ભૂકંપ વિશે નિબંધ, માહિતી ગુજરાતી | Bhukamp in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

” કુદરત ખીલે ત્યારે સોળે કળાએ ખીલે, અને કુદરત રૂઠે ત્યારે સર્વસ્વનો વિનાશ સર્જે!”

આજનો આ૫ણો લેખ ૫ણ આ ઉકિત અનુરૂ૫ એક કુદરતી આપત્તિ ભૂકંપ વિશે નિબંધ (bhukamp vise nibandh gujarati) અથવા ધરતીકંપ એક કુદરતી આફત લેખનનો છે. ચાલો શરૂ કરીએ ધરતીકંપ વિશે નિબંધ લેખન.

ભૂકંપ વિશે નિબંધ (Bhukamp Essay in Gujarati)

ભૂકંપ એટલે શું ? ભૂકંપ એક આપત્તિ છે. આપત્તિને આફત કે હોનારત પણ કહેવાય છે. આ આફત કે હોનારત બે પ્રકારની જોવા મળે છે. ૧. કુદરતી આફતો અને ૨. માનવસર્જીત આફતો. ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, જ્વાળામુખી વિસ્ફોટ, પુર વગેરે કુદરતી આપત્તિઓ છે જે કુદરત પર આધારિત છે. જ્યારે જળપ્રદુષણ, વાયુપ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ,યુદ્ધ, રમખાણો, અકસ્માતો વગેરે માનવસર્જીત આફતો છે. 

ભૂકંપ એક કુદરતી આપત્તિ છે. જે કુદરત આધારિત થતી જોવા મળે છે પણ ક્યાંક ને ક્યાંક મનુષ્ય પણ જવાબદાર હોય છે કારણ કે માનવીની વધતી જતી ઔદ્યોગિક પ્રવૃતિ અને આધુનિક ટેકોલોજીના લીધે કુદરતનું તંત્ર ખોરવાયું છે જેના લીધે આપણે ઘણી બધી આફતોનો સામનો કરવો પડે છે. 

 ભૂકંપ એટલે શું? ભૂકંપને ધરતીકંપ અને આંચકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂકંપની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના પડોમાં અચાનક ઊર્જા ઉત્પન્ન થવાથી અનુભવાતું જમીન પરનું કંપન.  પૃથ્વીના પદોમાં અચાનક ઊર્જા ઉત્પન્ન થવાથી જમીન પર આંચકા સાથે હલચલ અનુભવાય છે જેને ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે. 

ઘનતા, દળ અને વ્યાસમાં  પૃથ્વીએ સૌરમંડલમાનો જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી પર જમીન વિસ્તાર કરતાં દરિયાઈ વિસ્તાર વધુ છવાયેલો છે. પૃથ્વી પરના પોપડા બે પ્રકારના  જોવા મળે છે ૧.કોંટિનેંટલ એટલે કે કાંપ, ગ્રેનાઈટ અને બેસાલ્ટીક  સ્તરોનો સમાવેશ થાય છે. જ્યારે ૨. મહાસાગર જેમાં કાંપ અને બેસાલ્ટીકનો સમાવેશ થાય છે. પૃથ્વીના આ પોપડાઓ માં હલનચલનની પ્રક્રિયાથી ભૂકંપની સ્થિતિ સર્જાય છે. 

Must Read: કુદરતી આપત્તિ નિબંધ

સામાન્ય રીતે કહીએ તો જે પ્રક્રિયાથી ભુ-કંપનનો અનુભવ થાય તેને ધરતીકંપ કહેવામાં આવે છે.  ભૂકંપ ઘણીવાર માનવસર્જીત પણ હોઈ શકે છે. વધુ પડતાં ખોદકામ અને વધુ પડતી ઔદ્યોગિક પ્રવૃત્તિથી પણ ભૂકંપ સર્જાતો જોવા મળે છે. 

માનવી ભૂગર્ભ જલ મેળવવા, ખનિજતેલ મેળવવા માટે જમીનમાં ઊંડાણથી ખોદકામ કરે છે. એ ઉપરાંત પહાડો કોતરીને રસ્તા બનાવામાં આવે છે, કિંમતી પથ્થરો મેળવવા માટે ખોદકામ કરવામાં આવે છે.  આખરે આ બધી પ્રવુતિઓ માનવસર્જીત છે. આ પ્રવુતિઓ ના કારણે પૃથ્વીના આંતરિક ભાગોમાં અસર થતી જોવા મળે છે. જેના કારણે પૃથ્વીના ભૂગર્ભમાં આવેલી પ્લેટોમાં હલનચલન થતું જોવા મળે છે. અને જમીન ખસવાની અનુભૂતિ થાય છે. 

Must Read : વિનાશક વાવાઝોડું નિબંધ

આ સિવાય કુદરતી રીતે પણ ભૂકંપ આવવા માટે ના કારણો જોવા મળે છે. ભૂસ્તર માં ભંગાણ થવાથી, જવાળમુખીના વિસ્ફોટથી, ભૂસ્ખલનને કારણે, વગેરે પ્રકિયાઓથી પણ ભૂકંપ સર્જાતો જોવા મળે છે.  ભૂકંપ માત્ર જમીન વિસ્તાર જ જોવા મળતો નથી. દરિયામાં પણ ભૂકંપ  સર્જાતો જોવા મળે છે. દરિયામાં સર્જાતા ભૂકંપના લીધે ત્સુનામી સર્જાતી જોવા મળે છે. 

ભૂકંપ વિશે નિબંધ

ધરતીકંપ – ભૂકંપ વિશે માહિતી (Bhukamp Vishay Mahiti Gujarati ma)

ભૂકંપ વિશે વધુ માહિતી જાણીએ તો ભૂકંપ જ્યાંથી ઉદ્દભવ પામ્યો હોય તે ભાંગણબિંદુને કેન્દ્રબિંદુ કે  ઉદ્દભવબિંદુ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં hypocenter (હાયપોસેન્ટર) કહેવામાં આવે છે.  તેની બરાબર ઉપર જ્યાં જમીનને ધ્રુજારી અડે છે તેને ભૂકંપબિંદુ કહેવામાં આવે છે. જેને અંગ્રેજીમાં apicenter (એપીસેન્ટર) કહેવામાં આવે છે. 

ભૂકંપ ઘણા પ્રકારે થતાં જોવા મળે છે. ભૂકંપ થવા માટે ના કારણોમાં સ્થાનિક બંધારણ પણ જવાબદાર હોય છે. જેમ કે ટેકટોનિક ધરતીકંપ પૃથ્વી પર ગમે ત્યાં સર્જાઈ શકે છે.  જ્યાં પણ ભંગાણ થવાની શક્યતા હોય ત્યાં આ ભૂકંપ સર્જાઈ શકે છે.  પૃથ્વી પર રચાયેલી સપાટી નો મોટો ભાગ પરાવર્તી પ્લેટ કે કેન્દ્રીય પ્લેટ થી રચાયેલી છે. જો પૃથ્વીના ભૂગર્ભમાં ખરબચડી સપાટી ન હોય તો આ પ્લેટો આસાનીથી કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગર એકબીજા પર થી હલનચલન કરતી હોય છે પણ મોટાભાગે પૃથ્વીના પડોનું ખરબચડી સપાટી ના લીધે આ પ્લેટો ખસે ત્યારે ઘર્ષણ અનુભવે છે જેના લીધે ભૂકંપ સર્જાતો જોવા મળે છે. 

Must Read : પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ

અચાનકથી ઉદ્ભવતો ભૂકંપ ઘણી વાર ખુબ મોટા પ્રમાણમાં તારાજી સર્જે છે. આ૫ણે સૌ કચ્છમાં આવેલ ૨૦૦૧ની ભુંક૫ની ઘટનાને હજી ભૂલયા નથી. જેમાં કેટલાય માણસોએ જીવ ગુમાવ્યો હતો. કેટલાય મકાનો ઘરાસાઇ થઇ કાટમાળમાં રૂપાંતર થઇ ગયા હતા. 

ભૂકંપના કારણે જનજીવન તંત્ર ઘણી વખત ખોરવાઈ જાય છે. જ્યારે સ્થાનિક રહેણાંક વિસ્તારમાં ભૂકંપ સર્જાય છે ત્યારે જાનમાલને મોટા પ્રમાણમાં નુકશાન થતું જોવા મળે છે. ધ્રુજારી કે જમીનમાં ફાટ પડવી એ ભૂકંપની મુખ્ય અસર છે. જેના કારણે ઇમારતો કે બાંધકામને વત્તાઓછા અંશે સૈધાંતિક નુકશાન થતું જોવા મળે છે.  

બધી જગ્યાએ જમીન એક સરખી હોતી નથી. ક્યાંક સખત તો ક્યાંક નરમ પણ હોય છે. ભૂકંપની અસર નો આધાર જમીન ના પ્રકારો પર પણ નિર્ભર છે. ભૂકંપના કારણે જમીનમાં પડતી ફાટ જમીન ને બે ભાગો માં વિભાજીત કરી નાખે છે. એટલે કે ઘણીવાર મોટા પ્રમાણમાં ભૂકંપ સર્જાયો હોય ત્યારે એક મોટાં ખંડ ને પણ બે ભાગોમાં વિભાજીત કરી નાખે છે. ઘણીવખત પુલ, બંધ, વીજળી મથકો, રસાયણ ફેક્ટરી, વાયુ મથકો વગેરે સ્થાનો પર જો ભૂકંપ અનુભવાય અને ધ્રુજારી સાથે જમીનમાં ફાટ પડે તો અન્ય પણ ઘણી મુશ્કેલીઓ સર્જાતી જોવા મળે છે. 

દરિયામાં ઉત્પન્ન થતા ભૂકંપ ના લીધે તીવ્ર વેગમાં  મોજાંઓ ઉત્પન્ન થાય છે અને  મોજાઓનો ભરપૂર વેગ દરિયાકિનારાના વિસ્તાર ને દરિયામાં ફેરવી નાખે છે. જો ખૂબ મોટા પ્રમાણમાં ત્સુનામી આવી હોય તો કિનારાના ગામડાઓ  પાણીમાં જળસમાધિ લઈ લે છે. જાનમાલને મોટી સંખ્યામાં નુકશાની થાય છે.  ભૂકંપથી વીજળીની લાઇન અને ગેસની લાઈન  તૂટવાથી  આગ લાગી શકે છે. ભૂકંપ અને આગ બંને એક સમયે ભયંકર રૂપ ધારણ કરે તો જાનમાલની નુકસાની થઈ શકે છે. 

Must Read: પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ

ભૂકંપનું માપન સિસ્મોમીટર કે સિસ્મોગ્રાફ નામના ભૂકંપયંત્રથી માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે તે સમયની તીવ્રતા માપવામાં આવે છે. અથવા તો ધરતીકંપને રીકટર સ્કેલથી માપવામાં આવે છે. ૭ ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ગંભીર નુકશાન પહોંચાડી શકે છે.

ભૂકંપ વિશે નિબંધ
bhukamp in gujarati

 ભૂકંપના તરંગોના ત્રણ પ્રકાર છે. ૧. પ્રાથમિક તરંગ ૨. બીજા તરંગ ૩. એલ તરંગ. પૃથ્વી પર આવેલું મોજું ૮ સેકન્ડ પ્રતિ સેકન્ડની સરેરાશ ઝડપ સાથે દરેક માધ્યમથી પસાર થાય તેને પ્રાથમિક મોજાં કહેવામાં આવે છે.  બીજા પ્રકારના તરંગો ૪ કિમી પ્રતિ સેકન્ડ ની ઝડપથી ફેલાય છે. ધરતીકંપથી બચવા માટે જ્યારે પણ પૃથ્વીની સપાટી પર કંપન અનુભવાય ત્યારે બને એટલું જલ્દી ખુલ્લા મેદાન તરફ જવું જોઈએ કારણ કે જમીન પર થતા હલનચલન ને કારણે ઇમારતો અને અન્ય બાંધકામ પડી જવાની શક્યતાઓ વધી જાય છે. 

કુદરતી રીતે થતાં ભૂકંપ ને રોકી નથી શકતા પણ માનવસર્જીત પ્રવૃત્તિ ના કારણે કુદરતને જે અસર થાય છે તેમાં સુધારો લાવી શકાય છે. જેમ કે વધુ પડતાં ઉંડાણના ખોદકામ વગેરે બંધ કરી શકાય છે. જેને લીધે ભૂકંપ આવવાની શક્યતાઓને ઘટાડી શકાય છે.

આ ૫ણ વાંચો:-

  1. સમયનું મહત્વ નિબંધ 
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ
  3. શ્રમનું મહત્વ નિબંધ
  4. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ભૂકંપ વિશે નિબંધ (ધરતીકંપ એક કુદરતી આફત) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી અને શિસ્ત પાલન વિશે નિબંધ લેખન માટે ૫ણ  ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment