World Environment Day 2023 : શા માટે ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ ? જાણો વર્ષની થીમ, ઇતિહાસ, નિબંધ

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 1872માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઊભી થાય અને રાજકીય રીતે ચોક્કસ દિશામાં પગલાં લેવાય તેવા હેતુસર દર વર્ષ ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનુંં નકકી કરવામાાં આવ્યુ. આ અંતર્ગત 5 જૂન 1974ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૭૪માં યોજાયેલા પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ only one earth એટલે કે “ફક્ત એક જ પૃથ્વી” હતી.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

સને. ૧૯૮૭માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદા જુદા દેશોના યજમાન પદ હેઠળ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. જે અન્વયે વર્ષ 2018 માં ૪૫મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ ભારત હતો. વર્ષ 2018 ના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી ની થીમ ”beat plastic pollution” એટલે કે ”પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો” એવી હતી. 

દર વર્ષે વિશ્વ ૫ર્યાવરણ દિવસની થીમ અલગ અલગ હોય છે. તેમજ યજમાન દેશ ૫ણ અલગ-અલગ હોય છે. વર્ષ ૨૦૧૯નો યોજમાન દેશ ચીન હતો. તેમજ વર્ષ ૨૦૨૦નો યોજમાન દેશ કોલંબિયા હતો.  વર્ષ ૨૦૨૧ના વિશ્વ ૫ર્યાવરણ દિનની ઉજવણી માટે યજમાન દેશ પાકિસ્તાન હતો.. વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ની થીમ Ecosystem Restoration એટલે કે ”ઇકો સિસ્ટમ પુન:સ્થા૫ના” હતો.વર્ષ 2022ના વિશ્વ ૫ર્યાવરણ દિનની ઉજવણી માટે યજમાન દેશ સ્વીડન હતો. વિશ્વ પર્યાવરણ દિવસ 2022 ની થીમ Only One Earth એટલે કે ”માત્ર એક જ પૃથ્વી” છે.

વિશ્વ પ્ર્યાવરણ દિવસ 2023નો યજમાન દેશ નેધરલેન્ડ સાથેની ભાગીદારીમાં પશ્ચિમ આફ્રિકન દેશ કોટ ડી’આઇવૉર છે તેમજ 2023ની થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુસન એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવો છે. જે સોશિયલ મીડિયા પર #BeatPlasticPollution હેશટેગ સાથે પર્યાવરણ દિવસ અને તેના હેતુનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ હેશ ટેગ સાથે પ્લાસ્ટિક વિરોધી અભિયાનમાં જોરદાર ભાગ લઈ રહ્યા છે.

Must Read : પર્યાવરણ એટલે શું ? પર્યાવરણ નું મહત્વ 

વિશ્વ પર્યાવરણ દિવસ

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે. આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ. વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે. વૃક્ષો, જંગલો, નદી-પર્વતો, સાગર, પશુ-પંખી, પ્રાણીઓ, ધરતી-આકાશ અને માનવીનું જીવન- આ સહિયારા અસ્તિત્વની ભાવના છે. 

પ્રકૃતિ પર્યાવરણના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણીય અસમતુલા સર્જાય છે. સાંપ્રત સમયમાં અનેક પ્રકારના પ્રદૂષણ વધ્યા છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી ચિંતિત છે. ઋતુચક્ર ખોરવાયા છે. માનવ જીવન પર આની વિઘાતક અસરો થાય છે. ત્યારે પ્રકૃતિ-પર્યાવરણના સુયોગ્ય જતન-સંવર્ધન માટે, માનવ અસ્તિત્વ અને સુસંવાદી બનાવવા માટે આપણે પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા ની જરૂર છે.

Must Read : પર્યાવરણ બચાવો નિબંધ

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ને સાર્થક બનાવવા માટે આપણે પર્યાવરણ ના જતન અને સંરક્ષણ સારું જનજાગૃતિના કાર્યમાં યોગદાન આપવું આવશ્યક છે. મૂલ્યવાન પ્રાકૃતિક સંપદાનું દોહન અટકે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે આજના સમયની તાતી જરૂરિયાત છે.

ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યમાં અમદાવાદ મહાનગરમાં સૂકા ભીના કચરાના વર્ગીકરણ માટે 50 હજાર green dustbin નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે અમદાવાદ મહાનગરમાં પર્યાવરણ જતન કૅલેન્ડર, ઇ-રિક્ષા વિગેરે પ્રોજેકટ દ્વારા લોકોમા ૫ર્યાવરણ પ્રત્યે જાગૃકતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી એ એક પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી વ્યક્તિથી સમષ્ટિ અને જીવથી શિવનો વિચાર થયેલો જ છે. આપણે તો પ્રકૃતિ-પ્રભુ પર્યાવરણના અસ્તિત્વ નો સ્વીકાર કરીને સૌનું સન્માન-સૌની રક્ષા એકબીજા આધારિત પૂરક બનવાની ભાવનાથી સમગ્ર બ્રહ્માંડને પરીવાર ભાવે જોડાનારા લોકો છીએ. છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વરને વરેલી આ સંસ્કૃતિમાં ભગવાન બુદ્ધ પર્યાવરણ પ્રતિબદ્ધતા નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Must Read : પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ

ભારત અને આપણા ગુજરાતમાં વૈવિધ્યસભર પ્રાકૃતિક સંપદા વિપુલ પ્રમાણમાં આવેલી છે. સૌર ઊર્જા, પવન ઊર્જા, વિશાળ જંગલો, કુદરતી સંસાધનો સૌનો સહયોગ કરીને પ્રકૃતિ સાથે જોડાઈ એ તો આવનારા ભવિષ્યમાં ગુજરાત સ્વચ્છ ભારતના નિર્માણમાં દિશાદર્શક બનશે. 

વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નગરપાલિકા તથા પંચાયતો દ્વારા શહેર-ગામના રસ્તા-શેરીઓની સફાઈ, જાહેર જગ્યાએથી કચરાનો નિકાલ, ગટરોની સાફ-સફાઈ વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. સરકાર દ્વારા સમૂહ સફાઇ અભિયાન, પ્લાસ્ટીકનો નહિવત ઉ૫યોગ અને ઘન કચરાના વ્યવસ્થા૫ન અંગે વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવે છે. લોકોમાં ૫ર્યાવરણની સુરક્ષા અંગે લોકજાગૃતિ માટે શેરીનાટક જેવા કાર્યક્રમો યોજાય છે. સમગ્ર દેશમાં વિશ્વ ૫ર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારો૫ણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. 

પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર-રાજયથી ભાવિ પેઢીને સ્વચ્છતા-સ્વસ્થતા આપવાનું દાયિત્વ યુવાવર્ગે નિભાવે તે સમયની માંગ છે. તેથી જ વિશ્વ ૫ર્યાવરણ દિનની ઉજવણી માટે શાળા કોલોજો ખાતે વિવિઘ કાર્યક્રમો યોજવા તથા ૫ર્યાવરણ જાગૃતિ લાવવા ૫ર વિશેષ ભાર આ૫વામાં આવે છે. ૫ર્યાવરણના જતન અંગે વિદ્યાથીઓમાં સમજ કેળવવા શાળા કોલેજોમાં ચિત્ર સ્પદ્યા, પ્રશ્નોત્તરી સ્પદ્યા તથા  ૫ર્યાવરણની સુરક્ષા અંગે વકતૃત્વ અથવા તો નિબંઘ સ્પદ્યાનુ આયોજન કરવામાં આવે છે.

Must Read : પર્યાવરણ સુરક્ષા આજનો પ્રાણ પ્રશ્ન નિબંધ

રાષ્ટ્રીય અને પર્યાવરણની જાળવણી ની રાજ્ય સરકાર અને જનસમુદાય ની સંયુક્ત જવાબદારી છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ નો સામનો કરી રહ્યું છે ત્યારે આપણી આવનારી પેઢીનો પણ આપણે વિચાર કરી પર્યાવરણનું જતન કરવા આહવાન કરીએ તે યોગ્ય છે. પર્યાવરણનું જતન એ આપણા ધર્મ સંસ્કારોમાં વારસામાં મળેલું છે. 

વર્તમાન સમયમાં પર્યાવરણનો પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બન્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી પર્યાવરણનું શ્રેષ્ઠ જતન કરી ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી, હરિયાળી અને સમૃદ્ધ વારસો આપીએ તે ઇચ્છનીય છે.

આ ૫ણ વાંચો:-

  1. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  2. ભૂકંપ વિશે નિબંધ | ધરતીકંપ એક કુદરતી આફત 
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. ઉનાળાની બપોર નિબંધ
  5. માતૃપ્રેમ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો વિશ્વ પર્યાવરણ દિવસ નિબંધ આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment