વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | Varsha ritu nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Varsha ritu nibandh in Gujarati- વર્ષાઋતુ શબ્દ સાંભળતાં જ કદાચ તમારા મનમાં ઝરમર કે મુશળધાર મેહુલાની યાદ આવી ગઇ હશે. ચારબાજુ હરીયાળી ધરતી એ વર્ષાઋતુની આગવી ઓળખ છે. સાવ સુકાઇ ગયેલા જંગલના વૃક્ષો પણ લીલાછમ થઇ પ્રાકૃત્રીક સૌદર્ય છલકાવતા જોવા મળે છે. વર્ષાઋતુ વિશે જેટલુ કહીએ એટલુ ઓછુ પડે પરંતુ આજે અહી આપણે વર્ષાઋતુ વિશે નિબંધ (Varsha ritu nibandh in Gujarati) લેખન કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ

વષાઋતુ નિબંધ ગુજરાતી std 5,6,7,8,9,10,11,12 (Varsha ritu nibandh in Gujarati)

પ્રસ્તાવના :

આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ અનુભવાય છે: શિયાળો ,ઉનાળો અને ચોમાસું . શિયાળામાં ઠંડી પડે છે, ઉનાળામાં ગરમી પડે છે અને ચોમાસામાં વરસાદ પડે છે.  ઋતુચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મના અસહ્ય તાપથી પશુ, પંખી અને માણસો ત્રાહિમામ પોકારી ઉઠે છે , નદી – તળાવો સુકાઈ જાય છે. આ સમયે બધા વરસાદ આવવાની ચાતક ડોળે રાહ જોતા હોય છે. 

સંકલ્પના : 

વર્ષાઋતુ એટલે વરસાદની ઋતુ કે વરસાદ આપતી ઋતુ.  ઉનાળો પૂરો થતાં જ વર્ષાઋતુની શરૂઆત થઈ જાય છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી વર્ષાઋતુ  ખૂબ જ મહત્વની ઋતુ માનવામાં આવે છે .મોટાભાગના વિસ્તારોમાં ખેતી ચોમાસા પર આધારિત છે.  ખેતી અને પશુપાલનનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. માનવ ,પશુ – પંખી અને વનસ્પતિ સૃષ્ટિ વરસાદને આભારી છે. વરસાદના આગમનથી જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે  એટલે  જ  વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં  આવે છે. 

વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય : 

ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળાં કાળાં  વાદળો દેખાવા લાગે છે. આકાશમાં ક્યારેક છૂટાછવાયા વાદળો દેખાય છે તો ક્યારેક ઘનઘોર વાદળોની ચાદર છવાઇ જાય છે. તો વળી , ક્યારેક વાદળો એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા હોય એમ દોડતાં નજરે પડે છે. સૂર્ય જાણે વાદળોની વચ્ચે સંતાકૂકડી રમતો હોય એવું લાગે છે. આવાં દૃશ્યો જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જાગે છે. પવનના સુસવાટા ,  વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે. ક્યારેક ઝરમર ઝરમર ઝીણી ધારે વરસતો વરસાદ તો વળી ક્યારેક સાંબેલાધાર કે ધોધમાર વરસાદ પડે છે. ઘણીવાર સતત ત્રણ કે ચાર દિવસ સુધી પણ વરસાદ પડતો રહે છે .

” ઓતર ગજ્યને દખણ વરસ્યા 
મેહુલ માંડ્યાં મંડાણ જો,
આવ્યો ધરતીનો ઘણી મેહુલો રે લોલ…..”

વરસાદના આગમનથી ચારેબાજુ આનંદ છવાઈ જાય છે. ભીની માટીની મહેકથી વાતાવરણ મઘમઘી ઉઠે છે.મોર, બપૈયા, ચાતક, જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરી કરીને ગાય છે. માછલીઓ હિલોળા લે છે. દેડકાઓ “ડ્રાઉ …ડ્રાઉ … ડ્રાઉ …” ના અવાજથી વાતારવરણને ભરી દે છે. પક્ષીઓના કિલ્લોલથી  વાતાવરણ ગુંજી ઉઠે છે. મોર કળા કરીને નાચે છે. ખેડૂતો હરખઘેલા બનીને વરસાદનાં ગીતો ગાતા ગાતા ખેતર તરફ જતા જોવા મળે છે. ભેંસ અને બતક તો વરસાદના આગમનથી ખુશ ખુશ થઈ જાય છે.બારીએ બેસીને કે આંગણામાં ઊભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુરું સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે.

Varsha ritu nibandh in Gujarati

વરસાદમાં નાહવાની મજા તો જે વરસાદમાં નહાય એને જ સમજાય છે.બાળકોને વરસાદમાં છબછબિયાં કરવાની મજા પડી જાય છે. બાળકો પાણીના વહેણમાં કાગળની હોડી બનાવીને તારવવાની મજા લેતા હોય છે.કોઈ છત્રી લઈને નીકળી પડે છે તો કોઈ રેઇનકોટ પહેરીને ચાલુ વરસાદમાં ફરવા નીકળી પડે છે.  નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કુદે છે, ગાય છે, વરસાદને આવકારે છે.

“આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;
ઊની ઊની રોટલી ને, કારેલાંનું શાક.”

વરસાદના આગમનથી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતી નવું રૂપ ધારણ કરે છે. ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દશ્ય જોવા મળે છે.  કુણાકૂણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પડે છે. વરસાદના પાણીથી છલકાતાં જળાશયો જીવંત લાગે છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલગગનમાં શોભી ઊઠે છે. વરસાદના સૌદર્યને વર્ણન કરતા કવિ શ્રી રમેશ પારેખે લખેલી સુંદર પંક્તિઓ યાદ આવી જાય.

‘‘થરથર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે
શ્રેને કોનાં ભાન-સાન, વરસાદ ભીંજવે.”

વર્ષાઋતુની જનજીવન પર અસર : 

 વરસાદનું આગમન થતાં જ ચારેબાજુ ખુશીઓ છવાઈ જાય છે .ખેડૂતો પોતાના ખેતી ઓજારો અને બળદોને તૈયાર કરીને ઉત્સાહથી ખેતરમાં જાય છે. આધુનિક સમયમાં ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોના ઉપયોગના લીધે આવા દૃશ્યો ભાગ્યે જ જોવા મળે છે. થોડા જ સમયમાં પાક ઉગી નીકળતાં જ ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે.લોકો આનંદ પ્રગટ કરવા અલગ અલગ તહેવારોની ઉજવણી કરે છે.

Varsha ritu nibandh in Gujarati
Varsha ritu nibandh in Gujarati

જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે.નવ નવ દિવસ સુધી રમાતા નવરાત્રિના ગરબા અને પાંચ દિવસ સુધી ચાલતો દિવાળીનો તહેવાર અનેરી ખુશીઓ અને ભાઈચારાની ભાવના સાથે લોકજીવનને ધબકતું રાખે છે. લોકો આવા ઉત્સવોનો આનંદ લૂંટે છે. વ્રતઉપવાસ કરે છે. ખેતરમાં તૈયાર થતા પાકની સાથે સાથે આવા તહેવારો અને ઉજવણીઓ લોકજીવનની હર્યુંભર્યું બનાવી દે છે. વરસાદના આગમન પછી કુદરતી સૌંદર્ય ધરાવતાં સ્થળોએ ફરવાની અલગ મજા હોય છે.  ખળખળ વહેતાં ઝરણાં , ખીલી ઊઠેલી વનરાજી અને નદીકિનારાના સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે.

હવા , પાણી અને ખોરાક આપણી મુખ્ય જરૂરિયાતો છે . જેમાં હવા આપણને પ્રકૃતિ તરફથી વિપુલ પ્રમાણમાં મળી રહે છે , પરંતુ પાણી અને અનાજ વરસાદને આભારી છે .આપણા જીવનનિર્વાહ માટે અનાજ તેમજ પશુપાલન માટે જરૂરી ઘાસચારો વરસાદને જ આભારી છે. 

જેમ યોગ્ય માત્રામાં થતા વરસાદથી સજીવસૃષ્ટિ પર સારી અસર થાય છે તેમ ખૂબ ઓછો કે ખૂબ વધારે વરસાદ પડે તો ઘણું નુકસાન પણ થાય છે. વધુ પડતા વરસાદથી નદી નાળાં છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે તો આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળે છે. માલસામાન અને પશુઓ તણાઈ જાય છે .ખેતરમાં ઉભેલા પાક ધોવાઈ જવાથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે.

ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે, ગરીબ લોકોનાં ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે. ઘણીવાર લોકોને સ્થળાંતર પણ કરવું પડે છે. વધુ પડતા પાણીના ભરાવાથી માખી , જીવજંતુઓ અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે જેના લીધે રોગચાળો ફાટી નીકળે છે. મેલેરિયા ,મરડો ,કમળો , ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાવા લાગે છે . 

ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડે અથવા વરસાદ ના પડે તો પણ જીવન મુશ્કેલ બની જાય છે. ખેતરોમાં વાવેલો પાક પાણીના અભાવે સુકાઈ જાય છે. અનાજ અને ઘાસચારાની અછતના લીધે માનવ અને પશુ – પંખીઓ માટે  ખોરાક મેળવવો મુશ્કેલ બની જાય છે. નદીનાળાં સુકાઈ જાય છે. ખેતી અને ખેતી આધારિત રોજગાર ધંધા પડી ભાગતાં ભૂખમરો અને બેકારી જેવી સમસ્યા સર્જાય છે. પાણીના તળ ઉંડા જવાથી વનસ્પતિ પણ સુકાઈ જાય છે.   

ઉપસંહાર : 

 વર્ષાઋતુ સાચેજ સજીવસૃષ્ટિ માત્ર જીવનદાતા સમાન છે. અનાજ , પાણી અને પ્રાકૃતિક સૌદર્ય વર્ષાઋતુને આભારી છે. એટલે જ વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે.  અનેક કવિઓએ વર્ષાઋતુ વિશે ખુબ જ સરસ વર્ષાગીતો લખ્યાં છે. કવિ બાલમુકુંદ દવેના સુંદર કાવ્યમાં વર્ષાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.

‘‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી.”

લેખક:- જગદીશ જેપુ, શિક્ષક, ઘનાણા પ્રાથમિક શાળા Instagram ID – jagdish.jepu.33

Varsha ritu nibandh in Gujarati 10 line (વષાઋતુ નિબંધ 10 વાકયોમાં)

  • વષાઋતુ એ મારી સૌથી પ્રિય ઋતુ છે. તે ખૂબ જ આનંદદાયક હોય છે.
  • વષાઋતુની મોસમમાં લોકો રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળે છે.
  • વષાઋતુ જૂનથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે.
  • વષાઋતુ જયારે વરસાદ આવે છે તે પહેલાં, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જાય છે, ચારે કોર અંધારું થઈ જાય છે, કયારેક વીજળી પડે છે અને જોરદાર પવન ફૂંકાય છે.
  • વષાઋતુની મોસમમાં લોકો ફરવા અને પિકનિક માટે જાય છે.
  • જ્યારે વરસાદ પડે છે ત્યારે બજાર અને શેરીઓમાં પાણી ભરાઈ જાય છે.
  • વરસાદ પડે ત્યારે નાના હોય કે મોટા દરેક જણ ઘરની છત પર નહાવાની મજા લેતા જોવા મળે છે.
  • વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
  • ચોમાસાની શરૂઆતથી જ ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે, જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠે છે. પહેલા વરસાદના ખેડૂતો વધારમણા કરે છે.
  • વરસાદની મોસમમાં ઘરે ગરમ વાનગીઓ બનાવવામાં આવે છે અને તેનો ભરપૂર આનંદ લેવામાં આવે છે.

આ ૫ણ વાંચો:-

  1. 101 ગુજરાતી નિબંધ
  2. મોસમનો પહેલો વરસાદ
  3. અતિવૃષ્ટિ નિબંધ
  4. અનાવૃષ્ટિ નિબંધ
  5. કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  6. એક નદીની આત્મકથા નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો વર્ષાઋતુ નિબંધ ગુજરાતી (essay on varsha ritu in gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે. આ નિબંધ વિદ્યાર્થી મિત્રોને monsoon essay in gujarati, Varsha Ritu Essay in Gujarati તેમજ વષાઋતુ નિબંધ ગુજરાતી std 5,6,7,8,9,10,11,12 વિષય ૫ર નિબંધ લેખન માટે ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment