે તે માટે સક્રિય પ્રયત્નો કરવા પડશે.

રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે તે માટે આપણે ધર્મ કે કોમના નામે પ્રજાને ભડકાવનારા તત્વોને ખુલ્લા પાડવા પડશે. આવા તત્વોનો સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ. જનતાએ પણ જાગૃત થવું પડશે અને જાણવું પડશે કે જે લોકોને કોમવાદ અને ધર્મના નામે ભડકાવીને એના ”તાપમાં” પોતાના રોટલા શેકવાની કોશિશ કરવાની ગંદી મુરાદને પાર ન પડવા દેવી. નહીં તો એવા દેશદ્રોહી ભષ્ટાચારીઓના હાથે આપણી રાષ્ટ્રીય એકતા પિંખાઇ જશે. આવા હાથો જે આગળ વધે તેને આપણે માત્ર તોડવાના નથી, પરંતુ જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા જોઈએ.

Must Read : જીવનમાં સાદગીનું મહત્વ નિબંધ

જનતામાં એવી દ્રઢ સમજ હોવી જોઈએ કે આપણા દેશને અનેક રાજ્યો અને જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યો છે તેનું એકમાત્ર કારણ એ છે કે વહીવટી સરળતા જળવાય. પરંતુ અખંડ ભારતની સંપત્તિ કોઈ એક રાજય કે જિલ્લાની નથી, તે સમગ્ર દેશની છે. અને સમગ્ર દેશના નાગરિકે એક થઇ દરેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. નહિં તો નીચે આપેલ ઉદાહરણ જેવી હાલત થાય.

ઉદાહરણ:-

महानप्येकनो वृक्षा बलवान सुप्रतिष्ठित ।
प्रसह्य एव वीतेन शक्यो घर्षयितुं क्षणात ॥​

અર્થાત વૃક્ષ બળવાન, સ્થિર અને મોટું હોય તો પણ જો એ એકલું હોય તો પવનથી એ એક ક્ષણમાં ઊખડી શકે છે.

ઉપરોક્ત ઉદાહરણ પ્રમાણે એક વૃક્ષની જે હાલત થાય છે તેવી હાલત આપણી ન થાય તે માટે જાગૃત નાગરિક તરીકે આપણી સૌની એ પવિત્ર ફરજ બની જાય છે કે કોઈ પણ ભોગે આપણે બધાએ એક થઈ રાષ્ટ્રીય એકતા અને દેશની અખંડીતતા જાળવવા માટે બનતા પ્રયત્નો કરવા જોઈએ. ભારતની સાર્વભૌમત્વ માટે આપણી રાષ્ટ્રીય એકતાને સુદ્રઢ કરવી અનિવાર્ય બની રહે છે. તેના માટે સહિયારો પ્રયાસ કરવો પડશે. સૌએ તન મન ધનથી સહકાર આપવો જોઈએ.

દેશની રાષ્ટ્રીય એકતા મજબુત કરવા અને લોકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો સંચાર કરવા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં, વર્ષ-૨૦૧૪થી તેમના જન્મદિવસ 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ. સરદાર ૫ટેલ દ્વારા દેશી રજવાડાના એકીકરણમાં ખૂબ જ મહત્વની ભુમિકા ભજવવામાં આવી હતી. 

ચાલો આજથી આ૫ણી ૫ણ દેશ રાષ્ટ્રીય એકતા ફાળો આ૫વાની અને દેશ પ્રત્યેની આ૫ણી ફરજો નિષ્ઠાથી નિભાવવાની પ્રતિજ્ઞા લઇએ.

”અનેકતામાં એકતા, એ જ ભારતની વિશેષતા.”

જય હિન્દ….. જય ભારત.

લેખક : ગામીત સ્મિતાબેન રામસીંગભાઇ, શિક્ષક, પ્રા.શા.ચીખલવાવ તા.વ્યારા જિ.તાપી

રાષ્ટ્રીય એકતા એટલે શું?

જ્યારે સમાજની તમામ વ્યક્તિઓ એક નિશ્ચિત ભૌગોલિક સીમામાં પોતાના પરસ્પર મતભેદોને ભૂલીને સામૂહિકીકરણની ભાવનાથી પ્રેરિત થઈને એકતાના દોરે બાંધાાય છે, ત્યારે તેને રાષ્ટ્રએકતાના નામથી ઓળખવામાં આવે છે.

રાષ્ટ્રીય એકતાનો મુખ્ય આધાર શું છે?

લોકો વિચારો, મૂલ્યો અને ભાવનાત્મક તત્વોમાં ભાગીદારી કરે છે. આ એક એવી અનુભૂતિ છે જે વિવિધતામાં એકતા લાવે છે. રાષ્ટ્રીય ઓળખ આપણા માટે શ્રેષ્ઠ છે. આપણા રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપતા તત્વો સામાન્ય આર્થિક સમસ્યાઓ, કલા, સાહિત્ય, રાષ્ટ્રીય તહેવારો, રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રીય ગીતો વગેરેનો સમાવેશ થાય છે.

આ ૫ણ વાંચો:-

  1. વર્ષાઋતુ નિબંધ
  2. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
  3. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  4. ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
  5. ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ (Rashtriya ekta ane akhanditta gujarati nibandh) લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment