અનાવૃષ્ટિ, દુકાળ, દુષ્કાળ વિશે નિબંધ (Anavrushti Essay in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

વરસાદ તો ધરતીનો સૌભાગ્ય છે સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર છે. ૫ણ કોઇક વર્ષો એવા ૫ણ આવે કે ખૂબ જ ઓછો વરસાદ પડે અથવા સહેજે વરસાદ ન ૫ડે તેેેને અનાવૃષ્ટિ અથવા તો દુકાળ કહે છે. તો ચાલો આજે આ૫ણે અનાવૃષ્ટિ વિશે નિબંધ (dushkal nibandh in gujarati) લેખન કરીએ.

અનાવૃષ્ટિ, દુકાળ, દુષ્કાળ વિશે નિબંધ (Anavrushti Essay in Gujarati)

પ્રસ્તાવના :

વરસાદ સમગ્ર સજીવસૃષ્ટિનો મુખ્ય આધાર છે. જરૂર મુજબ થતો વરસાદ સજીવસૃષ્ટિ માટે અમૃત સમાન છે. પરંતુ જો ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો અભિશાપ બની જાય છે. વરસાદની માત્રાને આધારે જોઈએ તો વરસાદનાં બે સ્વરૂપો જોવા મળે છે : અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. આજે આપણે અનાવૃષ્ટિ વિશે વિગતે જાણીશું.

અનાવૃષ્ટિ એટલે શું :

ખૂબ જ ઓછો વરસાદ પડે અથવા બિલકુલ વરસાદ ના પડે એવી પરિસ્થિતિને અનાવૃષ્ટિ કહે છે.અનાવૃષ્ટિને દુષ્કાળ કે દુકાળ પણ કહેવામાં આવે છે. વરસાદ ઓછો પડવાથી નદી-નાળા સુકાઈ જાય છે. પાણીની ખૂબ જ અછત વર્તાય છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોતા હોય છે. ગ્રીષ્મના તાપથી અકળાયેલા જીવો વરસાદની રાહ જોઈ જોઈને થાકી જાય છે.

એક ગઝલકારે દુષ્કાળની પરિસ્થિતિનું શબ્દ ચિત્ર આલેખતા લખ્યું છે:

“લાગી રહ્યું છે જાણે પ્રકૃતિએ મરી ગઈ છે;
આ ધરતી એની શોકસભા હોવી જોઈએ!”

જનજીવન ઉપર અસર :

દુષ્કાળની જનજીવન પર ખૂબ જ વિપરીત અસર થાય છે. વરસાદના અભાવે પાકનું ઉત્પાદન થતું નથી . જેના લીધે ખેડૂતો બેહાલ બને છે અને અનાજની અછત સર્જાય છે. નદી નાળાં સુકાઈ જાય છે. પાણી અને ઘાસચારાના અભાવે તેમજ પ્રખર તાપને લીધે ઘણા પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે. ઘાસચારાની શોધમાં રહેતા પશુઓ હાલતા ચાલતા હાડપિંજર જેવા લાગે છે. વૃક્ષો સુકાઈ જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો પડી ભાગે છે. ઉપરાઉપરી દુષ્કાળ પડે તો ભૂખમરો અને બેરોજગારી જેવી સમસ્યાઓ ઉદભવે છે , જેથી લોકો રોજગારી અને જીવનનિર્વાહ માટે સ્થળાંતર કરી જતા હોય છે. ગરમીનું પ્રમાણ વધી જાય છે.

અગમચેતી અને ઉપાયો :

દુષ્કાળ જેવી કુદરતી આફતને રોકી શકાતી નથી ,પરંતુ ચોક્કસ વ્યવસ્થા અને પ્રયાસો થકી દુષ્કાળમાં જાન-માલને થતા નુકશાનને અટકાવી શકાય છે. અગાઉથી નદીઓના પાણીને ડેમમાં સંગ્રહ કરી રાખી નહેરો દ્વારા દુષ્કાળની પરિસ્થિતિમાં ઉપયોગમાં લઇ શકાય એવી વ્યવસ્થા કરી શકાય. લોકોની જરૂરિયાત મુજબ અનાજનો સંગ્રહ કરી રાખવો જોઈએ જે એવી પરિસ્થિતિમાં લોકોને રાહત સ્વરૂપે આપી શકાય.બેહાલ બનેલા ખેતમજૂરોને રાહત કાર્યો દ્વારા રોજગારી પૂરી પાડી શકાય.

ઉપસંહાર :

ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના લીધે દિવસે દિવસે જંગલોનું ઓછું થતું જતું પ્રમાણ જ દુષ્કાળ માટે જવાબદાર છે. ભવિષ્યમાં આવી કપરી પરિસ્થિતિ ના સર્જાય એ માટે આપણે વધુ વૃક્ષો વાવીને ‘ વૃક્ષો વાવો ,વરસાદ લાવો ‘ જેવી પંક્તિઓને સાર્થક કરી શકીશું.

લેખક:- જગદીશ જેપુ, શિક્ષક, ઘનાણા પ્રાથમિક શાળા Instagram ID – jagdish.jepu.33

આ ૫ણ વાંચો:-

  1. મોસમનો પહેલો વરસાદ
  2. વસંત નો વૈભવ નિબંધ
  3. અનાવૃષ્ટિ નિબંધ
  4. કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  5. એક નદીની આત્મકથા નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો અનાવૃષ્ટિ અથવા દુકાળ નિબંધ (anavrushti essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment