ભારતનો ગણતંત્ર દિવસ | Republic Day in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ભારતનો ગણતંત્ર દિવસ એ રાષ્ટ્રીય ૫ર્વ છે. તે વર્ષ ૨૬મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારત સરકાર અધિનિયમ 1935 ને હટાવી ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. જેની યાદ સ્વરૂપે આ૫ણે દર વર્ષે ભારતનો ગણતંત્ર દિવસ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ. તો ચાલો આજે આ૫ણે ભારતનો ગણતંત્ર દિવસ વિશે વિગતે થોડીક વીશેષ માહિતી મેળવીએ.

ભારતનો ગણતંત્ર દિવસ (Republic day in Gujarati)

ભારત 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ તેના બંધારણનો અમલ શરૂ થયો, જે હેઠળ ભારતને એક લોકતાંત્રિક, સાર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરાયો. તે માટે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપોની સલામી સાથે ધ્વજારોહણ કરીને ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું હતું. ત્યાર બાદ દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં રજા હોય છે.

ભારત 33 રાજ્યોનો એક સંઘ છે. તે સંસદીય પ્રણાલીવાળી સરકારનું ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણના આધારે શાસિત છે જે બંધારણસભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ ગ્રહણ કરાયું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી, 1950થી થયો.

ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની અવધારણા કયા સંવિધાનમાંથી લેવાઈ છે?

ભારતીય સંવિધાનમાં પંચવર્ષીય યોજનાની અવધારણા સોવિયેત સંઘ (USSR) પાસેથી લેવામાં આવી હતી.

Must Read : 26 મી જાન્યુઆરી નિબંધ

પ્રજાસત્તાક દિવસે ધ્વજ કોણ ફરકાવે છે?

દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લે છે અને રાષ્ટ્રીય ધ્વજ પણ તેઓ જ ફરકાવે છે.

સંબંધિત રાજ્યોના રાજ્યપાલ રાજ્યનાં પાટનગરોમાં ગણતંત્ર દિવસના સમારોહના અવસરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.

ભારતમાં બે રાષ્ટ્રીય ધ્વજ સમારોહ યોજાય છે. એક ગણતંત્ર દિવસે અને બીજો સ્વતંત્રતા દિવસે. સ્વતંત્રતા દિવસ સમારોહના અવસરે વડા પ્રધાન રાષ્ટ્રીય પાટનગરમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે અને રાજ્યોનાં પાટનગરોમાં મુખ્ય મંત્રી.

ભારતના રાષ્ટ્રપતિ ભવ્ય પરેડની સલામી લે છે. તેઓ ભારતીય શસ્ત્રબળોના કમાંડર ઈન ચીફ પણ હોય છે. આ પરેડમાં ભારતીય સેના પોતાના નવા ટૅન્કો, મિસાઇલો, રડાર વગેરેનું પ્રદર્શન કરે છે.

Must Read : રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી

‘બીટિંગ રિટ્રીટ’ સમારોહ:-

ગણતંત્ર દિવસની પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઈંડિયા ગેટ પર ખતમ થાય છે.

બીટિંગ રિટ્રીટનુ આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન સામે કરાય છે, જેના ચીફ ગેસ્ટ રાષ્ટ્રપતિ હોય છે. બીટિંગ ધ રિટ્રીટ સમારોહને ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે.

બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરાય છે. બીટિંગ રિટ્રીટમાં થલ સેના, વાયુ સેના અને નૌસેનાના બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં વગાડતાં પરેડ કરે છે.

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર:-

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહાદુર બાળકોને અપાય છે. આ પુરસ્કારોની શરૂઆત 1957થી થઈ હતી. પુરસ્કાર સ્વરૂપે એક ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ રકમ અપાય છે. તમામ બાળકોને સ્કૂલનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

પ્રથમ ગણતંત્ર દિવસે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ હતા. સંવિધાન લાગુ થયા બાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે વર્તમાન સંસદ ભવનના દરબાર હૉલમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને ત્યાર બાદ પાંચ માઈલ લાંબી પરેડના સમારોહ બાદ ઇરવિન સ્ટેડિયમમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.

બંધારણ સભાએ લગભગ ત્રણ વર્ષ (2 વર્ષ, 11 મહિના અને 17 દિવસ)માં ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, 165 દિવસોમાં 11 સત્ર આયોજિત કરાયા હતા.

Must Read : 15મી ઓગષ્ટ નિબંધ

પ્રજાસત્તાક દિવસનો ઈતિહાસ:- 

ભારતીય સ્વતંત્રતા ચળવળને પગલે ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ રાજથી આઝાદી મેળવી હતી. આ સ્વતંત્રતા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 (10 અને 11 GO 6C 30) દ્વારા મળી હતી, જે યુનાઈટેડ કિંગડમની સંસદનો એક અધિનિયમ છે. 15 ઓગસ્ટ 1947નાં રોજ આઝાદી મળી ગયા બાદ પણ કાયમી બંધારણ ન હતું. તેનાં બદલે તેના કાયદાઓ સંશોધિત સંસ્થાનવાદી ભારત સરકારના અધિનિયમ 1935 પર આધારિત હતા. 29 ઓગસ્ટ 1947ના રોજ ડ્રાફ્ટિંગ કમિટીની નિમણૂક માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે નિયુક્ત કરવામાં આવી હતી.

તેનાં અધ્યક્ષ તરીકે ડૉ. બી. આર. આંબેડકર હતા. જ્યારે ભારતનો સ્વતંત્રતા દિવસ બ્રિટિશ શાસનમાંથી તેની સ્વતંત્રતાની ઉજવણી કરે છે, ત્યારે પ્રજાસત્તાક દિવસ તેના બંધારણના અમલમાં આવવાની ઉજવણી કરે છે. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો અને 4 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભાને સુપરત કરવામાં આવ્યો હતો.

બંધારણ અપનાવ્યા પહેલા બે વર્ષ, 11 મહિના અને 18 દિવસના સમયગાળામાં ફેલાયેલા 166 દિવસ માટે, જાહેર જનતા માટે ખુલ્લા સત્રોમાં વિધાનસભાની બેઠક મળી. ઘણી વિચાર-વિમર્શ અને કેટલાક ફેરફારો પછી વિધાનસભાના 308 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ દસ્તાવેજની બે હસ્તલિખિત નકલો (હિન્દી અને અંગ્રેજીમાં એક-એક) પર હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ તે સમગ્ર દેશમાં અમલમાં આવ્યું. 

તે દિવસે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતીય સંઘના પ્રમુખ તરીકે તેમના પ્રથમ કાર્યકાળની શરૂઆત કરી. નવા બંધારણની સંક્રમણકારી જોગવાઈઓ હેઠળ ભારતની સંસદ બની. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે.

Must Read : ડૉ. બાબાસાહેબ આંબેડકર નું જીવનચરિત્ર

પુરસ્કાર વિતરણ:-

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે ભારતના નાગરિકોને પદ્મ પુરસ્કારોનું વિતરણ કરે છે. આ ભારતરત્ન પછી ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. 

આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, મહત્વના ઘટતા ક્રમમાં. 

“અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા” માટે પદ્મ વિભૂષણ. પદ્મ વિભૂષણ એ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. 

“ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા” માટે પદ્મ ભૂષણ. પદ્મ ભૂષણ એ ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. 

“વિશિષ્ટ સેવા” માટે પદ્મશ્રી. પદ્મશ્રી એ ભારતનો ચોથો-ઉચ્ચ નાગરિક પુરસ્કાર છે. 

રાષ્ટ્રીય સન્માન હોવાં છતાં પદ્મ પુરસ્કારોમાં રોકડ ભથ્થાં, લાભો અથવા રેલ/હવાઈ મુસાફરીમાં વિશેષ રાહતોનો સમાવેશ થતો નથી. ભારતની સર્વોચ્ચ અદાલતનાં ડિસેમ્બર 1995ના ચુકાદા મુજબ, ભારત રત્ન અથવા કોઈપણ પદ્મ પુરસ્કારો સાથે કોઈ પદવી અથવા સન્માન સંકળાયેલા નથી. સન્માનિત વ્યક્તિઓ તેમને અથવા તેમના આદ્યાક્ષરોનો ઉપયોગ પુરસ્કાર મેળવનારના નામ સાથે જોડાયેલ પ્રત્યય, ઉપસર્ગ અથવા પૂર્વ- અને પોસ્ટ-નોમિનલ તરીકે કરી શકતા નથી. આમાં લેટરહેડ, આમંત્રણ કાર્ડ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર આવા કોઈપણ ઉપયોગનો સમાવેશ થાય છે.

કોઈપણ દુરુપયોગના કિસ્સામાં, પુરસ્કાર મેળવનાર એવોર્ડ જપ્ત કરશે, અને સન્માન પ્રાપ્ત કર્યા પછી તેને અથવા તેણીને આવા કોઈપણ દુરુપયોગ સામે ચેતવણી આપવામાં આવશે. શણગારમાં રાષ્ટ્રપતિના હાથ અને સીલ હેઠળ જારી કરાયેલ સનદ (પ્રમાણપત્ર) અને મેડલિયનનો સમાવેશ થાય છે. પ્રાપ્તકર્તાઓને મેડલિયનની પ્રતિકૃતિ પણ આપવામાં આવે છે, જે તેઓ ઈચ્છે તો કોઈપણ ઔપચારિક/રાજ્ય કાર્યો વગેરે દરમિયાન પહેરી શકે છે. દરેક એવોર્ડ વિજેતાના સંબંધમાં સંક્ષિપ્ત વિગતો આપતી સ્મારક પુસ્તિકા પણ રોકાણ સમારોહના દિવસે બહાર પાડવામાં આવે છે.

Must Read : ગાંધીજીના જીવન પ્રસંગો 

ભારતના ગણતંત્ર દિવસની કેટલીક રોચક બાબતો

  • ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10 કલાક અને 18 મિનિટે અમલમાં આવ્યું.
  • ભારતના ગણતંત્ર દિવસ(Republic Day) પર રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવે છે.
  • 1955માં પ્રથમ વખત પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ રાજપથ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહયા હતા.
  • પ્રથમ ગણતંત્ર દિવસની પરેડ મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ નવી દિલ્લી ખાતે યોજાઈ હતી.
  • ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
  • ગણતંત્ર દિવસ પર અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા સન્માન આપવામાં આવે છે.
  • 1950માં પ્રથમ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્નો હાજર રહયા હતા.
  • અત્યાર સુધી 1951, 1952, 1953, 1956, 1957, 1959, 1962, 1964, 1966, 1967, 1970માં કોઈ વિદેશી મહેમાન આવ્યા ન હતા. તેમજ  વર્ષે 2021માં પણ કોરોના મહામારીના કારણે ગણતંત્ર દિવસ પર કોઈ મુખ્ય અતિથિ આવ્યા ન હતા.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

હું આશા રાખું છું કે તમને અમારો ભારતનો ગણતંત્ર દિવસ (republic day in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment