જીવનમાં વિજ્ઞાનનું મહત્વ નિબંધ | વિજ્ઞાન વરદાન કે અભિશાપ નિબંધ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજે વિજ્ઞાનના કારણે માણસે એટલી બધી પ્રગતિ કરી છે કે માણસ સાધનો, શિક્ષણ, મનોરંજન, ચિકિત્સા, દરેક કાર્યમાં વિજ્ઞાનના સાધનોને કારણે ખૂબ જ આગળ વધ્યો છે, એટલે માનવજીવન માટે વિજ્ઞાન વરદાન સ્વરૂપે જ જીવનમાં આવ્યું છે. તો ચાલો આજે આ૫ણે વિજ્ઞાનનું મહત્વ નિબંધ અથવા વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ વિજ્ઞાન ના લાભાલાભ (vigyan na labha labh essay in gujarati) વિષય ૫ર નિબંધ લેખન કરીએ.

 પ્રસ્તાવના   :

એકવીસમી સદી એટલે જ્ઞાન અને વિજ્ઞાનની સદી. આજના  સમયમાં વિશ્વ આખું વિજ્ઞાન ક્ષેત્રે સતત હરણફાળ ભરી રહ્યું છે. આધુનિક માનવજીવન વિજ્ઞાન વગર જાણે પાંગળું બની ગયું છે. વિજ્ઞાનના સહારે માનવી પૃથ્વીના પેટાળથી લઈને છેક અવકાશ સુધી પહોંચી શક્યો છે.

જ્યાં સૂર્યનાં કિરણો પણ નથી પહોંચી શક્યા ત્યાં વૈજ્ઞાનિક શોધ ખોળ થકી માનવી પહોંચી શક્યો છે અને કેટલાંય રહસ્યો ખોલી નાખ્યાં છે. દરેક ઘટનાનાં સારાં અને ખરાબ પાસાંઓ હોય છે. વિજ્ઞાન કેટલાક અંશે શાપરૂપ પણ સાબિત થયું છે, એના લીધે કંઈ આપણે વિજ્ઞાનના લીધે થયેલા ફાયદાઓને અને વિજ્ઞાનનું મહત્વ ના અવગણી શકીએ. 

વિજ્ઞાનની અવનવી શોધો અને તેની  માનવજીવન પર અસર :

આજના સમયમાં એવું  એકપણ ક્ષેત્ર નથી જ્યાં વિજ્ઞાન ના પહોચ્યું હોય. જળ , સ્થળ , વાયુ અને અવકાશ દરેક ક્ષેત્રમાં વિજ્ઞાન પ્રગતિ કરી ચૂક્યું છે અને અવિરત કાર્યરત છે. આજે સુખસુવિધા , આરોગ્ય , પરિવહન , મનોરંજન ,સંદેશાવ્યવહાર ,ખેતી , ઉદ્યોગો ,શિક્ષણ ,હવામાન જેવા દરેક ક્ષેત્રમાં વિજ્ઞાને ખુબ જ પ્રગતિ કરી છે. નવા નવા સાધનો અને યંત્રોના લીધે જીવન ખુબ જ સરળ બની ગયું છે.  તેેેથી જ દિવસેને દિવસે વિજ્ઞાનનું મહત્વ ૫ણ વઘતુ રહયુ છે.

Mus Read : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

વાહનવ્યવહાર ક્ષેત્રે વિજ્ઞાનનું મહત્વ :

 આપણે જાણીએ છીએ એમ અગ્નિ અને ચક્રની શોધથી આદિમાનવના જીવનમાં પરિવર્તન આવ્યું હતું , જેથી આ બન્ને શોધને પાયાની શોધ માનવામાં આવે છે. પહેલાંના સમયમાં મુસાફરી માટે પ્રાણીઓથી ચાલતાં સાધનો જેવાં કે બળદગાડું , ઘોડાગાડી , ઊંટગાડી તેમજ ઘોડા , ઊંટ , હાથી જેવા પ્રાણીઓ ની મદદથી મુસાફરી અને માલસામાનની હેરફેર થતી હતી. આ રીતે મુસાફરીમાં સમયનો ખૂબ જ વ્યય થતો, વળી નજીકના સ્થળોએ અને એકસાથે ખૂબ જ ઓછા વ્યક્તિઓ મુસાફરી કરી શકતાં હતાં.

ખાસ વાંચોઃ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનું જીવનચરિત્ર

વરાળ યંત્રની શોધ થતાં વાહનવ્યવહાર  ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે.  આજના સમયમાં દ્વિચક્રી વાહનો , ઓટોરિક્ષા , જીપ , બસ , ટ્રક જેવાં સાધનોની મદદથી ખૂબ ઓછા સમયમાં સરળતાથી મુસાફરી કરી શકાય છે. રેલવેની સુવિધાથી એકસાથે ઘણા લોકો મુસાફરી કરી શકે છે , તેમજ વધુ પ્રમાણમાં માલ સામાનની હેરફેર ખૂબ જ ઓછા ખર્ચે થઈ શકે છે. સુપરફાસ્ટ ટ્રેનની મદદથી ખૂબ જ ઓછા સમયમાં લાંબી મુસાફરી શક્ય બની છે.

વિજ્ઞાનનું મહત્વ

આજના સમયમાં દરિયાઈ મુસાફરી માટેના સાધનોની શોધખોળમાં પણ વિજ્ઞાનનો અમૂલ્ય ફાળો છે. નાની સ્ટોમરથી લઈને વિશાળ જહાજોના લીધે દરિયાઈ માર્ગે માલની હેરફેર ખૂબ જ ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકે છે. દરિયાઈ માર્ગે આંતરરાષ્ટ્રિય સ્તરે માલની હેરફેર કરવામાં ખુબ જ સરળ બની છે , જેના લીધે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધતાં ઉધોગોને વિશાળ બજાર મળી રહે છે. 

હેલિકોપ્ટર અને વિમાનની શોધથી મુસાફરી ખૂબ જ ઝડપી બની છે. ખૂબ જ ઓછા સમયમાં ખૂબ દૂરના સ્થળો સુધી મુસાફરી કરી શકાય છે.રોપ – વેની મદદથી પહાડી વિસ્તારમાં મુસાફરી સરળ બની છે. 

Must Read : પર્યાવરણ નું મહત્વ નિબંધ

સંદેશા વ્યવહાર અને મનોરંજન:

 પહેલાંના સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલવા કબૂતર જેવા પંખીની મદદથી કે કોઈ વ્યક્તિને રૂબરૂ મોકલીને સંદેશો મોકલી શકાતો. ત્યારબાદ ટપાલ દ્વારા સંદેશો મોકલવાની શરૂઆત થઈ. આ રીતે સંદેશો મોકલવામાં ખુબ જ વાર લાગતી હતી. આજે સંદેશા વ્યવહાર ક્ષેત્રે થયેલાં વૈજ્ઞાનિક સંશોધનોના કારણે સંદેશાવ્યવહાર ખૂબ જ સરળ અને ઝડપી બન્યો છે. (જાણો ઇન્ટરનેટ એટલે શું તે કઇ રીતે કામ કરે છે.)

રેડિયોની શોધ થતાં કોઈપણ સ્થળની કોઈપણ ઘટના કે કોઈપણ પ્રદેશના સમાચાર ઘરે બેઠા સાંભળી શકતા હતા. સાથે સાથે ગીતો , વાર્તાઓ , કૃષિને લગતાં પ્રસરણ ઘરે બેઠા સાંભળી શકતા હતા. ટેલિવિઝનની મદદથી ગીતો , ફિલ્મો , રમતગમત , સમાચાર ઘરે બેઠા દ્રશ્ય – શ્રાવ્ય સ્વરૂપે જોઈ શકીએ છીએ.

ટેલિફોન અને મોબાઈલની શોધ થતાં કોઈપણ દૂરના સ્થળે બેઠેલા વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત થઈ શકે છે. લેખિત સંદેશ પણ ખૂબ જ ઝડપી મોકલી શકીએ છીએ.ઈન્ટરનેટની શોધ પછી સંદેશા વ્યવહાર ક્ષેત્રે અદભૂત ક્રાંતિ જોવા મળી છે. દૂરના સ્થળે રહેલ કોઈપણ વ્યક્તિને વિડિયો આપણે જોઈ શકીએ છીએ જે વિજ્ઞાનને આભારી છે.

Must Read : ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ

આરોગ્ય ક્ષેત્ર:-

વિજ્ઞાનનું મહત્વ

 તબીબી ક્ષેત્રે નવા નવા સંશોધનો થકી વિજ્ઞાન સતત પ્રગતિ કરી રહ્યું છે. દવાઓની શોધથી કેટલીય બીમારીઓ પર કાબુ મેળવી શકાયો છે. શિતળા, પોલીયો ,ઓરી , વાળો ,લકવો જેવા અસાધ્ય રોગો રસીકરણ થકી નાબૂદ કરી શકાય છે. કેટલાય રોગોની સારવાર ખૂબ જ સરળતાથી કરી શકાય છે.

શરીરના બાહ્ય અને આંતરિક અંગોની સારવાર સફળતાપૂર્વક કરી શકાય છે. વાઢકાપના નવા સાધનોની સોધથી હૃદય અને ફેફસાં જેવાં નાજુક અંગોના ઓપરેશન પણ શકય બન્યા છે. તબીબી ક્ષેત્રે થયેલાં સંશોધનો થકી બીમારીથી થતાં મૃત્યુ અને બાળમર્યુત્યુ દરમાં ઘટાડો થયો છે જે વિજ્ઞાનને આભારી છે.

ખેેેતી અને ઉધોગ ક્ષેત્રે:

 ખેતીક્ષેત્રે આધુનિક સાધનોની શોધ થકી ઓછા પરિશ્રમથી વધુ ઉત્પાદન લઈ શકાય છે. ટ્રેક્ટરની મદદથી વિવિધ ખેતી ઓજારોની ઉપયોગ કરીને ખેડ ,પાકનું વાવેતર , કાપણી , લણણી , આનાજના દાણા છૂટા પાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની છે જે ટેકનોલોજીને આભારી છે.

નવા બિયારણો અને રાસાયણિક ખાતરના ઉપયોગથી  ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે. દવાઓના છંટકાવ થકી પાકને થતું નુકસાન અટકાવી પાકને નાશ થતો બચાવી શકાય છે. વધતી જતી વસ્તી અને ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખેતીક્ષેત્રે થયેલા સંશોધનો ખૂબ જ ઉપયોગી સાબિત થયાં છે.

Must Read : એક ખેડૂત ની આત્મકથા નિબંધ

 વધતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા ઔધોગિક ક્રાંતિનો અમૂલ્ય ફાળો રહેલો છે. ઔધોગિક ક્ષેત્રે નવા સાધનો અને યંત્રોની શોધ થકી ઓછા મણવશ્રમથી વધુ ઉત્પાદન મેળવી શકાયું છે . સ્વચાલિત સાધનોની મદદથી ખુબજ ગુણવત્તાયુક્ત વસ્તુઓનું ઝડપી ઉત્પાદન થઈ શકે છે. નાની ટાંકણીથી માંડીને વિશાળકાય યંત્રો બનાવવા ઉદ્યોગો વિજ્ઞાનને જ આભારી છે.

 ઉદ્યોગોનો મુખ્ય આધાર ખેતી અને ખનીજ સંસાધનો ઉપર રહેલો છે. પૃથ્વીના  પેટાળમાંથી ખનીજ તત્વોને સોધવા , તેનું શુદ્ધિકરણ કરીને માનવ ઉપયોગમાં લેવું એ વૈજ્ઞાનિક સંશોધનોને કારણેજ શક્ય બન્યું છે. ખનીજ તેલ અને કુદરતી વાયુના સંશોધન અને શુધ્ધિકરણના લીધે જ ઉદ્યોગો અને વાહનવ્યવહાર ધમધમી રહ્યો છે.

હવામાન  અને અવકાશ ક્ષેત્રે :

વિવિધ ક્ષેત્રના સંશોધનો માટે વિશ્વના ઘણા દેશોએ પોતાના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે.આ ઉપગ્રહો થકી સંદેશા વ્યવહાર , મનોરંજન ,હવામાન અને આબોહવાની જાણકારી , ભૌગોલિક માહિતી ,તેમજ સુરક્ષા ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. ઉપગ્રહોની મદદથી કોઈપણ પ્રદેશની આબોહવા અને ત્યાંના વાતાવરણ અંગે જાણકારી મેળવી શકાય છે.

ખાસ વાંચોઃ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા વિક્રમ સારાભાઈ નું જીવનચરિત્ર

પૂર , વાવઝોડું જેવી કુદરતી હોનારતો અંગે અગાઉથી જાણકારી મેળવી જાનમાલનું  નુકશાન થતું ટાળી શકાય છે. કોઈપણ સ્થળના નકશાઓ મેળવી એની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી મેળવી શકાય છે. અવકાશયાનની મદદથી માણસ ચંદ્ર સુધી પહોંચી શક્યો છે. વિવિધ અવકાશીય પદાર્થોની ભૌગોલિક પરિસ્થિતિ અને એની ગતિ વિધિઓ અંગેની જાણકારી શક્ય બની છે.

ઉપસંહાર:

ખરેખર વિજ્ઞાનની અવનવી શોધખોળના કારણે માનવજીવન ખૂબ જ આસાન અને સુખ સુવિધાથી ભરપૂર બન્યું છે. પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની વધુ પડતો ઉપયોગ સજીવસૃષ્ટિ માટે હાનીકારક સાબિત થયો છે. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી પર્યાવરણીય તંત્ર ખોરવાયું છે જે સજીવસૃષ્ટિ અસ્તિત્વ સામે પડકારરૂપ બની રહ્યું છે. વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યું છે.

ભવિષ્યમાં પૃથ્વીને આવી સમસ્યાઓથી બચાવવા વૈજ્ઞાનિક સંશોધનો મર્યાદિત ઉપયોગ કરવો જરૂરી છે. જો આ૫ણે સાચા અર્થમાં વિજ્ઞાનનું મહત્વને સમજીને ૫ર્યાવરણ અંગે સભાનતા રાખીને સંસાધનોનો ઉપયોગ કરીએ તો વિજ્ઞાન આપણે માટે આશીર્વાદરૂપ છે .

લેખક : જગદીશ જેપુ , શિક્ષક , ધનાણા પ્રાથમિક શાળા , Instagram Id :jagdish.jepu.33,

આ ૫ણ વાંચો:-

  1. જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ 
  3. શ્રમનું મહત્વ નિબંધ
  4. સમયનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો વિજ્ઞાનનું મહત્વ નિબંધ (manav jivan ma vigyan nu mahatva essay in gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “જીવનમાં વિજ્ઞાનનું મહત્વ નિબંધ | વિજ્ઞાન વરદાન કે અભિશાપ નિબંધ”

Leave a Comment