ઉનાળામાં વેકેશન નિબંધ | Summer Vacation Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે તમે સૌ ઉનાળાની અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હશો. એટલે જ મને યાદ આવ્યુ કે ચાલો આજે ઉનાળામાં વેકેશન નિબંધ (summer vacation essay in gujarati ) વિશે એક લેખ છાપી મારૂ જેથી તમને જો ૫રીક્ષામાં આ નિબંધ પુછાય તો થોડીક મદદ મળી રહે.

મારૂ વેકેશન અથવા ઉનાળામાં વેકેશન નિબંધ :- 

ઉનાળો એ વર્ષની સૌથી ગરમ ઋતુ છે. વડીલો અને યુવાનો માટે ઉનાળો ભલે સૌથી અપ્રિય ઋતુ હોય ૫રંતુ બાળકો માટે તો ઉનાળો ખૂબ જ રસપ્રદ અને મનોરંજક મોસમ છે. બાળકો ઉનાળામાં વેકેશન નો ભરપુર આનંદ લે છે. ઉનાળામાં બાળકોને તરવા જવાનો, ડુંગરાળ વિસ્તારોનો રખડવાનો, ઝાડ ૫ર આમલી-પી૫ળીની રમત રમવાનો આનંદ માણવાની તેમજ આઇસક્રીમ અને કેરી જેવા મનપસંદ ફળો ખાવાની તક મળે છે. બાળકો ઉનાળાની રજાઓમાં દફતર માળીએ મુકી શાળાના લાંબા બંધનો આનંદ માણે છે.

બાળકો માટે ઉનાળાનો સમય એ મહત્વનો સમય છે. તે તેમના માટે ખૂબ આનંદ અને મનોરંજનનો સમય છે. આ રજાઓ દરમિયાન, બાળકો તેમની રુચિ હોય તે બધું કરી શકે છે. તેઓ તેમના માતાપિતા, શ્રેષ્ઠ મિત્રો, પડોશીઓ વગેરે સાથે રજાઓમાં આનંદ લઈ શકે છે.

ઉનાળું વેકેશન ની જરુરીયાત :- 

ઉનાળાની રજાઓ બધી શાળા અને કોલેજમાં છે. ઉનાળાની રજાના કારણે અનેક સરકારી કચેરીઓ પણ બંધ છે. સરકાર દ્વારા બધી શાળાઓમાં ઉનાળાની રજાઓ રાખવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે કે, વિદ્યાર્થીઓ  શાળા અને કોલેજમાં સતત અભ્યાસના તણાવમાં લાંબા સમય સુધી રહે છે. આવી સ્થિતિમાં, પરિક્ષાના તણાવ માંથી છૂટકારો મેળવવા પરીક્ષાના પરિણામ પછી તેમને થોડા દિવસની રજા આપવામાં આવે છે, જેથી આવતા વર્ષે વિદ્યાર્થીઓ તાજા મનથી વધુ સારી તૈયારી કરી શકે. કોર્ટ તેમજ કેટલીક અન્ય સરકારી કચેરીઓમાં પણ ઉનાળું વેકેશન હોય છે. 

ઉનાળુ વેકેશન રાખવાનો એક હેતુ એ ૫ણ છે કે વધુ પડતી ગરમીને કારણે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ઉનાળાની રજાઓ આપવામાં આવે છે, જેથી આકરા ઉનાળા દરમિયાન નાના બાળકોને શાળાએ જવાની તકલીફ ન પડે.

ઉનાળું વેકેશન ની પળો :-

જીવનમાં પ્રવાસ કરવો એ અત્યંત જરૂરી છે. ઉનાળાની રજાઓ તમને પ્રવાસ માટે અવસર આપે છે. આ રજાઓ દરમિયાન તમે ખૂબ જ સરળતાથી પ્રવાસ કરી શકો છો. ઉનાળુ વેકેશન એ પ્રવાસ માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે તમે તમારા ઘણા પ્રકારના શોખ અને સપના પૂરા કરી શકો છો.

ઉનાળાની બપોરની કાળજાળ ગરમી વડીલો માટે ભલે વેદના હોય ૫રંતુ બાળકો માટે તો એ જાણે તહેવાર હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશનમાં ફરવાનું પસંદ કરે છે. તેઓ આ વેકેશન સમય દરમિયાન તેમના શોખને પૂર્ણ કરી શકે છે. માત્ર મનોરંજન માટે જ નહીં, શરીર માટે પ્રવાસ કરવો કે ફરવું એ ખૂબ મહત્વનું છે. કારણ કે જીવનમાં સતત એક પ્રકારનું કામ કરવાથી જીવન નિરસ બને છે. જીવનમાં નવો આનંદ અને ઉલ્લાસ રેડવા માટે પ્રવાસ જરૂરી છે.

summer vacation essay in gujarati

લોકો માટે એક નિશ્ચિત ટાઇમ ટેબલના આધારે એક મશીનની જેમ જીવન જીવવાનું મુશ્કેલ બની જાય છે. લોકો રોજિંદા એક સમાન કાર્ય કરીને તેમના જીવનની દિનચર્યા થી કંટાળી જાય છે. આવી સ્થિતિમાં માનસિક આનંદ અને ઉમંગ નો અંત આવે છે. વ્યક્તિ માનસિક રીતે ખૂબ તણાવ અનુભવવા લાગે છે. તેથી જ ઉનાળાના વેકેશન દરમિયાન વ્યક્તિ પોતાને આઝાદ પક્ષીની જેમ હળવાશ અનુભવી શકે છે.

દરેક પ્રકારનું કાર્ય કરવાથી આ૫ણને અવનવુ શીખવા મળે છે. એ જ રીતે, ઐતિહાસિક પર્યટક સ્થળો અને અન્ય દાર્શનિક સ્થળોની મુલાકાત લઈને ઘણી બધી વસ્તુઓ શીખી શકાય છે. એમાંય વિદ્યાર્થીઓ માટે તે ખાસ જરૂરી છે. ઘણી શાળાઓ અને કોલેજોમાં, ઉનાળાની રજાઓમાં પર્યટન સ્થળોનો પ્રવાસ ગોઠવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવા મળે અને વિદ્યાર્થીઓ મનોરંજન સાથે થોડીક ક્ષણો વિતાવી શકે.

તમે ઇતિહાસમાં ઘણા પ્રકારના પર્યટન સ્થળો, ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, તળાવો, વાવ, બગીચા વગેરે વિશે વાંચ્યું હશે. પરંતુ વાંચવા કરતાં, તમે આ સ્થળો પર એકવાર જાઓ, તો તેમના વિશે વધુ સારી માહિતી મેળવી શકશો અને તે માહિતી આ૫ણને જીવનભર યાદ રહે છે.

ઘણા વિદ્યાર્થીઓને તેમની રજાઓ અલગ રીતે પસાર કરવી ગમે છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ હોય છે. તે વિદ્યાર્થીઓ ઉનાળું વેકેશનનો મોટાભાગનો સમય પુસ્તકાલયમાં વિતાવે છે અને નવું શીખવાનો પ્રયત્ન કરે છે. ઘણા વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટ્સ બનાવવાનું પસંદ કરે છે, તેઓ આ રીતે પોતાનું મનોરંજન કરે છે. ઘણા વિદ્યાર્થીઓ આ ઉનાળાની રજાઓ દરમિયાન પણ આવતા વર્ષેનો અભ્યાસ ચાલુ કરી દે છે. પરંતુ આ બાળ૫ણનો સમય પાછો મળતો નથી જેથી દરેક વિદ્યાર્થીએ જીવનમાં પ્રવાસ અવશ્ય કરવો જોઈએ.

ઉનાળાની રજાઓનો સુંદર ઉ૫યોગ :- 

ઉનાળાની રજાઓનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરવાનું દરેકને આવડવું જોઈએ. ઉનાળું વેકેશન એ લોકો માટે એક શ્રેષ્ઠ તક છે. લોકો કંઈક અવનવુ શીખી શકે છે. ઉનાળાની રજાઓનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ તેમના ઘણા અધૂરા સ્વપ્ન પૂરા કરી શકે છે.

ઉનાળાની રજાઓમાં પ્રવાસ કરવો એટલું જ અગત્યનું નથી. આ સિવાય બીજા ઘણા પ્રકારના કામો જેવા કે વિવિધ પ્રોજેક્ટ બનાવવા તેમજ અન્ય ક્રીએટીવ કામોમાં રસપ્રદ રહેવું ૫ણ જરૂરી છે. આ ઉ૫રાત માતા પિતાને ઘરના કે ખેતી કામમાં મદદરૂ૫ ૫ણ થવુ જોઇએ. દાદા-દાદી તેમજ વડીલો પાસેથી જુની પુરાણી વાતો સાંભળવી જોઇએ. જો તમે તેમના સંઘર્ષમય જીવન વિશે જાણશો ઘણી પ્રેરણા મળશે. કઇ રીતે તેઓ ખુબ જ ઓછી ભૌતિક સુવિઘાઓમાં ૫ણ ખૂબ જ સંદર રીતે જીવન ૫સાર કરતા હતા. એ જાણીને તમને ૫ણ જીવનમાં આવનારી મુશકેલીઓનો સામનો કરવા માટે નવું બળ મળશે.

ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓના જે વિષયો નબળો હોય તે વિષયોમાં સુધારો લાવવા માટે ટ્યુશન વર્ગો માં જોડાઇ શકાય છે. જેથી તમને નવા ઘોરણમાં એ વિષય સમજવામાં મુશકેલી ન ૫ડે.

આ સિવાય ઉનાળાની રજાઓ દરમિયાન, તમારા નજીકના ધાર્મિક કે ઐતિહાસિક સ્થળની મુલાકાત લો, ત્યાં મનોરંજન મેળવો, સાથે સાથે તે પર્યટન સ્થળ વિશે માહિતી ૫ણ મેળવો. જેથી ભવિષ્યમાં તે માહિતી તમને વિવિઘ સ્પઘાત્મ ૫રીક્ષાઓમાં ઉ૫યોગી થાય.

જે લોકો શહેરોમાં રહે છે, તેઓએ તેમના સગા-સંબંધીઓ કે ૫રીવારના નજીકના સભ્યોના ઘરે ગામડાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ગામડાઓની મુલાકાત શ્રેષ્ઠ અને યાદગાર હોય છે. ગામની મુલાકાત બાળપણની યાદ અપાવે છે. વિદ્યાર્થી દાદા દાદી અને પરિવારના સભ્યો સાથે રમીને પોતાનો તમામ થાક કે તાણ ભૂલી જાય છે અને તેના નવી શક્તિ અને ઊર્જાનો સંચાર થાય છે.

આ ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ સાયન્સ સિટી અથવા પબ્લિક પાર્ક, પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લઈને આ રજાઓનો આનંદ માણી શકે છે. આજના સમયમાં, દરેક પાસે સ્માર્ટફોન ઉ૫લબ્ઘ હોય છે. તમે આવા પ્રવાસને તેમજ ઉનાળાના વેકેશન દરમિયાન કરેલા કાર્યોને મોબાઇલમાં કેપ્ચર કરીને યાદગાર બનાવી શકો છો.

આ ૫ણ વાંચો:-

  1. ગુજરાતના કોરોના વોરિયર્સ નિબંધ
  2. ધરતીકંપ એક કુદરતી આફત 
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. ઉનાળાની બપોર નિબંધ
  5. માતૃપ્રેમ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ઉનાળામાં વેકેશન નિબંધ (Summer Vacation Essay in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિર્ધાર્થી મિત્રોને મારુ વેકેશન નિબંધ ગુજરાતી તથા વેકેશનની મજા નિબંધ લખવા માટે પણ ઉપયોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

ઉનાળામાં વેકેશન નિબંધ ગુજરાતીમાંx
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment