સરોજિની નાયડુ જીવન પરિચય, કવિતા, નિબંધ | Sarojini Naidu in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સરોજિની નાયડુ એક મહાન કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. સરોજિનીજી એવા પ્રથમ મહિલા હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બન્યા હતા. સરોજિનીજી ખાસ કરીને બાળકો પર કવિતા લખતા હતા, તેમની દરેક કવિતામાં વાંચતા એવું લાગતું હતું કે તેમની અંદર રહેલું બાળક હદય હજુ જીવંત છે. આ જ કારણ છે કે સરોજિની નાયડુને ‘ભારતની કોકિલા (Nightingale of India)’ કહેવામાં આવે છે.

ભારતની મહાન સફળ મહિલાઓની યાદીમાં સરોજિની નાયડુનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. સરોજિનીજીએ સમાજ સુધારણાના કાર્યો પણ કર્યા હતા, તેથી જ તે વિશ્વ માટે કોઇ કિંમતી હીરાથી ઓછા નહોતા. સરોજિની નાયડુ આપણા બધા ભારતીયો માટે આદરનું પ્રતિક છે, તેઓ ભારતીય મહિલાઓ માટે એક આદર્શ છે, તેથી તેમના જન્મદિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ચાલો, આ લેખમાં આપણે સરોજિની નાયડુ નો જીવન પરિચય- જન્મજયંતિ, કવિતા, રચનાઓ, સૂત્ર, નિબંધ, જાતિ, કુટુંબ, માતા-પિતા, લગ્ન, પતિ, એવોર્ડ, અને મૃત્યુ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

સરોજિની નાયડુ નો જીવનપરિચય (Sarojini Naidu in Gujarati)

મુળ નામઃસરોજિની ચટ્ટોપાધ્યાય
ઉપનામઃભારતની કોયલ
જન્મઃ13 ફેબ્રુઆરી 1879
જન્મ સ્થળઃહૈદરાબાદ, તેલંગાણા, ભારત
માતાનું નામઃવરદા સુંદરી દેવી
પિતાનું નામઃઅઘોરનાથ ચટ્ટોપાધ્યાય
પતિઃગોવિંદરાજુલુ નાયડુ
પુસ્તકોઃધ ગોલ્ડન થ્રેસોલ્ડ (1905), ધ બર્ડ ઓફ ટાઇમ (1912), ધ બ્રોકનો વિંગ (1917)
ખ્યાતિનું કારણઃકવિયત્રી અને રાજકીય કાર્યકર
મૃત્યુઃ2 માર્ચ 1949
મૃત્યુ સ્થળઃલખનૌ, ઉત્તર પ્રદેશ, ભારત

સરોજિની નાયડુ જન્મ અને પરિવારઃ

સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હાલના તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેમણે હૈદરાબાદની નિઝામ કોલેજની સ્થાપના કરી હતી. તેમની માતા વરદા સુંદરી દેવી બંગાળી ભાષામાં એક કવયિત્રી હતા.

સરોજિની નાયડુ 8 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમના બે નાના ભાઈઓ વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને હરીન્દ્રનાથ હતા. વીરેન્દ્રનાથ ક્રાંતિકારી હતા જ્યારે હરીન્દ્રનાથ કવિ અને અભિનેતા હતા. 1937માં એક અંગ્રેજ દ્વારા વીરેન્દ્રનાથની હત્યા કરવામાં આવી હતી.

સરોજીની નાયડુના પરિવારનો સમાવેશ હૈદરાબાદના પ્રતિષ્ઠિત પરિવારોમાં થતો હતો. તેનું એક કારણ એ હતું કે સરોજીની નાયડુના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય હૈદરાબાદની નિઝામ કોલેજના પ્રિન્સિપાલ હતા. આ ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ હૈદરાબાદના પ્રખ્યાત કલાકારો હતા.

સરોજિની નાયડુનું શિક્ષણ અને પ્રારંભિક જીવન

સરોજિની એક તેજસ્વી વિદ્યાર્થી હતી, તેને ઉર્દૂ, તેલુગુ, અંગ્રેજી, બંગાળી અને ફારસી ભાષાઓનું સારું જ્ઞાન હતું. 12 વર્ષની ઉંમરે, સરોજિનીજીએ મદ્રાસ યુનિવર્સિટીમાં મેટ્રિકની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ, જેના કારણે તેમને ઘણી પ્રશંસા અને સન્માન મળ્યુ. સરોજિનીજીના પિતા ઇચ્છતા હતા કે તેઓ વૈજ્ઞાનિક બને અથવા ગાણિતમાં આગળ અભ્યાસ કરે, પરંતુ તેમને કવિતા લખવામાં રસ હતો,

એક વખત સરોજિની નાયડુને તેમના પુસ્તકમાં 1300 લીટીની કવિતા લખતા જોઈને તેમના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. અને તેમણે આ કવિતાની નકલો બનાવી દરેક જગ્યાએ વિતરણ કરી. તેઓ તેની આ કવિતા હૈદરાબાદના નવાબને પણ બતાવે છે, હૈદરાબાદના નિઝામ તેમની કવિતાથી ખૂબ પ્રભાવિત થયા અને સરોજિની નાયડુને વિદેશમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી. 16 વર્ષની ઉંમરે તે ઈંગ્લેન્ડ ગઈ હતી. ત્યાં તેણે પ્રથમ કિંગ્સ કોલેજ લંડનમાં પ્રવેશ મેળવ્યો અને પછી ગ્રેટન કોલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો.

કોલેજના અભ્યાસ દરમિયાન પણ સરોજિનીજીને કવિતા વાંચવામાં અને લખવામાં રસ હતો, આ રસ તેમને તેમની માતા પાસેથી વારસામાં મળ્યો હતો. ઈંગ્લેન્ડમાં 3 વર્ષ અભ્યાસ કર્યા બાદ તે 1898માં ભારત પરત ફર્યા.

સરોજિની નાયડુનું લગ્ન જીવનઃ

કોલેજના અભ્યાસ દરમિયાન સરોજિની ડૉ. ગોવિંદ રાજુલુ નાયડુને મળ્યા હતા, કૉલેજ પુરી થઈ ત્યાં સુધીમાં બંને એકબીજાની નજીક આવી ગયા હતા. 19 વર્ષની ઉંમરે અભ્યાસ પૂરો કર્યા પછી, સરોજિનીજીએ 1897માં પોતાની પસંદગીની ડૉ. ગોવિંદ રાજુલુ નાયડુ સાથે આંતર જ્ઞાતિય લગ્ન કર્યા, તે સમયે આંતર જ્ઞાતિ લગ્ન કરવા એ કોઈ અપરાધથી ઓછું નહોતું, સમાજની ચિંતા કર્યા વિના, તેમના પિતાએ તેમની પુત્રીને લગ્ન માટે સંમતિ આપી. લગ્ન લગ્નજીવથી તેમને 4 બાળકો થયા હતા, જેમાં તેમની પુત્રી પદ્મજા તેમની જેમ જ કવયિત્રી બની અને રાજકારણમાં પણ પ્રવેશ કર્યો અને 1961માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા.

સરોજિની નાયડુની પ્રખ્યાત કવિતાઓ:

સરોજિનીજીએ લગ્ન પછી પણ પોતાનું કામ ચાલુ રાખ્યું, તેઓ ખૂબ જ સુંદર કવિતા લખતા હતા, જેને લોકો ગીતોના રૂપમાં ગાતા હતા. તેમની કવિતા બુલબુલે હિંદ 1905 માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ બધા તેમને ઓળખવા લાગ્યા. આ પછી તેમની કવિતાઓ સતત પ્રકાશિત થવા લાગી અને ઘણા લોકો તેમના પ્રશંસક બની ગયા, આ યાદીમાં જવાહરલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન લોકો હતા. જો કે તેઓ પોતાની કવિતા અંગ્રેજીમાં પણ લખતા હતા, પરંતુ તેમની કવિતાઓમાં ભારતીયતા ચોકકસપણે પ્રતિબિંબિત થતી હતી.

1905 માં તેમનું પ્રથમ પુસ્તક ધ ગોલ્ડન થ્રેશોલ્ડ લંડનમાં પ્રકાશિત થયું હતું. તેમની કવિતાઓનું બીજું પુસ્તક, ધ બર્ડ ઓફ ટાઈમ, 1912 માં પ્રકાશિત થયું હતું.

તેમની કવિતાઓનું ત્રીજું પુસ્તક 1917માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું નામ ધ બ્રોકન વિંગ હતું જે મોહમ્મદ અલી ઝીણાને સમર્પિત હતું.

1915માં તેમણે મહિલાઓને જાગૃત કરવા માટે અવૈક કવિતાની રચના કરી હતી. 1928 માં તેમની કવિતાઓ ન્યૂયોર્કમાં પ્રકાશિત થઈ.

સરોજિની નાયડુની પ્રસિદ્ધ કવિતાઓમાં દમયંતી ટુ નાલા ઇન ધ અવર ઓફ એક્ઝાઇલ, એકસ્ટેસી, ઇન્ડિયન ડાન્સર, ધ ઇન્ડિયન, ઇન્ડિયન લવ-સોંગ, ઇન્ડિયન વેવર્સ, ધ ફોરેસ્ટ, રામમુરાથમ, નાઇટફોલ સિટી ઇન હૈદરાબાદ, પાલક્વિન બેયરર્સ, સતી, ધ સોલ પ્રેયર, સ્ટ્રીટ ક્રાઇજનો સમાવેશ થાય છે.

સરોજિની નાયડુ સ્વતંત્રતા સેનાની તરીકેઃ

એક દિવસ સરોજિની ગોપાલ કૃષ્ણ ગોખલેજીને મળ્યા, તેમણે સરોજિનીજી તેમની કવિતાઓમાં ક્રાંતિકારીતા લાવવા તથા નાના ગામડાઓના લોકોને કવિતાના શબ્દો વડે આઝાદીની લડાઈમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપી. 1916 માં, તેઓ મહાત્મા ગાંધીને મળ્યા, ત્યારબાદ તેમની વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ, તેણીએ દેશને આઝાદ કરવામાં તમામ તાકાત લગાવી દીધી.

આ પછી, તેમણે આખા દેશમાં પ્રવાસ કરી જાણે કોઇ લશ્કરનો કમાન્ડર પોતાની ટુકડીનું નિરીક્ષણ કરી રહ્યો હોય તેમ દેશના તમામ ખુણે ખુણે ફરી દેશના લોકોમાં આઝાદીની ઇચ્છાની લહેર જગાડી. દેશની આઝાદીની ઇચ્છા તેમના હૃદય અને આત્મામાં વસી ગઈ હતી. તેમણે મુખ્યત્વે દેશની મહિલાઓને જાગૃત કરવાનું કામ કર્યુ,

એ સમયે મહિલાઓ ઘણી જ પાછળ હતી, પરંતુ સરોજિનીજીએ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરી, તથા તેમને રસોડામાંથી બહાર આવી, દેશની આઝાદીની લડતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેઓ દેશના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાઓમાં જઈને મહિલાઓને સમજાવવાનું કાર્ય કરતા હતા.

તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા મહિલા પ્રમુખ બન્યા. 1917 માં, તેમણે મુથુલક્ષ્મી રેડ્ડીની સાથે મળીને ભારતીય મહિલા સંઘની સ્થાપના કરી. તેમણે લખનૌ કરારને ટેકો આપ્યો હતો.

1917 માં, તેમણે ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો. 1919માં તેઓ ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે ઓલ ઈન્ડિયા હોમ રૂલ લીગના સભ્ય તરીકે લંડન ગયા હતા. લંડનથી પાછા ફર્યા પછી, તેઓ અસહકાર ચળવળમાં જોડાયા.

૧૯૩૦માં ગુજરાતમાં મીઠાના કરના વિરોધ્ધ માટે મહાત્મા ગાંધીજી દ્વારા દાંંડીકુચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. યાત્રા શરૂ કરતા પહેલા, ગાંધીજી ઈચ્છતા હતા કે મહિલાઓને આ આંદોલનમાં સામેલ કરવામાં ન આવે કારણ કે આંદોલનકારીઓની ધરપકડનો ભય હતો.

પરંતુ સરોજીની નાયડુ અને અને અન્ય મહિલા કાર્યકરોએ મળીને મહાત્મા ગાંધીજીને મહિલાઓને દાંડીકુચ યાત્રામાં જોડાવા માટે મનાવી લીધા. 6 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સરોજીની નાયડુને આ અભિયાનના નવા નેતા તરીકે જાહેર કર્યા હતા.

1932માં નાયડુને બ્રિટિશ સરકારે જેલમાં ધકેલી દીધા હતા. તેમ છતાં તેઓ હાર ન માન્યા અને 1942માં ભારત છોડો આંદોલનમાં પુરા જોશથી જોડાઇ ગયા, પરંતુ અંગ્રેજ સરકારે ફરીથી તેમને ફરીથી જેલમાં મોકલી દીધા. જેમાં મહાત્મા ગાંધી સહિત તેઓ ૨૧ મહિના સુધી જેલમાં રહ્યા હતા.

આઝાદી પછી ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ બન્યા.

તેમની લોકપ્રિયતા અને પ્રતિભાને કારણે, તેઓ 1925 માં કાનપુરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનના અધ્યક્ષ બન્યા અને 1932 માં ભારતના પ્રતિનિધિ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા. ભારતની આઝાદી પછી, તેઓ ઉત્તર પ્રદેશ રાજયના પ્રથમ રાજ્યપાલ બન્યા.

વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઉતરપ્રદેશ દેશનો સૌથી મોટો પ્રાંત હતો. આ પદ સ્વીકારીને તેમણે કહ્યું હતું કે હું મારી જાતને કેદમાં બંધ જંગલના પક્ષી જેવી અનુભવું છું, પરંતુ તેઓ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની ઈચ્છાઓને ટાળી શકયા નહી, જેમના માટે તેમને ઊંડો પ્રેમ અને લાગણી હતી. તેથી તેઓ લખનૌમાં સ્થાયી થયા અને સૌજન્ય અને ગૌરવપૂર્ણ વર્તન દ્વારા રાજકીય ફરજો બજાવી.

સરોજિની નાયડુના પુરસ્કારો અને સિદ્ધિઓઃ

  • સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા હતા.
  • 1928માં સરોજિની નાયડુને હિંદ કેસરી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
  • સરોજિની નાયડુને મળેલા પુરસ્કારોની યાદીમાં ધ ગોલ્ડન થ્રેશોલ્ડ, ધ બર્ડ ઑફ ટાઈમ, ધ બ્રોકન વિંગ્સ, ધ સ્પેક્ટ્રડ ફ્લુટઃ સોંગ્સ ઑફ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.
  • મહંમદ અલી ઝીણાના જીવનચરિત્રને સરોજિનીજીએ હિંદુ-મુસ્લિમ એકતાના દૂતનું બિરુદ આપ્યું હતું.

સરોજિની નાયડુનું નિધનઃ-

સરોજિની નાયડુનું 2 માર્ચ 1949ના રોજ લખનૌના સરકારી ગૃહમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તે સમયે તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ હતા.

15 ફેબ્રુઆરી 1949ના રોજ દિલ્હીથી ઉત્તર પ્રદેશ આવ્યા બાદ ડોક્ટરોએ તેમને આરામ કરવાનું કહ્યું હતું. ધીમે ધીમે તેમની તબિયત નબળી પડી ગઈ. 1લી માર્ચની મધ્યરાત્રિએ ડોક્ટરે તેમની સારવાર કરી હતી પરંતુ તેમ છતાં તેમની તબિયત વધુ લથડી રહી હતી. સરોજિની નાયડુનું 2 માર્ચ, 1949ના રોજ બપોરે 3.30 વાગ્યે અવસાન થયું હતું.

આ પણ વાંચો:-

  1. રવિશંકર મહારાજનો જીવનપરિચય
  2. સંત કબીર સાહેબનો પરિચય
  3. સંત તુકારામનું જીવનચરિત્ર
  4. નરસિંહ મહેતા વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો સરોજિની નાયડુ (Sarojini Naidu in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment