સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તથા તેના ફાયદા (Surya Namaskar Benefits And precautions In Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સમગ્ર વિશ્વમાં ઘણા લોકો યોગ સાથે સંકળાયેલા છે અને દરરોજ અનેક પ્રકારના યોગ સંબંધિત આસનો કરે છે. સૂર્ય નમસ્કાર પણ યોગનો જ એક પ્રકાર ગણાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય નમસ્કાર દરમિયાન, શરીરને બ્રહ્માંડમાંથી ઊર્જા મળે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તો ચાલો આજે આ૫ણે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તથા તેના ફાયદા (Surya Namaskar Benefits And precautions In Gujarati) વિશે વિગતે માહિતી મેળવીએ.

Table of Contents

સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તથા તેના ફાયદા (Surya Namaskar Benefits And precautions In Gujarati)

આ લેખમાં આ૫ણે સૂર્ય નમસ્કાર શું છે ?, સૂર્ય નમસ્કારના સ્ટેપ, ફાયદા, સૂર્ય નમસ્કાર ની રીત તથા સૂર્ય નમસ્કાર શ્લોક વિશે વિગતે માહિતી મેળવીશુ. તો ચાલો સૌપ્રથમ સૂર્ય નમસ્કાર શું છે તે સમજીએ.

સૂર્ય નમસ્કાર શું છે ?

સૂર્ય નમસ્કાર એ શારીરિક પ્રવૃત્તિ એટલે કે કસરતનો જ એક પ્રકાર છે જે સૂર્યોદય સમયે કરવામાં આવે છે તેથી તેને સૂર્ય નમસ્કાર કહેવામાં આવે છે. આ કસરત દરમિયાન સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને તે 12 સ્ટે૫ હેઠળ કરવામાં આવે છે. આ દરેક સ્ટે૫ અલગ અલગ નામો ધરાવે છે અને અલગ અલગ રીતે કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર મહિલાઓ, પુરૂષો, બાળકો અને તમામ ઉંમરના લોકો દ્વારા કરવામાં આવે છે અને જે લોકો તેને નિયમિત કરે છે, તેમનું શરીર સ્વસ્થ રહે છે.

સૂર્ય નમસ્કાર ના ફાયદા (Health Benefits Of Surya Namaskar)

હાઈ બ્લડ પ્રેશર –

જો સૂર્ય નમસ્કાર યોગ્ય રીતે કરવામાં આવે તો તેની મદદથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને ઠીક કરી શકાય છે. વાસ્તવમાં, આમ કરવાથી શરીરમાં લોહી સારી રીતે વહેવા લાગે છે અને તેના કારણે હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. આ સાથે, તે હૃદયના જ્ઞાનતંતુઓને પણ મજબૂત બનાવે છે.

સ્થૂળતા ઓછી કરે (વજન ઘટાડવામાં મદદ કરે છે) –

જો સ્થૂળતાથી પરેશાન લોકો દરરોજ સૂર્ય નમસ્કાર કરે છે, તો તેઓ તેમનું વજન ઘટાડી શકે છે અને શરીરને ફિટ બનાવી શકે છે. તેની મદદથી મેટાબોલિઝમ પણ ઠીક કરી શકાય છે.

Must Read : યોગ એટલે શું ? જાણો યોગનો ઇતિહાસ

પાચનતંત્રને મજબૂત બનાવે છે –

નબળા પાચનતંત્રવાળા લોકોએ સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ, કારણ કે આ કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને ગેસની સમસ્યાથી પણ રાહત મળે છે. એટલા માટે જે લોકોનું પાચનતંત્ર વીક છે, તેઓએ સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જ જોઈએ.

માસિક ચક્ર માટે ફાયદાકારક –

સૂર્ય નમસ્કાર એ સ્ત્રીઓ માટે ફાયદાકારક છે જેમને સમયસર માસિક નથી આવતું અને જેમને આ દિવસોમાં પેટમાં ખૂબ દુખાવો રહે છે. આ સિવાય સૂર્ય નમસ્કાર કરવાથી ડિલિવરી સમયે વધારે તકલીફ પડતી નથી અને ડિલિવરી સરળતાથી થઈ જાય છે.

સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે –

સૂર્ય નમસ્કાર દરમિયાન વિવિધ પ્રકારના આસનો કરવામાં આવે છે જે સ્નાયુઓ અને સાંધાઓને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સિવાય ગરદન, હાથ અને પગ પણ મજબૂત બને છે.

ત્વચાને નિખારે છે –

આ આસન ત્વચાને નિખારવા માટે પણ ફાયદાકારક છે. આ આસન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે, જેના કારણે ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ પણ દૂર થાય છે.

ઘણી બીમારીઓથી રાહત –

બ્લડ સુગર, માનસિક ચિંતા, કિડની સંબંધિત બીમારીઓ અને અન્ય પ્રકારની બીમારીઓથી પીડિત લોકો જો આ યોગ દરરોજ કરે તો તેઓ આ પ્રકારના રોગોથી છુટકારો મેળવી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે.

Must Read : યોગનું મહત્વ અને ફાયદા

સૂર્ય નમસ્કાર કરવાની રીત :-

સૂર્ય નમસ્કાર કરવાની રીત વિશે વાત કરીએ તો 12 યોગ આસનો સૂર્ય નમસ્કારનો ક્રમ પૂર્ણ કરે છે. સૂર્ય નમસ્કારના એક ચરણના બીજા ક્રમમાં, યોગના આસનોનો સમાન ક્રમ પુનરાવર્તિત કરવો પડશે, પરંતુ જમણા પગની જગ્યાએ ફક્ત ડાબા પગનો ઉપયોગ કરવો પડશે.

સૂર્ય નમસ્કાર સ્ટેપ

(૧) પ્રથમ ચરણ : પ્રણામ આસન

આ મુદ્રા હેઠળ, તમે સીધા ઊભા રહો અને તમારા હાથ જોડો, પછી ઊંડો શ્વાસ લો અને ખભાને ઢીલા રાખો. હવે શ્વાસ લેતી વખતે હાથ ઉંચા કરો અને શ્વાસ છોડતી વખતે આકૃતિ એક મુજબ પ્રણામ મુદ્રા લો. આ આસન કરવાથી શરીરને આરામ મળે છે અને એકાગ્રતાની ભાવના ઉત્પન્ન થાય છે.

(૨) બીજુ ચરણ : હસ્તઊત્તાસન (હાથ ઉંચા કર આસાન)

આ આસનમાં શ્વાસ લેતી વખતે હાથ ઉંચા કરવામાં આવે છે અને હાથ કાનની પાસે રાખવામાં આવે છે, આ આસન દરમિયાન આકૃતિ બે મુજબ આખા શરીરને ઉપરની તરફ ખેંચવાનું હોય છે. આ આસન હાથ, ખભા, પીઠની નીચેના ભાગ, છાતી, ગરદન માટે ફાયદાકારક છે.

(૩) ત્રીજુ સ્ટે૫ : હસ્તપાદાસન (હાથ પગ આસન)

આકૃતિ ત્રણ મુજબ આ સ્ટેપમાં આગળ નમવું અને શ્વાસ છોડતી વખતે હાથને અંગૂઠાની નજીક જમીન પર રાખવાના છે. આ આસન કરવાથી શરીરમાં લવચીકતા આવે છે, ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે અને પાચન પ્રક્રિયા બરાબર થાય છે.

Must Read : શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ

(૪) ચોથુ ચરણ : અશ્વસંચાલન આસન (અશ્વારોહણ આસન)

સૂર્ય નમસ્કાર સ્ટેપ
અશ્વસંચાલન આસન

શ્વાસ અંદર લેતાં લેતાં, શક્ય હોય એટલો તમારો જમણો પગ પાછળની તરફ ખેંચો.  આકૃતિ ચાર મુજબ જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ જોવું. આ આસન કરવાથી ઘૂંટણ અને પગની ઘૂંટીઓ મજબૂત બને છે અને કિડની અને યકૃતના કાર્યમાં સુધારો થાય છે.

(૫) પાંચમુ ચરણ :દંડાસન (લાકડી આસન)

દંડાસન
દંડાસન

આકૃતિ ૫ મુજબ શ્વાસ અંદર ની તરફ લેતાં લેતાં તમારો ડાબો પગ પાછળ લેવો અને આખું શરીર લાકડીની જેમ એક રેખામાં કરવું. આ આસન સ્નાયુઓ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે, મગજના કોષોને શાંત કરવામાં અસરકારક મદદગાર સાબત થાય છે.

(૬) છઠુ ચરણ :અષ્ટાંગાસન (આઠ અંગો સાથે નમસ્કાર)

આકૃતિ ૬ મુજબ શ્વાસ હળવેથી બહાર કાઢતાં તમારા ઘૂંટણ જમીન તરફ લાવો. કૂલા ઊંચા લાવી આગળની તરફ સરકવું. તમારી છાતી અને માથું જમીન પર ટેકવવા. તમારું શરીર પેટના ભાગથી થોડુ ઊંચક્વુ. આ આસનમાં બે હાથ, બે પગ, બે ઘૂંટણ, છાતી અને માથું એમ શરીરના આઠ ભાગોનો ભૂમીને સ્પર્શ થશે. આ આસન હૃદય માટે તથા બ્લડ પ્રેશરને ઠીક કરવામાં ફાયદાકારક છે.

અષ્ટાંગાસન
અષ્ટાંગાસન

(૭) સાતમુ ચરણ : ભુજંગાસન (સર્પ આસન)

આ આસન દરમિયાન શરીરનો ઉપરનો ભાગ ઉંચો રહે છે અને શરીરનો બાકીનો ભાગ જમીન સાથે જોડાયેલો રહે છે. સર્પની જેમ શરીરની સ્થિતી કરો. એ સ્થિતિમાં તમે કોણી વાળી શકો છો, ખભા કાન થી દૂર રાખીને ઉપર જોવું. આ આસન શરીરમાં લવચીકતા લાવે છે, પાચનમાં સુધારો કરે છે, હાથ અને ખભાને મજબૂત બનાવે છે.

Must Read : લીમડા વિશે નિબંધ અને લીમડાના ફાયદા

(૮) આઠમુ ચરણ :પર્વત આસન :

આકૃતિ ૮ મુજબ આ આસન કરતી વખતે માત્ર હાથ અને પગ જમીન પર હોય છે અને બાકીનું શરીર ઉપર હોય છે. આ આસનમાં આખા શરીરનો ભાર હાથ અને પગ પર હોય છે. આ આસન જાંઘ, ઘૂંટણ અને પગની એડીને મજબૂત બનાવે છે, રક્ત પરિભ્રમણ સુધારે છે.

(૯) નવમુ ચરણ :અશ્વસંચાલનાસન (અશ્વારોહણ આસન)

શ્વાસ અંદર લેતાં લેતાં, જમણો પગ બે હાથની વચ્ચે લેવો, ડાબો ઘૂંટણ જમીન ઉપર રહેશે, કૂલાનો ભાગ નીચે દબાવવો અને ઉપર તરફ જોવું. આ આસન ઘૂંટણ, પગની ઘૂંટી, કિડની અને લીવર માટે ફાયદાકારક છે.

(૧૦) દસમુ ચરણ : હસ્તપાદાસન (હાથ પગ આસન)

આ આસન ૫ણ ત્રીજા ચરણના આસન મુજબ જ હોય છે.

(૧૧) અગિયારમુ ચરણ : હસ્તઉત્તાસન (હાથ ઉંચા કરવાનુ આસન)

આ આસન ૫ણ બીજા ચરણના આસન મુજબ જ હોય છે.

(૧૨) બારમુ ચરણ : તાડાસન

શ્વાસ બહાર કાઢતાં કાઢતાં, શરીરને સીધું કરવું  અને પછી બંને હાથ નીચે લાવવા. આ સ્થિતિમા આરામ કરવો. પોતાના શરીરની સંવેદનાનું અવલોકન કરવું. આ છેલ્લું ચરણ છે અને આમાં ફક્ત સીધા ઊભા રહીને શરીરને આરામ આપે છે. પાચનતંત્ર અને શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે.

Must Read : અશ્વગંધા ના ફાયદા 

સૂર્ય નમસ્કાર માટે સાવચેતી (Precautions for Surya Namaskar)

  • આ કરતી વખતે થોડી કાળજી લેવી જરૂરી છે અને જો શક્ય હોય તો, યોગ શીખવનાર વ્યક્તિ સમક્ષ તેને સારી રીતે શીખો અને પછી જ તે જાતે કરવાનું શરૂ કરો.
  • સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન આ ક્રિયા ન કરવાની સલાહ આપવામાં આવે છે, તેથી સ્ત્રીઓએ આ દિવસોમાં આ ક્રિયા ન કરવી જોઈએ.
  • ઘણીવાર લોકો સૂર્ય નમસ્કાર કર્યા પછી તરત જ સ્નાન કરે છે, જે ખોટું છે અને એવું કહેવાય છે કે લોકોએ ઓછામાં ઓછી 15 મિનિટ આ કસરત કર્યા પછી સ્નાન કરવું જોઈએ.
  • આ કસરત હેઠળ કરવામાં આવેલ દરેક આસન યોગ્ય રીતે કરવું જોઈએ અને તમારે જાણવું જોઈએ કે કયું આસન ક્યારે કરવું, ક્યારે શ્વાસ લેવો અને કયા સમયે શ્વાસ છોડવો.
  • જો કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા થઈ હોય અથવા તેની કરોડરજ્જુમાં કોઈ સમસ્યા હોય તો તેણે આ કસરત ન કરવી જોઈએ.

સૂર્ય નમસ્કાર કરવાનો યોગ્ય સમય (Best Time And How Many Time In A Day)–

  • સૂર્ય નમસ્કાર કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે, તેથી જે લોકો આ કસરત કરવા માંગતા હોય તેઓએ દરરોજ સવારે 6 વાગ્યા પહેલા આ કસરત કરવી જોઈએ. ઉપરાંત, આ કસરત કરતી વખતે, તમારું પેટ સંપૂર્ણપણે ખાલી હોવું જોઈએ. સવારે સૌથી પહેલા પાણી પીઘાના 15 મિનિટ પછી જ તેને શરૂ કરો.
  • આ કસરતથી સૌથી વધુ ફાયદો મેળવવા માટે, તમારે તેને કુલ 13 વખત કરવું જોઈએ. બીજી બાજુ, જો તમારી પાસે સૂર્ય નમસ્કાર કરવા માટે વધુ સમય નથી, તો તમે તેને 13 ને બદલે 6 વખત કરી શકો છો.
  • સૂર્ય નમસ્કાર કરતી વખતે તમારો ચહેરો સૂર્યની સામે હોવો જોઈએ અને આ કસરત ધીમે ધીમે કરવી જોઈએ.
  • દરરોજ આ કસરત કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે, શરીર દરેક સમયે ચપળ રહે છે અને જે લોકો તેને કરે છે તેઓ કોઈપણ પ્રકારનો થાક અનુભવતા નથી.

Must Read : સોયાબીન વિશે માહિતી, ફાયદા, ગેરફાયદા

હુ આશા રાખુ છું કે તમને અમારો સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તથા તેના ફાયદા (Surya Namaskar Benefits And precautions In Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક આર્ટીકલ્સ અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment