વાત નફાની….શેરબજાર વિશે માહિતી

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

શેરબજાર વિશે માહિતી:- મિત્રો આજે હું આપની સમક્ષ વાત નફાની કરવા આવ્યો છું,જો તમે એક બિઝનેસમેન કે નોકરિયાત માણસ છો તો તમારા માટે વર્ક ફોર્મ હોમ કે અન્ય કામ ઓનલાઈન કરવાના હોય જ છે.અને એમાં પણ પગાર કઈક અંશે ઓછો પડતો હોય છે તો પગાર ઉપરાંત વધુ કમાણી કઈ રીતે કરી શકો ? શુ એ શક્ય છે ?એના માટે શુ કરી શકાય?

રોજ તમે વાર્તાઓ ,ગઝલો..અન્ય સાહિત્ય વાંચી જ્ઞાનનો વિકાસ કરી રહ્યા છો,ભણી રહ્યા છો કે નોકરી કરી રહ્યા છો પણ શું પગાર ઉપરાત ઘર બેઠા પૈસા ડબલ નથી કરવા ??

તો ચાલો જાણીએ..આ કમાણી કઈ રીતે શક્ય છે.

સૌ પ્રથમ એ જણાવી દઉં કે તમારે જે વધુ કમાણી જોઈએ છે એ માટે તમારા પાસે ઓછામાં ઓછા 15000rs જોઈએ.હા એ પણ તમારી બચત મૂડી.

ચાલો 15000rs તો બધા પાસે હશે જ…તો હવે શું કરવું ?

સૌ પ્રથમ તમારું સ્ટોક માર્કેટ (શેરબજારમાં) ડેમીટ એકાઉન્ટ હોવું જોઈએ.ઘણા બધા બ્રોકર બજારમાં છે.(એન્જલ,અપસ્ટોક,ઝીરોધા,5 પૈસા).જો એકાઉન્ટ નથી તો તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.

Must Read : શેરબજાર શું છે

પહેલો ટોપિક પૂર્ણ…ચલો એકાઉન્ટ ખુલી ગયું હવે શું ?

જો શેરબજારની એ.બી.સી.ડી તમે જાણતા નથી તો સૌ પ્રથમ આપે IPO ભરવાના શરૂ કરવાના છે.જેમાં ફક્ત 15000રૂપિયાના રોકાણની જરૂર છે.જેમાં રિસ્ક 1% છે જ્યારે પ્રોફિટ 4%,5%,8% ઉપર થઇ શકે છે એ પણ ફક્ત 3 દિવસમાં જ..(ipo વિશે જાણકારી જોઈએ તો તમે ગૂગલ કરી શકો છો.).

ચાલો આતો નવા નિશાળીયાઓ માટે આપણે વાત કરી પણ જો તમે શેરબજાર વિશે પહેલીથી જાણો છો અને તમને એમાં રોકાણ કરતા ડર લાગે છે તો ડર મૂકી દો.તમારી પાસે જે એક્ટ્રરા કમાણી છે એમાંથી રોકાણ કરવાનું શરૂ કરું.હા લોન લઈને કે ઉધાર લઈને ક્યારેય શેર બજારમાં રોકાણ કરવું નહીં.

શેરબજાર વિશે માહિતી

હવે રોકાણ પણ કેવી રીતે…..?

સૌ પ્રથમ તમે એ નક્કી કરો કે તમારે Invesment કરવું છે કે પછી Trading…….ચાલો તો હવે Invesment અને Trading વિશે વધુ માહિતી આપું.હા શરૂઆત આપ Ipo કે પછી Invesmentથી જ કરો તો ખૂબ સારું રહેશે.

👍 invesment-

તમારી મૂડીને કોઈ સારા શેરમાં 1 મહિનાથી લઈને  લાંબી અવધી સુધી રોકી રાખવી.(Long Term)અને લાંબા સમય પછી સારો એવો નફો મેળવવો.(ક્યાં શેરમાં રોકાણ કરશો,જાણવું છે ?) protfolio બનાવો છે?તો બિઝનેસ ચેનલો જુવો,ન્યૂઝ પેપર અને કંપનીઓના સમાચાર પર ધ્યાન આપો.અને તમારી બચતને સારી જગ્યા પર રોકી લો.કેમકે બેંકોમાં કોઈ મોટું વ્યાજ મળતું નથી.

👌 Trading….

તમારી મૂડીને રોજે રોજ માર્કેટમાં મુકવી અને સારો એવો નફો લઈને બહાર નીકળી જવું. Trading જરા રિસ્કી છે પણ તમારી મૂડીને તમે સરળતાથી 10 ઘણી કરી શકો છો જો તમારામાં આવડત હોય તો.પણ જ્યાં સુધી શેર બજારમાં 3 વર્ષ સુધી કામ ન કરો ત્યાં સુધી ક્યારેય Intraday Trading ન કરો.

Trading માં પણ તમે Cash,Future and Optionમાં trad કરી શકો છો. intraday trading એટલે સવારે 9.15 થી 3.30 સુધીની લેવડ દેવડ. એમાં બ્રોકરો તમને વધુ માર્જિન આપે છે જેમકે તમારા 15000 રૂપિયાના રોકાણ પર તમે 50 હજાર સુધીની લેવડ દેવડ કરી શકો…એમાં પણ તમે Btst અને Stbt કરી શકો છો.જેમકે આજે ખરીદો કાલે વહેંચો…આજે વહેંચો કાલે ખરીદો.જેમાં ફક્ત આપણે બ્રોકરેજ આપવાની રહે છે.

Intraday માટે સારા સારા સ્ટોક તમે જાતે શોધી શકો છો કેમકે આજકાલ youtube, news paper,t.v પર તમામ પ્રકારોના સમાચાર મળે છે.

શેરબજાર વિશે માહિતી

  👌Market…

                જનરલી બધા શેરબજાર…શેરબજાર કરતા હોય છે પણ એમાએ વિવધ પ્રકારો છે.શુ તમે જાણો છો ?

1 Equity-

જેમાં વિવધ કંપનીઓ,બેંકો એમ અલગ અલગ સેકટરના શેર જોવા મળે છે. જે માર્કટ સવારે 9.00 કલાકથી બપોરે 3.30 સુધી ચાલુ રહે છે.શનિ-રવિ રજા હોય છે.

2-Curryncy Market

જેમાં વિવધ દેશોની કરન્સીમાં તમે ઇન્વેસમેન્ટ કરી શકો છો.Rs,usd…વગેરે.. જે માર્કેટ સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધી શરૂ હોય છે.

3 MCX (Multi Commodity Exchange )

MCX માર્કેટમાં પણ ત્રણ ભાગ છે જેમ કે Bullion જેમાં સોનુ-ચાંદી….Metal – તાંબુ,પિત્તળ,એલ્યુમિનિયમ,નિકલ જેવી ધાતુઓ આવે છે. Enrgy- જેમાં નેચરલ ગેસ,ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. આ માર્કેટ પણ સવારે 9.00 કલાકથી રાત્રીના 11.30 કલાક સુધી ચાલુ જ હોય છે.

4 NCDX…

આ માર્કેટમાં ચણા,કોટન..ગુવાર..એરંડા જેવી ખેતી વિષયક સોદા થાય છે. સવારે 9.થી 5 કલાક સુધી આમાં લેવડ દેવડ થઈ શકે છે.

નોંધ- મોબાઈલથી જ તમે વિશ્વના કોઈપણ ખૂણેથી Trading કે invesment કરી શકો છો…હવે તો વિદેશી માર્કેટમાં પણ ઘર બેઠા રોકાણ થઈ શકે છે.

Must Read : વીમો એટલે શું?

આ જ નફાની વાતમાં આટલું જ….

તમારે હજુ Nifty, sensex, NSE,BSE ,SIP,MATUAL FUND,FII,DII વિશે જાણવું હોય તો જરૂર કમેન્ટ કરજો હું વધુ લખતો રહીશ અને આપ સુધી માહિતી પહોંચાડી શકીશ. સ્ટોક માર્કેટમાં હું પાછલા 12 વર્ષથી કામ કરી રહ્યો છું.મારા અનુભવો કદાચ આપના પૈસાને ડબલ તબલ ન કરી શકે તો વાંધો નહિ પણ નુકશાન તો નહીં જ કરવા દઉં…કરી ને વાત આપના નફાની ????

👌જન હિત મેં જારી – સ્ટોક માર્કેટ એ એક મોટો વિષય છે,અધૂરું જ્ઞાન લઈને તમે તમારા પૈસા વેડફસો નહિ,માર્કેટમાં રોકાણકારો કરતા સલાહકારો વધી ગયા છે એમની વાતોમાં ફસાસો નહિ.લોન કે ઉધારના પૈસા લઈને ક્યારેય શેરબજારમાં રોકાણ કરશો નહિ.શેર બજાર એ બાળકને રમવાનું રમકડું નથી,દરેક નવો ટ્રેડર ફક્ત 3 મહિનામાં એની કમાણીના 90% પૈસા શેરબજારમાં ડુબાડીને આ ધંધાને હાથ જોડે છે.કેમકે શેરબજાર હલવો નથી કે તમે ઘરે બેઠા ખાઈ શકો.એમાં ધીરજ,અનુભવ,આવડત,એનાલિસિસ,શિસ્તની જરૂર છે.વિધાર્થીઓ માટે ફક્ત આ લેખ એક જાણકારી માટે છે તમારે રોકાણ ફક્ત અભ્યાસમાં કરવું,બાકી બધું આખી જિંદગી કરવાનું જ છે.અન્ય લોકોને મારી સલાહ છે કે જો માર્કેટની આપને પુરી સમજ ન હોય તો સૌ પ્રથમ તમે પેપર ટ્રેડિંગ કરો અને એમાં તમે કેટલા સફળ રહો છો એના પરથી નક્કી કરો કે માર્કેટમાં તમારી કમાણી બમણી થશે કે પછી મરણ મૂડી પણ જશે ?.શીખતાં રહો,જાણતા રહો.વિદેશોમાં 15 વર્ષના બાળકો પણ ઈન્વેસ્ટમેન્ટ કરી સારી એવી કમાણી કરે છે.

વાલીઓને પણ એક સંદેશ “તમારા બાળકને પૈસા કેવી રીતે કમાવા ? ક્યાં વાપરવા? એ શીખવાડયા કરતા એમને પૈસા કેવી રીતે બચાવા એ શીખવો કેમકે આજે એ 10 રૂપિયાની કિંમત સમજ છે અને બચાવશે તો એ ભવિષ્યમાં એક સારી મૂડીનો માલિક બનશે.બચત એજ મોટી મૂડી છે.money managment 20વર્ષના યુવાનને શીખવી દેવું જોઈએ.

શેરબજારનો શરૂઆતનો શબ્દ જ શેર છે એટલે ત્યાં જ સમજી જવું કે કમાણી ડબલ થવાના ચક્કરમાં ક્યાંક ખોટા ફસાઈ ન જાઓ.

માર્કેટ વિશે વધુ માહિતી માટે આપ મને કમેન્ટ કરી શકો છો. અને તમારી જાણમાં કોઈ શેરબજારમાં કામ કરતું હોય તો એના સુધી આ માહિતી જરૂર પહોંચાડી શકો છો.કેમકે આજકાલ શેરબજારનું વ્યસન દરેક ઘર સુધી પહોંચી ગયું છે જે દરેક માટે ફાયદાકારક નથી. અને અધૂરા જ્ઞાનના કારણે અથવા કોઈ સલાહકારની વાતોમાં આવીને લોકોએ રૂપિયા ડૂબાડયા છે.શેરબજારની જ્યારે પણ શરૂઆત કરો ત્યારે તમે ફક્ત 10 હજાર અથવા એના કરતાં ઓછી મૂડીથી જ કરજો.કેમકે અનુભવ વગર જોખમ વધુ છે.

ફરી મળીશું કઈક નવા વિષય સાથે…હસતા રહો,વાંચતા રહો.મહાદેવ હર.

લેખક:- ✒️Veer Raval “લંકેશ.” એક શિક્ષક

હું આશા રાખું છું કે તમને અમારો શેરબજાર વિશે માહિતી નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment