ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ‘સિક્સર કિંગ’ સલીમ દુરાની ની ચિરવિદાય

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના ‘સિક્સર કિંગ’ ગણાતા હતા. સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, તેઓ એક ખૂબ સારા ઓલરાઉન્ડર હતા. જેઓ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ તા.૨/૪/૨૦૨૩ના રોજ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે. જેનાથી ક્રિકેટર જગતમાં ગહેરા દુઃખની લાગણી છવાઇ ગઇ છે.

સલીમ દુરાની – પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા

સલીમ દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં 11 ડિસેમ્બર 1934ના રોજ થયો હતો. આપણા ગુજરાત અને જામનગર માટે ગૌરવ સમાન પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા સલીમ દુરાનીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૭૦ મેચ રમી હતી. જેમાં તેઓએ   ૧૪ સેન્ચ્યુરી અને ૪૫ હાફ સેન્ચ્યુરી સાથે કુલ ૮૫૪૫ રન બનાવ્યા હતા. એટલું જ નહીં તેઓએ એક સારા ઓલરાઉન્ડર તરીકે પોતાની બોલીંગ શૈલીને અજમાવી કુલ ૪૮૪ વિકેટ પણ ઝડપી હતી.

તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યા જેમાં 1953માં સૌરાષ્ટ્ર તરફથી અને બાદમાં 1954થી 1956 દરમિયાન ગુજરાત અને 156થી 1978 દરમિયાન રાજસ્થાન તરફથી રમ્યા હતા.

સલીમ દુરાનીએ 1 ડિસેમ્બર 1960માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. દુરાની ભારતીય ટીમ તરફથી કુલ 29 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં તેમણે 1 સતક અને 7 અડધી સદી સાથે કુલ 1202 રન બનાવ્યા હતા, આ સિવાય તેઓ બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમણે પોતાના કરિયરમાં 75 વિકેટો પણ લીધી હતી.

દુરાની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ પણ કરતા હતા. સલીમ દુરાનીએ ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 1973માં 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમી હતી. તેમની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.

‘સિક્સર કિંગ’- દર્શકોની માંગ પર ફટકારતા હતા છગ્ગા

સલીમ દુરાની તુફાની બેટીંગ માટે પ્રખ્યાત હતા. એમ કહેવાય છે કે તેઓ દર્શકોની માંગ પર બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર ફેંકી દેતા હતા. જયારે દર્શકોને રમતમાં રોમાંચ લાવવા માટે દુરાનીનો છગ્ગો જોવાની ઈચ્છા થાય તો સીકસર સીકસરની બુમો પડતી અને દુરાની એમ ડીમાન્ડને પુરી કરી ગગમે તેવા બોલ પર સીકસર મારવાની ક્ષમતા ધરાવતા હતા. એટલે જ ક્રીકેટ જગતમાં તેઓ આજે પણ ‘સિક્સર કિંગ’ તરીકે ઓળખાય છે.

હુ આશા રાખુ છુ કે તમને અમારો સલીમ દુરાની નું જીવનચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment