વિશ્વ કવિતા દિવસ ઇતિહાસ, મહત્વ, થીમ, નિબંધ | World Poetry Day in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

વિશ્વ કવિતા દિવસ- કવિતા એ હૃદયની સૌથી નજીકની વસ્તુ છે. જે વાત આપણે અનેક પાનામાં લખીને વ્યક્ત કરી શકતા નથી, તે કવિતાની એક પંક્તિમાં કરી બતાવે છે. કવિતાથી સત્તા પણ હલી જાય, હૃદય પણ પીગળી જાય, દેશના દરેક નાગરિકાના હૈયા દેશભકિતની ભાવના પણ ઉજાગર કરી શકાય. હદય ઉડા ખુણે છુપાયેલા ભાવોને બહાર લાવવા માટેનું એકમાત્ર સાધન છે કવિતા.

આ નવા યુગમાં ભલે બધું યાંત્રિક બની ગયું હોય અને જીવન ઈન્ટરનેટની માયાઝાળમાં ગુંચવાઇ ગયુ હો, પણ આપણું મન અને આત્મા એક સુંદર કવિતાની જરૂરીઆત અનુભવે છે. કવિતા એ અંદરની શક્તિ છે. એમ કહેવું કશુ ખોટું નથી કે ગમે તેટલુ અંધારુ હોય પણ કવિતા તેનો માર્ગ શોધી જ લે છે. ચાલો આજે આપણે આ કવિતાના માનમાં ઉજવાતા વિશ્વ કવિતા દિવસ, તેનો ઇતિહાસ, મહત્વ, થીમ, નિબંધ વિશે માહિતી મેળવીએ.

વિશ્વ કવિતા દિવસ (World Poetry Day in Gujarati)

કાર્યક્રમનું નામવિશ્વ કવિતા દિવસ
ઉજવણીની તારીીખ૨૧ માર્ચ
ઉજવવાની શરૂઆત કયારથી થઇ?સને.૧૯૯૯
આયોજક સંસ્થાયુનેસ્કો

દર વર્ષે 21 માર્ચેના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ કવિતા દિવસ” ઉજવવામાં આવે છે. યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) એ કવિઓ અને કવિતાઓના સર્જનાત્મક ગૌરવને માન આપવા માટે દર વર્ષે 21 માર્ચેના રોજ “વિશ્વ કવિતા દિવસ” ઉજવવાનું નક્કી કર્યું હતું. વિશ્વ કવિતા દિવસ નિમિત્તે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય અકાદમી દ્વારા શબ્દ -વિશ્વ કવિતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ કવિતા દિવસનો ઇતિહાસઃ-

વર્ષ 1999માં પેરિસમાં યોજાયેલા યુનેસ્કોના 30મા અધિવેશનમાં “21મી માર્ચ”ને “વિશ્વ કવિતા દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 21 માર્ચ 2000ના રોજ પ્રથમ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કવિઓ અને કવિતાઓના સર્જનાત્મક ગૌરવને માન આપવાનો તથા ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા અને લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે.

વિશ્વ કવિતા દિવસ કેમ ઉજવવામાં આવે છે?

વિશ્વભરના કવિઓ/કવિયત્રીઓ અને કવિતાઓનું સન્માન અને સમર્થન કરવા ઉપરાંત, કવિતા દિવસનો મુખ્ય ઉદ્દેશ કવિતાના વાંચન, લેખન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કવિતાની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે.

કવિતા માનવ સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને તે પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. અને તેના અસ્તિત્વને જાળવી રાખવા માટે કવિતા દિવસની ઉજવણી કરવી જરૂરી છે.

ઇતહિાસ પાના ઉથલાવી જોશો તો ખબર પડશે તે કે પહેલા દરેક રાજાના દરબારમાં એક કે તેથી વધુ કવીઓ જરૂર હતા. કવિઓને ખૂબ જ સન્માન કરવામાં આવતુ હતુ. એ જ કવિ કે સાહિત્યકાર જયારે અન્ય રાજાના દરબારમાં જતા ત્યારે ત્યાં પણ તેમને ઉચિત સન્માન આપવામાં આવતુ હતુ.

કવિઓની વીર અને શૌર્ય રસથી ભરપુર કવિતાઓના માધ્યમથી કેટલાય યુધ્ધોના પરીણામો બદલાઇ ગયાના પુરાવા આપણા ઇતિહાસના પાને પાને ચિતરાયેલા છે.

મહાન કવિ ચંદબરદાઇ રચિત પૃૃૃૃૃૃથ્વીરાજ રાસો કાવ્યના એક દોહા “चार बाँस चौबीस गज, अंगुल अष्ट प्रमान! ता ऊपर सुल्तान है, मत चूके चौहान!! ” ના પઠન માત્રથી બંને આંખો અંધ કરી દીધેલા પૃથ્વીરાજ ચૌહાણ મહમદ ધોરી કયાં અને કેેેેટલી ઉચાઇ પર બેઠો છે તેનું પ્રમાણ મેળવી લે છે અને એક જ શબ્દભેદી બાણથી મહમદ ધોરીનો વધ કરે છે.

ઝાંસીની બહાદુર રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત સુભદ્રા કુમારી ચૌહાણ રચિત ઝાંસી કી રાની કવિતાના શબ્દો વાંચતાંની સાથે આજે પણ જાણે રોમે રોમ માંથી શૌર્ય રસની ધારા ફુટવા લાગે છે. આ કવિતાના કેટલાક શબ્દો અહી રજુ કરૂ છું…

”સિંહાસન હીલ ઉઠે રાજવંશો ને ભૃકુટી તાની થી,
બુઢે ભારત મેં ભી આઇ ફિર સે નયી જવાની થી,
ગુમી હુઇ આઝાદી કી કીંમત સબને પહચાની થી,
દૂર ફિરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી
ચમક ઉઠી સન સત્તાવન મેં, વહ તલવાર પુરાની થી,
બુંદેલે હરબોલો કે મુંહ, હમને સુની કહાની થી,
ખુબ લડી મરદાની વહ તો ઝાંસી વાલી રાની થી”

વિશ્વ કવિતા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

  • વિશ્વ કવિતા દિવસ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ દિવસે શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કવિતા લેખન અને કવિતા પઠન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
  • કવિતા ફક્ત કવિ માટે જ નથી પરંતુ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે, તેથી આ પ્રસંગે સરકારી સંસ્થાઓ અને સામાન્ય લોકો પણ આ દિવસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
  • આ દિવસે કવિ પોતાની ભાષાની વિશાળતાને લોકો સમક્ષ રજૂ કરે છે એટલું જ નહીં પણ તે કવિતાની શક્તિને પણ વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે.
  • ભારત સરકાર દ્વારા વિશ્વ કવિતા દિવસ નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય અકાદમી દ્વારા કાવ્ય ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવે છે.
  • વિશ્વના ઘણા દેશો દ્વારા સફળ કવિઓને ઈનામોનું વિતરણ અને સન્માન પણ કરવામાં આવે છે.

વિશ્વ કવિતા દિવસની થીમ (વિષય) 2023

દર વર્ષે વિશ્વ કવિતા દિવસ અલગ-અલગ થીમ (વિષય) સાથે ઉજવવામાં આવે છે. જેમાં વિશ્વ કવિતા દિવસ 2023ની થીમ (વિષય) “Always be a poet, even in prose.” છે. જયારે ગત વર્ષ ૨૦૨૨ની થીમ  to recall the role of poetry in the survival of ancient languages, in the development of the world, and the enlightenment of the world. હતી.

માર્ચ મહિનામાં આવતા મહત્વપુર્ણ દિવસોઃ

હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ કવિતા દિવસ ઇતિહાસ, થીમ, નિબંધ, માહિતી (World Poetry Day in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા મહત્વપુર્ણ દિવસો વિશે અમે અમારા બ્લોગ ૫ર અનેક આર્ટીકલ્સ લખેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment