આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024, થીમ, ભાષણ, નિબંધ | વિશ્વ મહિલા દિવસ નિબંધ (women’s day Nibandh in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

 દર વર્ષે ૮મી માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, તેના પાછળનો ઇતિહાસ, મહત્વ વિશે આપણે આજના લેખમાં માહિતી મેળવીશુ. આ લેખ ખાસ કરીને વિધાર્થી મિત્રોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે નિબંધ (women’s day Nibandh in Gujarati) લેખન માટે પણ ઉપયોગી થશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)

કુદરતની અદ્વીતીય રચના એટલે નારી
સ્ત્રી ની વ્યાખ્યા તો થાય જ શી રીતે ! 
ચિત્રકાર ચિત્રની ન શકે , લેખની લખી ન શકે 
કલ્પનાથી કલ્પી ન શકાય , શબ્દોના સાગર માં સમાવી ન શકાય 
એ જ સ્ત્રી

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ United Nations Organisation (UNO) અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાની શક્તિને ઉજાગર કરવા, તેની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે. સ્ત્રી એ ઘણા બધા ગુણોથી અલંકૃત છે.જ્યારે એ સહનશીલ છે તો અવની છે, ક્રોધિત છે તો અગ્નિ છે.

સ્ત્રી એ આ પૃથ્વી ઉપર માતા, પત્ની, ભગની, દીકરી ના પાત્ર સ્વરૂપે આપણી સમક્ષ તેના કર્તવ્યોનું પાલન કરે છે. માટે જ તેના વિશે સુંદર વાક્ય કહેવાયું છે ”નારી તું નારાયણી”

Must Read : નારી તું નારાયણી નિબંધ

હવે આ બદલાતા સમયમાં પ્રશ્ન એ છે કે શું તેને યોગ્ય માન-સન્માન કે તેના અધિકાર મળે છે? આપણા સભ્ય ગણાતા સમાજમાં તેનું સ્થાન ક્યાં છે? તેના બલિદાન અને ઉપકારને આપણે કઈ રીતે મૂલવીએ છીએ? આપણે આ બાબતે અવશયપણે ચિંતન કરવું રહ્યું. આ મુદ્દા ઉપર સંશોધન કરવું જોઈએ એમ તો ના કરી શકાય, માત્ર ને માત્ર સ્ત્રીએ આપણને શું આપ્યું અને આપણે તેને શું આપ્યું આટલા વિચારમાંથી જવાબ મળી જશે. આપણે તેને કયા માપદંડોથી મૂલ્વીએ છીએ ! સમાજે મહિલા માટે એક માનસિકતા બાંધી લીધી છે અને તે જ માનસિકતા અનુસાર તેને જુએ પણ છે.

સમાજ માટે જરૂરી છે કે તેની અસીમ શક્તિને, એના અદમ્ય સાહસને પારખી તેને પ્રોત્સાહિત કરે. સાચું જ લેખકે લેખ કર્યો….

Little girls with dreams
Become women with vision.

Must Read : દીકરી ઘરનો દીવો નિબંધ

પ્રાચીનકાળમાં મહિલાનું માહાત્મ્ય અને પદ :-

સમગ્ર વિશ્વમાં ભારતવર્ષની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે. પ્રાચીન સમયથી જ સ્ત્રીને દેવી નો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રંથોમાં લખાયું છે ”यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અને શા માટે ન હોય, આપણે તેમ લોકોકિત છે કે જો સ્ત્રી ધાર્યું કરે તો યમરાજ પાસેથી પણ પતિના પ્રાણ છોડાવે.

શાસ્ત્રોનુંસાર સતી સાવિત્રી નું વર્ણન છે જેમણે યમદેવ ને પોતાની વાક્છટાથી વિવશ કરી તેમના પતિના પ્રાણ છોડાવ્યા હતા. પત્ની ધર્મ નિભાવવા દેવી સીતાએ રાજમહેલનું સુખ-વૈભવ ત્યજીને વનવાસ સ્વીકાર્યો હતો. અહી સ્ત્રીના ત્યાગ ધર્મ૫રાયણતાનો પરિચય થાય છે. ત્યાં જ મહાભારતમાં અપમાનિત થયેલી દ્રોપદી કૌરવોના નાશનું કારણ બને છે.

આપણા સુસભ્ય ધર્મને શું કહીશું જેને કારણે દેવી અહલ્યાએ શા૫ભોગિત થવું પડ્યું. શું દેવીનો નજીવો પણ દોષ હતો? શા માટે ઋષિએ તેમને શ્રાપ આપ્યો એને પુરુષ પ્રધાન સમાજ જ કહેવાયને? ધ્યાન રાખવું રહ્યું કે સ્ત્રી સહનશીલ છે તો એ બીજાને સહન કરવાની ક્ષમતા પણ રાખે છે.

Must Read : માતૃપ્રેમ નિબંધ

મહિલાનું શિક્ષણ અને સશક્તિકરણ

તાજેતરની સ્થિતિ જોતા 100% ન કહી શકાય છતાં બદલાવ જોવા મળે છે. એમ કહી શકાય કે હવે મહિલા સ્વયં પોતાના તેમજ મહિલા જાત પ્રત્યે સભાન થઈ છે. તે જાતે જ અનુભવી રહી છે કે સમગ્ર મહિલાઓ નું સ્થાન કે આલેખ સ્તમ ઊંચો લાવવો હશે તો તેણે શિક્ષિત અને સશક્ત તો થવું જ પડશે. અને તે તેમાં પાર પડતી જણાય આવે છે. આજે મહિલા શિક્ષણ મેળવવા જિજ્ઞાસુ છે. પુરુષોની બરોબરી કરી રહી છે અથવા તો તેથીય આગળ વધી છે.

સરકાર પણ આ સ્ત્રી શિક્ષણ પર ભાર આપે છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પોત ન પ્રકાશયુ હોય. ખૂબ જ આવશ્યક છે કે મહિલા શિક્ષિત હોય. આ સમયે સારો સુવિચાર સ્મરણમાં આવે છે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે છે’ અહીં આપણે ચિંતન કરવું રહ્યું કે આ વાક્ય માત્ર માતાને સંબોધિત છે. જો મહિલા સુશિક્ષિત હશે તો ‘સોનામાં સુગંધ ભળે’

Must Read : બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

મહિલાને શિક્ષિત કરવા માટે અનેક પરિબળો અવરોધરૂપ છે. બાળલગ્ન, ઘૂંઘટ પ્રથા જેવા ઘણા અવરોધો છે. આપણે એક વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવા જઇ રહ્યા છે તો અચૂક પણ યાદ રાખીએ કે આ બધા પ્રશ્નો ફક્ત ઓછા થયા છે, સંપૂર્ણપણે નાબૂદ નથી થયા. ઘણી એવી મહિલા છે જે અત્યંત પ્રભાવશાળી હોવા છતાંય આવા રીતરિવાજો ને કારણે કયાં તો ભણી નથી શકતી અથવા તો પોતાની પ્રતિભા કેદ થઇ રહેલી અનુભવે છે.

નવા યુગને પડકાર આપતી મહિલા:- 

A woman is like a tea bag; you can’t tell how strong she is until you put her in hot water – eleanor roosevelt

મહિલાની ક્ષમતા આજે કયા ક્ષેત્રમાં નથી? ઘરમાં વેલણ પકડતી મહિલા આજે હાથમાં હાઇટેક વે૫ન્સ પકડીને દેશની સુરક્ષામાં ખડે ૫ગે તૈનાત છે. અંતરિક્ષમાં ઓજસ પાથરતી કલ્પના ચાવલા, રેસલિંંગ ની રાણી ગીતા ફોગાટ, પોલીસ પાવરનો પરચો બતાવતી આઈપીએસ કિરણ બેદી, ન્યાયલયની નારી ન્યાયાધીશ જસ્ટિસ ફાતિમા બીબી, ઇંગલિશ ખાડીનો ઇગો ઉતારતી આરતી સાહા.

”કદમ અસ્થિર હોય જેના, તેને રસ્તો નથી જડતો 
અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો”

દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પોતાના અદમ્ય સાહસ અને ઉચ્ચાકાંક્ષા વડે અપંગ હોવા છતાં અરૂણીમા સિન્હાએ બરફ આચ્છાદિત માઉન્ટ એવરેસ્ટ સર કરી બતાવ્યુ.

મહિલાઓને અદભુત સિદ્ધિઓ,  અદમ્ય સાહસ અને તેમની ઉચ્ચાકાંક્ષાને નતમસ્તક વંદન

લેખક:- ચૌધરી હિરેનકુમાર શંકરભાઇ, શિક્ષક, પ્રા. શા.ડુંગરગામ તા,વ્યારા જી,તાપી

Must Read : મહિલા/નારી સશક્તિકરણ નિબંધ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 થીમ, ભાષણ, ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખૂબ જ સારો લાગે છે, પરંતુ જ્યારે આ મુદ્દાને એકાંતમાં વિચારવામાં આવે છે, ત્યારે મનમાં એક પ્રશ્ન થાય છે કે એવી શું સમસ્યા હતી, જેના આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓને સન્માનિત કરવાનો દિવસ ઉજવવાની જાહેરાત કરવી પડી? શું શરૂઆતથી તેનો હેતુ માત્ર મહિલાઓનું સન્માન કરવાનો હતો, કે પછી તેઓએ પોતાની મુશ્કેલીઓની કંટાળીને આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું? શું ભારત જેવી આખી દુનિયામાં મહિલાઓને તેમના અધિકારો અને સન્માન મેળવવા માટે પડકારોનો સામનો કરવો પડ્યો હતો?

આજે હવે અમે તમને તમારા મનમાં ઉદભવતા આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આશા છે કે તે તમારા માટે ઉપયોગી થશે.

નામઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
કયારે ઉજવવામાં આવે છે?દર વર્ષે ૮ માર્ચના રોજ
ઉજવવાની શરૂઆત કયારે થઇઇ.સ. ૧૯૧૧માં
શરૂઆત કયાં થઇન્યુયોર્ક
આ વર્ષે કયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાશે114 મો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 થીમ શું છે?સમાવેશને પ્રેરણા આપો (Inspire Inclusion)

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઇતિહાસઃ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઇતિહાસનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે. ૮ માર્ચ 1908ના રોજ ન્યૂયોર્કમાં મહિલાઓના સર્વપ્રથમ આંદોલનની શરૂઆત થઈ, જેમાં ૧૫૦૦૦ કરતાં વધારે મહિલાઓ એકત્ર થઇ અને તેમની નોકરીમાં સમય ઘટાડવાની માંગ સાથે રેલી કાઢી હતી.

આ ઉપરાંત મહિલાઓએ તેમના પગાર વધારવા અને મતદાનનો અધિકાર આપવાની પણ માંગ કરી હતી. જયારે સરકારના કાન સુધી આ વાત પહોચી ત્યારે અમેરિકાની સોશીયલીસ્ટ પાર્ટીએ દિવસની યાદી તેના એક વર્ષ પછી એટલે કે ઇ.સ. ૧૯૦૯માં ૮ માર્ચના દિવસને અમેરિકામાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કરવાનું એલાન કરી દીધુ.

Must Read : જાણો અવકાશયાત્રી કલ્પના ચાવલાનું જીવનચરિત્ર

ત્યારબાદ વર્ષ 1917 માં, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, રશિયાની મહિલાઓ ખોરાક અને શાંતિ (બ્રેડ એન્ડ પિસ) માટે હડતાલ પર ઉતરી હતી. બાદમાં સમ્રાટ નિકોલસે તેમના પદનો ત્યાગ કર્યો અને મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. આ જોઈને, યુરોપની મહિલાઓએ પણ થોડા દિવસો પછી 8 માર્ચે શાંતિ કાર્યકર્તાઓને સમર્થન આપીને રેલીઓ કાઢી.

આ કારણોસર, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શરૂ થઈ. પાછળથી 1975 માં, સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને માન્યતા આપી. પ્રથમ વિશ્વમહિલા દિવસની થીમ “ભૂતકાળની ઉજવણી અને ભવિષ્ય માટે આયોજન” હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉદ્દેશ્ય અને મહત્વ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉદ્દેશ્યો સમય સાથે અને સમાજમાં મહિલાઓની બદલાતી સ્થિતિ સાથે બદલાતા રહ્યા છે. શરૂઆતમાં, જ્યારે 19મી સદીમાં તેની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો, પરંતુ હવે સમય બદલાતા, તેનો હેતુ કંઈક આવો છે.

Must Read :વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવા મેડમ ભીખાઈજી કામા કોણ હતા.

  • મહિલા દિવસની ઉજવણીનો સૌથી મહત્વનો હેતુ મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા કેળવવાનો છે. આજે પણ દુનિયાના ઘણા એવા ભાગો છે જ્યાં મહિલાઓને સમાનતાનો અધિકાર નથી. જ્યાં મહિલાઓને નોકરીમાં પ્રમોશનમાં અવરોધોનો સામનો કરવો પડે છે, ત્યાં મહિલાઓ હજુ પણ સ્વરોજગાર ક્ષેત્રે પાછળ છે.
  • ઘણા દેશોમાં હજુ પણ મહિલાઓ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં પછાત છે. આ સિવાય મહિલાઓ સામે હિંસાના કિસ્સાઓ અવાર-નવાર બનતા જોવા મળે છે. મહિલા દિવસની ઉજવણીનો એક ઉદ્દેશ્ય લોકોને આ બાબતે જાગૃત કરવાનો પણ છે.
  • રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહિલાઓની સંખ્યા હજુ પણ પુરુષો કરતાં ઘણી પાછળ છે અને મહિલાઓની આર્થિક સ્થિતિ પણ પછાત છે. મહિલા દિવસની ઉજવણીનો એક ઉદ્દેશ્ય મહિલાઓને આ દિશામાં જાગૃત કરવાનો અને ભવિષ્યની પ્રગતિ માટે તૈયાર કરવાનો છે.

Must Read : મેરી ઝાંસી નહી દુંગી ના હુંકાર સાથે મરતાં દમ સુધી અંગ્રેજો સાથે લડનાર વિરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ વિશે જાણો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થીમ (International Women’s Day Theme)

દરેક વર્ષે વિશ્વ મહિલા દિવસ ચોકકસ થીમ એટલે કે વિષય સાથે ઉજવવામાં આવે છે. ચાલો આપણે છેલ્લા ૧૦ વર્ષમાં ઉજવવામાં આવેલ આંતરાષ્ટ્રિય મહિલા દિવસની થીમ (વિષય) શું હતો તેના વિશે માહિતી મેળવીએ.

વર્ષથીમ
2018આ વર્ષની થીમનો ઉદ્દેશ્ય મહિલાઓને તેમના વિકાસ માટે પ્રોત્સાહિત કરવાનો હતો
2019Think Equal, Build Smart, Innovate for Change (સમાન વિચારો, સ્માર્ટ બનાવો, પરિવર્તન માટે નવીન કરો)
2020Each For Equal (દરેક માટે સમાનતા)
2021Women in leadership: Achieving an equal future in a COVID-19 world (નેતૃત્વમાં મહિલાઓ: COVID-19 વિશ્વમાં સમાન ભાવિ હાંસલ કરવી)
2022Gender equality today for a sustainable tomorrow. (Sustainable એટલે કે ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા.)
2023DigitALL: Innovation and Technology for Gender Equality

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 થીમ,ઉજવણી

8 માર્ચેના સમગ્ર વિશ્વમાં આંતરરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ મહિલાઓને તેમના અધિકારોથી વાકેફ કરવાનો, સમાજમાં તેમના યોગદાન બદલ તેમનું સન્માન કરવાનો અને મહિલાઓને પુરુષોની જેમ દરેક ક્ષેત્રમાં કામ કરવાની સમાન તક આપવાનો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં મહિલાઓની સ્થિતિમાં ધણો સુધારો થયો છે. આજે મહિલાઓ અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવુ યોગદાન આપી રહી છે.

Must Read : મોહમ્મદ ઘોરીને પણ યુધ્ધમાં હરાવનાર નાયિકા દેવી કોણ હતા જાણો ઇતિહાસ

ભારતીય મહિલાઓની વાત કરીએ તો એક સમય હતો જ્યારે મહિલાઓ માત્ર ઘરની ચાર દીવાલોની પાછળ રહેતી હતી. ઘર, પરિવાર અને બાળકોનું ભરણપોષણ કરતી હતી, પરંતુ આજે ભારતની મહિલાઓ હાઇટેક વે૫ન્સ પકડીને દેશની સુરક્ષા માટે સરહદ પર ખડે ૫ગે તૈનાત છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 માટેની સંયુક્ત રાષ્ટ્રની થીમ છે “સમાવેશને પ્રેરણા આપો (Inspire Inclusion)”. આ થીમનો ઉદ્દેશ્ય ટેક્નોલોજી અને ઓનલાઈન શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને સ્વીકારવા અને તેની ઉજવણી કરવાનો છે.

ભારતની મહાન નારીઓઃ-

હુ આશા રાખુ છું કે તમને અમારો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (international women’s day essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024, થીમ, ભાષણ, નિબંધ | વિશ્વ મહિલા દિવસ નિબંધ (women’s day Nibandh in Gujarati)”

  1. આ આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણીની વાત છે તો એ જરૂર કહીશ કે આ માત્ર રાજકારણની દ્રષ્ટ્રીયે ઉજવણી સીમિત ન રહે એ જોવું આપણી ફરજ છે. વિશ્વનો વિકાસ એ નારી જાતિના ઉપર આધારિત છે એ સૌએ માનવું જોઈએ. ઇનો વિચાર ખ્યાલમાં રાખીને નારી જાતિનું આદર, સત્કાર અને સન્માન થાય એ અતિ જરૂરી છે.

Leave a Comment