પક્ષીઓ ના નામ ગુજરાતીમાં (Birds Name in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સમગ્ર વિશ્વમાં અલગ-અલગ જાતના લાખો પક્ષીઓ જોવા મળે છે. આજના લેખમાં આપણે પક્ષીઓ ના નામ ( ગુજરાતી, (Birds Name in Gujarati) હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત પક્ષીઓ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ.  

અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શૈક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો સાથે શેયર અવશ્ય કરશો. ચાલો હવે પક્ષીઓ ના નામ તથા તેમના વિશે માહિતી મેળવીએ. 

પક્ષીઓ ના નામ ગુજરાતીમાં (Birds Name in Gujarati)

પક્ષીઓ ના નામ (ગુજરાતીમાં) પક્ષીઓ ના નામ  (English)પક્ષીઓ ના નામ (હિન્દીમાં)
મોરPeacock (પીકોંક)मोर
કબુતરDove (ડવ)कबूतर
પોપટParrot (પૈરોટ)तोता
ચકલીSparrow (સ્પૈરો)गौरैया
કોયલCuckoo (કુકૂ)कोयल
કાગડોCrow (ક્રો) कौआ
સુરખાબFlamingo (ફલેમિંગો) राजहंस
હંસSwan (સ્વાન)हंस
ગીધVulture (વલ્ચર) गिद्ध
બતકDuck (ડક)बत्तख
લક્કડખોદ Wood – Pecker (વુડ-પીકર)कठफोड़वा
સમડીKite (કાઇટ)चील
કુકડોCock (કોંક)मुर्गा
મરધીHen (હેન)मुर्गी
ચામાચીડિયુંBat (બૈટ)चमगादड़
બાજHawk (હોક)बाज
કાબરGrave (ગ્રેવ)मैना
સારસCrane (ક્રેન)सारस
ઢેલPeahen (પીહેન)मोरनी
સુગરીWeaver bird (વિવર બર્ડ)बया पक्षी
ઘુવડOwl (ઓઉલ)उल्लू
કિવી પક્ષીKiwi (કીવી)कीवी पक्षी
ટીટોડીSandpiper (સૈંડપીપર)टिटिहरी
દેશી નીલકંઠIndian roller (ઇન્ડીયન રોલર)नीलकंठ
કાકાકૌઆCockatoo (કોંકટૂ)काकातुआ
શાહમૃગOstrich (ઓંસ્ટ્રીચ)शुतुरमुर्ग
ગરૂડEagle (ઇગલ)गरुण
બુલબુલNightingale (નાઇટેંગલ)बुलबुल
તેતરPartridge (પાર્ટ્રિજ)तीतर
કલકલિયોKingfisher (કિંગફિશર) राम चिरैया
ઘંટીટાંકળોHoopoe (હુપી) हुदहुद
 દિવાળી ઘોડોWagtail (વેગટેલ)खंजन
બપૈયોHawk-Cockoo (હોંક કકૂ)पपीहा
બગલોStork (સ્ટોર્ક)बगुला
બાજFalcon (ફેલકોંન)बाज
વિદેશી બાજPeregrine Falcon (પેરિગ્રીન ફેલકોંન)परदेशी बाज (सबसे तेज उड़ने वाला पक्षी)

Must Read : માળા માં રહેતા પક્ષીઓ ના નામ

પક્ષીઓ ના નામ (Birds Name in Gujarati)

  • મોર (Peacock):- 

મોર વિશે તો તમે બધા જાણતા જ હશો. મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તે ભારત ઉ૫રાંત મ્યાનમારનું ૫ણ રાષ્ટ્રીય ૫ક્ષી છે.  મોર ભારતના મોટાભાગના તમામ વિસ્તારોમાં જોવા મળે છે. મોર ખૂબ સુંદર અને સૌને ગમતુ પક્ષી છે. મોરને પક્ષીઓનો રાજા પણ કહેવામાં આવે છે. તેનો રંગ ઘેરો લીલો-ભૂરો હોય છે. મોરના માથે સુંદર કલગી હોય છે. મોર ટેહુક ટેહુક બોલે છે. મોરના પીંછા ખૂબ જ સુંદર હોય છે. જો તમે મોર વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારો મોર વિશે માહિતી / મોર વિશે નિબંધનો લેખ અવશ્ય વાંચી શકો છો.

all birds name in gujarati
  • કબુતર (Dove):– 

કબુતર એક સુંદર પક્ષી છે જે લગભગ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. તેને એક ચાંચ હોય છે તેનું આખુ શરીર પાંખોથી ઢંકાયેલ હોય છે. કબુતર લગભગ ૪૦ થી ૫૦ પ્રતિ કલાકથી ઝડપે ઉડી શકે છે. તેથી જ પહેલાના જમાનામાં કબુતરનો ઉપયોગ સંદેશાવાહક તરીકે થતો હતો. કબુતરનો મુખ્ય ખોરાક, અનાજ, ફળો અને દાણા છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. કબુતરને શાંતીનું પ્રતિક માનવામાં આવે છે. કબુતર હંમેશાં ટોળામાં જ જોવા મળે છે. તેનુ સરેરાશ આયુષ્ય ૬ થી ૧૦ વર્ષનું હોય છે. કબુતર કુવામાં કે જુના પુરાણા મકાનોમાં કે ઉંચી ઇમારતોમાં પોતાનો માળો બનાવે છે. 

  • પોપટ(Parrot):- 

પોપટ એક સમજદાર પક્ષી છે, તેને પાલતુ બનાવવુ ખૂબ જ આસાન છે, એટલે પોપટ સમગ્ર વિશ્વનું સૌથી જાણીતુ પક્ષી છે. તેનું વૈજ્ઞાનિક નામ સિતક્યુલા કેમરી છે. આ એક એવુ પક્ષી છે જેને સરળતાથી બોલવાનું શીખવાડી શકાય છે. પોપટ રંગો અને આકૃતિઓની ઓળખ કરવાનું પણ સરળતાથી શીખી શકે છે. પોપટમાં નકલ કરવાની કળા ખૂબ જ ગજબની હોય છે. તે કોઇ પણ વ્યકિતના અવાજની નકલ કરી શકે છે. આમ તો પોપટ નીલા, સફેદ, પીળા કે પચરંગી રંગના હોય છે. પરંતુ મૂખ્યત્વે ભારતમાં જોવા મળતા પોપટનો રંગ લીલો હોય છે. (આ પણ વાંચો- પોપટ વિશે નિબંધ)

all birds name in gujarati
name of birds in gujarati
  • ચકલી (Sparrow):- 

ચકલી તો કદાચ તમે બધાએ જોઇ જ હશે, ચકલી એ આપણા ધર આંગણાનું પક્ષી છે. તે ખૂબ સુંદર હોય છે. ચકલીનો રંગ આછો ભુરો અને સફેદ હોય છે, તે સર્વાહારી છે. જે ધા પ્રકારનું ભોજન ખાવાનું પસંદ કરે છે. પરંતુ તે સામાન્ય રીતે અનાજના દાણા, ફળો અને તેના બીજ, તેમજ ફુલો પર જોવા મળતા કીડા ખાય છે. ચકલીનું વૈજ્ઞાનિક નામ Passeridae છે. તે મોટા ભાગે યુરોપ અને એશીયાના દેશોમાં જોવા મળે છે. ભારતના લગભગ મોટાભાગના તમામ વિસ્તારોમાં ચકલી જોવા મળે છે. તે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તથા માનવ વસ્તીની નજીક રહેવાનું વધુ પસંદ કરે છે. જોકે હાલમાં ચકલીઓની સંખ્યા દિન-પ્રતિદીન ધટતી જાય છે જે ખુબ જ ચિંતાનો વિષય છે.  

  • કોયલ(Cuckoo):- 

કોયલ તેના ખાસ કરીને મધુર અવાજ માટે જાણીતુ પક્ષી છે. કોયલ અને કાગડાના રંગમાં કંઇ બહુ મોટો ફરક હોતો નથી. પરંતુ કાગડાનો અવાજ કર્કશ હોય છે તો કોયલનો અવાજ સાંભળવો ગમે એવો મીઠો-મધુર હોય છે. તે ખૂબ જ ચાલાક પક્ષી છે. કોયલ આર્કટીકા સીવાયના વિશ્વના તમામ વિસ્તારોમાં જોવા મળે છે. એશીયા, આફ્રીકા અને યુરોપ તેના પ્રમુખ નિવાસ્થાન છે.

birds name in english and gujarati
birds name in english and gujarati

સમગ્ર વિશ્વમાં કોયલની લભગભ ૧૨૦ પ્રજાતિઓ જોવા મળે છે. કોયલ અને કાગડાના ઇંડા લગભગ સમાન હોય છે, તેથી કોયલ કયારેય માળો બનાવતી નથી, પરંતુ પોતાના ઇંડા કાગડાના માળામાં મુકી દે છે અને કાગડો તે  પોતાના ઇડા સમજી ઉછેરે છે. આમ કોયલ ખૂબ ચાલાક હોય છે. તે મુખ્યત્વે ખોરાકમાં કીડા-મકોડા ખાવાનું વધુ પસંદ કરે છે. તે લીમડા જેવા ધટાદાર વૃક્ષની છાયામાં બેસીને મીઠા-મધુર ટહુકા કરે છે જે સૌને સાંભળવા ગમે છે. 

ખાસ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને પક્ષીઓ ના નામ ગુજરાતીમાં (Birds Name in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment