Advertisements

જનરલ સામ માણેકશા | sam manekshaw biography in gujarati

Advertisements

મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ફાળો હતો. 

જનરલ માણેકશા નો જીવપરિચયઃ

નામઃસામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા
ઉપનામઃફિલ્ડમાર્શલ સામ માણેકશા, સેમ ધ બ્રેવ
જન્મ તારીખઃ૮ જુન ૧૮૬૯
જન્મ સ્થળઃઅમૃતસર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
પિતાનું નામઃહોરમૂસજી માણેકશા
માતાનું નામઃહીરાબાઈ માણેકશા
જીવનસાથીઃસિલ્લૂ બોડે
પુરસ્કારો ૧૯૬૮માં પદ્મભૂષણ
 ૧૯૭૨માં પદ્મવિભૂષણ
 મિલેટ્રી ક્રોસ
મૃત્યુઃ27 જૂન 2008માં તમિલનાડુ

સામ માણેકશાનો જન્મ

તેમનુ સાચું નામ સામ હૉરમુસજી ફરામજી જમશેદજી માણેકશા છે. પારસી પરિવારમાં ડૉક્ટર પિતાનાં ઘરે 3 એપ્રિલ 1914નાં રોજ અમૃતસર, પંજાબમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાતનાં વલસાડથી અમૃતસર  જઈને સ્થાયી થયો હતો. 

મિલિટરી તાલીમ

તેમનાં પિતા ડૉક્ટર હોવાથી એમનો એવો આગ્રહ હતો કે એમનો દિકરો પણ ડૉક્ટર જ બને. અમૃતસર ખાતે શાળાકીય શિક્ષણ મેળવી નૈનિતાલ શહેરની શેરવુડ કૉલેજમાં તેઓ ભણ્યા. દહેરાદૂન ખાતેની ઈન્ડિયન મિલિટરી એકેડમીમાંથી તેઓ સેનામાં ભરતી માટે પસંદગી પામ્યા હતા. ત્યાંથી તેઓ ભારતીય સેનામાં જોડાઈ ગયા.

સામ માણેકશાના લગ્ન

1937માં એક સાર્વજનિક સમારોહમાં લાહોર ખાતે ભાગ લેવા ગયેલા સેમની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ. જે બે વર્ષ બાદ 22 એપ્રિલ 1939માં એમની જીવનસંગીની બની ગઈ. 

ત્રણેય વિશ્વયુદ્ધનો ભાગ

તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં કેપ્ટન હતા. 17મી ઈંફ્રેંટ્રી ડિવિઝનમાં આવેલ સેમ પ્રથમ વખત યુદ્ધનો સ્વાદ ચાખે છે બીજા વિશ્વયુદ્ધ વખતે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ જાપાન વિરૂદ્ધ પોતાના સૈન્યની આગેવાની કરી રહ્યા હતા. એ સમયે બર્મામાં એક સૈનિકે તેમને સાત ગોળીઓ મારી હતી.

આ ગોળીઓ તેમનાં આંતરડા, યકૃત અને લીવરમાં વાગી હોવાથી એમની બચવાની કોઈ શક્યતા દેખાતી ન હતી. પરંતુ એમનાં મજબૂત મનોબળને લીધે એઓ જીવી ગયા. આ વખતનો એમનો ડૉક્ટર સાથેનો સંવાદ તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. ડૉક્ટરે એમને પુછ્યું, “બહાદુર છોકરા તને શું થયું છે?” અને સેમનો જવાબ હતો, “મને ખચ્ચરે લાત મારી છે.”

સ્વસ્થ થયા બાદ માણેકશા જનરલ સ્લિમ્સની 14મી સેનાના 12માં ફ્રન્ટીયર રાઇફ્લ ફોર્સમાં લેફટનન્ટ બની બર્માનાં જંગલોમાં ફરીથી એક વાર જાપાનીઓ સાથે યુદ્ધ લડવા ગયા. ફરીથી એક વાર તેઓ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા, અને ફરીથી સાજા થઈ ગયા. ત્યારબાદ તેમને સટૉફ ઓફિસર બનાવી ઈંડો ચાઈના મોકલવામાં આવ્યા, જયાં તેમણે 10000 જાપાની યુદ્ધબંદીઓના પુનઃ વસવાટ માટે અમુલ્ય યોગદાન આપ્યું. 

ગોરખાઓ દ્વારા ઉપાધિ

1946માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફિસર બની military operations directorate માં સેવારત રહ્યા. ઈ. સ. 1947 થી 1948માં કાશ્મીરની આઝાદીની લડાઈમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ભારતની આઝાદી પછી ગોરખાની કમાન સંભાળવાવાળા તેઓ પ્રથમ હતા. ત્યાં જ તેમને ‘સેમ બહાદુર’ની ઉપાધિ ગોરખાઓ દ્વારા મળી. 

સામ માણેકશાને મળેલ મેડલ(એવોર્ડ)

નાગાલેન્ડ સમસ્યાનો હલ મેળવવા બદલ 1968માં તેમને પદ્મભૂષણ આપવામા આવ્યો. 7 જૂન 1969નાં રોજ તેઓ ભારતનાં 8મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફના પદે બિરાજમાન થયા. 1971માં માણેકશાનાં માર્ગદર્શન હેઠળ પાકિસ્તાનની હાર થઈ. આ યુદ્ધ પછી બાંગ્લાદેશનું નિર્માણ થયું. 

તેમના દેશપ્રેમ અને દેશ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા બદલ 1972માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 1 જાન્યુઆરી 1973નાં રોજ તેમને ‘ફિલ્ડ માર્શલ’ બનાવવામાં આવ્યા, અને 15 જાન્યુઆરી 1973નાં રોજ તેઓ આ પદેથી પોતાની મરજીથી નિવૃત્ત થયા. તેઓ ભારતીય સેનાના પ્રથમ જનરલ હતા કે જે ફિલ્ડ માર્શલની ઉપાધિ મેળવી શક્યા હતા. 

ઈ. સ. 1971ની રણનીતિ

ફિલ્ડ માર્શલ માણેકશાએ ઈ. સ. 1934થી 2008 સુધી દેશને પોતાની સેવા આપી હતી. આ દરમિયાન તેમણે બીજુ વિશ્વયુદ્ધ, 1962નું ભારત – ચીન યુદ્ધ, 1965 અને 1971નાં ભારત – પાકિસ્તાન યુદ્ધો લડ્યા હતા. ભારત ચીનના યુદ્ધથી દરેક યુદ્ધનું નેતૃત્વ તેમણે કર્યું હતુ. 1971નાં ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી પાકિસ્તાનના 90000 સૈનિકોનું આત્મ સમર્પણ કરાવ્યું હતું જે એક ઐતિહાસિક ઘટના છે. 

આટલી મોટી હસ્તી હોવા છતાં પણ તેઓ ખૂબ જ વિનમ્ર હતા. એમનાં જીવન સાથે ઈ. સ. 1971નાં યુદ્ધ વખતની એક ઘટના જોઈએ. 

ઈ.સ. 1971 ના યુદ્ધમાં પાકિસ્તાનનાં ભારે તોપમારા વચ્ચે ભારતીય સૈન્યને શસ્ત્ર સરંજામ અને રાશન વગેરે પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે સેનાપતિ સામ માણેકશાએ રણછોડ પગીની મદદ માંગી હતી. રણના જાણકાર રણછોડ પગીએ પાલીનગર ચેકપોસ્ટ નજીક અડિંગો જમાવીને રેગિસ્તાનના ટૂંકા રસ્તાઓ દ્વારા ભારતીય સૈન્યની સપ્લાય લાઈન બનાવી આપી હતી. રણછોડ પગી પર માણેકશાનો ભરોસો એટલો બધો હતો કે તેઓ તેમને ‘વન મેન આર્મી એટ ડેઝર્ટ ફ્રન્ટ’ (રણ વિસ્તારમાં એક માણસનું સૈન્ય) તરીકે ઓળખાવતા હતા. 

ઈ. સ. 1971નાં યુદ્ધમાં પાકિસ્તાનના પરાજય પછી સેનાપતિ સામ માણેકશાએ ઢાકા ખાતે ભવ્ય વિજયની પાર્ટીનું આયોજન કર્યું ત્યારે રણછોડ પગીને પણ આમંત્રિત કર્યા હતા. ત્યારે રણછોડ પગી પોતાની સાથે રોટલો, સૂકું લાલ મરચું અને ડુંગળી લઈને ગયા હતા. 

ત્યાં જતી વખતે સામ માણેકશાએ તેમને લેવા હેલિકોપ્ટર મોકલ્યું હતું. પરંતુ તેમાં ચઢતી વખતે તેમની ખાવાનાની પોટલી નીચે જ રહી ગઈ હતી, જે લેવા માટે ફરીથી હેલિકોપ્ટર નીચે ઉતારવામાં આવ્યું હતું. 

લશ્કરી અધિકારીઓએ કહ્યું કે ‘પગી, ત્યાં તો પાર્ટીમાં અનેક વાનગીઓ હશે. તમે આ બધું કેમ સાથે લો છો?’ પગીએ જવાબમાં કહ્યું કે, ‘મને આ ખોરાક જ ફાવે છે’ અને ખરેખર સૌના આશ્ચર્ય વચ્ચે, પાર્ટીની સ્વાદિષ્ટ વાનગીઓ છોડીને પગી સાથે લાવેલું પોટલું છોડીને રોટલો, મરચું અને ડુંગળી ખાવા બેસી ગયા હતા. એ જોઈને માણેકશાએ પણ રણછોડ પગીના ઘરના રોટલો-ડુંગળી ખાધા હતા. 

તેમનુ મૃત્યુ 27 જૂન 2008માં તમિલનાડુ ખાતે થયું હતું.

દહેરાદૂનમાં આઠમી ગોરખા રેજીમેન્ટની છાવણીમાં એક રુમ રખાયો છે, જેને સેમ બહાદુર રુમ કહેવાય છે.

લશ્કરની વિવિધ પદવીઓ અને રીટાયર થવાની અવધિ:-

  1. ફિલ્ડ માર્શલ ક્યારેય રીટાયર થતો નથી. 
  2. જનરલ 58 વર્ષે રીટાયર થાય છે.
  3. લેફ્ટનન્ટ જનરલ 56 વર્ષે રીટાયર થાય છે.
  4. બ્રીગેડિયર 52 વર્ષે રીટાયર થાય છે.
  5. કરનલ 50 વર્ષે રીટાયર થાય છે.

આ ૫ણ વાંચો:-

  1. જ્યોતિબા ફૂલે
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો જનરલ સામ માણેકશાનું જીવનચરિત્ર વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

2 thoughts on “જનરલ સામ માણેકશા | sam manekshaw biography in gujarati”

Leave a Comment