Advertisements

રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી | રાષ્ટ્રીય ધ્વજ દિવસ | Rashtradhwaj in gujarati

Advertisements

ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જનાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે.ધ્વજમાં લંબાઈ અને પહોળાઈનું પ્રમાણમાપ 2:3 છે. 

રાષ્ટ્રીય ધ્વજ દિનની જરૂરિયાત:-

ભારતને ઈ.સ.1947માં આઝાદી મળી.  ત્યારબાદ સૈનિકોના કલ્યાણ અને સુધારણા માટે સરકારને ભંડોળ એકત્ર કરવાની ફરજ ઉભી થઈ. તે અંતર્ગત 28 ઑગસ્ટ, 1949 ના દિવસે રક્ષામંત્રીની હાજરીમાં એક બેઠક મળી જેમાં 7 ડિસેમ્બરને દર વર્ષે ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે લોકોને નાના નાના ઝંડાઓ વેચી તેમાંથી જે ભંડોળ એકત્ર થાય તે સૈનિકોના કલ્યાણ અર્થે વાપરવું. ભારતમાં સૌપ્રથમ ધ્વજ દિવસની ઉજવણી 7 ડિસેમ્બર, 1949નાં રોજ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવે છે કે દેશની રક્ષા કરવા લડાઈઓમાં પોતાનો જીવ જોખમે મૂકતા જવાનોના પરિવારોને આશરો આપવાની જવાબદારી નાગરિકોની છે. તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકો, ભારતીય નૌસેના, તથા એરફોર્સના હિંમતવાન જવાનોના સન્માન માટે તેમજ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Must Read : 26 મી જાન્યુઆરી નિબંધ

તો ચાલો રાષ્ટ્રીય ધ્વજ દિવસ નિમિતે આપણી ભારતીય સેનાના વિવિધ ધ્વજો વિશે માહિતી મેળવીએ…

ભારતીય સેનાનો ધ્વજ:

જેમાં લાલ ધ્વજમાં સૈન્યનું ચિન્હ તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો હોય છે.

ભારતીય નૌકાસેનાનો ધ્વજ:

જેમાં સફેદ ધ્વજમાં લાલ પટ્ટા અને વચ્ચે રાષ્ટ્રીય સિંહાકૃતિવાળું ચિન્હ અને ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો હોય છે.

ભારતીય વાયુસેનાનો ધ્વજ:

જેમાં આછા ભૂરા રંગના ધ્વજ ઉપર વર્તુળાકાર ચિન્હો તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો

ભારતીય તટરક્ષક દળનો ધ્વજ:

જેમાં ભૂરા ધ્વજ ઉપર તટરક્ષક દળનું ચિન્હ તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો હોય છે.

“વિજય વિશ્વ તિરંગા પ્યાર ઝંડા ઉંચા રહે હમારા” ગીત આપણાં ત્રિરંગાને સમર્પિત છે. ત્રિરંગો જોઈને બાળકોથી લઈને મોટા સૌ કોઈ જોશમાં ભરેલા રહે છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને 21 તોપની સલામી અપાય છે અને તેમજ સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે. 

ત્રણ રંગોથી બનેલો તિરંગો:-

ઈ.સ. 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે – તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 આરા ધરાવતું એક ચક્ર છે. જેને અશોક ચક્ર કહેવાય છે. આ દરેક રંગ એક વિશિષ્ટ સંદેશ આપે છે

કેસરી રંગ:-

પહેલા પટ્ટામાં આવતો કેસરી રંગ બલિદાનનું પ્રતિક છે. આ રંગ રાષ્ટ્રના પ્રતિ હિંમત અને નિઃસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે. લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતિક ગણાય છે.

સફેદ રંગ:-

ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનું પ્રતિક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનું પણ પ્રતિક ગણાય છે. સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે. સફેદ રંગથી આ શીખ મળે છે કે હંમેશા સચ્ચાઈનાં રસ્તા પર ચાલવું જોઈએ. 

Must Read : ૧૫ મી ઓગષ્ટ નિબંધ

લીલો રંગ:-

તિરંગાના સૌથી નીચે લીલો રંગ એ વિશ્વાસ, ખુશી, સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનની ખુશીઓને જુએ છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારના અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ. 

આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.

ધ્વજને ખાદીના કાપડમાંથી બનાવવામાં આવે છે. ઈ. સ. 1906માં પ્રથમવાર ભારતનો બિન સત્તાવાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઈ. સ. 1904માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની  નિવેદિતાએ બનાવ્યો હતો. 7 ઓગસ્ટ 1906માં બંગાળ વિભાજનના વિરોધમાં પારસી બાગાન ચોક કલકત્તામાં તેને કોંગ્રેસ અધિવેશનમાં લહેવાવવામાં આવ્યો હતો.

ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિશેની રોચક વાતો:-

ભારતને 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદી મળી હતી, પણ શું તમે જાણો છો તેનાથી 23 દિવસ પહેલાં જ 22 જુલાઇના દિવસે ભારતના સંવિધાન સભાએ દેશને આધિકારિક રીતિ ત્રિરંગાને સામેલ કર્યો.

ભારતનો પ્રથમ ધ્વજ:-

ભારતનો પ્રથમ ત્રિરંગો જે સ્વામી વિવેકાનંદના શિષ્ય નિવેદિતાએ ઈ. સ. 1904થી ઈ. સ. 1906માં બનાવ્યો હતો, જેમાં લાલ અને પીળો રંગ સામેલ હતો.

Must Read : ગાંધી જયંતિ – વિશ્વ અહિંસા દિવસ

ભારતનો બીજો ધ્વજ:-

મેડમ કામાએ તેમના ક્રાંતિકારીઓ સાથે મળીને 7 ઓગસ્ટ 1906 ના રોજ ત્રિરંગાને પારસી બાગાન ચૌક કલકત્તામાં ફરકાવવામાં આવ્યો હતો. જે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ ધ્વજ પહેલા ધ્વજ કરતાં થોડો જ અલગ તરી આવતો હતો. 

ઈ. સ. 1917માં બાલ ગંગાધર તિલકે ધ્વજ બનાવ્યો:-

ઈ. સ. 1917માં બાલ ગંગાધર તિલકે એક ધ્વજ બનાવ્યો, આ ધ્વજ પર એક યુનિયન જેક હતો, ધ્વજમાં પાંચ લાલ અને લીલા રંગના ચાર પટ્ટા હતા.

મહાત્મા ગાંધીજી ઈ. સ. 1921:-

ઈ. સ. 1921માં મહાત્મા ગાંધીજીના આગ્રહ પર ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો, જેમાં સફેદ, લીલો અને લાલ રંગ હતો જેમાં ગાંધીજીનો ચરખો હતો, આ ધ્વજમાં કલરની જો વાત કરીએ તો દરેક કલર કોઈ સંદેશ આપે છે, જેમ કે સફેદ ભારત અને લીલો મુસલમાન તેમજ લાલ શીખ અને ઈસાઈઓના સમુદાયોનું નિર્દેશન કરે છે.

હિન્દુ અને મુસ્લિમ બંનેનું પ્રતિક:-

ઈ. સ. 1931માં એક બીજો ધ્વજ ડિઝાઈન કરવામાં આવ્યો જેમાં કેસરી રંગ દર્શાવાયો જે હિન્દુ અને મુસ્લિમ બંનેનું પ્રતિક છે.

ઈ. સ. 1947નો ધ્વજ:-

ઈ. સ. 1947માં એક સમિતિ બની જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની પસંદગી કરવા માટે બનાવવામાં આવી હતી, પણ ઈ. સ. 1931ના ધ્વજને ભારતીય ધ્વજના રુપમાં આપનાવવામાં આવ્યો. પણ આ ધ્વજમાં ચરખાના સ્થાને એક પૈડુ એટલે કે એક ચક્ર રાખવામાં આવ્યુ અને આ રીતે અસ્તિત્વમાં આવ્યો દેશનો રાષ્ટ્રધ્વજ. જેને ડિઝાઈન કર્યો હતો પીન્ગાલી વેંકૈયાએ ડિઝાઈન કર્યો હતો.

લેખિકા:-શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:- 

  1. મારી શાળા નિબંધ
  2. માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  3. મારા શૈશવના સંસ્મરણો નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

Leave a Comment

%d bloggers like this: