જવાહરલાલ નહેરુ નિબંધ, જીવનચરિત્ર, સૂત્ર, માહિતી | Jawaharlal Nehru in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

જવાહરલાલ નહેરુ નિબંધ-જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા હતા. નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે જ બાળકો તેમને ચાચા નહેરુ ના હુલામણા નામથી ઓળખતા હતા. અને આ કારણથી ભારત સરકારે તેમના જન્મ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

ભારતને સ્વતંત્રતા અ૫ાવવામાં તેમનો સિંહ ફાળો હતો. તેમને ભારતના રચયિતા કહેવામાં આવે છે. તેમના શાસનકાળ દરમિયાન જ ચીને ભારત પર કપટપૂર્વક હુમલો કર્યો હતો. જેના કારણે ભારતને મોટું નુકસાન થયું હતું. જવાહરલાલ નહેરુ કોણ હતા? તેઓ ભારતના પહેલા વડા પ્રધાન કેવી રીતે બન્યા? ચાલો, જવાહરલાલ નહેરુના જીવન અને ઇતિહાસ તથા જવાહરલાલ નહેરુના સૂત્રો વિશે વિસ્તારપૂર્વક જાણીએ. આ લેખ વિઘાર્થીઓને જવાહરલાલ નહેરુ નિબંધ (jawaharlal nehru essay in gujarati) લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. 

જવાહરલાલ નહેરુ નિબંધ તથા જીવનચરિત્ર- જન્મ, શિક્ષણ, પરિવાર, સુત્રો, પુસ્તકો:-

નામપંડિત જવાહર લાલ નેહરૂ
જન્મ તારીખ14 નવેમ્બર 1889
જન્મ સ્થળઅલાહાબાદ-ઉત્તર પ્રદેશ
વ્યવસાયબેરીસ્ટર, સ્વાતંત્ર સેનાની, રાજકારણી,
શિક્ષણબેરીસ્ટરની પદવી
વિધાલયહેરો સ્કૂલ, ઈંગ્લેન્ડ, ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ
પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ15 ઓગસ્ટ 1947–27 મે 1964
મૃત્યુ તારીખ તથા સ્થળ27 મે 1964 (નવી દિલ્લી)
મૃત્યુનું કારણહદય હુમલાથી
સ્મારકશાંતિ વન, દિલ્લી
પુરુસ્કાર/એવોર્ડભારત રત્ન (1955)

જવાહરલાલ નહેરુ નો જન્મ :-

નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના અલાહાબાદ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપ રાણી નહેરુ હતું. નહેરુની માતા સ્વરૂપ રાણી, મોતીલાલ નેહરુની બીજી પત્ની હતી. તેમની પ્રથમ પત્નીનું પ્રસવ પીડાના દુખાવાને કારણે મૃત્યુ થયુ હતુ. મોતીલાલ નહેરુ કાશ્મીરી પંડિત હતા. તે પ્રખ્યાત ધનિક વકીલ હતા. મોતીલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.

જવાહરલાલ નહેરુ પરિવાર

પિતાજીનું નામશ્રી મોતીલાલ નહેરૂ
માતા નું નામશ્રી સ્વરૂપ રાણી નહેરૂ
૫ત્નીનું નામકમલા નહેરૂ
બાળકોના નામશ્રીમતી ઇન્દિરા ગાંઘી

શિક્ષણ:-

જવાહરલાલ નહેરુ જી મોતીલાલ નહેરુ ના એકમાત્ર પુત્ર હતા. આ ઉ૫રાંત તેમને ત્રણ બહેનો હતી. તેમણે દેશ-વિદેશની નામાંકિત શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ મેળવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ મેળવવા તેમને લંડન મોકલવામાં આવ્યા. તેમણે કાયદાનું શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટી માંથી મેળવ્યું. તેઓ સાત વર્ષ લંડનમાં રહ્યા અને ફેબિયન સમાજવાદ અને આઇરિશ રાષ્ટ્રવાદની સમજ વિકસિત કરી.

જવાહરલાલ નહેરુ નિબંધ

જવાહરલાલ નહેરુનું ભારત આગમન

જવાહરલાલ નહેરુ વર્ષ 1912 માં ભારત પાછા ફર્યા. ભારત આવ્યા પછી તેમણે અહીં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. વર્ષ 1916 માં તેમના લગ્ન “કમલા નેહરુ” સાથે થયાં. નેહરુની એક પુત્રી હતી, જેનું નામ ઈન્દિરા ગાંધી હતું. ઇન્દિરા ગાંધી તેમના પિતાને તેમના માર્ગદર્શક માનતા હતા. તેમણે તેમના પિતા પાસેથી જ રાજનિતીની શિક્ષા મેળવી હતી. તેમણે દેશની આઝાદીની લડત બાળપણથી  ખૂબ જ નજીકથી જોઈ હતી. ઈન્દિરાજી આઝાદ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. દેશના વિકાસમાં તેમનો અનન્ય ફાળો રહ્યો છે.

Must Read : લાલા લાજપતરાય નું જીવનચરિત્ર

જવાહરલાલ નહેરુનું રાજકીય જીવન (Jawaharlal Nehru Freedom Fighte)

વર્ષ 1917 માં, નહેરુ “હોમ રૂલ લીગ” માં જોડાયા. જવાહરલાલ નહેરુ વર્ષ 1919 માં સૌપ્રથમવાર “મહાત્મા ગાંધી” ને મળ્યા. તે સમયે ગાંધીજી રોલેટ એક્ટના વિરૂદ્ધમાં અભિયાન ચલાવી રહ્યા હતા.

ગાંધીજીના વિચારો થી નેહરુજી ખૂબ પ્રભાવિત થયા. નેહરુને મહાત્મા ગાંધી પાસેથી રાજકીય જ્ઞાન પ્રાપ્ત થયુ હતું. ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલી સવિનય કાનુન ભંગની ચળવળથી નેહરુના પરિવારજનો ખૂબ પ્રભાવિત થયો હતો. તેનાથી પ્રભાવિત થઇ મોતીલાલ નેહરુએ પોતાની સંપત્તિનો ત્યાગ કર્યો અને ખાદીનો ૫હેરવેશ ઘારણ કર્યો. વર્ષ 1920 થી 1922 સુધી ગાંધીજીએ અસહકાર આંદોલન ચલાવ્યુ. જેમાં નહેરુજીએ ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી.

આ આંદોલનને કારણે નેહરુએ ઘણીવાર જેલમાં ૫ણ જવુ ૫ડયુ. વર્ષ 1924 માં, તે બે વર્ષ માટે અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બ્નયા. વર્ષ 1926 માં, તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું. 1926 થી 1928 સુધી તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી રહ્યા. ગાંધીજી જવાહરલાલ નહેરુની રાજકીય ક્ષમતાઓને સમજી ગયા. તેથી જ તેમણે પોતાનો રાજકીય અનુભવ નહેરુજીને કહ્યો જેનો લાભ નેહરુજીને જીવનભર મળતો રહયો.

જવાહરલાલ નહેરુ કોંગ્રેસના પ્રમુખ તરીકે 

વર્ષ 1928-29 માં, કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ સત્રમાં કોંગ્રેસની અંદર બે પક્ષોની રચના કરવામાં આવી હતી. પ્રથમ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ અને બીજા જૂથ મોતીલાલ અને અન્ય નેતાઓ. પ્રથમ જૂથે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરી અને બીજા જૂથે બ્રિટીશ સરકાર હેઠળ આધિપત્ય રાજ્યની માંગ કરી. જ્યારે આ બંને જૂથો વચ્ચે વિરોધાભાસ થયો હતો, ત્યારે ગાંધીજીએ વચ્ચેનો રસ્તો શોધી કાઢયો અને કહ્યું હતું કે બ્રિટિશ સરકારે ભારતને રાજ્યનો દરજ્જો આપવો જોઈએ, નહીં તો કોંગ્રેસ રાષ્ટ્રીય યુદ્ધ લડશે.

અંગ્રેજી સરકારે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. વર્ષ 1929 માં લાહોર સત્રમાં જવાહરલાલ નેહરુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. બધાએ સંપૂર્ણ સ્વરાજ્યની માંગ સાથે ઠરાવ પસાર કર્યો. 26 જાન્યુઆરી, 1930 ના રોજ જવાહરલાલ નહેરુએ લાહોરમાં સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

૧૯૭૧ના યુઘ્ઘમાં ૫ાકિસ્તાનની ઉંંઘ હરામ કરી નાખનાર રબારી – રણછોડ ૫ગીનું જીવનચરિત્ર

વર્ષ 1930 માં, ગાંધીજીએ સવિનય કાનુન ભંગની ચળવળને વેગ આપ્યો. જેના કારણે બ્રિટિશ સરકારને ભારત સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની ફરજ પડી હતી.

જવાહરલાલ નહેરુ નિબંધ
જવાહરલાલ નહેરુ નિબંધ

બ્રિટિશ સરકારે વર્ષ 1935 માં ભારત સરકાર અઘિનિય 1935 પસાર કર્યો. આ નિયમ હેઠળ કોંગ્રેસે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. નહેરુ જી ચૂંટણીમાં જ નહીં પણ બહારથી પાર્ટીને સમર્થન આપી રહ્યા હતા. પાર્ટીએ ભારતના દરેક રાજ્યમાં પોતાની સરકાર બનાવી. કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી.

જવાહરલાલ નહેરુ વર્ષ 1936-37માં કોંગ્રેસના ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા. મહાત્મા ગાંધીજીએ 1942 માં હિંદ છોડો આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનમાં નેહરુની ધરપકડ કરવામાં આવી. વર્ષ 1945 માં તેમને જેલમાંથી છોડવામાં આવ્યા. વર્ષ 1947 માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અંગ્રેજ સરકાર સાથે વાટાઘાટો કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Must Read : ગાંધીજીના જીવન પ્રસંગો

1947 માં ભારતની આઝાદી સમયે કોંગ્રેસમાં વડાપ્રધાન પદ માટે ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આચાર્ય કૃપાલાનીને સૌથી વધુ મતો મળ્યા, પરંતુ ગાંધીજીના કહેવા પર જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટાયા. નહેરુ સતત ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહ્યા હતા. તેમના ચાલુ કાર્યકાળમાં જ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું.

જવાહરલાલ નહેરુનો ઇતિહાસ (Jawaharlal Nehru History in Gujarati)

જવાહરલાલ નહેરુનો ઇતિહાસ તેમના દ્વારા લખાયેલા પુસ્તક અને આત્મકથા પરથી મળી આવે છે. તેમના મતે જવાહરલાલ નહેરુના દાદાનું નામ ગંગાધર નહેરુ હતું. તેના દાદા મુગલ કાળ દરમિયાન દિલ્હીના કોટવાલ હતા. વર્ષ 1857 માં ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં, તેમના દાદાના પરિવારને ઘણું નુકસાન થયું હતું. તેમનું મકાન અને સંપત્તિનો સંપૂર્ણ નાશ થયો હતો. તેના દાદા આ સમયે દિલ્હીથી આગ્રા આવ્યા અને ત્યાં રહેવા લાગ્યા. મોતીલાલ નહેરુના જન્મના ત્રણ મહિના પહેલા તેમના દાદાનું 35 વર્ષની વયે અવસાન થયુ હતુ. તેમના મૃત્યુ પહેલાં, તેમણે તેમની પુત્રીઓના લગ્ન કાશ્મીરી પંડિતો સાથે કરી દીધા હતા.

ગંગાધર નેહરુને ત્રણ પુત્રો હતા. બંસીધર નહેરુ, નંદલાલ નેહરુ, મોતીલાલ નહેરુ. એમાં નંદલાલ નહેરુ પ્રખ્યાત વકીલ હતા. તેમણે કાનપુર અને અલ્હાબાદ બંનેમાં વકીલાત કરી હતી. તે પોતાના પરિવાર સાથે અલ્હાબાદ સ્થાયી થયા હતા. તેમની પ્રેરણાથી જ મોતીલાલ નહેરુ ૫ણ પ્રખ્યાત વકીલ બન્યા.

જવાહરલાલ નહેરુના સૂત્રો (Slogan of Jawaharlal Nehru)

  1. નાગરિકતા દેશની સેવામાં છે.
  2. સંસ્કૃતિ એ મન અને આત્માનું વિસ્તરણ છે.
  3. લોકશાહી સારી છે. હું આવું એટલા માટે કહું છું કારણ કે અન્ય પ્રણાલીઓ આનાથી પણ ખરાબ છે.
  4. તમે દિવાલના ચિત્રો બદલીને ઇતિહાસના તથ્યો બદલી શકતા નથી.
  5. શાંતિ વિના બીજાં બધાં સપનાં ખોવાઇ જાય છે અને રાખમાં મળી જાય છે.
  6. બીજાના અનુભવોનો લાભ ઉઠાવવા વાળો માણસ બુદ્ધિમાન હોય છે.
  7. મુશ્કેલીઓ આપણને આત્મજ્ઞાન કરાવે છે, તે આપણને અહેસાસ કરાવે છે કે આપણે કઈ માટીથી બનેલા છીએ.
  8. નિષ્ફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણા આદર્શો, લક્ષ્યો અને સિદ્ધાંતો ભૂલી જઈએ.
  9. અજ્ઞાનતા હંમેશા પરિવર્તન થી ડરે છે.
  10. જીવન વિકાસ નો સિદ્ધાંત છે, સ્થિર રહેવાનો નહીં.
  11. મુશ્કેલ ૫રિસ્થિતમાં દરેક નાનામાં નાની બાબાત ૫ણ મહત્વપુર્ણ હોય છે.

Must Read : અબ્દુલ કલામ નું જીવનચરિત્ર 

જવાહરલાલ નેહરુના પુસ્તકો (Books by Jawaharlal Nehru)

  1. ભારતની શોધ (The Discovery of India)
  2. વિશ્વ ઇતિહાસની ઝલક (Glimpses of World History)
  3. એક આત્મકથા (An Autobiography)
  4. પિતા તરફથી તેમની પુત્રીને પત્રો (Letters from a Father to His Daughter)
  5. ભારતની એકતા (The Unity of India)
  6. ભારતનું ભવિષ્ય (The Future of India)
  7. ભારતની આઝાદી (India’s Freedom)
  8. સ્વતંત્રતા તરફ (Toward Freedom)
  9. રાષ્ટ્રવાદી ચળવળ (The Nationalist Movement)
  10. કોંગ્રેસની સટોરી-વાર્તા (The Story of the Congress)

જવાહરલાલ નહેરુ નું મૃત્યુ (Death of Jawaharlal Nehru): –

પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો માં સુધારો લાવવા નહેરુ હંમેશા પ્રયત્નશીલ હતા. તેઓ વિચારતા હતા કે આપણે આપણા પાડોશીને પોતાના ગણીને પ્રેમ કરવો જોઈએ, પરંતુ 1962 માં ચીને ભારત પર હુમલો કર્યો, જેનાથી નેહરુને મોટો આંચકો લાગ્યો. કાશ્મીર મુદ્દાને કારણે પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ક્યારેય બની શક્યા નહીં.

આમ ૫ડોશી દેશોની આવી દગાબાજીથી નહેરૂજીને ગહેરો આઘાત લાગ્યો જેમાંથી તે જીવનભર બહાર આવી શક્યા નહીં. 27 મે 1964 ના રોજ નહેરુજીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. તેમના મૃત્યુથી ભારત દેશ માટે મોટી ખોટ ૫ડી.

તેમને આજે પણ દેશના મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે. તેમની સ્મૃતિમાં અનેક યોજનાઓ, રસ્તા બનાવવામાં આવ્યા હતા. તેમના માનમાં જવાહરલાલ નહેરુ સ્કૂલ, જવાહરલાલ નહેરુ ટેકનોલોજી યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ કેન્સર હોસ્પિટલ વગેરેની શરૂઆત કરવામાં આવી હતી.

આ ૫ણ વાંચો:-

  1. ગાંધીજીના જીવન પ્રસંગો
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો જવાહરલાલ નહેરુ નિબંધ તથા જીવન ચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે જવાહરલાલ નહેરુના વિચારો, જવાહરલાલ નહેરુના સુત્રો તથા જવાહરલાલ નહેરુ ના જીવન પ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને જવાહરલાલ નહેરુ નિબંધ (jawaharlal nehru essay in gujarati) લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment