ઇન્દિરા ગાંધી વિશે નિબંધ, ઇતિહાસ | Indira Gandhi in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ઇન્દિરા ગાંધી જીવનચરિત્ર, નિબંધ, જીવન પરિચય [જન્મ તારીખ, મૃત્યુ, રાજકારણ કારકિર્દી, પતિ, બાળકો, કુટુંબ, શિક્ષણ] (Indira Gandhi in Gujarati, Indira Gandhi biography in Gujarati) date of birth, death, politics career, husband, children, family, education

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઓળખાતા ઇન્દિરા ગાંધીનો જીવન પરિચય ઘણો જ રસપ્રદ છે. ઈન્દુથી ઈન્દિરા અને પછી વડાપ્રધાન બનવા સુધીની તેમની સફર માત્ર પ્રેરણાદાયી જ નથી પરંતુ ભારતના મહિલા સશક્તિકરણના ઈતિહાસનું એક મહત્વપૂર્ણ પાનું પણ છે. તેમણે 1966 થી 1977 સુધી અને 1980 થી તેમના મૃત્યુ સુધી દેશના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું.

ઇન્દિરા ગાંધીનો જન્મ અને પરિવાર (Indira Gandhi in Gujarati)

નામઃઇન્દિરા ગાંધી
જન્મ તારીખઃ19 નવેમ્બર 1917
જન્મ સ્થળઃઅલ્હાબાદ, ઉત્તર પ્રદેશ
પિતાનું નામઃજવાહરલાલ નેહરુ
માતાનું નામઃકમલા નહેરૂ
પતિનું નામઃફિરોઝ ગાંધી
પુત્રોના નામઃરાજીવ ગાંધી અને સંજય ગાંધી
પુત્રવધુના નામઃસોનિયા ગાંધી અને મેનકા ગાંધી
પૌત્રના નામઃરાહુલ ગાંધી અને વરુણ ગાંધી
પૌત્રીનું નામપ્રિયંકા ગાંધી
Indira Gandhi in Gujarati

ઇન્દિરા ગાંધીનો જન્મ દેશની આઝાદીમાં અમુલ્ય યોગદાન આપનાર મોતીલાલ નેહરુના પરિવારમાં થયો હતો. ઇન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નહેરૂ એક પ્રખર ધારાશાસ્ત્રી અને ભારતીય સ્વતંત્રતા ચળવળના સક્રિય સભ્ય હતા. તેઓ નેહરુજીના એકમાત્ર સંતાન હતા, ઈન્દિરાજી તેમના પિતા જવાહરલાલ નહેરૂ પછી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે. ઇન્દિરા ગાંધીમાં બાળપણથી જ દેશભક્તિના રંગેરંગાયેલી હતી, તેમણે ભારતના રાષ્ટ્રવાદી ચળવળની દરમિયાન પોતાની આંખોની સામે વિદેશી બ્રિટિશ ચીજવસ્તુઓનો બહિષ્કાર અને વિદેશી વસ્તુઓની હોળી સળગતી જોઈ હતી, જેનાથી પ્રેરાઈને 5 વર્ષની ઈન્દિરાએ પણ પોતાની મનપસંદ ઢીંગલી સળગાવવાનું નક્કી કર્યું, કારણ કે તે પણ ઈંગ્લેન્ડમાં જ બનેલી હતી.

ઇન્દિરા ગાંધીએ વનાર સેનાની રચના કરી હતી.

જ્યારે ઈન્દિરા ગાંધી 12 વર્ષના હતા ત્યારે તેમણે કેટલાક બાળકો મળી સાથે વાનર સેનાની રચના કરી અને તેનું નેતૃત્વ કર્યું. મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામને મદદ કરનાર વાનર સેનાથી પ્રેરિત થઇ તેમણે તેનું નામ મંકી બ્રિગેડ રાખ્યુ હતું. બાળકો સાથે મળીને તેમણે ભારતની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં, 60,000 યુવા ક્રાંતિકારીઓને પણ આ જૂથમાં સામેલ કર્યા, તેમણે ઘણા લોકોને સંબોધ્યા, ધ્વજ બનાવ્યા, સંદેશા પહોચાડયા અને સામાન્ય જનતા સુધી આઝાદીની લડતના રણશીંગાનો અવાજ પહોચાડવા માટે ચળવળ કરી. તે સમયે આ બધુ કરવુ કંળ સહેલુ ન હતુ. પરંતુ ઇન્દિરાજીને સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવો ગમતો હતો.

ઇન્દિરા ગાંધીનું શિક્ષણ

ઈન્દિરાએ પુણે યુનિવર્સિટીમાંથી મેટ્રિક પાસ કર્યું અને પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાંથી થોડુંક શિક્ષણ મેળવ્યું, ત્યાર બાદ તેઓ સોમરવિલે કૉલેજ, સ્વિટ્ઝર્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને લંડનમાં અભ્યાસ કરવા ગયા.

1936 માં, તેમની માતા કમલા નેહરુ ક્ષય રોગથી પીડાતા હતા ત્યારે ઇન્દિરાજીએ તેમના અભ્યાસ દરમિયાન તેમની બીમાર માતા સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં થોડા મહિના ગાળ્યા હતા, કમલા ગાંધીના મૃત્યુ સમયે જવાહરલાલ નેહરુ ભારતીય જેલમાં બંધ હતા.

લગ્ન અને પારિવારિક જીવનઃ

જ્યારે ઇન્દિરા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા ત્યારે તેઓ ફિરોઝ ગાંધીને મળ્યા. ફિરોઝ ગાંધી તે સમયે પત્રકાર અને યુથ કોંગ્રેસના મહત્વના સભ્ય હતા. 1941 માં, તેમના પિતાની નારાજગી છતાં, ઇન્દિરાજીએ ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા. લગ્ન જીવથી ઇન્દિરા ગાંધીએ પહેલા રાજીવ ગાંધીને અને બે વર્ષ પછી સંજય ગાંધીને જન્મ આપ્યો.

ઈન્દિરાજીએ ફિરોઝ ગાંધી સાથે ભલે લગ્ન કર્યા હતા, પરંતુ ફિરોઝ ગાંધી અને મહાત્મા ગાંધી વચ્ચે કોઈ સંબંધ નહોતો. આઝાદીની લડાઈમાં ફિરોઝ તેમની સાથે હતા, પરંતુ તેઓ પારસી હતા, જ્યારે ઈન્દિરા હિન્દુ હતા. અને તે સમયે આંતરજ્ઞાતિય લગ્ન એટલા સામાન્ય નહોતા. ખરેખર, આ જોડીને સાર્વજનિક રૂપે પસંદ કરવામાં આવી ન હતી, તેથી મહાત્મા ગાંધીએ આ જોડીને સમર્થન આપ્યું અને જાહેરમાં નિવેદનો આપ્યા, મહાત્મા ગાંધીએ મીડિયાને વિનંતી કરતા કહયુ કે “હું અપમાનજનક પત્રોના લેખકોને તેમનો ગુસ્સો ઓછો કરવા અને આ લગ્નમાં આવીને નવદંપતીને આશીર્વાદ આપવા આમંત્રણ આપું છું ” અને એવું કહેવાય છે કે મહાત્મા ગાંધીએ જ ફિરોઝ અને ઈન્દિરાને તેમની રાજકીય છબી જાળવવા ગાંધી બનવાનું સૂચન કર્યું હતું.

આઝાદી પછી ઈન્દિરા ગાંધીના પિતા જવાહરલાલ નેહરુ દેશના પહેલા વડાપ્રધાન બન્યા, ત્યારબાદ ઈન્દિરા તેમના બંને પુત્રોને લઇ પિતા સાથે દિલ્હી રહેવા જતા રહ્યા. પરંતુ ફિરોઝે તે સમયે અલ્હાબાદમાં રહેવાનું નક્કી કર્યું હતું, કારણ કે ફિરોઝ ગાંધી તે સમયે મોતીલાલ નેહરુ દ્વારા શરૂ કરાયેલા ન્યૂઝ પેપર ધ નેશનલ હેરાલ્ડમાં એડિટર તરીકે કામ કરતા હતા.

ઇન્દિરા ગાંધીની રાજકીય કારકિર્દીઃ

નેહરુ પરિવાર એ સમયે ભારતની કેન્દ્ર સરકારમાં મુખ્ય પદ ધરાવતો પરીવાર હતો, તેથી ઈન્દિરા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ એ બહુ મુશ્કેલ કે આશ્ચર્યજનક ન હતો. નાનપણથી જ તેમણે મહાત્મા ગાંધીને અલ્હાબાદમાં તેમના ઘરે આવતા-જતા જોયા હતા, તેથી જ તેમને બાળપણથી રાજકારણમાં રસ હતો.

1951-52ની લોકસભા ચૂંટણીમાં, ઈન્દિરા ગાંધીએ તેમના પતિ ફિરોઝ ગાંધી માટે ઘણી ચૂંટણી સભાઓનું આયોજન કર્યું અને તેમના સમર્થનમાં ચૂંટણી ઝુંબેશનું નેતૃત્વ કર્યું. તે સમયે ફિરોઝ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા હતા. ટૂંક સમયમાં ફિરોઝ સરકારના ભ્રષ્ટાચાર સામે એક મોટો ચહેરો બની ગયો. તેમણે ઘણા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ લોકોનો પર્દાફાશ કર્યો, જેમાં વીમા કંપની અને નાણા મંત્રી ટીટી કૃષ્ણમચારીનું નામ સામેલ હતું. ત્યારે નાણામંત્રી ટીટી કૃષ્ણમચારી જવાહરલાલ નેહરુના ખુબ જ નજીકના ગણાતા હતા.

આ રીતે, ફિરોઝ ગાંધી રાષ્ટ્રીય સ્તરની રાજનીતિના મુખ્ય પ્રવાહમાં આગળ વધ્યા અને તેમના થોડાક સમર્થકો સાથે, તેમણે કેન્દ્ર સરકાર સાથે તેમનો સંઘર્ષ ચાલુ રાખ્યો, પરંતુ 8 સપ્ટેમ્બર, 1960 ના રોજ ફિરોઝ ગાંધીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે-

11 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદમાં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી, ઇન્દિરા ગાંધીએ વચગાળાની ચૂંટણીમાં બહુમતી મેળવી, અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકેનું પદ સંભાળ્યું.

વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાં 1969માં ચાર પ્રીમિયમ તેલ કંપનીઓ સાથે ભારતની ચૌદ સૌથી મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાના ઠરાવોનો સમાવેશ થાય છે. તેમણે દેશમાં ખાદ્ય પુરવઠાની અછતને દૂર કરવા માટે સર્જનાત્મક પગલાં લીધાં અને 1974માં ભારતમાં પ્રથમ પરમાણુ પરીક્ષણનું નેતૃત્વ કરી ભારતનો પરમાણુ યુગમાં સમાવેશ કર્યો.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકાઃ

વાસ્તવમાં 1971માં ઈન્દિરાજીને મોટા સંકટનો સામનો કરવો પડ્યો હતો. યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે પશ્ચિમ પાકિસ્તાનના દળો તેમની સ્વતંત્રતા ચળવળને કચડી નાખવા માટે બંગાળી પૂર્વ પાકિસ્તાનમાં ગયા. તેમણે 31 માર્ચેના રોજ ભયાનક હિંસાનો વિરોધ્ધ કર્યો, પરંતુ પ્રતિકાર ચાલુ રહ્યો અને લાખો શરણાર્થીઓ પડોશી દેશ બંગાળમાંથી ભારતમાં પ્રવેશવા લાગ્યા.

આ શરણાર્થીઓની દેખભાળ માટે ભારતમાં સંસાધનોની કટોકટી હતી, જેના કારણે દેશની અંદર તણાવ પણ ઘણો વધી ગયો હતો. જોકે ભારતે ત્યાં સંઘર્ષ કરી રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને સમર્થન આપ્યું હતું. પરંતુ પરિસ્થિતિ ત્યારે વધુ જટિલ બની જ્યારે યુએસ પ્રમુખ રિચાર્ડ નિક્સન ઈચ્છતા હતા કે યુનાઈટેડ સ્ટેટ્સ પાકિસ્તાનનો સાથ આપે, જ્યારે ચીન પહેલેથી જ પાકિસ્તાનને શસ્ત્રો સપ્લાય કરી રહ્યું હતું અને ભારતે સોવિયેત યુનિયન સાથે “શાંતિ, મિત્રતા અને સહકારની સંધિ” ના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

પશ્ચિમ પાકિસ્તાનની સૈન્યએ પૂર્વ પાકિસ્તાનમાં નાગરિકો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું, મુખ્યત્વે હિન્દુઓને નિશાન બનાવ્યા, જેના પરિણામે લગભગ 10 મિલિયન પૂર્વ પાકિસ્તાનીઓ દેશ છોડીને ભાગી ગયા અને ભારતમાં આશ્રય મેળવ્યો. મોટી સંખ્યામાં ભારતમાં આવી રહેલા શરણાર્થીઓએ ઈન્દિરા ગાંધીને પશ્ચિમ પાકિસ્તાન સામે આઝામી લીગની આઝાદીની લડાઈને ટેકો આપવા પ્રેરીત કર્યા.

ભારતે લશ્કરી સહાય પૂરી પાડી અને પશ્ચિમ પાકિસ્તાન સામે લડવા માટે સૈનિકો પણ મોકલ્યા. 3 ડિસેમ્બરે, જ્યારે પાકિસ્તાને ભારતના લશકરી ઠેકાણા પર બોમ્બમારો કર્યો, અને યુદ્ધ શરૂ થયું, ત્યારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશની આઝાદીનું મહત્વ સમજ્યું, અને ત્યાં સ્વાતંત્ર્ય સેનાનીઓને આશ્રય આપવાની અને બાંગ્લાદેશના નિર્માણમાં ટેકો આપવાની જાહેરાત કરી. 9 ડિસેમ્બરે નિક્સને યુએસ જહાજોને ભારત તરફ મોકલવાનો આદેશ આપ્યો, પરંતુ 16 ડિસેમ્બરે પાકિસ્તાને આત્મસમર્પણ કરી દીધુ.

છેવટે, 16 ડિસેમ્બર 1971ના રોજ, પશ્ચિમ પાકિસ્તાન વિરૂધ્ધ પૂર્વ પાકિસ્તાનનું યુદ્ધ ઢાકામાં સમાપ્ત થયું. પશ્ચિમ પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ ભારતની સામે શરણાગતિના કાગળો પર હસ્તાક્ષર કર્યા, જેનાથી એક નવા દેશનો જન્મ થયો, જેનું નામ બાંગ્લાદેશ રાખવામાં આવ્યું. પાકિસ્તાન સામેના 1971ના યુદ્ધમાં ભારતની જીતે એક ચતુર રાજકીય નેતા તરીકે ઈન્દિરા ગાંધીની લોકપ્રિયતાને માન્યતા આપી હતી. આ યુદ્ધમાં પાકિસ્તાનની શરણાગતિ માત્ર બાંગ્લાદેશ અને ભારતની જ નહીં, પણ ઈન્દિરાની પણ જીત હતી. આ કારણોસર, યુદ્ધ સમાપ્ત થયા પછી, ઇન્દિરાએ જાહેર કર્યું કે હું એવી વ્યક્તિ નથી, જે કોઈપણ દબાણ હેઠળ કામ કરે છે, પછી તે કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ દેશ હોય.

કટોકટી(ઈમરજન્સી) લાદવીઃ

1975 માં, વિપક્ષી પક્ષો અને સામાજિક કાર્યકરોએ વધતી જતી મોંઘવારી, અર્થતંત્રની નબળી સ્થિતિ અને પ્રચંડ ભ્રષ્ટાચારને લઈને ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઘણું પ્રદર્શન કર્યું.

તે જ વર્ષે, અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઈન્દિરા ગાંધીએ અગાઉની ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો, અને તેનાથી વર્તમાન રાજકીય પરિસ્થિતિને વેગ મળ્યો હતો. આ નિર્ણયમાં ઈન્દિરાને તરત જ તેમની સીટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના કારણે લોકોનો તેમના પ્રત્યે ગુસ્સો પણ વધી ગયો હતો. 26 જૂન, 1975 ના રોજ રાજીનામું આપવાને બદલે, ઇન્દિરા ગાંધીએ “દેશની વિક્ષેપિત રાજકીય પરિસ્થિતિને કારણે” કટોકટી જાહેર કરી.

કટોકટી દરમિયાન, તેમણે તેમના તમામ રાજકીય દુશ્મનોને કેદ કર્યા, નાગરિકોના બંધારણીય અધિકારો રદ કર્યા અને પ્રેસને પણ કડક સેન્સરશિપ હેઠળ મુકવામાં આવી. ગાંધીવાદી સમાજવાદી જય પ્રકાશ નારાયણ અને તેમના સમર્થકોએ ભારતીય સમાજમાં પરિવર્તન લાવવા માટે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂર સંગઠનોને એક ‘સંપૂર્ણ અહિંસક ક્રાંતિ’માં જોડવાનો પ્રયાસ કર્યો. થોડા જ સમય બાદ જય પ્રકાશ નારાયણની પણ ધરપકડ કરી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.

1977ની શરૂઆતમાં, ઈન્દિરાજીએ ઈમરજન્સી હટાવીને ચૂંટણીની જાહેરાત કરી હતી, તે સમયે ઈમરજન્સી અને નસબંધી અભિયાનના કારણે જનતાએ ઈન્દિરાને ટેકો ન આપ્યો અને છેવટે તમના હાથમાંથી સત્તા જતી રહી.

વિપક્ષની ભૂમિકામાંઃ-

કટોકટી દરમિયાન, તેમના નાના પુત્ર સંજય ગાંધીએ સંપૂર્ણ સત્તા સાથે દેશ ચલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના ઘરોને સખત રીતે દૂર કરવાનો આદેશ આપ્યો, અને એક અત્યંત અપ્રિય નસબંધી કાર્યક્રમ ચલાવ્યો હતો જેના કારણે ઇન્દિરાીને લોકોના વિરોધનો સમાનો કરવો પડયો. પરંતુ 1977માં પણ ઈન્દિરાજીએ વિશ્વાસપૂર્વક કહ્યું કે તેમણે વિરોધ તોડી નાખ્યો છે, ચૂંટણીની માંગણી કરી. મોરારજી દેસાઈ અને જય પ્રકાશ નારાયણની આગેવાની હેઠળના ઉભરતા જનતા દળ ગઠબંધન દ્વારા તેમનો કારમો પરાજય થયો. અગાઉની લોકસભાની 350 બેઠકોની સરખામણીએ કોંગ્રેસ માત્ર 153 લોકસભા બેઠકો જીતવામાં સફળ રહી થઇ.

ભારતના વડા પ્રધાન તરીકે બીજી વારઃ-

જનતા પાર્ટીના સાથી પક્ષો વચ્ચેના આંતરિક સંઘર્ષનો ઈન્દિરાજીએ ફાયદો ઉઠાવ્યો હતો. તે સમય દરમિયાન, જનતા પાર્ટીની સરકારે ઇન્દિરા ગાંધીને સંસદમાંથી હાંકી કાઢવાના પ્રયાસમાં, તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. જો કે, તેમની આ વ્યૂહરચના તેમના માટે જ વિનાશક સાબિત થઈ અને તેનાથી ઈન્દિરા ગાંધીની લોકોની સહાનુભૂતિ મળી. અને આખરે 1980ની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતી સાથે સત્તામાં પાછી આવી અને ઈન્દિરા ગાંધી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બન્યા. વાસ્તવમાં, તે સમયે જનતા પાર્ટી પણ સ્થિર સ્થિતિમાં ન હતી, જેનો કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધીએ પુરો ફાયદો ઉઠાવ્યો.

સપ્ટેમ્બર 1981 માં, એક શીખ આતંકવાદી જૂથ “ખાલિસ્તાન” ની માંગ કરી રહ્યું હતું અને આ આતંકવાદી જૂથ અમૃતસરના સુવર્ણ મંદિર સંકુલમાં ઘૂસી ગયું હતું. મંદિર પરિસરમાં હજારો નાગરિકોની હાજરી હોવા છતાં, ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારને અંજામ આપ્યો અને તે માટે સેનાને પવિત્ર મંદિરમાં પ્રવેશવાનો આદેશ આપ્યો હતો. સેનાએ ટેન્ક અને ભારે તોપખાનાનો આશરો લીધો, જો કે સરકારનો પ્રયાસ આ રીતે આતંકવાદી ખતરો ઘટાડવાનો હતો, પરંતુ તેમાં ઘણા નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા.

આ ઓપરેશનને ભારતીય રાજકીય ઈતિહાસમાં એક અનોખી દુર્ઘટના તરીકે ગણવામાં આવ્યુ. હુમલાની અસરથી દેશમાં સાંપ્રદાયિક તણાવ વધ્યો. ઘણા શીખોએ આના વિરોધમાં સશસ્ત્ર અને નાગરિક વહીવટી કચેરીઓમાંથી રાજીનામું આપી દીધા તો વળી કેટલાકે તેમના સરકારી પુરસ્કારો પણ પરત કર્યા. આ સમગ્ર ઘટનાને કારણે તાત્કાલિક સંજોગોમાં ઈન્દિરા ગાંધીની રાજકીય છબી પણ ખરડાઈ હતી.

ઈન્દિરા ગાંધીની હત્યાઃઃ

31 ઓક્ટોબર, 1984ના રોજ, ઇન્દિરા ગાંધીના જ અંગરક્ષકો સતવંત સિંહ અને બિંત સિંહે સવર્ણ મંદિરમાં થયેલા હત્યાકાંડના બદલામાં કુલ 31 ગોળીઓ ચલાવીને ઈન્દિરા ગાંધીની હત્યા કરી દીધી. આ ઘટના નવી દિલ્હીના સફદરગંજ રોડ પર બની હતી.

આ ૫ણ વાંચો:-

  1. સંત કબીર સાહેબનો પરિચય
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. નરસિંહ મહેતા વિશે માહિતી
  4. મીરાંબાઈ વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો ઇન્દિરા ગાંધી વિશે નિબંધ, ઇતિહાસ (Indira Gandhi in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment