ઉતરાયણ વિશે નિબંધ | Uttarayan Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આમ તો આ૫ણે ઘણા બઘા તહેવારો ઉજવીએ છીએ ૫ણ બાળકોનો સૌથી પ્રિય તહેવાય હોય તો એ ઉતરાયણ છે, આ દિવસે શાળામાં જાહેર રજા હોય છે, સાથે સાથે અવનવી વાનગીઓ અને આખો દિવસ ધાબે ચડી પતંગ ચગાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો આવા મજાના તહેવાર ઉતરાયણ વિશે નિબંધ (Uttarayan Essay in Gujarati) લેખન કરીએ.

ઉતરાયણ વિશે નિબંધ (Uttarayan Essay in Gujarati)

રાધા વિના શ્યામ ના શોભે, 
પીંછા વિના મોર ના શોભે, 
મોતી વિના હાર ના શોભે, 
મૂર્તિ વિના મંદિર ના શોભે, 
અને હું કહું છું કે…..
 ઉત્તરાયણમાં, દોસ્તો વિના ઘરની અગાસી ના શોભે…..

ઉતરાયણ એટલે અંગ્રેજી મહિના પ્રમાણે આવતો હિંદુ ધર્મનો પ્રથમ તહેવાર. 14 જાન્યુઆરીને આપણે સૌ ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે સૂર્ય માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉતરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી, થોડો થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ તે ઉત્તર દિશા તરફ ખસવાનું ચાલુ કરે છે, તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં 13 કલાક અને ૧૨ મિનિટની હોય છે, જ્યારે દિવસ 10 કલાક અને ૪૮ મિનિટ નો હોય છે.

ઉત્તરાયણને મકરસંક્રાંતિ ના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે, તે પ્રક્રિયાને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ હોય છે. તેમાંની સૂર્યની ધનુ રાશિમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરવાની પ્રક્રિયાને મકરસંક્રાંતિ કહે છે. જે 14 જાન્યુઆરી ની આસપાસ નો સમય હોય છે. ઇસવીસન 2016 માં જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના બદલે ૧૫ જાન્યુઆરીના દિવસે હતી. મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં અલગ-અલગ નામથી મનાવવામાં આવે છે. પંજાબ – હરિયાણા લોહરી, આસામમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ તેમજ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ અને ગુજરાતમાં તેને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે.

Must Read : જાણો ઉતરાયણ નો ઈતિહાસ

ઉત્તરાયણની પૂર્વ તૈયારીરૂપે કારીગરો વિવિધ પ્રકારની અને જુદા-જુદા કલરની પતંગ બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. દરેક પતંગના આકાર જુદા જુદા હોય છે. તેરા રંગ, તેના આકાર અને તેની પૂંછડીના આધારે તેમના નામકરણ કરવામાં આવે છે. પતંગની સાથે સાથે માંજાને પણ રંગવાનું શરૂ કરી દેવામાં આવે છે. ઉતરાયણના એક મહિના અગાઉથી જ આ બધી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. અને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે તેમ તેમ આ તૈયારી વધારે વેગ પકડતી હોય છે.

ઉતરાયણના દિવસ ની આગળ ની રાત તો જાણે ઉજાગરાની જ રાત હોય છે. આખી રાત બજારો વિવિધ પ્રકારની પતંગોથી અને માંજાઓથી ભરેલી હોય છે. લોકો ઉતરાયણ ની આગલી રાત્રે પતંગ ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. બજારમાં એટલી ભીડ હોય છે કે જાણે કોઈ મેળો જામ્યો હોય એવું લાગે. નાના બાળકો ઉતરાયણની આગલી રાત્રે જ પતંગને કિન્ના બાંધવાનું કામ કરી દેતા હોય છે. જેથી કરીને કિન્ના બાંધવામાં સમય બરબાદ ન થાય અને ઉતરાયણના દિવસે પતંગ ચગાવવાનો ભરપુર સમય મળી રહે.

“તનમાં મસ્તી મનમાં ઉમંગ,
 ચાલો બધા એક સંઘ, 
ઉડાવીએ પતંગ…..”

ઉત્તરાયણનો દિવસ ઉગતાની સાથે જ બાળકો સૌથી વહેલા ઉઠી અને તૈયાર થઇ ને ધાબા પર પહોંચી જતા હોય છે. આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે, જ્યારે નાના બાળકો સુરજથી પણ વહેલા ઊઠીને તેનું સ્વાગત કરવા માટે તૈયાર હોય છે. ઉતરાયણના દિવસે રંગબેરંગી પતંગો આકાશમાં ચગાવીને સૂર્ય દેવતાનું સ્વાગત કરવામાં આવે છે. પરોઢીયાના એ પહેલા પ્રહારનો નઝારો જોતા એવું લાગે કે જાણે સુરજના સ્વાગતમાં બાળકોએ આકાશમાં ફૂલોનો વરસાદ વરસાવ્યો હોય.

સવારમાં વહેલા ઉઠી ધાબા ઉપર મોટા લાઉડ સ્પીકર ગોઠવી અને મનગમતા ગીતો વગાડવાની અને પવનમાં પોતાની પતંગ લહેરાવવાની મજા જ કંઈક અલગ હોય છે. અને તેમાં પણ જો આપણી પતંગના બીજા કોઈ પતંગ સાથે પેચ લડાઈ જાય અને સામે વાળાની પતંગ કપાઈ જાય તો વિશ્વ યુદ્ધ જીત્યા જેટલો આનંદ મળે. અને જેની પતંગ કપાઈ ગઈ હોય તેની સામે જોઈને “લપેટ… લપેટ… અથવા કાઈ..પો..છે…”  ની બુમો પાડવાની ખૂબ મજા આવે. સવારથી લઇને સાંજ સુધી પતંગ ચગાવ્યા બાદ રાતના અંધારામાં ટુક્કલ ચગાવવાની પણ એટલી જ મજા આવે છે.

Must Read : ૨૬મી જાન્યુઆરી નિબંધ

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે રાતના અંધારામાં આખું આકાશ ટુક્કલોથી ભરાઈ જાય છે. ઘણા લોકો ઉતરાયણની રાત્રે ફટાકડા ફોડે છે, તેમજ લાઉડ સ્પીકર પર ગરબા ચાલુ કરી અને અગાસી ઉપર ગરબા પણ રમે છે. આમ ઉત્તરાયણનો પર્વ ધીરે ધીરે અનેક પર્વોનું મિશ્રણ બનતો જાય છે. આ દિવસે નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી સૌ કોઈ પતંગ ચગાવતા હોય છે. એટલે જ આ તહેવાર ક્યારેય પણ ઉંમરનો મહોતાજ રહ્યો નથી. ઉતરાયણને ક્યારેય ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. સૌ કોઈ આ તહેવારની મજા મનભરીને માણે છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પતંગોત્સવ નો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ રાજ્યો તેમજ વિવિધ દેશોમાંથી આવેલા પતંગ રસિકો ભાગ લેતા હોય છે. વિવિધ પ્રકારની પતંગો આપણને આ પતંગોત્સવમાં જોવા મળે છે. આમ ઉતરાયણ એ ફક્ત ગુજરાતનો ને ભારતનો તહેવાર ન રહેતા તેને એક વૈશ્વિક ઓળખાણ મળી છે.

ઉતરાયણના દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે “પતંગ” શબ્દ વપરાયો છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા કમૂર્તા પૂર્ણ થાય છે અને લગ્નના માંગલિક કાર્યોનો શુભારંભ થાય છે.

મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારતકાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. આમ ઉત્તરાયણનો દિવસ “ભીષ્મ દેહોત્સર્ગ” પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે. માલિકો પોતાને ત્યાં કામ કરતા કામદારોને વસ્ત્ર, અન્ન અને ધન વગેરે સામગ્રીઓનું દાન કરતા હોય છે. તેના પછીના દિવસે પશુ, પક્ષીઓ ખાસ કરીને ગાયને યાદ કરવામાં આવે છે. ગાયને ઘઉં તેમજ બાજરીની ઘૂઘરી બનાવી ખવડાવવામાં આવે છે. ગરીબોને તલના લાડુમાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવાનો મહિમા પણ રહેલો છે. આ દિવસે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી તેમજ માછલીઓને ભોજન ખવડાવાય છે. ગુરૂજનો પણ આજના દિવસે જ પોતાના શિષ્યોને આશિષ આપે છે. આમ ઉતરાયણ એ માત્ર આનંદ નહીં પરંતુ પુણ્યનું ભાથું બાંધી લેવાનો અવસર પણ છે.

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ખૂબ જ પ્રખ્યાત એવો કુંભનો મેળો પણ મકરસંક્રાંતિ દરમ્યાન જ યોજાય છે. મીની કુંભ મેળો જે દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી જે બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે. કેરળના સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં “મકર વિલક્કુ” ઉત્સવ પછી મકર જ્યોથીના દર્શન કરાય છે.

           તલ સીંગ ના લાડુ, મમરા ના લાડુ, ચીક્કી, શેરડી અને ઊંધિયું – આના વગર ઉતરાયણ અધુરી કહેવાય. તેથી જ કહેવાય છે કે,

ચીક્કી કી ખુશ્બુ, લડ્ડુ કી બહાર
ઉત્તરાયણ કા ત્યોહાર આને કો તૈયાર,
થોડી સી મસ્તી, થોડા સા પ્યાર,
મુબારક હો આપકો સંક્રાંતિ કા ત્યોહાર…..

લેખક : “નિષ્પક્ષ”   ( પુષ્પક ગોસ્વામી ) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

આ ૫ણ વાંચો:- 

  1. 101 ગુજરાતી નિબંધ
  2. મારી શાળા નિબંધ
  3. માતૃભાષામાં શિક્ષણ નિબંધ
  4. મારા શૈશવના સંસ્મરણો નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો ઉતરાયણ વિશે નિબંધ ( uttarayan essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી મિત્રોને મારો પ્રિય તહેવાર ઉતરાયણ નિબંધ, essay on uttarayan in gujarati, uttarayan festival essay in gujarati, uttarayan essay in gujarati language વિગેરે વિષ૫ ૫ર નિબંધ લેખન માટે ઉ૫યોગી બનશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “ઉતરાયણ વિશે નિબંધ | Uttarayan Essay in Gujarati”

Leave a Comment