વિજય રૂપાણીનું જીવનચરિત્ર | Vijay Rupani in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીએ અચાનક રાજીનામુ આપી સૌને આશ્ચર્યમાં મુકી દીઘા છે. તેમના કાર્યકાળમાં તેમણે પોતાની સ્વચ્છ છબી જાળવી રાખી છે. તો ચાલો, આજે  આ૫ણે શ્રી વિજય રૂપાણીજીના જીવનચરિત્ર વિશે માહિતી મેળવીએ.

જન્મ (Vijay Rupani Birth Place):- 

એમનો જન્મ બીજી ઓગસ્ટ 1956નાં રોજ થયો હતો. ઘણાં ઓછાં લોકોને એ વાતની ખબર છે કે તેઓ બર્મા દેશનાં રંગુન શહેરમાં જન્મ્યા છે.  તેમનું કુટુંબ જૈન ધર્મનું અનુયાયી છે. ઈ. સ. 1960માં તેમના પિતાજી બર્મામાં થયેલી રાજકીય અસ્થિરતાને કારણે બર્મા છોડીને સપરિવાર રાજકોટ આવીને વસ્યા. ત્યારથી આ પરિવાર રાજકોટમાં જ રહે છે. 

વિજય રૂપાણીનો જીવન પરિચય (Vijay Rupani Biography In Gujarati)

પુરુ નામ :-વિજયભાઇ રૂપાણી
જન્મ તારીખ :-૨ ઓગષ્ટ ૧૯૫૬
જન્મ સ્થળ :-રંગુન શહેર મ્યાનમાર(બર્મા)
ધર્મ:- જૈન
શૈક્ષણિક લાયકાત :-સ્નાતક, એલ.એલ.બી.
દરજજો :-પરણિત
સંતાનો :-એક પુત્ર, એક પુત્રી
વ્યવસાય :-રાજકારણી
પાર્ટી :-ભારતીય જનતા પાર્ટી
૧૬માં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ :-7 ઓગસ્ટ 2016 થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧

અભ્યાસ

શ્રી વિજય રૂપાણી વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા. વિદ્યાર્થીકાળમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય હતા. વિજયભાઇ રૂપાણી ધર્મેન્દ્રસિંહજી કૉલેજનાં સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે.

Must Read : ભૂપેન્દ્ર પટેલનું જીવનચરિત્ર

પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપે એ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે 7 ઓગસ્ટ 2016નાં રોજ ગુજરાત રાજ્યનાં સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.

વિજય રૂપાણીનો પરિવાર (Vijay Rupani Family Members)

પિતાનું નામ (Vijay Rupani Father):- રમણિકલાલ
માતાનું નામ (Vijay Rupani Mother):-માયાબેન
૫ત્ની નું નામ (Vijay Rupani Wife):-અંજલી રૂપાણી
પુત્રનું નામ (Vijay Rupani Son):-રૂષભ રૂપાણી
પુત્રીનું નામ (Vijay Rupani Daughter ):-રાધિકા રૂપાણી

રાજકીય કારકિર્દી (Vijay Rupani Political Career)

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા. વિદ્યાર્થી હતા ત્યારથી જ વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનતા પક્ષનાં સ્થાપનાનાં સમયથી એટલે કે ઈ.સ. 1971થી વિજય રૂપાણી પક્ષનાં કાર્યકર્તા છે. ઈ. સ. 1976નાં વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગર અને ભુજનાં કારાગારમાં બંદી હતા, જ્યાં તેઓ અગિયાર મહિના સુધી રહ્યા હતા. વર્ષ ઈ. સ. 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ થઈ હતી. વિજય રૂપાણી ઈ. સ. 1978થી ઈ. સ. 1981 સુધી તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રચારક પણ હતા. 

ઈ. સ. 1987માં તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા. એ જ વર્ષે એ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા. ઈ. સ. 1988થી ઈ. સ. 1996 સુધી તેઓ આ પદ પર રહ્યા. ઈ. સ. 1995માં ફરીથી તેઓ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ઈ.સ. 1996 થી ઈ. સ. 1997 સુધી તેઓ રાજકોટ મહાનગરનાં મેયર રહ્યા. 

Must Read : ભૂપેન્દ્ર પટેલનું જીવનચરિત્ર

ઈ. સ. 1998માં તેઓ ભાજપનાં ગુજરાત રાજ્ય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યનાં મુખ્યમન્ત્રી હતા, ત્યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. ઈ. સ. 20006માં ગુજરાત પર્યટન વિભાગનાં અધ્યક્ષ બન્યાં. ઈ.સ. 2006 થી ઈ. સ. 2012 સુધી તેઓ રાજ્યસભાનાં સદસ્ય હતા. 

જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી હતા, ત્યારે વિજયભાઇ રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ બન્યા હતા. ઉપરાંત ઈ. સ. 2013માંગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં અધ્યક્ષ બન્યા. 19 ફેબ્રુઆરી 2016નાં રોજ વિજય રૂપાણી ભાજપનાં ગુજરાત વિભાગનાં અધ્યક્ષ બન્યા. એમની પહેલાં એ પદે શ્રી આર. સી. ફળદુ હતા. 

ઈ. સ. 2014નાં ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાનાં વક્તા શ્રી વજુભાઈ પશ્ચિમ રાજકોટનાં વિધાયકપદેથી રાજીનામું આપી કર્ણાટક રાજ્યનાં રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીનું નામાંકન એ સ્થાન માટે થયું. 19 ઑક્ટોબર 2014નાં રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જીત્યા.

વિજયભાઇ રૂપાણી સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે. ઈ. સ. 1988 થી ઈ. સ. 1996 સુધી વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. ઈ. સ.  1998 થી ઈ. સ. 2002 સુધી તેઓ સરકારની મેનિફેસ્ટો ઈમ્પલીમેન્ટેશન કમિટીના ચેરમેન રહ્યા હતા. 

Must Read : નરેન્દ્ર મોદી વિશે માહિતી

અંતે 7 ઓગસ્ટ 2016નાં રોજ તેમણે ગુજરાતનાં સોળમા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં. મુખ્યપ્રધાનના પદ પર હતા તે દરમિયાન પક્ષ અને સરકારમાં સતત બદલાતા સમીકરણોની વચ્ચે દરેક કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા તેમની કુનેહ કાર્યસાધક બની રહી હતી. તેમણે પડદા પાછળ રહીને ખૂબજ અસરકારક રીતે પક્ષમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિઓને સકારાત્મક રીતે પાર પાડી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં પક્ષની મજબૂતી જાળવી રાખવા માટે પ્રભારી તરીકે તેમનું પ્રદાન ખૂબ જ પ્રભાવશાળી હતું. કુશળ શાસક અને વક્તૃત્વની સાથે સૌમ્યતા અને વિનમ્રતા જેવા અન્ય લક્ષણોએ તેમના વ્યક્તિત્વને તેજસ્વી બનાવ્યું હતું.

મુખ્યપ્રધાન પદેથી રાજીનામું (resign from the post of chief)

રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. વિજય રૂપાણી પાંચ વર્ષ શાસન પૂર્ણ કરનાર ગુજરાતના ત્રીજા મુખ્યપ્રધાન છે. રાજકીય નેતાઓ અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. જો કે, વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ખુદ એ વાતની કબુલાત કરી હતી કે, તેમને રાજીનામું આપવા માટે કોઈનું પણ દબાણ હતું નહીં, તેમણે સામે ચાલીને રાજીનામું આપ્યું છે. 

રાજીનામું આપ્યાં બાદ વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  અને પાર્ટીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી મને વહીવટી વિષયોમાં નવા અનુભવો જાણવાનો અને સમજવાની તક મળી છે અને પાર્ટીના કામકાજમાં પણ તેમનો સહકાર અને સહયોગ મારા માટે અમૂલ્ય છે.” ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો સહયોગ અને માર્ગદર્શન પણ એમનાં માટે અતૂટ રહ્યો છે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

  1. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
  2. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
  3. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  4. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો વિજય રૂપાણીનું જીવનચરિત્ર (vijay rupani biography in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “વિજય રૂપાણીનું જીવનચરિત્ર | Vijay Rupani in Gujarati”

  1. ખરેખર ભારત ના મહાનુભાવો વિશે જાણી ને ખુબ આનંદ થાય છે

Leave a Comment