બંધારણ દિવસ 2023 | ભારતીય બંધારણ વિશે માહિતી

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતનું બંધારણ, ભારતનું સર્વોચ્ચ વિધાન છે જે સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949એ પસાર થયુ હતુ  તેથી જ આ દિવસને ભારતનો બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. તથા ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં મુકાયુ. જેથી 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે.

બંધારણ દિવસ 2023

ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને સ્વતંત્ર ભારતમાં રહેવા માટે સમાન અધિકાર આપે છે. બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના યુવાનોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.

૨૬ નવેમ્બર  બંધારણ દિવસની સાથે કાયદા દિવસ (નેશનલ લૉ દિવસ) તરીકે ૫ણ ઉજવાય છે. 26 નવેમ્બર સૌપ્રથમ કાયદા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે 1930માં કોંગ્રેસ લાહોર કોન્ફરન્સમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પસાર કરવામાં આવી હતી, આ ઘટનાની યાદમાં, ૨૬ નવેમ્બર ના રોજ કાયદા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બંધારણ પ્રમાણે નક્કી થયેલા કાયદા મુજબ દેશની શાસન પ્રણાલી અને કાયદો-વ્યવસ્થા ચાલે છે. ભારતનું બંધારણ વિશ્વના કોઈ પણ ગણતાંત્રિક દેશનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે.

ભારતીય બંધારણમાં વર્તમાન સમયમાં ૪૪૮ અનુચ્છેદ, 12 અનુસૂચિ છે અને 22 ભાગોમાં વિભાજિત છે. પરંતુ બંધારણ નિર્માણ સમયે મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ જે 22 ભાગોમાં વિભાજિત હતા. જેમાં માત્ર 8 અનુસુચિઓ હતી.

ભારતીય બંધારણ વિશે માહિતી (Indian Constitution in Gujarati)

ભારતનું બંધારણ ભારતનો સર્વોચ્ચ કાયદો છે. ભારતના કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવેલી. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન ૧૯૪૬ હેઠળ થઇ હતી. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડૉ. રાજેન્દ્રર પ્રસાદ હતા

આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૭ દિવસ ચાલ્યું.

કેટલાંય સુધારા અને વિચારવિમર્શ પછી ૩૮૯ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી ભારતનું બંધારણ દેશ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. આમ, ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં મૂકાયું અને દેશ ખરા અર્થમાં સ્વતંત્ર બન્યો.

ભારતીય બંધારણ વિશે આટલું જાણો

  • બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ. એન. રોયને આવ્યો હતો.
  • બંધારણ પૂરું કરતા ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
  • ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે
  •  ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૮ અનુચ્છેદ છે. 
  • બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)
  • બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.
  • બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું છે. જોકે આમુખનો વિચાર યુ. એસ.ના બંધારણમાંથી લેવાયો છે.
  • બંધારણ ઘડવાનો ખર્ચ ૬.૨૪ કરોડ થયો હતો.
  • બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.
  • બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.
  • બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા.
  • ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
  • બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)
  • ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.

બંધારણની વિશેષતાઓ

  1. વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે.
  2. ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે.
  3.  ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સમૃદ્ધ, સાર્વભોમ પ્રજાસત્તાક જાહેર કરે છે.
  4. આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.
  5.  ભારતને બિનસાંપ્રદાયિક અને સાર્વભોમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે.
  6.  પુખ્ત વયે એટલે કે ૧૮ વર્ષે મતાધિકારને સ્વીકારેલો છે.
  7.  સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા છે.
  8. લઘુમતી કોમના હિતોની રક્ષણની વ્યવસ્થા છે.
  9. સંઘાત્મક શાસનપ્રણાલી છે.
  10. બંધારણે સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર કરેલો છે.
  11. મૂળભુત અધિકારો અને મૂળભુત ફરજો દર્શાવેલી છે.
  12. એક જ નાગરિકતા દર્શાવેલી છે.
  13. બંધારણમાં સંશોધન માટેની વિધિ તથા દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે.

ભારતના બંધારણ વિશે રોચક માહિતી.

  • બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
  • ભારતના દુર્લભ બંધારણની ત્રણ કોપી ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તે સમયના મહાનુભાવોની સહી સાથે સાચવામાં આવી છે.
  • બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથથી લખી હતી.
  • ભારતીય સંસદ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
  • ભારતીય સેનાની ત્રણેય પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ હોય છે.
  • ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
  • ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
  • કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું કાર્ય એટર્ની જનરલ હોય છે.
  • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
  • હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.
  • ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર બનનાર સરોજિની નાયડું છે.
  • ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ ઇ.સ.૧૯૬૨માં થઇ હતી.
  • ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ હતાં.
  • ભારતની સૌપ્રથમ લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતાં.
  • ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ બેઠક ૫૪૩ છે.
  • ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦ ની છે.
  • ગુજરાતમાં લોકસભાની કુલ બેઠક ૨૬ છે.
  • ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક ૧૩-(તેર) છે.

આ ૫ણ વાંચો:-

  1. રાષ્ટ્રીય ગણિત દિવસ
  2. બાળવાર્તા દિન
  3. રાષ્ટ્રીય એકતા દિવસ
  4. બાળદિન
  5. વિશ્વ વિદ્યાર્થી દિવસ

હું આશા રાખું છું કે તમને અમારો બંધારણ દિવસ વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા અવનવા વિષયો ૫ર રોચક માહિતી અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment